Tuesday, 28 April 2020

જુનું નવું નવું જુનું


તારી બોલકી આંખો.  
મારી બોલતી આંખો. 
"અનંત"હું આંખ બંધ કરું,
ત્યારે તું ખોલતી આંખો .
તું ચુપ રહ હું મૌન રહું તોયે, 
ભીતર ના ભેદ ખોલતી આંખો. 
"અનંત" 

*******
નવું જુનું 
જુનું નવું 
તારા વગર સુનું સુનુ 
થીજી ગયેલ શ્વાસમાં  
નામ તારું ઉનું ઉનું. 
મને"અનંત" હુંફ આપે છે... 
એટલે હું જીવું છું ..!
"અનંત" 


જો કે પછી એમ થયું કે આ પણ બફાઈ ગયું છે ..!
જેને જે કરવું હોય એ કરે ( જો કે એજ કરે છે )
જેને જેમ જીવવું હોય તેમ જીવે ( જો કે એમજ જીવે છે )
તારામાં વધુ મારામાં ઓછી...
સૌની પોત પોતાનો અક્કલ હોય છે !
કોઈ અક્કડ હોય છે
કોઈ મારી જેમ ફક્કડ હોય છે ...
તો કોઈ તારી જેમ અકળ હોય છે..
મારી બીજી તારી બીજી
સૌની નીજી સમજ હોય છે..!
અકલે
મૂંગો મર...
તું તારું કર....
આમ મેં
તમે વઢો એ પહેલા
મને વઢી લીધું છે ..!
અકલે ,
હવે મને કોઈ વઢશો નહીં ...
(1)
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
નકલ ને અકલ નથી હોતી એ આપ સૌ જાણો જ છો...?
ચાલો તો પછી કસમ ખાવ તમે ક્યારેય અક્કલ નું પ્રદર્શન નહીં કરો.... 
Comments
Write a comment...



લખ્યું નથી ...
ભૂલ ભૂલમાં ભૂલથી લખાઈ ગયું છે..!
જોકે હંમેશની માફક જૂઠની આડમાં ...
સત્ય બફાઈ ગયું છે ..!
ઘોઘી .! લેખકોની અતી વૃષ્ટિ થશે...
અને વાંચકો નો લીલો દુષ્કાળ પડશે ...
આવું ઘોઘાએ ઘોઘીને સ્પષ્ટ શબ્દોમાં ત્યારે કહેલું ...
જયારે ઘોઘી ઘોઘાના ચીલા ચાલુ ચીલે ચાલવા ...
સલાહ અપાતી હતી....
ચલાવવા ચાહતી હતી ....
પણ ઘોઘાએ ચોખ્ખી ના પાડી દીધી હતી ...
ત્યારે પણ સત્ય થી અજાણ ઘોઘી ,,,
હુહ હુહ એમ છણકો કરી રિસાઈને ભાગી ગયેલી ...
ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે,,,
સારા સારાની, સારા માઈલી પોસ્ટ પણ ...!
અહી પિટાઈ રહી છે !
આજ કાલ...
અને ....
ટી.
આર.
પી.
પણ .....!
ભલ ભલાના સાવ ડાઉન ..... 
એ તો નિશ્ચિત જ હતું કે દિવસો આવા આવશે જ .....!
કારણ....???
હું પણ ગાયબ નહોતો થઈ ગયો હેં..!
થઈ ગયો હતો ને....?
હવે લગભગ અલોપ થઈ ગયા છે, થઈ રહ્યા છે .....!
અર્થાત :- અચ્છે અચ્છે યહાં સે ચલ બસે .. બે અર્થમાં .... 
કારણ...??
એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......
બીજું અક્કલનું જવું ....
જો કે ત્રીજા ચોથા પાંચમાં છઠા આમ કારણ ઘણા ...
દંભ ઈર્ષા અદેખાઈ જે ખુલ્લી આખે દેખાય ...
લે પણ... !
તે પણ
કે હું પણ ...
કઈ વાળીની મુળી હેં ..!
અર્થાત :- કીસ ખેતકી મૂલી એમ ..!
અકલે હુંય આવી જ જાઉંને એમાં....
પણ તોય ઉછીના શબ્દો વાળાને બહુ ફર્ક ના પડે....!
અને તોય ફર્ક તો પડે જ....!
એ તો નિર્વિવાદ સત્ય છે.
ભાઈબંધે કહ્યુજ હતું ને વર્ષો પહેલાજ કે,,,
જ્યારે કોઈ એમ કહે કે મને કોઈજ ફર્ક નથી પડતો ...
ખરેખર તો ત્યારેજ "અનંત" ફર્ક પડી ચુક્યો હોય છે ..!
ફર્ક પડ્યા પછીજ તો આવા ઉદગાર અનાયાસે નીકળી પડતા હોય છે !
વાંચક વિના લેખક લૂલો.....
શ્રોતા વિના કલાકાર અધૂરો ......
અને આયાં કણે તો ,
બધા લેખક બધા કલાકાર ......
તો આ પણ એક કારણ ખરું જ...!
શું....???
કઈ નહીં હવે, જવાદો ને ભઈ ......!
આ પોસ્ટ પણ હમણાં પિટાઈ જ જવાની છે....!
t .r .p. તો આમેય ક્યાં ઊંચા હતા જ કદી....
ભાઈબંધ કહેતો કે,
હોય છે સૌને જગ મશહૂર થવાનો મોહ...
બાકી જોયા છે મે એવા એ લોકો....
જે રહે છે આ જગત ભીડથી દૂર...
જે હોતા કે થતા નથી આ કે તે
જગમાં મશહૂર..
છતાં નીજ મસ્તીમાં રહે છે ચકચૂર....
એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....
ખુદમાજ ખોવાયેલ રહે છે..!
"અજ્ઞાની" એને થવુ નથી મશહૂર...
જેને થવુ નથી મશહૂર....
એ જીવે છે ભરપૂર.....
ભાઈબંધ કહેતો કે,
બ્લાસ્ટ :-
રે.. "અજ્ઞાની" આ સિધ્ધી શુ ઓછી છે.! .
કે, પ્રસીધ્ધીની કોઈ ઝંખના જ ના રહે.....
"અજ્ઞાની "
આકલુ કૈ એ પણ આથમી ગ્યો ઓ પણ આથમી ગયો ......
અને હું ઉગી રહ્યો છું એકલો એકલો
ઊંઘી રહ્યો છું બહારથી એકલોજ ..!
અંદર તો તુંજ તું હોઈ મારે બીજું શું જોઈ ..!
Comments
  • Prakash Makwana good one...
    1
  • Kaushik Savariya have aa post ni t.r.p. tipay jase ke post karnar e to samay avye khabar padi j javani 6 Pareshbhai......................... :P
    1
  • Riya Vaidya t.r.p. na bandhan tamne kyan nade chhe. tame too alipt chho aa badha thi.....tamne t.r.p. thi koi farak nathi padto........evu maru manavu chhe......m i wrt?????????
    3
  • Kaushik Savariya parantu t.r.p. ne to fer pade 6 ne.............:P
    2
  • Riya Vaidya aa t.r.p. kon chhe bhai????????????
    2
  • Kaushik Savariya e to pareshbhai ne puchvu padse...... :P
    1
  • Pravin Miyaatra વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........
    3
  • Riya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela.............
    5
  • Kaushik Savariya he mahatma Pareshji amrari comment ni t.r.p. sav ghate e pela aap sri ne namra nivedan 6 ke aa comment dabba ma padhari amne krutarth karso ji ................. aabhar............
    4
  • નિર્દોષ ગુનેહગાર Riya Vaidya .... wrt...... બિલકુલ .....સત્ય ....

    છતાં.....


    જગત આ હોય કે તે મિત્રો નું હોવું જરૂરી .... !

    અને હું તો આમેય ભાગ્યવાન જ છું કે મને થોડા માં ઘણા બરાબર મિત્રો મળ્યા જ છે ...!

    બસ એમની હાજરી હોય એટલે ભયો ભયો અને મને ખુશી છે કે એ બધા અત્યારે હાજર છે જ.....:)
    5
  • નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya આપ મિત્રો ના હાથે પ્રેમથી ટિપાઈ જવાનું ગમે છે ....

    બાકી t.r.p ની તો ... ઐસી તેસી .


    Riya Vaidya જી હું એને ઓળખતો પણ નથી આ તો કોક બોલે ને કાન સાથે આવો શબ્દ અથડાઇ

    જાય તો લખાય જાય... બાકી તો મનેય ખબર નથી આ t .r .p કઈ બલા છે ....

    મારે એની સાથે દૂ..ઉ..ઉ...ઉ...ર નો કોઈ જ સંબંધ નથી..... :)
    4
  • નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya કદાચ એના વિષે kunjal જી જાણતા હશે .... ! કે નૈ ....?

    શું નોખા નોખા પ્રકારના મૂંગા મહોરા બનાવો છો .... એક તો મને આવડે નૈ .. ને એની ભાષા સમજાય નૈ .... તમે કાંક બોલો તો હમજાય હવે.... :)
    4
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........

    અલ્યા પ્રવિણ્યા ....


    તુજ કહે કોને રે કહી યે......

    હું તો તને જ કહીશ કેમ કે....

    તું પીડ પરાઈ જાણે છે........... :)
    6
  • નિર્દોષ ગુનેહગાર Riya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela............

    પૂછાઇ પણ ગયું ને કહેવાઈ પણ ગયું હવે...હું ફરી ..... ???
    2
  • Riya Vaidya galat jawab.......pareshji...........aa fari gayab thavana ansar dekhay chhe........
    3
  • Pravin Miyaatra એવા રે અમો એવા રે એવા
    તમે કહો છો વળી તેવા રે
    ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો

    તો કરશું દામોદરની સેવા રે.

    જેનું મન જે સાથે બાંધ્યું
    પહેલું હતું ઘર-રાતું રે,
    હવે થયું છે હરિરસ-માતું
    ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
    5
  • Kaushik Savariya wah Kunjalji apna gyan ne pranam karu 6u aap sri aam j amari gyan ni vruddhi karta raho evi prabhu pase prarthna..............:)
    2
  • Kaushik Savariya ohhhh Kunjalji dhanyawad .............. :)
    2
  • Arun Shah very nice pariya
    1
  • નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya જી ગમે તેટલા પ્રયાસ કરશો પણ જ્યાં સુધી ગુરાતીમાં નહીં કહો , લખો , ત્યાં સુધી તમારા બધા જ પ્રયાસ નિષ્ફળ જશે ..... :)
    2
  • નિર્દોષ ગુનેહગાર Riya Vaidya.. ના....! રે .... બસ અલપ ઝલપ.... આવન જાવન....:)
    2
  • નિર્દોષ ગુનેહગાર લે આ જો ! પવલા માર્ક ભાઈ ના ધંધા ...

    આપણને યાદ પણ ના હોય કે એક વર્ષ પહેલા આપણે શું બાફી માર્યું હોય ...


    ને આ માર્ક ભઈલો બૌ બધુ યાદ રાખે ...:)
    2
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra તું કહે છે એ જન કેને રે કહીયે....
    1
  • નિર્દોષ ગુનેહગાર Arun Shah ...
    હાં રાતે નાયો સવારે નાયો
    અતારે વરી નાઈશ ...
    રાતે ફરી નાઈશ ....
    બસ નાતો જ રહીશ
    અને ગાતો જ રહીશ...
    "આયા હે મુજે ફિર યાદ વો જાલિમ ગુજરા જમાના .... :) "

*****************
કો'ક શું ધારે
લોક વિચારે
કો'ક વિચારે
એજ આધારે
"અનંત"હું જીવતો
ઝણ ઝણતો નથી ..!

અર્થાત ...?

આવું કાં'ક વર્ષો પહેલા ...
સાંકડી ગલીની અંદર ...
છેક છેવાડે ભીતર ...
આવેલા ખંડેર પર
ચાયની ચુસ્કી ભરતા ભરતા ...
જ્યારે અનંત આવું કાંક અધૂરું અટપટું બોલ્યો ...

લોક વિચારે
કો'ક વિચારે
એજ આધારે
"અનંત"હું જીવતો
ઝણ ઝણતો નથી ..!

મને સમજાયું હંમેશ માફક સમજાયું નહીં ..!

એકલે મેં પૂછ્યું ...

અર્થાત ...?

ત્યારે અનંતે કહ્યું ...

પરીયા ...

એનો અર્થ એજ કે ,

કો'ક શું ધરશે ...
લોક શું વિચારશે ...
કો'ક શું વિચારેશે ...
એ હું ધારતો વિચારતો નથી ..!
અને એના આધારે હું
જીવતો ઝણ ઝણતો નથી ..!

મારે જીવનું મારે ઝણ ઝણવુ ...
ક્યારે જીવવું ક્યારે ઝણ ઝણવુ ...
એ હું મારી ઈચ્છા મરજી થી નક્કી કરું છું ..!
મને ગમે તેમજ ..!
મને ગમે ત્યારે...
મારે જ્યારે
જેમ જીવવું હોય
તેમ હું જીવું મરું ઝણ ઝણું છું.!

મને તો પણ ખાસ કઈ સમજાયું નહીં..
અકલે મેં અજ્ઞાની સામે જોયું .

ત્યારે શાનમાં સમજતાં એ દાઢીધારી એ કહ્યું ...

પરીયા...

બે શર્મ અનંતે અનેક અર્થમાં કહેલી વાતનો મર્મ ...
એટલે
ઠંડો હુંફાળો ઊનાળો 'ને શિયાળા માં લૂ ગર્મ ગર્મ ...

બસ પછી એજ સાંકડી ગલી એજ અંધારું ...
અને અંધારામાં અજવાળું લઈને
ઘેર જઈ હું ઊંઘી ગયો....

ઘોઘા ને ઘોઘીની બે, મતલબની વાત....
આમ તો જો કે, એક તલબની વાત...
અરસ પરસ છે.! એજ તલબની વાત....
બહારથી આવી ગરમીથી અકળાતો ઘોઘો
ઘરમા આમ તેમ આંટા મારતો હતો.
આંટા ફેરા કરતા કરતા ઘોઘો આયના સામે હજુ તો ઊભો
ત્યા ઘોઘી પ્રગટ થૈ...
ઔહૌ... શું વાત છે ઘોઘા..!
કાયમ ઘરમા લઘરા જેમ લઘર વઘર ફરતો આજે ફુલ ફટ્ટાક.!
ગરમીથી અકળાતા ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યુ.
બંધ થા ને હવે....
ઘોઘી મજાક કરતા બોલી.
શું બંધ થાઊ હજુ તો શરૂ કર્યું છે,
બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...!
ગરમીથી અકળાયેલા ઘોઘાને કૈ જુદુજ સમજાયુ અકલે,
ગરમીથી અકળાયેલ ઘોઘાએ,
સર્ટ ઉતારતા ઉતારતા ગુસ્સે થૈ કહ્યુ.
શું જામી ગ્યો છુ
અક્કલ વગરની શું ગાંડા જેવી વાત કરે છે..!
આમ જોતી નથી..!
આ લૂ ના પરતાપે હુ આખે આખો ઓગળી રહ્યો છુ....!
અને તુ કહે છે કે જામી ગયો છુ...!
અક્કલ વગરની અત્યારે શિયાળો નથી કે
હુ ઠંડી નો માર્યો થીજી જાઉ જામી જાઉ
હાં શિયાળો હોય તો વાત નોખી છે
તો તો આ તડકો તારા જેવો હુંફાળો લાગે...
અને મારા જેવો,,,
આકલુ અધુરૂ વાક્ય બોલી ઘોઘો અટકી ગયો.
અકલે ઘોઘી બોલી.
હાં હાં બોલ બોલ પુરૂ બોલીજ નાખ.! કે,
તારા જેવો હુંફાળો
ને મારા જેવો રૂપાળો... બોલ બોલ...!
જા હવે જા કાળી તુ તો કાળી છે કાળી
હુ એમ કેમ કૌ તારા જેવો રૂપાળો છે.!
ઘોઘાએ બીજી વાર ઊંધું લીધુ.
અકલે ઘોઘી ગુસ્સે થૈ ગૈ
હાં હવે બૌ ફીસીયારી માર નૈ હવે...
મે મારા વીષે નહોતુ કહ્યુ.
પહેલી વાર ઊધુ લીધુ ત્યારે...
ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ કે,
સુરજના તાપે હુ પરસેવે નીતરી રહ્યો છુ...
અને મીણની જેમ હુ પીગળી રહ્યો છુ...
આ ઉનાળાના ધમધમતા તાપ અને પવન સાથે વાતી લૂ કારણે...
ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ.
ઘોઘીએ સમજી વિચારીને આગલી વાત સંકેલી નાખી અને,
ઘોઘાને કહ્યુ એ બધુ તો ઠીક.!
પણ હેં ઘોઘા...!
તુ આયના સામે ઊભી,
એકલો એકલો કોની સાથે વાત કરતો હતો..?
જો કે આયા કણે કાગ ને ડાળ વાળી થયેલી
ઘોઘાનુ આંટા મારતા મારતા આયના કણે થંભવુ અને
એજ ક્ષણે ઘોઘીનુ પ્રગટવુ અકલે ઘોઘીને એમ કે ઘોઘો
ક્યારનો ત્યાજ ઊભો છે ને બબડાટ કરે છે.
ઘોઘીએ ભરમ થયો છે કાગ ને ડાળ વાળી થૈ છે
એ ઘોઘો જાણતો હતો પણ તોય એણે હંકારી....
અને ઘોઘીને કહ્યુ તારી સાથે.
ઘોઘી ચોંકી અને આશ્ચર્ય સહ
એના ગળામાંથી નીકળી પડ્યો ઊદગાર...
હેં.!!! મારી સાથે!!? પણ હુ તો હજુ આવીને ઊભી અને
તુ તો ક્યારનો ઊભો હતો.
હાં તો..?
તો શું.!
અને હુ તો તારી પાછળ છેક દરવાજે
હજુ આવીને ઊભી હતી તો પછી તે વાત કેમ કરી મારી સાથે...
લે ગાંડીજ છેને તુ મારામા નથી કે..?
તો હુ મારી સામે હોઉ એનો અર્થ એજ કે તુ મારી સામે છે..!
શું અક્કલ વગરના જેવી વાત કરે છે કૈ સમજાતુ નથી મને તો.!
હાં એ તો મને ખબર છે
તને તો ક્યારેય સમજાતુ નથી મારૂ કીધુ સીધુ એટલેજ..!
શું ખાક સીધુ
લે બોલ.! તો એમા મે ગલત શુ કીધુ.!
સીધુ જ તો કૌ છુ તુ મારી સામે હતી...
પણ હુ તો પાછળ હજુ આવી ને ઊભી હતી...
હાં પણ આયનામા મારી સામે હતી....
શું ને શુ બકે છે બંધ થા હવે કોક ગાંડો ગણસે તને
ભલે ને ગણે હોય એ ગણે એમા શું.!
આમેય ડાયાઓએ શું વધારી લીધુ આ દુનિયામાં...
એટલે તુ વધારવા બેઠો છે...!
નાં.! તૈયાર માલ જમવા.....
ચુપ્પ રે હવે હુ તને બરાબર ઓળખુ છુ...!
કોઈને કે'તી નૈ એવા વે'મમા રે'તી નૈ કોક દાંત કાઢશે.......
એટલે તુ કેવા શું માંગે છે.! ઘોઘીએ ગુસ્સે થૈ પુછ્યુ ઘોઘાને
એ તો મે ક્યારનુ કૈ દીધુ.!
પણ શું...?
એ જે કહેવાનુ હતુ....
ઘોઘી સખ્ખત ગુસ્સે થૈ ગૈ ઘોઘા પર....
ગુસ્સાની મારી ઘોઘી એકો એક શબ્દ છુટો પાડી
એકો એક શબ્દ પર ભાર દૈ ને બોલી
હવે.! મુક.! લપ્પ.! હુ.! જાઉ.! છુ...!
તારી.! સાથે.! જીભ્ભા.! જોડી.! કરવાનો.! કે,
લમણા .! જીક્ક .! ક, ર, વા, નો.!
હ, મ, ણા, મારી.! પાસે.! ટાઇમ ન્નથ્થી.!!!
ઘોઘી સામે ચાર આંગળા ધરી ઘોઘાએ કહ્યુ
લે આજો ગાંડી..!
અને પછી બોલ્યો.
હવે તો ક્યાંથી હોય અક્કલ વગરની ...
એક કલાક તો તે ટુંકી કરી નાખી..!
જા હવે જા તારી મા બરકે એ પહેલા.....
હા જાઉજ છુ એમ કહી ઘોઘીએ ચાલતી પકડી....
પણ દરવાજા પાસે અટકી પાછુ ફરી
ઘોઘાને સામે જોઈ એક આંખ બંધ અને,
આંગળી અને અંગુઠો
એક બીજાને ચુંબન કરતા હોય એવી મુદ્રામાં ગોઠવી
જતા જતા ફરી ઘોઘાને કહેતી ગૈ...
બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...!
*બ્લાસ્ટ *
"અજ્ઞાની" કોઈ પણ પ્રકારની સિદ્ધિ સીધીજ નથી મળતી હોતી.
સતત સંઘર્ષ કરવો પડે છે ..! ત્યારે જરાક અમથી સિદ્ધિ મળે છે !
એ પણ હીશાબમાં હોય તોજ .!
અન્યથા ગમે તેટલો સંઘર્ષ કરો સિદ્ધિ માટે કરેલી
સઘળી ગણતરી ઉંધી પડે છે !
"અજ્ઞાની"

વર્ષો પહેલા કહેલું .. !
અટપટું સત્ય અનંત અને અજ્ઞાનીનું ,
હજુ મને કશું સમજાયું નથી...!
તો તમને ના સમજાય એમાં કૈ નવાઈ ...!
લોકોને તો આદત છે .!
ગ્રંથોમાં લખેલા, વાંચેલા
'ને વંચાઈ વંચાઈ ને ચવાઈ ગયેલા,
ને ચવાઈ ને ચૂથો થઈ ગયેલા,
સુગંધ ઊડી ને ગંધાઈ ગયેલા ..
શબ્દો દોહરાવ્યે રાખવાની.
કે પછી કોઇ એક વ્યક્તિએ,
જાત નીચોવી જાત અનુભવે,
કહેલા, લખેલા શબ્દો, સુત્રો કે વાક્યોને.....
વગર અનુભવે વગર અનુભવ્યે,
કહી કહીને કોહવાઈ ગયેલા વાક્યો બકયે રાખવાની
આદત હવે તો હર આમ આદમીને થૈ ગૈ છે.
........... 'ને પછી..?
વાંચી વાંચી ને એ સૂત્રો ,એ વાક્યો, એ કથા
જે એક અનુભવી બાદ
બીન અનુભવીઓએ પ્રવચનોમાં બોલી બોલીને,
બ્રેઇનમાં ઠસાવી દીધા હોય,
તે આ જીવન દોહરાવ્યે રાખવાના .!?
પોતાની બુધ્ધિની ચારણી થી ચારવાના નૈ... .!?
બસ માત્ર ચર્યે રાખવાના. !?
અને એના એજ ઘીસા પિટા સૂત્રો નો જ્યાં ત્યાં ઉપિયોગ કરીને ,
પોતે મોટા સંત પ્રકૃતિના , મોહ માયા વિનાના છે.
એવું સાબિત કર્યે રાખવાનું .
અકલે કે,
"ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે.."
એક દિવસ જ્યારે અમે ત્રણેય ભાઈબંધે મધરાતે
ખંડેરમા મળ્યા ત્યારે....
વાત વાતમાં મારાથી પણ એજ સૂત્ર બોલાઈ ગયું ....
મે કહ્યું યારો આપણે ખોટી ફિકરો કરીયે છીયે...
આપણે ક્યાં કશું લઈને આવ્યા હતા હે...
અને લઈ પણ ક્યાં કશું જવાના હે..
ત્યારે અજ્ઞાની એ ગુસ્સે થઈને મને ઘઘલાવી નાખ્યો...
અને મને કહ્યું.
શું યાર પરિયા....
તું પણ આમ મૂર્ખાઓ જેવી સોચ ધરાવે છે.!
મે કહ્યું કેમ એમાં મે ખોટું શું કહ્યું ... ?
તો એણે કહ્યું. ? તો તે સાચું પણ શું કહ્યું બોલ..!
લે બોલ..! એ તો આખી દુનિયા સ્વીકારે છે.!
અને એમજ તો ગ્રંથોમાં લખ્યું છે..!
અને એજ તો સંતો એ કહ્યું છે.!
તો, મે કહ્યું, એમાં ખોટું શું કર્યું...!?
કે તને વાંધા પડે છે..!?
ત્યારે અનંત વચ્ચે બોલ્યો...
પરિયા વાત વાંધા પડવા, પાડવાની નથી...
તું તારી બુધ્ધિનો ઉપયોગ ના કરીને-
એજ જૂના ઘીસાપીટા કોઈના ચાતરેલા ચિલ્લે ચાલે છે
એ ઠીક નથી પરીયા...
ગ્રંથોમાં લખેલી કે કોઈએ કહેલી કોઈ પણ વાતને-
એમ વેવલાની માફક સ્વીકારી ના લેવાય ...
મે કહ્યું પણ લે.! એમાં ખોટું શું છે અનંત.!
કોઈએ કહ્યું એ સાચું હોય તો સ્વીકારવામાં વાંધો શું .?
અનંતે કહ્યું પરિયા સત્ય હોય તે સ્વીકારવાની હું ના નથી કહેતો ...
પણ જાત અનુભવે જાણ્યા સમજ્યા વિના
કોઈ પણ કોઈની પણ વાત સ્વીકારવા સામે મને વાંધો છે.!
અને તને એટલા માટેજ સમજાવું છું કે આપણો ભાઈબંધીનો નાતો છે ..!
બાકી આખી દુનિયાને ના તો હું સમજાવું છું ના ચાહું તો પણ સમજાવી શકું.
અનંતે છેલ્લે કહેલું ઉપરનું અટપટું વાક્ય મારે ઉપર્થીજ ગયું
જોકે આમ નીચેનું .
મારી અને અનંત ની મગજમારી દરમ્યાન....
મૌન બેઠેલો અજ્ઞાની પણ એજ કહ્યું.
પરિયા કઈ પણ સમજ્યા વિચાર્યા વગર સ્વીકારવું એ સારું સાચું નથી..!
શું ખરાબ શું સારું , શું ખોટું શું સાચું,
એ તો જાત અનુભવેજ સમજાય પરીયા ..!
જેમ તારા જમવાથી મારું પેટ ના ભરાય ...
ભાઈબંધો કદાચ સાચું પણ કહેતા હોય
મગર હું ઘણું બધું સમજી નહોતો શકતો ...
અકલે હું કંટાળ્યો...
કંટાળીને મે કહ્યું ચાલો તો હવે,
તમેજ સમજાવો કે, એ સૂત્રમાં શું ખોટું છે...?
અજ્ઞાનીએ કહ્યુ અચ્છા...
તો સાંભળ એ સૂત્ર અર્ધ સત્ય છે.
હાં " કઈ જ લઈ નથી આવતું કોઈ"
એ વાત બરાબર છે.
અને "કોઇ કંઈ લઈ નથી જતું"
એ પણ બરાબર ...
અજ્ઞાનીએ આવુ કહ્યું અકલે મે કહ્યુ
લે બોલ.! લ્યા બધુ બરાબર જ છે.!
તો પછી હું બોલું એમાં તને વાંધો શું છે..?
બૌ ઉતાવડો ના થા પરીયા....
નાહક ભોંઠો પડીશ....
હજુ મે વાત પૂરી નથી કરી ..!
અજ્ઞાની મને વઢયો.
મે કહ્યુ .
હયશે ભૂલ થઈ ગૈ ભૈ હવે આગળ સમજાવ.
એટલે એણે આગળ ચલાવ્યુ.
જો પરિયા , ખાલી હાથે આવેલું એક બાળક,
આવતા વેંત અસંખ્ય સંબંધોમાં બંધાય છે...
અને,
સમય જતાં એ ખુદ નવા નવા સંબંધો બાંધે છે..
અને પછી એ ખાલી હાથે આવેલું બાળક,
મોટું થતાં દોસ્તો પત્ની, સંતાન અને સંપતિ પણ મેળવે છે ...
અંતે એ ખાલી હાથે આવેલો બાળક મોટુ થઈ
હિસાબ મુજબનું જીવન જીવીને -
જ્યારે મૃત્યુ પામે છે ત્યારે...
ખાલી હાથે આવેલો એ માણસ જતાં જતાં, -
પોતાની પત્ની,બાળકો અન્ય સંબંધો એ સિવાય -
ઘર , બાંગ્લા ગાડી જેવી અઢળક સંપત્તી..
આ બધુ બધુ ને બધ્ધુજ..!
છોડી જાય છે..!
હવે તુજ વિચાર કર પરીયા... કે,
એક ખાલી હાથે આવેલો માણસ...
જતા જતા કેટલું બધુ છોડી જાય છે ...!
હુ રીતસરનો મુંજાય ગ્યો
મે માથું ખંજવાળતા ખંજવાળતા કહ્યું ...
હાં.. યાર....
આવું બધુ તો મારા ધ્યાનમાં જ નહોતું.
મે તો આવું કશું વિચાર્યું જ નહોતું ...
ખરે ખર યાર્ર ....
હું તારા કહેવા મુજબ બુધ્ધિ વગરનો જ છું ...
ત્યારે એણે ફરી કહ્યું .
હાં, અને હજુ પણ પ્રદર્શન ચાલુ જ છે...
હે..!!
મે આશ્ચર્ય સહ કહ્યું.
યાર હવે શાનું પ્રદર્શન..?
તે કહ્યું એ માન્યું તોય તકલીફ..!!.?
હા પરીયા હાં..!
કેમકે તું હજુ એજ ભૂલ દોહરાવે છે ...
પેલું સૂત્ર સાવ ખોટું હોવા છતાં,
મે કહ્યું એ મુજબ તું બૂધ્ધુની જેમ બધુજ માની ગયો.
લે બોલ ! આ તો અઘરું.!
અઘરું કાય નથી પરિયા જો સમજાય જાય તો ...
ના સમજાય ત્યાં સુધી જ બધુ અઘરું લાગે .
આવુ મને, અનંતે કહ્યું.
અકલે મે કહ્યુ અચ્છા...
તો હવે પૂર્ણ સત્ય શું એ સમજાવો..
એકલે અજ્ઞાની બોલ્યો ...
પૂર્ણ સત્ય શું છે.!
એ હજુ મને તો શું કોઈને પણ નથી સમજાયું ...
છતા ઘણા સમજી ગયાના ભરમમા જીવે છે..!
એ સૂત્ર ઉપર છલ્લું છે અને બિલકુલ ખોટું છે ...!
કેમકે, ખાલી હાથે ના તો કોઈ આવે છે,
ના તો, ખાલી હાથે કોઈ જાય છે..!
મે પુછ્યુ એ કેવી રીતે... ?
ચાલ તો હવે એ કહે કે,
એ શું લઈ આવે છે ?
અને શું લઈ જાય છે..?
મારા સવાલના જવાબમાં અજ્ઞાનીએ કહ્યુ કે,
યુગોની આ આવન જાવનમાં લોકો ...
પોતાના કર્મો નો અધૂરો હિસાબ લઈને આવે છે ...
પરીયા...
ને જતાં જતાં એ અધૂરો હિસાબ લઈને જાય છે...
અને ફરી અનંત વચ્ચે બોલ્યો
પરીયા...
આ આવન, જાવન, નો કોઈજ અંત નથી..
અંત હીન "અનંત " યાત્રા છે આ જીવનની...
અને, પછી,
અજ્ઞાની એ આગળ ચલાવતા કહ્યુ.
પરીયા.. અહી આવીને...
લીધેલું દેવાનું હોય છે..!
દીધેલું લેવાનું હોય છે ..!
અકલે મે કહ્યુ.
લે પણ.!
આમને આમ ક્યાં સુધી ચાલે ..?
અને, એ નક્કી કેવી રીતે થાય ...?
કે, શું લીધું હતું , શું દેવાનું છે ..?
ભૈ આ હિસાબ સરભર ક્યારે થાય.?
અને કેવી રીતે થાય....?
કેવી રીતે સમજાય કે આપણે
શુ લીધુ હતુ શુ દીધુ હતું.?
મે એક સાથે અનેક સવાલ કર્યા...
અકલે એણે જવાબ આપ્યો ...
પરીયા... બૌ સરળ છે એ જાણવુ...
મને નથી લાગતુ. મે કહ્યુ..
એમા તારો વાંક નથી અજ્ઞાનીને હસીને કહ્યુ.
જો..! હુ નથી કે તો વાતે વાતે કે મારો શુ વાંક..!
એમા મારો વાંક નથી..! કેતો તો ને..!?
એજ કહ્યુ ને અજ્ઞાનીએ
હુ નો તો કે તો કે મારો વાંક હોય જ નૈ...
મે અનંત સામે જોઈ સફાઈ પેસ કરી..
અકલે કે મારી નિર્દોષતા જાહેર કરી એમ..
અનંતે કહ્યુ હાં સાચુ પરીયા વાંક તારો નૈ
અમારો છે..
હં તો પછી..!?
પછી અજ્ઞાનીએ મારો વાંક બાદ કરીને અકલે કે
મને બે કસુર ઠરાવી ને આગળ કહ્યુ..
પરીયા તે પુછ્યુ ને કે એ કેમ નક્કી થાય કે,
આપણે પૂર્વમા
કોઈને શુ આપ્યુ હતુ.?
ને કોઈ પાસે શુ લીધુ હતું.?
મે કહ્યુ હાં..!
અકલે એણે કહ્યુ કે,
પરીયા..
શું આપ્યુ હતું, એ શું મળે છે એના પરથી નક્કી થાય...
અને,
શું આપીએ છીએ, તેના પરથી શુ પામ્યુ હતુ એ નક્કી થાય. ..
અને,
સુખ કે દૂ:ખ .! આ બે માથી તમને કોણ શું આપે છે ..!
તમને કોના તરફથી શું મળે છે ..!
એના પરથી તમે કોઈને શું આપ્યું હતું તે સ્પષ્ટ થઈ જતું હોય છે..!
અતી મુંજારો અનુભવતા મે બે હાથ જોડીને કહ્યુ.
ભૈ મને માફ કરો મારે બધુ ઉપરથી જાય છે..!
સાચુ કૌ છુ મને તમે બન્ને કહો છો એમાનુ કશુ નથી સમજાતું ..!
અનંતે મજાક કરતા કહ્યુ.
લ્યા પરીયા એમા શુ તુ આટલો મુંજાય જાય છે.. !
આ મુંજારો એક તનેજ નહી ,અહી બધાને થાય છે..!
અને પછી....
અજ્ઞાનીએ મને કહ્યું.
પરીયા આજ અગર તને કશુ ના સમજાય...
ભલે ના સમજાય સમય આવ્યે તનેય....
સમજાય જશે...
મે કહ્યુ ભલે બીજુ શુ.!
વળી અનંતે મારી મશ્કરી કરતા કહ્યુ.
અને પરીયા....
અગર તને નજ સમજાય તો પણ કૈ લુંટાય જવાનુ નથી....!
હું તો એમજ સમજતો હતો .
મગર અનંત ના અંતિમ શબ્દોથી મને રાહત થૈ ગૈ અકલે મે કહ્યુ.
તો ઠીક.!
અંતમાં અજ્ઞાનીએ કહ્યુ...
પરીયા આખરે તો કોણ કેવું જીવે છે.!
એના પરથી ઘણું બધુ નક્કી થઈ જતું હોય છે ...
હવે અનંત બોલ્યો ...
અને સાંભળ પરિયા..!
આટલું સમજ્યા સમજ્યાવ્યા પછી પણ ...
અંત સુધી કોઈ એ નથી સમજી શકતું કે....
હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત...
પછી ???
પછી તમારા જેવો જ પ્રશ્ન મને થયેલો...
પણ પછી મને ઊંઘ આવતી હતી...
એકલે અધુરી વાત આકલેથી પૂરી કરી હું ઘેર જઈને પોઢી ગ્યો...
*બ્લાસ્ટ*
અંત સુધી એ નથી સમજાતું કોઈને "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
*બ્લાસ્ટ*
કોઈ કઇજ લઈને નથી આવતું
“અજ્ઞાની” આ દુનિયામાં
તેમ છતાં , જતા જતા.. !
કૈ કેટલૂયે છોડીને જવુ પડે છે.!
“અજ્ઞાની”
પ્રેમાળ બ્લાસ્ટ :-
વર્ષો પહેલાં ઉનાળાના ધોમધખતા તાપમા
લૂ ઝરતા પવનને માણતા નિર્દોષ અનંતે...
ભોળાભાવે એની કોઈ ચહીતીને કહેલુ કે...,
હે પ્રીયે હું સાવ સાચુ કહું છુ !
બંધ આંખે સાથ તારો સુંવાણો લાગે ...
શિયાળે સાથ તારો ...
મને બૌ હુંફાળો લાગે.!
ભરોષો છે ભર તાપમા પણ ઠંડક આપશે તુ..!
ભલે ઉનાળો "અનંત" ધખધખતી લૂ વાળો આવે..!
"અનંત "
બ્લાસ્ટ :-
જ્ઞાની હો યા અજ્ઞાની.
માણસ નામે માટી.
કહેવાને કોરી પાટી.
મગર કોરી નથી હોતી.
લખાયેલુ હોય છે
કૈ કેટલુય પહેલેથી.
કૈ કેટલૂય લખાય છે પછી.!
અંતે કોઈ દફન થાય છે..!
કોઈને અગ્નિ દાહ દેવાય છે.!
મગર તો પણ લખાણ પાટીનુ
ભુંજાતુ ભુંસાતુ નથી...!
માણસ નામે માટી
કહેવાને કોરી પાટી..
મગર કોરી નથી હોતી.
લખ્યું લખાયું છે જન્મોથી ...
એજ ફરી ફરી ઉપસી આવે ..!
કોઈને યાદ આવે કોઈને ના આવે .!
એજ આધારે બને કોઈ જ્ઞાની "અજ્ઞાની"
"અજ્ઞાની"
Comments

No comments:

Post a Comment