Monday, 15 May 2023

આજે આટલુજ વધુ ગઈ કાલે વીગતે


 એકલો અટૂલો ઘોઘો આદત મુજબ,

સોફાના ટેકે બેઉ હાથની હથેળી પર, 

માથુ અઢેલી આરામથી આંખો બંધ કરી બેઠો હતો. 

અને,ઘોઘી આવી ચડી.  

આવતા વેંત ઘોઘી પણ આદતવશ ઘોઘાને સવાલ પૂછી બેઠી.

સોફાની સામે પડેલી ટીપોય,

જેના પર ઘોઘો કાયમ પગ લંબાવીને બેસે છે..!

તે ટીપોય પરથી ઘોઘાના લંબાયેલા પગને બે હાથ વડે ઊંચકીને નીચે મૂકી 

ઘોઘી એ  ટીપોય પર ઘોઘાની સામે બેસી ગઈ અને ઘોઘાને પૂછ્યું.

" ઘોઘા મને એ કે' કે એકલા માણસને,

કેવા કેવા સપના અને વીચારો આવે...?

ઘોઘીના સવાલનો જવાબ આપતા પહેલા ઘોઘાએ સ્પષ્ટતા કરતા કહ્યું. 

ઘોઘી "સ્ત્રી જાનવરમાં નથી આવતી..! " 

ઘોઘી મુંજાઈ ગઈ ,ઘોઘીને હરામ બરોબર જો એક હરફ પણ સમજાયો હોય 

તો પણ ઘોઘીએ કહ્યું  હા હવે ખબર છે મને.. અલ્પ વીરામ.  

મને સમજાયું નથી એમ કહે તો કદાચ સમજવા મળે .. 

પણ એવું કહેવામાં નાનીમાના થઇ જવાય શરમ પણ નળે ...

કોઈ કોઈને તો વળી અહમ પણ આડો આવે છે....  

નથી જાણતો કે જાણતી એમ કહેવા પણ ઘણુ બધુ જાણવું પડતું હોય છે ! 

આવું બધું દુનિયાને ના સમજાવતા ઘોઘાએ મનોમન બબડી લીધું 

અને પછી ઘોઘી ને કીધું . 

અર્રે યાર્ર મનમાં કહ્યું એ નહીં ...

"સ્ત્રી જાનવરમાં નથી આવતી" એ બાબતે વાત આગળ વધી.   

અલ્પ વીરામ બાદ ... 

અચ્છા ઘોઘી... તો હવે ચોખવટ કર કોના એકલા હોવા વિષે તું પૂછે છે ..?

સ્ત્રી કે પુરુષ ? 

ઘોઘી વિચારમાં પડી ગઈ હવે શું કહેવું ... 

તરત ઘોઘીના મનમાં તરંગ ઉઠ્યા અને એક ઝબકારો થયો . 

ઘોઘીને થયેલા જબકારા મુજબ 

ઘોઘીએ  માણસની જગ્યાએ "વ્યક્તિ" લગાડી પૂછ્યું . 

ઘોઘા એકલી વ્યક્તિને કેવા કેવા સપના અને વિચારો આવતા હોય છે ..? 

ઘોઘાએ ઘોઘી સામે એકધારું તીખી નજરે જોયું. 

ઘોઘીને છાતીમાં ફાડ પડી ( પેટમાં ફાળ પડી ) એ શબ્દ ચવાઈ ગયેલો છે.

છાતીમાં ફાળ પડે તોજ અલગ અસર પડે .! બે અર્થમાં 

છાતીમાં ફાળ પડી અકલે ઘોઘી મનમાં બબડી 

ઘોઘો આમ કાં જુવે મારી સામે ..?

હે ભગવાન હજુ મારાથી કઈક બફાયું લાગે છે..!

ઘોઘો હજુ ઘોઘી સામેજ તાકી તાકીને તીખી નજરે જોતો હતો .

ઘોઘી ઘોઘાની તીખી નજરનો સામનો ના કરી શકી અકલે,

નીચું જોઈ ગઈ અને પ્રેમ પૂર્વક મધુર સ્વરે 

ધીમેકથી ઘોઘાને કહ્યું. 

તું શું કહેવા માંગે છે ઘોઘા ..! બોલને ..! 

અને ઘોઘાએ તાડૂકીને કહ્યું અક્કલ વગરની..  

મે તને, "સ્ત્રી જાનવરમાં નથી આવતી" એમ કહ્યું,  

તો તે, આખે આખા માણસને દૂર કરીને વ્યક્તિને ઘુસાડી દીધી...! 

ડરતા ડરતા ઘોઘીએ ઘોઘાને કહ્યું . 

હાં પણ હવે જરા શાંતીથી બોલને મે વ્યક્તિ કહ્યું એમાં ખોટું શું કર્યું ...! 

તો તે સાચું પણ શું કર્યું એ કે ..? 

હાં પણ ઘોઘા પેલા તું, મે વ્યક્તિ કહ્યું એમાં ખોટું શું કર્યું.?

એતો શાંતીથી સમજાવ મને..!  

ન્ના .! પેલા તું મને પાણી પીવડાવ. 

હુંહ ..! લાગી તરસ પાછી ... 

પાણી ભરીને આવું ત્યાં સુધીમાં ઘોઘો મૂળ વાત ભૂલે નૈ તો સારું.  હહ ... 

એમ બબડતી છણકો કરતી ઘોઘી પાણિયારે પાણી લેવા ગઈ... 

પાણીનો ગ્લાસ ઘોઘાના હાથમાં આપતા ઘોઘીએ કહ્યું . 

ચાલ હવે કે' મે વ્યક્તિ કહ્યું એમાં શું ખોટું કર્યું  ?

પાણી તો પીવાદે પેલ્લા શાંતીથી ... ! 

અકળાયેલી ઘોઘી ધબ્બ દઈને સોફાપર ઘોઘાની બાજુમાં બેસી ગઈ . 

એવીજ રીતે જો ટીપોય પર બેસે તો ટીપોય તૂટી જાય . 

ઘટ ઘટ ઘટ કરતો ઘોઘો આખો લોટો પાણીનો પીય ગયો ... 

એમાથી એકાદ ગ્લાસ તો સર્ટ પર ઢોળાયું...  

પાણી પાણી થઇ ગયો ઘોઘાનો શર્ટ.!

આ જોઈ ઘોઘી બોલી.  

ભવભવનો તરસ્યો તેમાં ..!

પાણી પીતા પણ આવડતું નથી ને પાછો ફિસિયારીની ફાડ ..!

વાતે વાતે નકટો મારી પર નાખે છે રાડ ..! લે પણ . 

આંખ્યું  જીણી કરી હોઠ મચકોડી,

ઘોઘીએ મનોમનજ ઘોઘાને ઘઘલાવી નાખ્યો. 

પાણી પીયને ઘોઘાએ લોટો ટીપોય પર મૂક્યો ,

અકલે ઘોઘીએ કહ્યું . 

બોલ તને વ્યક્તિમાં ક્યાં વાંધો પડ્યો ...? 

વ્યક્તિ !!! અરે પણ મને શા માટે કોઈ વ્યક્તિમાં વાંધો પડે ..? 

ઘોઘો ભૂલીજ ગ્યો આખો મુદો 

હે ભગવાન કા તો તું મને ઉપાડી લે...  

યા તો આ ઘોઘાને સોફાપરથી હેઠો પછાડી દે..! 

પોતાનાજ કપાળ પર હથેળી ઠોકતા ઘોઘીએ મનોમન 

ગુસ્સાયેલી પ્રાર્થના કરી. 

અને પછી પરાણે ચિતમાં શાંતી ધારણ કરીને 

આખી ઘટના ઘોઘાને યાદ કરાવી ... 

છેક ત્યારે જાણે ઊંઘમાથી જાગ્યો હોય એમ ઘોઘો બોલ્યો ...

ઓહ , હ,હાં,હાં  વ્યક્તિ ...

અચ્છા અચ્છા...  

તે માણસને ભગાડીને તારા સવાલમાં વ્યક્તિને ઘુસાડેલી નૈ ...

આમ કૈ ઘોઘો હસ્યો ... 

જો ઘોઘા બૌ થયું હવે બૌ ખેંચ નહીં જટ મો માથી ફાટ..!

હું ખેંચું છું એમ ? તું ખેંચાય છે ? તું તું ખેંચી લે એવી છે ..! 

આવું કાંક ઘોઘીને કહેવાનું ઘોઘાને મન થયું ... 

પણ પછી કહેવાનું મનમાં જ રાખી લીધું . 

અર્થાત . કહ્યું નૈ એમ ..! 

ઘોઘો ઓલા વિચારમાં થોડીવાર ચુપ રહ્યો. 

અકલે અંતે ઘોઘીનો પીતો ગયો ... 

ગુસ્સે થઇ ઘોઘીએ ઘોઘાને ફરી પૂછ્યું 

ઘોઘા મે "વ્યક્તિ" કહ્યું એમાં તને, વાંધો શું પડ્યો ..? 

નિયમ મુજબ એક તપે તો બીજો / યા/ બીજી  ઠરે...એ ન્યાએ ...

જો કે ધાર્યા અંધારીયા કીસ્સામા, બંને એક સાથે તપે, એ ખૂબ જરૂરી

તોજ ઠરે નૈ તો આગ લાગે....!

આવું કાંક ઘોઘો મનમાં બોલ્યો . 

પણ જાહેરમાં બોલ્યો નહીં..! 

ખૈર....

ઘોઘીનો પીતો ગયો અકલે 

ઘોઘાએ ઠંડા હળવા સ્વરે ઘોઘીને કહ્યું.

વાંધો મને નથી પડ્યો ઘોઘી  ... 

પણ તને પડે નહીં એટલે કહું છું કે, 

શું કહે છે કે ને જલ્દી કેતો હોય તો..! 

ઘોઘી ખીજાઈ ગઈ ઘોઘા પર ... 

હાં તો હું એમ કૌ છું ઘોઘી કે ,

ક્ષણીક શાંતી ભંગ થઇ એકલે ઘોઘો અશાંત થયો ...

અર્થાત ગુસ્સે થયો એમ ..!

ગુસ્સે થઇ ઘોઘાએ ઘોઘીને કહ્યું. 

અક્કલ વગરની.... 

વ્યક્તિ એટલે વ્યક્તિ

પછી તે સ્ત્રી હોય કે પૂરૂષ 

બંને ને વ્યક્તિ જ કેવાય...

સ્ત્રી ને વ્યક્તિ ને પુરૂષને કૈ વ્યકતો ના કહેવાય....

ઘોઘાની વાત સાંભળી ઘોઘીને હસવું આવ્યું .

મો પર હથેળી દાબી ઘોઘી ખૂબ હસી ... 

ત્યારે ઘોઘી ખૂબ હસીન લગતી હતી.    

ઘોઘીને હસવું આવ્યું કારણ કે,

 આ વ્યક્તિને વ્યકતો વાળું વાક્ય ઘોઘીએ પહેલીજ વાર 

ઘોઘાના મોઢે સાંભળ્યુ હતું. 

હસતી ત્યારે હસીન લગતી ઘોઘી સામે જોઈ ઘોઘાએ ઘોઘીને પૂછ્યું .. !

પત્યું , હસી લીધું ..? 

તો હું આગળ કઈક કહું. 

હ હ હ , હ હ હ , હાં બોલ હવે ... 

બોલવાનું મારે નથી ... 

તો ..? 

તારે કહેવાનું છે કે તું કોના એકલા હોવા વિષે પૂછે છે ... ?

તારો સવાલ ,

સ્ત્રી માટે છે .? પુરુષ માટે છે ..?  

કે પછી,  અરસ પરસ ...? 

સ્સાલ્લું મને તો સમજાતું પણ નહોતું કે ઘોઘાના આ સવાલ 

"કોના એકલા હોવા વિષે તું પૂછે છે ..?" એનો જવાબ હું શું આપત. 

સારું થયું ઘોઘાએ જાતેજ અરસ પરસ વાળો વિકલ્પ આપી દીધો. 

આવું ઘોઘી મનોમન બબડી હરખાણી અને તરતજ 

ઘોઘાને કહી દીધું અરસ પરસ ... 

ઘોઘો ઘોઘી સામે જોતો રહ્યો . 

સામું શું જુવે છે હવે,  જવાબ આપ ..! 

શેનો જવાબ આપું ...? 

હે ભગવાન એટલી વારમાં પાછો ભૂલી ગયો... 

ઘોઘીને ઘોઘા પર ખૂબ ગુસ્સો આવ્યો ... 

પણ, અગર જો પોતે ગુસ્સે થશે તો ક્યારેય જવાબ નૈ મળે 

એ વિચારે મહા મુસીબતે ઘોઘીએ પોતાનો ગુસ્સો દાબ્યો... 

અને ફરી એજ સવાલ માણસ અને,

વ્યક્તિ વાળી ભૂલ સુધારીને દોહરાવ્યો. 

ઘોઘા અરસ પરસ જે એકલા હોય એને.

કેવા કેવા સપના અને વિચારો આવે ..?

"સારા માયલા ખરાબ"

ઘોઘાએ ફટાક દઈને જવાબ આપી દીધો . 

અને, ઘોઘી ગૂંચવાઈ ગઈ .  

સારા માયલા ખરાબ .!!?

એટલે કેવા..!! ? 

હું કઈ સમજી નૈ ઘોઘા... 

સારૂજ છે તું કૈ સમજી નૈ ...

"ગર તને સમજાસે તો વહેલું થઈ જશે " 

ઘોઘી પહેલા કરતા વધુ ગૂંચવાઈ ગઈ ..!

ઘોઘી વિચારવા માંડી 

"ગર તને સમજાસે તો વહેલું થઈ જશે " 

આનો મતલબ શું હશે .?

હે ભગવાન ....

ઘોઘા કાયમ અધૂરું અઘરું બોલે છે તું 

કો'ક દિ' તો સરળતાથી સમજાય એવું બોલ કાં'ક .... 

ઘોઘી હું કાયમ આખે આખું અને સીધું સરળજ બોલ્લું છું 

તને સમજાય નૈ એમ્મા માર્રો શું વાંક્ક ..!  

ઘોઘી જિદે ચડી ઘોઘા આજે  તો તારી ઉડાવ વાત હું નહીજ ચલાવું... 

ઘોઘાએ પણ બે ફિકર થઇ કહ્યું ... 

ઘોઘી તો પણ ચાલતી રહેશે ... 

ઘોઘીએ પ્રેમાળ સ્વરે કહ્યું . 

ના ઘોઘા એમ ના ચાલે ... 

ઘોઘાએ કહ્યું. કેમ ના ચાલે..?

ઘોઘીએ ઘોઘાના ખભા પર વહાલ પૂર્વક હાથ ફરાવતા ફરાવતા કહ્યું.  

ઘોઘા તું કાયમ આમ ઉખાણા કરી મારી ઊંઘ બગાડે છે .! 

આજે તો તારે ઉકેલ સમેત વાત કરવીજ પડશે ..! 

ત્રાંસી આંખે ઘોઘી સામે જોઈ ઘોઘો ત્રાસા  હોઠે હસ્યો. 

ઘોઘી ચિડાઈ ગઈ અકલે ગુસ્સે થઈ ઘોઘાને ઘઘલાવતા કહ્યું . 

ઘોઘા હસે છે શું ... 

આજ તો તારે સરખો જવાબ આપવોજ પડશે નૈ તો ,,,  

ક્યારની ગુસ્સાયેલી ઘોઘીએ ... 

મુઠ્ઠીમાં દાબી રાખેલું હાથ વગું હથિયાર.... 

અકલે કે, 

આંગળી અને અંગુઠો ઘોઘાને બતાવતા , 

અને ઘોઘાને ડરાવતા કહ્યું.   

બોલ જલ્દી બોલ ઘોઘા "સારા માયલા ખરાબ" એટલે કેવા વિચાર .!? 

બોલ નૈ તો આ ચીપટી તારી સગલી નૈ થાય ... 

ચીટીયાના ડરના માર્યા ઘોઘાએ સાથળ સંભાળતા

એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કહ્યું . 

"દુનિયા જેને ખરાબ સમજે છે /કહે છે એવા સારા માયલા" 

ઘોઘી માથું ખંજવાળવા માંડી ...

હાયલ્લા..! પેલા તો એમ બોલી

પછી ઘોઘી એક હાથ મોઢે

અને બીજો હાથ માથે મુકી દુ:ખી થૈ ગૈ 

આ તો પેલા કરતા પણ અઘરું કહ્યું . 

હહ "સ્સાલ્લું આ પણ ઉપરથી ગયું " 

આમ છણકો કરતી, મનમાં બબડતી ઘોઘી 

સોફા પરથી ઉઠતાં ઉઠતાં ઘોઘાના ખભે તિણો ચિંટિયો 

ભરીને હડદોલો મારી ઘોઘી સમજ્યા વગર ચાલતી થય ગય... 

ગુસ્સાની મારી ઘોઘી ઉભી થઇ ગઈ અકલે ઘોઘાની સાથળ રૈ ગય ... 

અને ખભો અંટાઈ ગ્યો... 

ઘોઘીએ મારેલ હડદોલાને કારણે સોફાપર ઢળી ગયેલો ઘોઘો  


ઘોઘીની ગોરી ગોરી નાજુક નમણી 

આંગળીના દ્વારા ભરાયેલ ચીટીયાથી ચચરતા 

ખભા પર હાથ ફરાવતા ફરાવતા....  

ઘોઘો ઢળી ગયો ..

અર્થાત્ ઘોઘી પર ઢળી ગયો એમ નૈ 

અર્થાત :-ત્યાજ ઘોઘો ઢોઇંગ ....

અર્થાત :- ઘોઘો સોફા પર જ ઊંઘી ગયો એમ ..! 

બ્લાસ્ટ:- 

ગઈ કાલે વાત ...

https://www.facebook.com/photo.php?fbid=1539436852832677&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz

No comments:

Post a Comment