Monday, 3 June 2019

અનંત અટપટુ સત્ય

વર્ષો પહેલા .... 

જ્યારે હું ખંડેર પર ચાય લઈને જતો

ત્યારે ચાયની ચૂસકી ભરતા ભરતા 

અનંત અભાન અવસ્થામાં 

ક્યારેક ક્યારેક આવું અટપટું સત્ય ઉચ્ચારતો . 

તે રાત્રે અનંત અભાન અવસ્થામાં આવું કાંક બોલ્યો .

"અનંત"જે જેવુ જોવું હોય તેવું જોવું હોય તો જોવું નહીં !

"અનંત"

અનંત જે બોલ્યો તે મને બિલ્લકુલ સમજાયું નહીં . 

અકલે હું માથું ખંજવાળવા લાગ્યો ત્યારે ... 

 આંગળા વડે વધેલી દાઢી રમાડતો અજ્ઞાની 

મૂછમાં મલક્યો 

કદાચ એ સમજી ગયો હશે 

યા તો હું ના સમજ્યો એ કારણે  

મને ખબર નૈ એ ક્યાં કારણે હસ્યો . 

પણ મને સમજાયું નહોતું એ કડવું સત્ય હતું . 

અકલે મે સવાલ ભરી નજરે અનંત સામે જોઈ પૂછ્યું .

અર્થાત ..?

 મારી સામે ઈશારો કરી અજ્ઞાની સામે જોઈ અનંતે કહ્યું . 

તુજ સમજાવ અજ્ઞાની આને ... 

અજ્ઞાનીએ મારી સામે જોઈ અનંત જેવોજ અટપટો જવાબ 

આપતા સાવ ટૂંકમાં કહ્યું .


"અજ્ઞાની" જોયા પછી જે જેવુ જોવું હશે તેવું દેખાશે નહીં !


જોયા  વિના જોવાની મજા અલૌકિક હોય છે . 



હું, અજ્ઞાની બોલ્યો એ પણ સમજ્યો નહીં . 

અકલે મે બંને ને વિસ્તારથી સમજાવવા વિનંતી કરી. 

તો એ લોકોએ નીંદરનું બહાનું આગળ ધરી 

મને કહ્યું ગઈ કાલ આવે અને તું આવ ત્યા

રે યાદ કરાવજે

યાદ આવશે તો સમજાવીશ નૈ તો તું પણ ભૂલી જજે 

અમે પણ ભૂલી જઈશું ... 

અંતે કંટાળી હું ઘર ભેગો થઈ ગયો ... 

આખી રાત મારા મગજમાં એ લોકોની અટપટી વાત 

ઘૂમરાતી રહી . 

"અનંત"જે જેવુ જોવું હોય તેવું જોવું હોય તો જોવું નહીં !
"અજ્ઞાની" જોયા પછી જે જેવુ જોવું હશે તેવું દેખાશે નહીં !


જોયા  વિના જોવાની મજા અલૌકિક હોય છે . 

પણ મને સમજાયું નહીં અંતે હું પણ ઊંઘી ગયો ... 

No comments:

Post a Comment