એ જે બૌ પુછ પુછ કરતી હતી.
એના હવે દર્શન પણ નથી થતાં.
વર્ષો પહેલા...
ભાઈબંધ અનંતે કદાચ એટલે જ કહ્યું હતું.
"અનંત" એટલેજ હું દૂર રહું છું સૌથી. કે જેનાથી દૂર ક ન જઈ શકુ એટલુ કોઈ નજીક નથી આવતું.
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02kpzaqAy6HnzbCh87iGau4sh56ejVseKVaVJrhxSV4ksZNjE18jxqgkwXGKgm6SaRl&id=100002991311961&mibextid=Nif5oz
Darshna Suraj ...
jyathi je vikhuto padyo hoy tyathi e pacho sharu thaay che ...jetlo thavano hoy etlo j thaay che ...sparsh ma,shabd ma jeev no bhav prakat thay che....tara vagar aa sthul ne pida ghani....sukshm manoman malkay che...hisab che hisab ne e fari fari mandaay che...navaai to e che priye , prem ma e hisab thaay che? lo bolo prabhu purushottam ,badhu kya sarbhar thaay che ? ? samjavo muj agyani ne anant no ant kya jai ne thaay che?!
લે બોલ આ બધી મને શું ખબર....
મને આવી બધી ખબર ના પડે હોં... !
હા મને એ જરૂર ખબર છે કે અનંતનો ક્યાંય ગયા વિના કેદુનો અંત આવી ગ્યો છે...
એ પણ એટલે ખબર છે , કેમકે એ મારી નજર સામે મર્યો છે....
એને કેવા કેવા લોચા માર્યા છે એ તમને ના ખબર હોય....
ના ડૂબું છું ના તરું છું. અનંત નામનો એ કોયડો ઉકેલવા હુય અનંતના કાગળમાં ગોથા ખાધા કરું છું.
હાં અનંત એક વાત વારંવાર કહેતો અંત છેજ નહીં....!
બાકી સવાલ છે , તો જવાબ પણ હશે જ ....
અનંતના અસ્થિ પિંજર વીખી જોઈશ જવાબ મળશે તો ...
મારુ તો કામ જ એ છે .... કરીશ એમાં શું.... !
સમજુ તો સમજાવું ને લે પણ...... :)
https://www.facebook.com/photo.php?fbid=531761576933548&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz
પેલી બૌ પૂછ પૂછ કરતી બૌ સવાલો કરતી ...
અકલે પછી ....
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની પ્રેયસીને એક પત્ર લખેલો ...
એ પત્ર મને કાલે અડધી રાત્રે મળ્યો ...
જો..! આ રહ્યો ...
@@@@@@@@@@@@@@
પેલી ના અનેક સવાલોના જવાબમાં ,
ભાઈબંધે પેલીને એક પત્ર લખીને કહેલુ કે,
હે, પ્રિયે...
આ દૂનીયામાં કે તે દૂનીયામાં...
બહારની દૂનીયામાં કે ભીતરની દૂનીયામાં....
કારણ વગર કશું જ નથી બનતું ...
કોઈ સંબંધ આજનો નથી હોતો....
આપણે સૌ વખતો વખત યાને,
યુગે યુગે મળતા અને,
વિખૂટા પડતાં હોઈએ છીયે ...
બધુ યાદ નથી રહેતું....
જરૂરથી વધુ યાદ નથી રહેતું ...
બસ એટલુજ...!
ક્યારેક ભીતરની સંવેદના સાથે કોઈ અજાણ્યા છતાં.
જાણીતા સ્પંદન અથડાય છે ત્યારે...
અલૌકિક ઘટનાની ઘટમાળ શરૂ થાય છે....
આવું કોઈ એક સાથે નહીં અનેક સાથે થઈ શકે....
જ્યાંથી જે, જેટલું અધૂરું છૂટયું,
ત્યાંથી તે, તેટલૂ શરૂ થાય છે...
પછી તે કોઈ પણ સંબંધ હોય,
સંબંધમાં બંધનમાં હોય કે,
બંધનમાં કોઈ સંબંધ હોય...
છુટ્યા હોય ત્યાંથીજ બંધાય છે.!
તૂટ્યા હોય ત્યાથીજ સંધાય છે.!
પણ હાં આવુ બધુ ત્યારે થાય છે,
જ્યારે સમય પાકે છે.
આ વાત બહુ ઓછાને સમજાય છે
બૌ ઓછા લોકોને અનુભવાય છે..!
જેને સમજાય તે સમજાવી શકતા નથી.
જો મનમા દ્ઢતા સંબંધમાં ઊંડાણ અને,
સ્પંદનમાં તીવ્રતા હોય તો....
પ્રેમની પરમ ચરમ અનંત...
અલૌકિક અનુભૂતિ થઈ શકે છે.
ધ્વનિ અને સ્પંદન હરેક ચીજમાં હોય જ છે...!
ધ્વનિ સંભળાય છે. સ્પંદન અનુભવાય છે.....
શબ્દોમાં પણ અનંત સ્પંદન છુપાયેલા હોય છે....
શબ્દોમાં છુપાયેલા સ્પંદનોની અનુભૂતિ સહજ છે...
પણ તેની અનુભૂતિ ગાઢ સંબંધ પર નિર્ભર હોય છે...
જેટલો ભીતરનો નાતો ગહેરો તેટલીજ ઊંડી અનુભૂતી ...
પછી તે દૂર હોય કે નજીક ખાસ કશો ફર્ક નથી પડતો...
કેમકે તીવ્ર સ્પંદનો જ કાફી હોય છે સ્પર્શની અનુભૂતિ માટે....
કિન્તુ સૂક્ષ્મની અનુભૂતિ માટે પણ.!
સ્થૂળ શરીરનું હોવું જરૂરી છે.!
અગર એક મેકમાં ભળી ચૂક્યા હોય તો,
શરીર એનું હોય કે પોતાનું ,
સ્પર્શતાજ "અનંત" ઝણઝણાટી થાય છે....
આવું એણે પોતાની પ્રેયસીને વિખૂટા પડ્યા બાદ,
જ્યારે ફરી મળ્યા ત્યારે....
તું દૂર હતી ત્યારે....
પ્રિયે હું ચાહું ત્યારે, આ રીતે હું તને સ્પર્શી લેતો.
જ્યારે પણ તારી યાદ આવતી હું મને સ્પર્શી લેતો.
તું પણ.! ઝણ ઝણી ઉઠી છે મારા પ્રેમાળ સ્પર્શથી.
ભીતર એવું અનુભવતો હું "અનંત" ઝણઝણી લેતો.
અનંતે પેલીના છેલા સવાલના જવાબમાં કહેલું..
અને પોતે, એ જ્યારે તેનાથી દૂર હતી ત્યારે...
કેમ દિવસો પસાર કરતો એ પણ કહેલું.
અનંતે પોતાની પ્રેયસીને કહ્યું કે....
બ્લાસ્ટ :-
કારણ વગર તો આ બ્રહમાંડમાં કશું કશું કશુજ ના બનતું ...
"અનંત" કારણ વગર ના કોઈજ મળતું, ના તો, વિખૂટું પડતું ...
"અનંત"
નક્શી કામ પૂરું...... :)
*બ્લાસ્ટ*
મારી હથેળી, મારા ગાલ અને હોઠ પણ મારા..!
અને તારી યાદ સાથે આમ હું તને સ્પર્શી લઉ છું.
પ્રિયે જ્યારે પણ તારી યાદ આવે છે "અનંત" ત્યારે,
તું જ તું છે મારામાં એમ ધારી હું મને સ્પર્શી લઉ છું.
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=1124753815119977&substory_index=1124753815119977&id=100002991311961&mibextid=Nif5oz

No comments:
Post a Comment