Monday, 13 February 2017

ખુદ માં ઝાંક

 માણસ માત્ર ને પછી તે સ્ત્રી હોય કે પુરૂષ, 

અન્ય વીષે જાણવા ની, અન્ય ને સમજવા ની ને

અન્ય ના જીવનમાં ઝાંકવાની બડી જીજ્ઞાસા હોય છે.

"અજ્ઞાની" અન્યના જીવનમાં ઝાંકવા અન્ય 

વીષે જાણવા, અન્ય ને સમજવા 

આ બધા પાછળ લોકો જેટલો સમય વેડફે છે, 

એમાં ના દસમાં ભાગના સમય નો, 

અગર ખુદ માં ઝાંકવા, ખુદ વીષે જાણવા, 

ખુદને સમજવા ઉપયોગ કરે તો, 

જીવન ધન્ય બની જાય... 

જન્મારો સુધરી જાય... 

"અજ્ઞાની" 

વર્ષો પહેલાં આવું કાં'ક કેતો તો...! 


*બ્લાસ્ટ* 

નીજાનંદ 

લોકો એમ સમજે છે કે જેમાં મજા આવે તે કરવુ અને 

જેમ મન ફાવે તેમ જીવવું યા તો મનને યા, 

ખુદને મજા આવે તેમ જીવવું કે જીવ્યુ એટલે 

નીજાનંદ મા જીવ્યા કે જીવે છે.! 

પછી ભલે પરીવાર ના અન્ય સભ્યો કે 

આસપાસ ના લોકો ને પરેશાની થતી હોય, 

તો ભલે થાય પણ, 

આપણે આપણી મૌજ માં જીવવું. 

તો ભૈલાઆઆઅ.. "અજ્ઞાની" 

આને નીજાનંદ ના કહેવાય.... 

બલ્કે વીક્રુતાનંદ કહેવાય... 

નીજાનંદ એટલે એવો આનંદ, 

એ રીતે મેળવેલો આનંદ... 

જેમાં ખુદ ને પણ આનંદ આવે 

અને બીજા પણ પરેશાન ના થાય... 

જેમાં પરમ ચરમ અખંડ અનંત આનંદ.... 

અલૌકિક આનંદ તો હોયજ પરંતુ 

એ નીજ આનંદ... નીજ મસ્તી 

અન્ય ના દુ:ખ કે પીડાનુ કારણ ના થતું હોય! 

એને જ ખરા અર્થમાં નીજાનંદ કહેવાય... 

"અજ્ઞાની" 

એ રાત્રે જ્યારે અજ્ઞાની એ નીજ આનંદ 

બાબતે પોતાના વિચારો રજુ કરી લીધા પછી, 

મુજ ના સમજને એક સવાલ થયો 

તેથી મે મનમાં ન રાખતા અજ્ઞાની ને કહ્યું અર્થાત્ પુછ્યું 

લ્યા ભાઈબંધ તારી વાત બીલકુલ બરોબર છે, 

મગર, અગર હું મારી મસ્તી માં 

નીજ આનંદ માં રહેતો જીવતો હોવ અને 

તોય કોઈને તકલીફ પડે..! 

તો શું એમાં માર્રો વાંક્ક કહેવાય.? 

બીલકુલ નહીં પરીયા બીલકુલ નહીં..! 

અગર તમારા મનમાં લગીરે કોઈને તકલીફ 

આપવાનો કે કોઈને તકલીફ થાય એવુ કરવાનો 

વીચાર કે ભાવના લગીરે હોય નહીં, 

અને તેમ છતાં તારા નીજાનંદ માં રહેવાથી, 

કોઈ ને તકલીફ થતી હોય તો, 

એ તેની ખુદની સમસ્યા છે.! 

ઘણીવાર ઈર્ષાળુ અદેખાઈ જેવી મનોદશા 

ધરાવતા લોકો ને કોઈજ કારણ વગર 

માત્ર ને માત્ર તેના અદેખાઈ ભર્યા અને ઇર્ષાળુ 

સ્વભાવ ને કારણે તમે તમારી 

મૌજ મસ્તી અને નીજાનંદ માં રહેતા હોવ 

તેમા પણ તકલીફ થતી હોય છે! 

અને એવા લોકોની તકલીફ એ હોય છે કે, 

ખુદ તમામ રીતે સુખી સંપન્ન હોવા છતાં.! 

આપણા જેવા ફકીર મીજાજની મન મસ્ત 

જોઈ એ લોકો ને એમ થાય છે કે, 

સાલ્લૂ આપણે તમામ સુખ સુવિધા હોવા છતાં 

આ લોકો જેમ નીજાનંદ માં જીવી નથી શકતા 

તો આ લોકો કેમ જીવે છે.? 

બસ્સ આવા બધા ઘણા અલગ અલગ કારણોસર 

એને તકલીફ થાય, તો ભલે થાય, થવા દેવી.! 

એમ્માં તાર્રો જર્રાય વાંક્ક નજ કહેવાય... 

અજ્ઞાની ની વાત પુરી થૈ અને હું નીર્દોષ જાહેર થયો.. 

અકલે મે કહ્યું 

હાશ્શ હવે મને શાંત્તી થૈ.... 

હાલ ના સમયમાં જો કે 

અપવાદ બાદ કરતાં માણસ માત્ર 

પછી તે સ્ત્રી હોય કે પુરૂષ 

સૌ કોઈ વીક્રુતાનંદ લેતા જોવા મળે છે..! 

*બ્લાસ્ટ* 

અનુભવ અને અનુભુતી માં બડો તફાવત હોય છે.! 

અનુભવ બહારની પ્રક્રિયા છે, 

જ્યારે અનુભુતી ભીતર ની પ્રક્રિયા છે .! 

અનુભવ બહારથી અને બહારના લોકો દ્વારા થાય છે.! 

જ્યારે અનુભુતી અંદર અંદર થાય છે. 

અને કરી પણ શકાય છે જે અનહદ અલૌકિક હોય છે.! 

"અજ્ઞાની" 

ભીતરની 



No comments:

Post a Comment