Sunday, 14 May 2023

શોધે છે તેને

વર્ષો પહેલાં પોતે પોતે જ પોતાને જ 

મુશ્કેલીઓ થી ન હારવા અને 

હીંમતથી આગળ વધવા અનંતે 

જાતને જગાડવા લખેલી રચના... 

 ચાલ જાગ..! હવે તું કઈક નવું વિચાર...

શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે . 

હર એક દિશા માથી નવા વિચાર મળે છે. 

કઠોર થયે પરમ સ્નેહ પ્રાપ્ત નથી થતો. 

હ્રદય કોમળ રાખે તેને બાગે બહાર મળે છે.

લઈને કશું જવાતું નથી પરંતુ કાં'ક છોડીને જજે. 

આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડીને

અંધકાર દૂર થશે.! અંધકાર દૂર થયે સવાર પડે છે. 

થાય ગર નાપાસ તો પણ 

તું કર સતત પ્રયાસ તું કર સખત પ્રયાસ 

તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે. 

એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે. 

નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું . 

નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે . 

જે ખોલી શકે છે, એને બંધ દ્વાર મળે છે . 

ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી. 

બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે . 

તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે. 

“અનંત”ભૂલી દિવસ રાતને ,

 ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.

સતત મહેનતના અંતે સફળતા તેને અપાર મળે છે.  

બહાર જેટલું દિસે જગત , એટલુજ ભીતર પણ હોય છે. 

ભીતર જે ઉતરી શકે, એને ખુદમાં નવો અવતાર મળે છે. 

શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે . 

હર એક દિશામાથી નવા વિચાર મળે છે...

*અનંત*



No comments:

Post a Comment