Tuesday, 18 January 2022

જરા સામને તો આવો...


બે અર્થમાં...

યાને આને

અકલે કે આવા શબ્દો

જે આ ગીતમાં છે.

તેને ઈશ્કે હકીકી કહેવાય..


એવુ વર્ષો પહેલાં ભાઈબંધને...

કોઈક જાણકારે ત્યારે કહ્યું હતું.

જ્યારે તેણે ભાઈબંધની કોઈ રચના

જેનુ શીર્ષક હતુ.


"ચહેરો"


એ રચનામાં આવતો આ શેર

એ જાણકારે વાચ્યો. 


"અનંત" રાતો સુધી દિવસ-

આખોય સુધરી જાય મારો.


સવારે સવારે જો તું પાઈ દે

આંખોને એક રકાબી ચહેરો.


ત્યારે....


જાણકાર સાહિત્ય કારે અનંતને કહેલું...


ખૂબ સારૂ લખે છે.! 


ભાઈબંધે કહ્યું.


નાં..! સાહેબ નાં.! 

હું લખતો નથી..!

લખાય જાય છે..!

મન અને હ્રદય જ્યારે...

ક્યાંક હલવાય જાય છે..!

ત્યારે અનંત શબ્દો કાગળ પર

આપો આપ ઠલવાય જાય છે.!


સાહિત્યકારે કહ્યું.


શું તને ખબર છે અનંત.?


કે તારી રચનાનાને ક્યો પ્રકાર કહેવાય..?


ભાઈબંધે કહ્યું. ના..! મને નથી ખબર ...


સાહિત્યકારે કહ્યું. 


અનંત આને ઈશ્કે હકીકી કહેવાય...


એટલે શું.? ભાઈબંધે સવાલ કર્યો.


સાહિત્યકારે કહ્યું..!


ઈશ્કે હકીકી એટલે એવી વાત જે

બે ભાવમાં થાય...


જેમા રચનાકાર એવી રીતે વાત કરે

જે ભક્તિ ભાવમાં ઈશ્વર સાથે વાત

થતી હોય એવું લાગે. 

અને પ્રેમ ભાવમાં રચનાકાર

પ્રેમી યા પ્રેયસી સાથે વાત કરતો હોય

એવુ મહેસુશ થાય.!


ટુંકમાં ઈશ્કે હકીકી એટલે લખવાની એવી શૈલી


જેમા રચનાકાર સીફતથી પોતાની વાત


ઈશ્વરને અને પ્રેયસીને બંનેને એક સાથે કહી નાખે..


ભાઈબંધે કહ્યું સાહેબ મને આ બધુ સમજાતું નથી અને સમજાશે પણ નહીં.


કદાચ તમે કહ્યું એ ઘર સુધી યાદ પણ નહીં રહે.!


છતાં સાહેબ ભાઈબંધને ખબર નૈ કેમ


એ ખૂબ જાણકાર છે


એવુ જણાવવા કે પછી


ભાઈબંધ જાણે તો વધુ સારૂ લખી શકે


એ આશયે સમજાવવા માંગતા હતાં ખબર નૈ.!


અંતે એ સાહિત્યકારે ભાઈબંધને સમજાવતા


કહેલું કે, 


ઈશ્કે હકીકી એટલે શું.!? 


એ તને હું તારાજ શેર થકી સમજાવુ તો..


પછી ભાઈબંધ ને એનાજ શૈર થકી


સમજાવતા કહ્યું.


અનંત તે આ શેરમા જે વાત કરી છે


કે દિવસ આખો સુધરી જાય મારો

તું પાઈ દે આંખોને એક રકાબી ચહેરો


હવે આ વાત કોઈ ભક્ત

સવારે સવારે ભગવાનની 

છબી સામે ઊભો રહી

ઇશ્વર ને કહેતો હોય

એવુ પણ લાગે. 


અને કોઈ પતી /પ્રેમી એની પ્રેમીકાને

સવારે સવારે ચાયની બદલે, 

એનો ચહેરો પીવાની એટલે કે

હોઠ પર ચસચસતુ ચુંબન.!

આપવાનું કહેતો હોય,

એવુ પણ મહેસુશ થયા વગર ના રહે.!


ભાન વગરના ભાઈબંધ એટલુજ બોલ્યો.


બની શકે.!


ત્યારે સાહિત્યકારે હસીને કહેલુ.


મને ખબર છે અનંત કે તારી નજર સામે

ત્યારે તારી કોઈ પ્રેમીકાજ હશે.!


ભાઈબંધે પણ હસતા હસતા સહજ સ્વીકારી લેતા કહ્યું હાં સાહેબ તમે સાચા છો. એજ હતી. 


ખબર નૈ સાહેબ ભાઈબંધમા એવુ તે શું ભાળી ગયેલા કે વાતના અંતે સાહેબે ભાઈબંધને કહ્યું.


હું એક પેપર બહાર પડવાનો છું

એમા તારી રચનાઓને હાઈલાઈટ કરીશ

અકલે કે પ્રસીધ્ધ કરીશ એમ એમણે કહેલું.


ત્યારે ભાઈબંધે સ્પષ્ટતા કરતા કહેલું કે, 


ભાઈબંધ કહે ઠીક છે જેવી તમારી મરજી..

પણ મને સાહિત્યમાં કૈ ખબર નથી પડતી..


અને હું ગમે ત્યારે ગમે તે લખી નાખતો હોઉ

કામ કરતા કરતા એટલે મારાથી

શબ્દોમા અઢળક ભૂલો થતી હોય છે.!

વ્યાકરણ મને ક્યારેય નથી સમજાયું. 

અને અક્ષર તો લખ્યા પછી

મને પણ નથી ઊકલતા...


આવું બધુ એ જે કૈ બાફી આવેલો તે આખી વાત એણે અમને રાત્રે ચાયની ચુસકી ભરતા કહેલી

ખંડેર મધ્યે....


એ બધી વાતો આ ગાયન જોયું સાંભળ્યુ અકલે

યાદ આવી ગૈ...


કેમકે

આ ગાયનમાં પણ એક સ્ત્રી અને એક પુરૂષ

ઇશ્વર સમેત એક બીજા સાથે નો

પોતાનો પ્રેમ અને તડપ વ્યક્ત કરે છે...! 


સૌથી લાંબો બ્લાસ્ટ :-


વર્ષો પહેલાં ચાયની ચુસકી ભરતા

અનંતને મે પુછ્યું.


મને ખબર છે કે સુંદરતા

સૌ કોઈને આકર્ષે છે..!

સૌ કોઈ સુંદર ચાહે છે.!


આકર્ષણ તને પણ પ્રથમ

સુંદરતાનુ જ છે..! 

તું પણ સુંદરતાને મોહે છે.!


પણ તને તો પ્રેમમાં અનેક પ્રકારના અનેક

અનુભવ થયા છે.!


આટ આટલા અધુરા અનુભવ પછી હવે,


તને કોણ આકર્ષી શકે..?


હવે અગર તુ ચાહે તો કોને ચાહે.?


ચાયની એક જોરદારની સટ્ટ લૈ..


અનંતે આંખો બંધ કરી લીધી..

જાણે ભીતર કશુંક ઝાંકતો હોય એમ.!


અને પછી એના મુખેથી

શબ્દો બહાર આવ્યા.


અને એણે કહ્યું.


પરીયા.... 


પ્રેમ....


અને પ્રેમના અનેક અનુભવના અંતે.! 


હવે મને,


સમજણ અને સુંદરતા સભર સ્ત્રી સીવાય..


ખાસ કોઈ આકર્ષી શકતુ નથી..!


સુંદરતા ક્રમશઃ ઘટતી હોય છે મગર...


સમજણ ક્યારેય ઘટતી નથી...!


બલ્કે,


સમજણ સતત વધતી હોય છે..!


અને એ વધવાનુ કારણ પણ..!


સમજણજ હોય છે..!


સમજણના આધારે સુંદરતા પણ


લાંબો સમય ટકી શકે છે..! 


"અનંત"

No comments:

Post a Comment