Monday, 15 May 2023

હું એટલી મહત્ત્વની વ્યક્તિ નથી.!

હુ કોઈ માટે એટલી મહાન કે મહત્વની વ્યક્તિ નથી..!

કે, મને એવો વિચાર આવે કે,

મારે કહીને જવુ પડે કે, હુ કહ્યા વગર જઈશ તો,

મારા વગર કોઈ દુ:ખી દુ:ખી થૈ જશે ...

કે, કોઈને મારા જવાથી ફર્ક પડી જશે .. 

કે પછી મારા વગર કોઈ તડપશે, તરફડશે ને રડશે... 

એવું હું ના તો માનું છું ના સમજુ છું સમજી...!!!

ગુસ્સે થઈ ચીલ્લાઈને અનંતે આવુ પેલીને,

એના સવાલના જવાબમા ત્યારે કહ્યું હતુ...

જ્યારે કહ્યા વીના અનંત બહારગામ ચાલ્યો ગયો હતો.

એ દિવસે બહારગામથી આવી,

સવારે અનંત સાંકડી ગલીમાથી પસાર થઈ,

સવાર સવારમાં હજુ તો,

મહોલ્લામા પગ મુકે મુકે ત્યા તો,

ઉપલા મજલે રહેતી અને અનંત આવે એની

રોજ રવેશમા ઊભી રાહ જોતી પેલી,

અનંતને, આવતો જોઈને ખુશી અને ગુસ્સાની મારી,

સડસડાટ ઉપરથી નીચે ઉતરી. અને,

સીધીજ ડેલી પાસે આડી ઊભી રહી ગઇ.

અકલે કે,

પેલીએ ડેલીએ હાથ આડા દૈ દિધા.

અકલે અનંત અંદર આવી ના શકે..

અને પછી,,,

કેમ..! ક્યા ગયો હતો.? 

કહ્યા પુછ્યા વીના ..?

જ્યાં ગયો હોય ત્યા પણ કહીને નથી જવાતુ..??

કહીને જતા જોર પડે છે તને ???

અનંતે પેલીનો ડેલી આડે રાખેલો હાથ

આઘો કરીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો,

મગર નિષ્ફળ ગયો.

પેલીએ અનંતને અંદર આવતા રોકી લીધો..

અરે પણ મને અંદર તો આવવા દે..!

મારે બૌ કામ છે..!

એમ તારે બૌ કામ છે હે...!

તો હુ શુ નવરી છુ..!

અરે યાર...

શુ સવારે સવારે રાડો પાડીને ગામ જગાડે છે...

એ લોકોને આમ પણ મારા આવવાથી,

અશાંતીજ થવાની છે, અને ઊંઘ પણ ઊડી જવાની છે...

બીચ્ચારાઓને આજનો દિ'તો નિરાંતે ઊંઘી લેવાદે..!

હાં એવુજ હતુ, એવુજ થતુ, એ મહોલ્લામા આવે,

અકલે પછી સવારના પહોરમાં ટેપ વાગે, રેડીયો વાગે

ને સાથે એ પોતે પણ ગાંગરે....

પછી તો જેમ જેમ દિવસ આગળ ધપતો જાય તેમ તેમ,

મહોલ્લાનો માહોલ જામતો જાય...

સામ સામે ગીત વાગે પેલી ઊપર આ નીચે નાચે...

આખો દિવસ..

બક બક લપચપ અને એ મસ્તી....

ભઢ્ઢીની આગ સાથે અનેકની ઈર્ષાની આગની જાળ પણ..!

અનંતને દઝાડતા અદેખા લોકો ઈર્ષા અને,

પીડાના માર્યા બેચેન થૈ પડખા ઘસતા થૈ જતા,

અકલેજ અનંતે પેલીને કહ્યું કે, સવારે સવારે,

રાડો પાડમા..!

આજનો દિ' લોકોને નીરાંતની છેલ્લી ઊંઘ ખેંચી લેવાદે..!

અનંતે એ બધી જે જીવનમાં આવીને,

પ્રેમ અને આનંદ બાદ પીડા, વેદના, 

વ્યથા દૈ એક પછી એક

કોઈ છુટી ગઈ કોઈ છોડી ગઈ...

એ પછી અતી પાગલપન અવસ્થામા એ જીવ્યો જુર્યો...

પછી એક દિવસ અચાનક અનંત ગુમ થઇ ગયો....

મને પણ પૂછ્યા કહ્યા વગર...

અને હુ એકલો અટુલો અધુરો થઈ ગયો એના વગર...

ખૈર....

આજેજ મને એ ઝરઝર્રીત કાગળીયો...

અકલે કે એક વધુ અંતિમ પત્ર હાથ લાગતા....

આ આખી ઘટના યાદ આવી ગઈ....

દૂનીયાથી દૂર જતા પહેલા...

એણે એ સૌને સંબોધીને....

અંતીમ પત્રમાં લખ્યુ છે કે,

હે પ્રીયાઓ હુ સખત પરિશ્રમ અને સંઘર્ષ કરી રહ્યો છુ,

કરી શક્યો છુ તમારા કારણેજ..!

તમારા થકીજ હુ મજુરી કરી શક્યો છુ..!

અતી પીડા હોવા છતા ટકી શક્યો હુ..!

કેવળ તમારા કારણેજ...!

છો તમારા તરફથી પણ..! 

મને,અઢળક વેદના કે દુ:ખ મળ્યું હોય,

છો તમારા પ્રેમ વીરહ ને લીધે..!

મારી આંખો નિરંતર ચોધાર વહી હોય...

એકાંતમાં છો આંખો મારી રડી હોય,

તો પણ ખુશીના આંસુ સાથે હુ તમારો તેમજ.

"અનંત" ઈશ્વરનો આભાર માનુ છુ..!

"આ ભવમા કૈ આટલુ સુખ ઓછુ ના કહેવાય"

હુ જાઊ છુ ખૂબ દૂર દૂર... 

તમારી યાદો લઈને.....

હવે હુ કદાચ કોઈને યાદ ના પણ આવુ.

અગર કદિ' ભૂલથી પણ હુ યાદ આવુ તો પણ,

મને કોઈ શોધશો નહીં...!

કેમકે,

હવે પછી હુ મળીશ તો મળીશ કેવળ ,

તમારા હ્રદય મહી....

બીજે ક્યાય નહી... બીજે ક્યાય નહી....

હુ ખુદ પરેશાન થઈ, તમનેય ખૂબ પરેશાન કરી,

કડવુ મીઠુ દુ:ખ આપતો રહેતો....

આખે આખો કોઇનો નહી...

ટૂકડે ટુકડા થઈ ટુકડામાં વહેંચાયેલો....

ખૂબ દૂર દૂર છતા..! સાવ ઢૂકડો... 

વિખેરાઈ ગયેલો એક એક ટૂકડો....

કોઈનો નહી છતાં થોડો થોડો સૌ કોઈનો...

અનંત.....

પત્ર પૂરો....

અનંત પરોઢિયે પાંચ વાગ્યે ઊઠીને કામે વળગી જતો...

અકલે ગામ જંપીને સુતુ હોય ત્યારે...

આ ભૈ મહોલ્લામા પધારે...

અને પેલી ગમે ત્યારે....

અનંતને મળવા તૈયારજ હોય.. તેમ છતા,,!

ખૈર...

આ ભૈને એવુ કૈ નૈ સાવ બે ફિકર...

બોલવુ હોય ત્યારે બોલે નૈ તો મુંગો મરે પણ બોલે નૈ...

મન પડે ને મૌજ હોય તોજ...!

મળવુ હોય તો મળે નૈ તો ભીતર તરફડે પણ કોઈને મળે નૈ એવો મન મૌજી 

પણ..,

સવારે સવારે પેલી બરાડે તો સૂતેલા જાગીજ જાય ને..!

અકલે અનંતે પેલીને વાયડાય સહ,

સમજાવવા કોશિશ કરી..

પણ, એ પણ અઘરી હતી. 

જાગતા હોય તો ભલે જાગે...!

તુ મને પહેલા જવાબ આપ.!

કે કહ્યા વગર ક્યા ચાલ્યો ગયો હતો.?

અને શા માટે આટલા બધા દિવસ મારાથી દૂર ગયો...?

અનંત ઓચીંતો ગયેલો મને પણ પુછ્યુ કહ્યુ નહોતુ...

એ ન હોય અકલે મારે પણ મહોલ્લામા,

આવવા જવાનુ ઓછુ થઈ જાય,

કેમકે કામ બધુ એજ કરતો...

એ જાય અકલે ધંધો ઠપ્પ...

એ હોય તોય જોકે મારે તો આંટો ફેરોજ કરવાનો હોય. 

બાકી અમારી રંગત સંગત મધ રાત્રે...

ગામ આખુ પોઢી જાય પછીજ જામે....

એના ગયા પછી હુ કોઈ કામસર જાઉં અને ,

 જેવો મહોલ્લામા પગ મુકુ,

અકલે પેલી મને પુછપુછ કરે... 

ઓ શેઠ...! તારો નૌકર અનંત ક્યા ગયો છે..?

ઓઓયયય... ખબરદાર... નૌકર કહ્યો છે તો...

એ ભલે મારામા નોકરી કરતો હોય...

તો પણ, હુ મને શેઠ કે,એને નોકર 

નથી કહેતો કે માનતો સમજી..!!?

ભાઈબંધ છે એ ભાઈબંધ મારો..

શુ સમજી...!

આજ પછી ભૂલમાચ ભાઈબંધ ને

નૌકર કહેતી નૈ કૈ દૌ છુ.....

તેદિ મને ખુબજ દુઃખદ ગુસ્સો આવી ગ્યો....

હાં હાં હવે ભૂલ થૈ ગૈ બાપ માફ કર મને..!

અને,

ઝટ કે તારો ઈ ભાઈબંધ આખરે ગયો છે ક્યા.?

મને કહ્યા પૂછ્યા વીના...

પછી જરીક શાંત થૈ મે કહ્યુ.

ભૈ મનેય નથી ખબર....

આ વખતે મને પણ કહ્યુ નથી..!

હુય તને પુછવાનો હતો કે,

તને કૈ કહી ગયો છે...?

પણ તુય મને પુછે છે...!

કમ્માલ છે યાર્ર...

હુ ખુદ પરેશાન છુ.!

અનંતના કહ્યા વીના ચાલ્યા જવાની વેદના અને ગુસ્સો,

એના સ્વરમાં પડઘાયો....

અને એ ચીલ્લાઇ...

તને તો પરેશાની થાયજ ને કેમ ના થાય ભૈ 

કેમ ના થાય..!

તારો તો એના વગર ધંધો ઠપ્પ થૈ જાય...

એટલે તુ પરેશાન થા એમા કૈ નવાય....

પણ તારી ને મારી પરેશાનીમા બો બધો ફર્ક છે શેઠ..!

અહી મારા શ્વાસ ઠપ્પ થઈ જાય છે..!

કૈં સમજાય છે..?

મે કહ્યુ ના..!

મને ક્યાંથી સમજાય...

હુ થોડીના સ્ત્રી છુ..!

મને હસવુ આવ્યુ. અકલે...

પેલીએ અનંતનો ખાર મારા પર ઉતાર્યો.

જા હવે જા..! ગાંડાની જેમ હસે છે શું..!

તુય એના જેવોજ અક્કલ વગરનો છે...!

અકલે મે કહ્યું . 

હાં ભલે હોં, તો પછી તારે તારા અનંતને

પેહેલેથીજ પલ્લુમા બાંધી રખાય ને...!

એ તને કહ્યા વીના ગયો એમા મારો શુ વાંક..!

તુ મારી પર શુ કરવા ગુસ્સાય છે લે પણ ...

તેદિ આમ કૈ હુ રવાના થૈ ગ્યો...

અકલે પછી પેલીએ અનંતને અંદર આવતો અટકાવી,

સવાલોની ઝડી વરસાવી...

અને ચીલ્લાઇ ને બોલી.

અહી જ ઊભો રે...

અંદર પછી ઘુસજે તુ...

પહેલા તુ મને મારા સવાલનો જવાબ આપ.!

કે, મને કહ્યા વગર તુ ક્યા ચાલ્યો ગયો હતો.?

અને શા માટે આટલા બધા દિવસ મારાથી દૂર ગયો...?

પેલીના બધા સવાલનો જવાબમા ગુસ્સે થૈ અનંતે કહ્યુ.

હુ કોઈ માટે એટલી મહાન કે મહત્વની વ્યક્તિ નથી..!

કે, મને એવો વિચાર આવે કે,

મારે કહીને જવુ પડે કે,

હુ કહ્યા વગર જઈશ તો,

મારા વગર કોઈ દુ:ખી દુ:ખી થૈ જશે ...

કે, કોઈને મારા જવાથી ફર્ક પડી જશે .. 

કે પછી મારા વગર કોઈ તડપશે, તરફડશે ને રડશે... 

એવું હું ના તો માનું છું ના સમજુ છું  સમજી...!!!

પેલી આખેઆખી થીજી ગઈ...

પેલીની આંખો ભીની થઈ....

'ને પેલીની આંખોમાં હળાહળ

ઝળઝળિયાં આવી ગયા..

અકલે કે એ ચોધાર રોઈ પડી એમ.!

કપકપાતા ધ્રુજતા હોઠે પેલી એકલુજ બોલી..

કે,,,

એ રાત્રે અનંતને કહ્યા વગર જવા બદલ.....

મે પણ ખૂબ ઘઘલાવેલો...

મે એ પણ કહ્યુ કે તારા પર નો ગુસ્સો...

એ મારા પર ઉતારતી હતી.

પછી અનંતે મને એ રીતે અચાનક જવાનુ કારણ...

અને પછી પેલી સાથે બનેલી 

સવારની આખી ઘટના કહી..

પણ પછી છેલ્લે પેલી શુ બોલી એ અનંત બોલી ના શક્યો

કપકપાતા ધ્રુજતા હોઠે પેલી એકલુજ બોલી...

કે,,,

આકલી વાત કરી અને પછી અચાનક..!

વાત કરતા કરતા અનંત ચૂપ થૈ ગ્યો...

મે પુછ્યું એ શુ બોલી કે'તો ખરો....

પેલી છેલ્લે જે બોલી હતી તે,

અનંતે બોજલ આંખે કપકપાતા હોઠે,

કહેવાની કોશીષ કરી પણ ખરી,

પણ તે બોલી ના શક્યો....

બ્લાસ્ટ :- 

"અનંત" હરેક પંખીને રૂપાળા પીંજરાની 

તલાસ હોય છે...!

પીંજરૂ રૂંધે ને, તોય પીંજરૂજ શ્વાસ હોય છે..!

હરેક પંખીને રૂપળા પીંજરાની તલાશ હોય છે..!

"અનંત" બંધન જેવુ લાગશે મુક્તિના શ્વાસે પણ.!

પણ કોઈ કોઈ બંધનમાંય મુક્તિનો અહેસાસ હોય છે..!

જો કે, એ પંખી ખુદ આમ તો એક પીંજરૂ જ...!

"અનંત" 

અઘરૂ છે અઘરૂજ રહેશે.... 

અધુરૂ છે અધુરૂજ રહેશે....

ફરી મળવા માટે એ જરૂરી છે...

હુ કૈ સમજ્યો નૈ અકલે મે પુછ્યુ અકલે શુ..?

તો અનંતે કહ્યુ કે,,

એણે જે કહ્યુ એ હુ મારે જ્યારે કહેવુ હશે ત્યારેજ કૈશ...

બ્લાસ્ટ :-

અમુક ઘટના સાથે જૂના કાગળીયા 

જોડાયેલા હોય છે..! 

તો અમુક કાગળીયા સાથે જોડાયેલી હોય છે 

નવી ઘટના.!

અકલે...

 આવ્યો અચાનક 

અચાનક ખોવાઈ ગયો પછી એ 

જાઉં છું એમ ગયો નહીં કહીને "અનંત" 

અને પાછો ખોવાઈ ગયો "અનંત" જડીને.

"અનંત" 

કાલ જે નથી સમજી એ શું આજ સમજશે.! 

મારા પ્રેમાળ શબ્દોને જે સમજી નથી શકી, 

"અનંત" મૌનની ભાષા એ શું ખાક સમજશે..! 

"અનંત" 






No comments:

Post a Comment