વર્ષો પહેલા એક ઘટના ઘટેલી.
આ રચના અનંતે ત્યારે લખેલી.
વાત એમ બની કે,
પેલી અને અનંત વચ્ચે રોજ ચીઠ્ઠી ની આપ લે થતી.
આજુ બાજુ કોઈ જોતું નથી ને એ જોઈને.
પણ એક દિ' અધીરા અનંતે આસપાસ જોયા વીના,
છુપાઈને કોઈ જોતું નથી એમ ધારી,
પેલીના રવેશમા ચીઠ્ઠી ફેંકી નાકકડા પથ્થરમા વીંટીને.
અને, જાહેર થૈ ગૈ.
કેમકે પેલીની મા જોઇ ગૈ. અકલે.
અકલે કે ચીઠ્ઠી પકડાઈ ગૈ એમ.!
જોકે ચીઠ્ઠી સમેત એ બંને પણ પકડાઈ ગયા .
ત્યાર બાદ અક્કલ વગરના અનંત ના લીધે અકલે કે,
અનંતની ભૂલના કારણે પેલીને,
એની મા એ રીતસરની ઘઘલાવી નાખી.
અકલે પછી પેલીએ રિસાઈ ખીજાઈને,
અનંત સાથે વાત કરવાનું છોડી દીધુ.
જો કે અનંત ક્યારેય જાણી જોઈને ભૂલ ન કરતો.
પણ ભૂલ સામે ચાલીને અનંતના ગળે વળગી
એની પાસે ભૂલ કરાવતી હતી અકલે,
વાંક અનંતનો નૈ બલ્કે ભૂલનો હતો.
રૂઠેલાને માનવાનું કદી અનંતને આવડ્યુ નહીં કદાચ....
અકલેજ પ્રેમમાં કદી અનંતને પ્રેમ કરતા ફાવ્યુ નહીં. ક્યારેય....
હાં એને વેદના થતીજ અને,
ગુસ્સો પણ તુરંત આવી જતો.
એ ઘટના પછી અનંતે પેલી સાથે વાત કરવા,
વારંવાર પ્રયાસ કર્યો પણ પેલી એકજ વાત કહેતી
પહેલાં તુ તે કરેલી ભૂલની માફી માંગ.
અનંત કહેતો નૈ માંગુ માફી હુ..!
કેમકે મે ભૂલ નથી કરી બલ્કે,
ભૂલે મારી પાસે ભૂલ કરાવી છે.!
શુ ને શુ લોચા મારે છે કૈ ખબર નથી પડતી..!
આવો સાવ નહોતો ધાર્યો મે તને !
કદિ' બોલાવજે નૈ હવે પછી મને ..!
હુ તારા બધા કાગળીયા ફાડી નાખીશ એક દિ'જોજે..!
પેલીએ ગુસ્સે થૈ અનંતને આમ કહેલુ તેદિ'
અને પછી એ મો મચકોડી ભાગી ગૈ.
એ ગૈ અકલે અનંતે પણ ગુસ્સે થૈ પેલી ને કૈ દિધું
જા બે જા હવે તું મને ના બોલાવે તો કઈ નહીં...
જા..! તારી પણ કિટ્ટા..!
( ખબર નૈ કેકલી સાથે પહેલા પણ કિટ્ટા કરી હશે )
એ ઘટના પછી,
હ્રદયે અનુભવેલી વેદના અને,
મગજમા ભરેલ ગૂસ્સામાં
અનંતે આ રચના લખેલી.
હવે તું કઈ ધારે તોય શું ના ધારે તોય શું..!
મરેલાને તું મારે તોય શું ના મારે તોય શું..!
મરેલાને તું મારે તોય શું ના મારે તોય શું..!
હું તો લખતો રહીશ વેદનાઓ.તારા હ્રદયમાં
હવે તું ઉતારે તોય શું..! ના ઉતારે તોય શું..!
હવે તું ઉતારે તોય શું..! ના ઉતારે તોય શું..!
મને રડવું આવે છે. તો હું રોતલ છું. બસ.!
તને રડવું આવે તોય શું ના આવે તોય શું..!
તને રડવું આવે તોય શું ના આવે તોય શું..!
મે વિચારવાનું છોડી દીધું તારા વિષે.મારા,
વિષે તું વિચારે તોય શું ના વિચારે તોય શું..!
વિષે તું વિચારે તોય શું ના વિચારે તોય શું..!
વાંચી લીધા છે તે કાગળ જે બધા.એ કાગળ,
હવે તું સાચવે તોય શું, ફાળી નાખે તોય શું..!
હવે તું સાચવે તોય શું, ફાળી નાખે તોય શું..!
દૂધનો દાઝેલો નહીં. હું ખુદ દૂધ છું દાઝેલું.
હવે તું ઉકાળે તોય શું..! ના ઉકાળે તોય શું..!
હવે તું ઉકાળે તોય શું..! ના ઉકાળે તોય શું..!
ઉપર ઉપર રાખ બાજી છે. તેથી લાગુ ઠરેલ.
અંગારાને બાળે તોય શું ના બાળે તોય શું..!
અંગારાને બાળે તોય શું ના બાળે તોય શું..!
હું લખતો રહીશ નીજ મસ્તીમાં.પીડા વ્યથા.
આનંદ કથા તું વાંચે તોય શું ના વાંચે તોય શું.
આનંદ કથા તું વાંચે તોય શું ના વાંચે તોય શું.
લે હું ખુદ જ દૂર ટળી જાઉં છું તારાથી ખુશ્શ.!
તારાથી મને તું દૂર ટાળે તોય શું.! ના ટાળે તોય શું.
તારાથી મને તું દૂર ટાળે તોય શું.! ના ટાળે તોય શું.
"અનંત" કંટાળો આવે છે મને એક માત્ર પ્રેમ વીના
તને પ્રેમથી કંટાળો આવે તોય શુ કાંટાળો લાગે તોય શું.!
તને પ્રેમથી કંટાળો આવે તોય શુ કાંટાળો લાગે તોય શું.!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
“અનંત”
“અનંત”
આમ અનંત પ્રેમમાં અનંત પ્રેમના પાવર થકી,પાવર કરી.,
પછી પારાવાર પીડાતો અને, સતત ,સખત લખતો રહેતો...


No comments:
Post a Comment