Thursday, 12 March 2020

વર્ષો પહેલા

આજ કાલ મને અહી કોઈક નો  ધીમો ધીમો પગરવ સંભળાય છે !
સાચું બોલ "અનંત" તારી સાથે અહી બીજું કોણ આવે જાય છે !? 
વર્ષો પહેલા દાઢી ધારી અજ્ઞાની ને ભાસ થયો એકલે એણે અનંતને 
કડકાઈ ભર્યા સ્વરે સવાલ કર્યો !
"અજ્ઞાની "મને કૈજ ખબર નથી કે કોન મારાથી દુર જાય છે, 
કોણ આવે છે મારી પાસે .!
હું તો હોઉં છું સતત તારી અને પરીયાની સાથે ..!
પણ સાવ સાચું કહું અજ્ઞાની  
મને પણ આજકાલ તારા જેવોજ ભાસ થાય છે !
મને પણ એવું લાગે છે કે અહી આપણા ત્રણ સિવાય પણ કોઈ આવે જાય છે !
ટીપોય પર ઉંધી પડેલી ત્રણ પિયાલી સીધી કરી હું નીચી મુંડીએ  
બંને ની વાત સંભાળતા સાંભળતા પીયાલીમાં ચાય રેડતો હતો. 
અચાનક બંને બોલીને ચુપ થઇ ગયા એકલે મેં તેમની સામે જોયું .
તો એ બંને મારી સામે શંકા ભરી નજરે જોતા હતા .  
લ્યા તમે બંને મારી સામે આમ કેમ જુવો છો શંકાથી ..?
અજ્ઞાનીએ પોતાનો અને અનંતનો બચાવ કરતા કહ્યું.
જો પરીયા અમે બંને તો અહી ખંડેર નાં ખુણામાં 
 દિવસ રાત પુરાઈને પડ્યા રહીએ છીએ.
એટલે મારા કે અનંતના સંપર્કમાં કોઈ આવે ,
એવી શક્યતા તો છેજ નહી . 
બહાર એક તુજ આવે જાય છે ! 
મેં કહ્યું . 
અકલે ?અકલે તમારા કહેવાનો મતલબ શું છે .?
અનંતે કહ્યું . 
એજ કે તું કોઈને અહી લઈને આવે છે !
અરે યાર્ર શું ગાંડા જેવી વાતો કરો છો .. !
મારી સાથે અગર કોઈ આવતું હોય,
યા હું કોઈને લઈને અહી આવતો હોઉં 
તો શું તમારાથી છુપાઈને લાવી શકવાનો હતો .
અને આમેય મારે કોઈને અગર અહી લઇ આવવું હોય,
 તો પણ તમારી રજા વગર તો ક્યાંથી લઇ આવું . 
અને અગર મારી સાથે કોઈ આવે તો પણ તમને દેખાય નહિ કે વાત કરો છો !
મને જરાક ગુસ્સો આવી ગયો . 
અજ્ઞાનીએ મારી આંખોમાં આંખો પરોવી કહ્યું. 
જરૂરી નથી પરીયા કે તું કોઈને સ્થૂળ રૂપે અહી લઈને આવે ..!
તો શું હું કોઈ જાદુગર છું કે 
કે હું કોઈને ગાયબ કરીને અહી લઇ આવી શકું ! 
શું આજે આ ભેજામારી લઈને બેઠા છો  ..!
હું જરા વધુ ગુસ્સાયો . 
રેવા દે પરીયા તું રેવાજ દે 
જાદુગરીની આ વાતજ નથી ..!
તો પછી શું કરવા ક્યારના તમે બન્ને 
મારી પાછળ પડ્યા છો.! 
અને મારી પર શકાઓ છો  શા માટે ?
તું વિચારોમાં પણ અગર કોઈને લઈને આવે તો અભાસ થઈજ જાય ..! 
અજ્ઞાની એ અંતે મને ચિપટી માં લઇજ લીધો .!
બોલ હવે તો સાચું બોલ પરીયા....
  કોણ અહી દુર ખૂણે આવેલા આ ખંડર સુધી આવે છે તારી સાથે ! 
અનંતે અજ્ઞાની સામે હસી ને મને સણસણતો સવાલ કર્યો .
હવે મારો પીતો ગયો. 
ચાયનો છેલ્લો ઘૂંટ ભરી પિયાલી મે ટીપોય પર 
ધડામ કરીને પછાડીને મૂકી. 
મેં અનંતને કહ્યું. 
બસ કર અનંત તું તો બોલતો જ નહી .! 
તું મારી ગેર હાજરીમાં કેટ કેટલી ને સતાવે છે..! 
પહેલા એનો હિશાબ દે .. 
એક મુકે બીજીને પકડે
 જે આવે તેને ચૂમે આલિંગન માં જકડે..! 
ભૂલી ગયો તે દી'પેલી તેની સહેલી સાથે 
તને ગલી ના નાકે મળવા આવેલી 
ત્યારે તે એને તો ચુંબન કર્યું જ હતું પણ તેની સામેજ 
તેની સાથે આવેલી તેની સહેલી ને પણ તે બે શરમ થઇ ચૂમી લીધી હતી નકટા 
ભૂલી ગયો એ બધું .. 
અને મારી સાથે કોઈ વિચારોમાં 
વિહાર કરે તો પણ વાંધા ..!
ક્રમશ :-  





    
   

No comments:

Post a Comment