Friday, 24 March 2023

મુંગી વેદના ને આખરે

વર્ષો પહેલાં... 
અમારો એક ભાઈબંધ... 
વીરહની અનંત વેદના સહન કરી રહ્યો હોવા છતાં.! 
ક્યારેક કોઈ પાસે પોતાની વેદના વ્યક્ત કરતો નહીં. 
પાષણ હોય તો વાત નોખી છે,
પણ માણસ આખરે ક્યાં સુધી મૌન રહી શકે.? 
એક રાત્રે એ ભાઈબંધ પણ 
મધરાતે મારી સાથે ખંડેરમાં આવ્યો 
અને અમારી મહેફીલ મા સામેલ થયો... 
તે દિવસે એટલે કે રાતે 
પહેલી વાર ઝર્ર ઝર્રીત ટીપોયની આસપાસ 
ચાર ખુરશી ગોઠવાણી. 
અને ચાયની ચાર પીયાલી ભરાણી... 
ચાયની ચુસ્કી ભરતા ભરતા 
વર્ષો થી વીરહની મુંગી વેદના વેઠતા 
ભાઈબંધની વેદના ને વાચા ફુટી 
અને, 
એ બોલ્યો 

એક રસ્તા પર થી પસાર થાવ ને
અનેક યાદો માંથી પસાર થાવ
રસ્તા ઓ બે મળે ને યાદો અનેક મળે. 

એક ઘટના મા થી પસાર થાવ તો અનેક ધટના ઓ મળે
એક યાદ માં થી પસાર થાવ તો અનેક યાદો મળે. 

જીંદગી માં થી પસાર થાવ તો છેલ્લે મોત મળે "ઉમેશ" 
ને યાદો માં થી પસાર થાવ તો જીવતા સ્વર્ગ મળે,,,,
"ઉમેશ" 

વાહ કહું કે આહ... 
અનંત અજ્ઞાની એક સાથે બોલ્યા...
મે કહ્યું દોસ્તો 
આખરે ઉમેશની મુંગી વેદનાને વાચા ફુટી. 
હાં પરીયા હાં 
અજ્ઞાનીએ કહ્યું. 
ત્યારે અનંતે કહ્યું... 
ઐ મારા દોસ્તો..! 

 જીવનમાં જ્યારે કૈ ખુટે છે. 
ત્યારે ખાલીપો ભીતર ખુંચે છે.
અને ત્યારે ભીતર ધરબેલી "અનંત"
મુંગી વેદના ને આખરે વાચા ફુટે છે.
"અનંત" 
અને પછી ઊમેશ આંખ બંધ કરી 
જાણે તળેટીમાં પહોંચી ગયો... 
અને બોલ્યો. 
ઢળતી સાંજ હોય 
  ઢળતો સૂરજ હોય  
સાથે ભવનાથ નો સંગ હોય 
   તો "ઉમેશ" ઢળતી જીંદગી નો પણ ઉમંગ હોય.. 
"ઉમેશ" 
ઉમેશની રચના સાંભળી 
મે ઉછાળીને કહ્યું 
જામ્યો જામ્યો ભાઆઆઆઅય જામ્યો... 
અને અજ્ઞાનીએ કહ્યું. 
આખરે જીવડો જાગ્યો...


No comments:

Post a Comment