Saturday, 11 August 2018

અનંતનું સપનું



6 years ago
~~~~~~~~~~~~~~~~~~~
હજુ તો આંખ મીંચણી ન મીંચાણી ત્યાં....
એ મારી ઝંખના મુજબ સજી ધજીને મારી સામે આવી .
સુંદર સાડીમાં સજ્જ ...
કપાળે લાલ ચટક ચાંદલો .
પગમાં ઝાંઝરી આંખો માંજરી....
પાતળી પાતળી આંગળી... 
ગોરું કાંડું કાચની રંગબી રંગી ચૂડીથી ભરચક ભરચક.
‘ને પગમાં રૂપાના ઝાંઝર ઘૂઘરીથી લથબથ લથબથ.
નમણી નમણી મસ્ત રમણી લાલ લાલ ગાલ હોઠ ગુલાબી. .
એ અદ્દલ મારી ઝંખના.
શરમાતી લજવાતી આવી એ માથે પાલવ ઓઢી.
"અનંત” એક કવિતા લજવાતી લજવાતી મારી સાથે. 
કોરા કાગળની પથારીમાં પોઢી.
'ને "અનંત "હું સફાળો જાગી ગયો ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત"ના સાહિત્યમાથી......
Comments
Pravin Miyaatra ...અંત ..રોમાંચક!!! "અનંત” એક કવિતા મારી સાથે. કોરા કાગળની પથારીમાં પોઢી. ...............ને હું સફાળો જાગી ગયો ....
Manage
5y See Translation
5y

6 years ago
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતીને કહેલું કે,
સાહસથી ડરી જવું છટકી જવું .
મંજીલ એટલે કે અટકી જવું..... !
********************************* 
મે તો પહેલાજ કહ્યું હતું ને...? તું ના જેલ મને.
એવું પણ કહ્યું તું દૂ:ખી થશે..!પડતો મેલ મને.
હું ‘અનંત’કાળથી ભટકતો અજ્ઞાની છું !'ને મને
ભટક્વા દે...! એવું પણ મે એક ‘દી કહેલ તને.
સતત ભટકવું છે.અટકવું નથી તેથી જ કહું છું.
તું ભટકવા દે બસ. મંજીલ તરફ ના ધકેલ મને.
મંજીલ હાથ વેંતમાં છે. પણ મારે જોઈતી નથી.
ચડાવ ઉતાર ગમે છે. ના ગમે રસ્તો સહેલ મને.
મારી આ દશા જોઈ કોઈ પાગલ કોઈ ઘેલો કહે.
છોને કહે.કોઈ મુફલિશ કે પછી માથા ફરેલ મને.
“અનંત” વણ ઉકેલ્યો કોઈડો છું. હું મને જ ક્યાં,
ઉકેલી શક્યો છું. તું જો ઉકેલી શકે તો ઉકેલ મને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત"

No comments:

Post a Comment