Friday, 1 May 2020

ખોટે ખોટે હસવાનો પ્રયોગ ....


જૂની જૂની પોસ્ટ જોતા સ્પષ્ટ દેખાય છે  ... 
લોકો લોકીને મારાથી થયેલી ઈર્ષા અદેખાય... 

જોકે મને હજુ પણ બૌ બધું જોતા જાણતા નથીજ આવડતું એ તો ક્યારેક અનાયાસેજ જણાય જાય છે જોતા જોતા
હું કોઈને ગમું છું કે નહિ એ મને ખબર નથી 
પણ હું ગમ્યા વગર કોઈને ગમાંડતો નથી 
અર્થાત ગમે તેને નથી ગમાડતો એમ 
હાં એને ચોક્કસ ગમાડું છું 
જેની સુંદરતા  આંખને ગમે 
જેના શબ્દો મન હૃદયને સ્પર્શે ... 
એનેજ હું ગમાડું છું ..!
કેમકે એ પ્રાકૃતિક છે ..!
ખાલી ખોટું ગમાડીને કોઈને રમાડવાનું મને નથી ફાવતું  
બાકી અહી આલિયા માલિયા જમાલિયા ગમે તેને ગમાડે છે. 
અને એવાઓથી પણ લોકો/કરતા લોકી/વધારે હરખાય છે. 
ખરેખર તો પેલો રમાડે છે એમ આ પણ રમે રમાડે છે !
અર્થાત ના ગમતા હોવા છતાં ગમતા ગમાડતાં બેઉ
ગામડીયા એક બીજાને ગમાડી ગમાડીને રમાડે છે!
અને હું એવી રમતમાં આવતો નથી. 
હું એવી રમતમાં માનતો નથી. 
જોનાર જોઈ શકે છે ..!
એક કારણ એ પણ હોઈ શકે છે ..! 
કે હું વાઘ્રી વહેવાર પસંદ નથી કરતો. 
ખૈર ભાઈબંધનો જુનો બ્લાસ્ટ 
તમારે સાચી ખોટી  વાહ વાહી કરવા વાળા જોઈએ હજાર જણા..
"અનંત" મારે યાર, ચાર આખો વાંચે હ્રદયથી એવા બે ચાર ઘણા .!

"અનંત" 
 
  
ખોટે ખોટે હસવાનો પ્રયોગ ....
તને સાચો લાગે તો હું શું કરું લે પણ ....!
હાં હાં ! આંખ માં ઝાંક ...
પણ જરા માપ માં ઝાંક ....
પછી જો ડૂબી જાય તું !
તો એમાં મારો શું વાંક !
હું ક્યાં રોકું છું ...
તારી કે મારી
મારી કે તારી
મારી સંમતી વગર મને જોવુ એ ટેવ સારી નથી.
તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી.
છતાં તૂ જુવે છે, હુ જોઉ છુ..!
પણ..!
મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માંણી નથી.
ખોટું તો બોલવું જ નૈ ...!
આંખ માં ભીનાશ પણ દેખાવી જોઇયે ...
હાસ્ય તો રોજ સૌ જુવે સૌ કોઈ જુવે એમાં કૈ નવાય ...
મને કાય ખબર નથી હો...
કેમકે હું આજે પણ બસ જર્રાક જ ....
Comments

****ભાગ (2)
ઘોઘો અગાસીમાં જ પાડોસી પા_ડોસી....
ઘોઘી સાથે ગપ્પાં મારતા મારતા ઢોઇંગ થઈ ગયેલો .
હવે આગળ .....
ઘોઘી : ઘોઘા એ ઘોઘા ઊઠ સવાર પડી ગઈ.
ઘોઘો : કોને કહ્યું ?
ઘોઘી : મે જોયું .
ઘોઘો : ક્યાં?
ઘોઘી : અરે... અહિયાં બીજે ક્યાં ?
ઘોઘો : ઇ તો રાતની પડેલી છે.
ઘોઘી : હે ... !!! રાતની ?
ઘોઘો : હાં અહી જોઈ નક્કી નહીં કરવાનું રાત કે સવાર .
નહીં તો ગોટે ચડી જઈશ ને સવારે સવારે તું મને સુવાનું કહીશ ....
ઘોઘી : કાલે છેલ્લે કરમસ (ક્રમશ:) લખવાનું ભુલાઈ ગયેલુ .
એવું ના ચાલે નિયમથી બધુ કરાય.
ચાલ હવે ઊભો થા મસ કર અર્થાત દાંત ઘસ.
ઘોઘો : પહેલા પાકું કર સવાર પડી જ ગઈ છે ને ?
ઘોઘી : ઘોઘા હું તો કાલ મોડી રાત સુધી જાગી .
મોર, ગાય, ઢીક, તું અર્ધ જાગૃત અવસ્થામાં શું નું શું બોલતો હતો..
એ ઉકેલવામાં છેક સવારે આંખ લાગી..
ઘોઘી : મનોમન ... નામ એવાજ ગુણ .
ચાલ ઘોઘા આજે કઈક નવી વાનગી બનાવીએ .
ઘોઘો : તો બનાવ . કોણ રોકે છે .
ઘોઘી : તને કાચું કાપતા આવડે ને ?
ઘોઘો : હાં..પણ તને પણ બાફતા આવડે છે ને... ?
ઘોઘી : આતો આપણી અસ્સ્લ ઓળખ ને આવડત ... હે ને ઘોઘા ?
ઘોઘી : સરખું કાપજે .
ઘોઘો : તો ધાર તેજ કરાવવી પડે..
ઘોઘી : તો હું જાઉં .?
ઘોઘો : રોકાઇશ તો ના નહીં કહું જવું હોય તો રોકીશ નહીં .
ઘોઘી : કેમ એવું ?
ઘોઘો : "અહી" બધે એવું જ ચાલે છે.
ઘોઘી : જોજે વાત બહાર જય નહીં. ઘોઘા હવે ફરી ક્યારે મળીશું ?
ઘોઘો : વાતો તો કિરણો જેવી જરી જગા મળે ને ફેલાય જાય.
ઘોઘી : આજે ભૂલ્યા વિના લખ . ક્રમશ :.......
********************************
Comments
  • Chirag Ruparel Nice...........
    1
  • Chirag Ruparel Kramash:....
    1
  • Ajay Mahendra Sundar........
    1
  • Pradip Nagadia આખું લખાય પછી વાત (કોમેન્ટની)
    1
  • નિર્દોષ ગુનેહગાર જોકે આમ તો એ બધુ જીવન જેવુ ,

    "જીવનનો અંત નાહી"


    અને મારે ક્યાં નવું જીવવાનું એ પણ જૂનું જૂનું ...

    બૌ બધુ માર્ક ભાઈ ઊંડે ઊંડે થી ઉલેચી આવે

    ક્યાક ખાલી કરે ક્યાક છલકાવે

    બસ એમાં જ તરવાનું કે ડૂબવાનું ... :)

    બાકી ઘણું તૈયાર જ પડ્યું છે ...

    મોકાની રાહમાં ...

    ને મોકા પર ચોકા મારવા મને બૌ ગમે ... :)
    1
ભાગ અર્થાત ભાગ...
ચૂપચાપ ભાગ ...
વાંચ અને ભાગ...
ભાગ અર્થાત હિસ્સો નહીં ...
બલ્કે ભાગવાની વાત કહી...
એ પણ તને નહીં !
ઘોઘી ....
તારી તો મારે સખત ખપત છે !
આમ તો જોકે માત્ર આ લપજ છે !
કેમ તું હજુ સમજી નહીં ?
May 5, 2012
ભાગ (3)
ઘોઘી : ઘોઘા એ ઘોઘા અંદર આવું ?
ઘોઘો : આરામ ખુરસી પર આંખ બંધ કરી બેઠો છે.
ઘોઘો : એ જ સ્થિતિમાં બોલ્યો મારા ઘરને દરવાજો નથી છતાં પૂછે છે ?
અંદર આવું ?
ગમ્યું. આવી જા.
ઘોઘી : શુ..... પીને બેઠો છે ?
ઘોઘો : ના...... બેસીને પીધું છે .
ઘોઘી : શું ખરેખર તું પીવે છે ?
ઘોઘો : કેમ પિનારથી બિવે છે ?
ઘોઘી : મને વિશ્વાસ નથી આવતો.
ઘોઘો : કેમ તું નથી પીતી .
ઘોઘી : હા હું પીઉ છું ને .પણ ચા ,દૂધ ,સરબત “પાણી”.
ઘોઘો : મે અમ્રુત પીધું છે.........
ઘોઘી : તું એને અમ્રુત કહે છે ?
ઘોઘો : હાં....કેમ ? .
ઘોઘી : હું જાઉં છું મારે તારી સાથે વાત નથી કરવી.
ઘોઘો : ઠીક છે જેવી તારી મરજી .મારુ ઘર ‘અનંત’ના પીંજરા જેવુ છે. પણ ..... !
ઘોઘી : પણ શું....? પણ કહીને પરાણે અટકાવ નહીં મન મારુ ભટકાવ નહીં ....
ઘોઘો : જતાં પહેલા મને. હજુ. વધુ. તારા નાજુક હાથે એક ગ્લાસ પીવડાવતી જા.....
ઘોઘી : ગુસ્સે થઈ ચાલતી પકડે છે..... ત્યાજ ઘોઘો એનો હાથ ખેંચી ઊભી રાખે છે.
ઘોઘો : ઘોઘી લોકવેળા કરમાં. વાત પૂરી સાંભળ્યા સમજ્યા વિના છટકમાં
પેલા પાણિયારે પડેલા માટલામાંથી એક ગ્લાસ અમ્રુત ભરી આવ જા ઘોઘી ...... !
ઘોઘી : અચ્છા તો તું પાણીની વાત કરતો હતો..!! , ને હું ઘોઘી .
ઘોઘો : કાઇ વાંધો નહીં ઘોઘી . હું ખુશ થયો આજે તે નામ સાર્થક કર્યું.
ઘોઘો : ખરી તરસ લાગે ત્યારે પાણીની એક બુંદ પણ અમૃત જેવી લાગે છે.
ઘોઘી : તરસ ...! કઈ પ્રકારની ?
ઘોઘો ; એ સવાલ મુલતવી રાખ. પછી ક્યારેક...
જ્યારે તને ખરી તરસ લાગે ત્યારે પૂછજે ...
કારણ તેની મજા પણ ત્યારેજ હશે ..
ઘોઘી : ઘોઘા એક સવાલ પૂછું ?
ઘોઘો: હા પૂછ એક તું જ બાકી હતી ..
ઘોઘી :આ જગતમાં આપણા જેવા ઘોઘા ,ઘોઘી કેટલા ?
ઘોઘો : મારી પાસે લેખકો વાંચકોની નોંધ નથી...!
ઘોઘી : હોશમા તો છે ને ?
સદીઓથી લોકો કહે છે દિવાલોને પણ કાન હોય છે .........!
ઘોઘો : તું સમજે તો સાનમાં જ કહું છું હું કાનમાં જ લખું છું.
ઘોઘી :- કેમ કાનમાં ?
ઘોઘો :- હા કેમ તારા પિતાજીનું શું જાય , આમ તો હું મારા મકાનમાં જ લખું છું.
ઘોઘી : લાગે છે જરૂર તું પી ગયો છે. તારા મગજનુંયે કશું ઠેકાણું નથી.
પૂછું છું કાઇ ને જવાબ કઈ આપે છે તું .
ઘોઘો : શું તને પણ તારા વખાણ સાંભળવાની તલપ લાગી છે ?
ઘોઘી : આને ક્યાક મૂકી આવો.....ઓ...ઑ..ઑ..ઑ...ઑ....
ઘોઘો : પહેલેથીજ છું. ક્યાક.!
ઘોઘી : હવે જરા ધ્યાનથી સાંભળ. હું એમ પૂછું છું કે,,,
ઘોઘો : વચ્ચે જ બોલ્યો હું જાણું છું. જાણતો નથી.
ઘોઘી : શું યાર તુયે .... ગોટાળા વાળે છે. હું આપણી વસ્તી વીષે પૂછું છું.
ઘોઘો : હું મસ્ત છું. મસ્તીમાં છું. એના વિષે પૂછ જેમાં રહું છું ને બોલું છું.
ઘોઘી . મારે તારી એ મસ્તીનોજ લાભ લેવો છે . એટલે જ પુછું છું, કે તું
મસ્તીમાં જ સાચું બોલે છે. બોલ હવે આપણા જેવાની વસ્તી કેટલી?
ઘોઘો : સાચો આંક ક્યારેય બહાર આવ્યો નથી ને આવશે પણ નહીં.ગણત્રી
વસતિની સેકંડે સેકંડે ખોટી પડશે?
ઘોઘી : કેમ એવું .???
ઘોઘો :ઘોઘા જેવી છો સાવ. ક્યારેક તો સાનમાં સમજ.
પેલો ઘેર આવીને સંખ્યા પૂછે,
' ને પેલા જેટલા સભ્ય હોય તે લખાવે .
“ભીતર પલતુ હોય તે“ ના બતાવે 'ને એ ગણવાનું ભૂલી જાય .
પેલા ગધેડાની વાર્તા જેવુ જેના પર બેસે એ ના ગણે. બસ એવું જ .
ઘોઘી : જરા નામ સાર્થક કરું ? હું કઈ સમજી નહીં.. કેવું !?
ઘોઘો: મારે મારા ગુણ વિરુદ્ધ જવું પડશે.
અલી ગાંડી. પેલો હજુ સભ્ય સંખ્યા લખીને જાય ત્યાં જ એક વધુ વિહાય જાય....
ઘોઘી : માથે હાથ મૂકી .. એ.....હા...!
એમ તો કેટલાય વિયાય જાય... ‘પરલોક’.
વાહ ઘોઘા તે પણ આજે નામ બોડયું હોં બાકી....
ઘોઘી : પણ આતો આડ વાત થઈ ...
આપણાં જેવાનું શું. એટલે કે વસ્તીનું આપણે બે જ કે …….?
ઘોઘો : અગર દુનિયા ચમન હોતી તો વિરાને કહા જાતે................
ઘોઘી : ઘોઘા તારી અસ્સલ અસર અત્યારે મારામાં પધારી......
એક ભૂલ મારી એક ભૂલ તારી. ચાલ સાથે મળીને ભૂલ સુધારી...
ભવ સુધરી જશે મારો ને તારો...
તું મારો ઘોઘાચંદ ને હું ઘોઘી તારી.....
ઘોઘો : હવે ઘર ભેગીની થા. હમણાં દોડી આવશે તારી માં.
જા ઘેર જઈને જો સપના....
ઘોઘો : આરામ ખુરસી પર જ ઢોઇંગ ..........(ક્રમશ:)

Comments



નિર્દોષ ગુનેહગાર is with Chirag Ruparel and 10 others.
March 23, 2012
હા તો વિદ્યાર્થી જોગ સંદેશ....
બધાજ વિધ્યાર્થીઓને...
પાસ થાય તેવી શુભેચ્છા....
હું નહીં આપું ............
કારણ એ તો બધા જ આપે છે... હે ને ?
અને બધા જ પાસ થાય એ જરૂરી પણ નથી ...
શા કારણે પાસ થયા ! શા માટે નાપાસ થયા .!
એ બધી વાતો માં નહીં પડવાનું. , નહીં કોઈને પાડવાનું ...
નાપાસ થવાનું....
પણ.!
નાસી પાસ નહીં થવાનું .........
આ તસવીરમાં ચો તરફ જે લબાળોના ચહેરા પર દેખાય છે,
તેવી એક પણ રેખા ચહેરા પર દેખા દેવી ના જોઇયે ...
અર્થાત :- લબાળ જેવી રેખા !
ચહેરા પર ઉપાસવી નાજ જોઇયે.....
હા વચ્ચે રહેલી નાપાસ માણસની તસવીર માફક..!
બધુજ ગંભીરતાથી હસી કાઢવાનું ...
ભણવામાં નાપાસ થયેલા !
જીવનની બીજી ઘણી પરીક્ષામાં !
પાસ થાઈ શકે છે અને થાય પણ છે...
હા હું ખુદ વારે વારે નાપાસ થયો છું.....
ભણવાની વાત હું ના કરું કારણ કે....
હું આઠ ચોપડી પરાણે પાસ છું ...
પણ જીવનની બીજી ઘણી બાબતમાં હું 200 ટકા પાસ થયો છું..
હજુ પણ મારી પરીક્ષા લેવાય છે !
અને હજુ પણ નાપાસ થાઉં છું....!
છતાં ઘણાને હું પાસ થયેલો જ લાગુ છું...!
આ પાસ નાપાસ નું ચક્કર તો ચાલ્યા જ કરશે મારા ભાઈ ....
ભણવામાં નાપાસ થયો એ નાપાસ નહીં.
પણ મનથી જે નાસીપાસ થાય તે ખરેખરો નાપાસ ....
બસ એજ ના થવું જોઇયે ....
પાસ થયેલા પાર્ટી કરે ત્યારે.....
નાપાસ થયેલાઓએ પણ પાર્ટી કરવી.....
અને શક્ય હોય તો 3 ઈડિયટ જોવા ચાલ્યું જવું .....
ब्लास्ट:-
"अज्ञानी" खुद हारे तो हार बाकी जित ही जित है .."
Comments
  • Arvind Trivedi પરીક્ષા આપે તે પાસ કે નાપાસ થાય પણ જે પ્રયત્ન જ ના કરે તે ? કડી સફળ નહિ થાય. સાચું કહ્યું પરેશભાઈ
    1
  • ભરત ચંદારાણા દ્રારકા નાપાસ થવાનું....પણ............

    નાસી પાસ નહીં થવાનું .........કેટલી સરળ વાત
    2
  • નિર્દોષ ગુનેહગાર હાં વ્હાલા મનનું કે જીવનનું તો એવું કે
    **************************
    વર્ષો પહેલાં ભાઈબંધે કહ્યું હતું કે,

    મન મક્કમ હર હાલમાં નિષ્ફળતા શું ચીજ છે.
    જીવન જીવવાની માત્ર આ જ અસસ્લ રીત છે.
    "અનંત"મન કરે ના સ્વીકાર ત્યાં સુધી નહીં હાર.
    જો મન ખુદ હારે તો હાર બાકી જીત જ જીત છે.
    "અનંત"
    2
  • Chirag Ruparel Nice.,....
    1

No comments:

Post a Comment