Tuesday, 15 August 2023

અજ્ઞાની ની ગુઢ વાણી...



*બ્લાસ્ટ* 

ભોગવનાર અને ભોગવટાની જગ્યા બદલાય છે..! 

નાક નકશા નામ આમ 

રંગરૂપ બદલે છે 'ને માત્ર પાત્ર બદલાય છે.! 

એ સીવાય હીશાબ મુજબ 

થોડુ ઘણુ ભોગવનાર નું ભાગ્ય બદલાય છે.!

બાકી "અજ્ઞાની" આદી અનાદી અનંત કાળથી... 

વાર્તા એની એજ લખાય છે, એજ વંચાય છે.!

ગીત પણ એજ લખાય છે, એજ ગવાય છે.!

"અજ્ઞાની"


*બ્લાસ્ટ* 

અગર સમજો તો સાવ સરળ છે. મગર, 

ઉપર નીચે બંને પંક્તિ નો ગુઢાર્થ અલગ છે.! 

જ્યારે તમે અન્ય કોઈ માટે પ્રાર્થના કરો છો.! 

"અજ્ઞાની" ખરેખર તો તમારા માટેજ કરો છો.! 

જ્યારે તમે અન્ય માટે પ્રાર્થના કરો છો ત્યારે, 

આપોઆપ તમારા માટે પ્રાર્થના થઈ જાય છે.!

"અજ્ઞાની" 

"અજ્ઞાની" ખોટું કરનાર કે બોલનાર વ્યક્તિ 

સતત ભય અને ચીંતામા રહેતો હોય છે. 

જ્યારે સારૂ કરનાર અને સાચુ બોલનાર વ્યક્તિ 

બિલકુલ નીશ્ચીંત હોય છે.! 

ખોટુ કરનાર કે બોલનાર વ્યક્તિ ને 

સતત એજ ડર સતાવતો હોય છે કે, 

ક્યાંક એનુ જુઠ પકડાઈ જશે તો.? 

પોલ ખુલી જશે તો.? 

બસ્સ આજ ડર એને ચૈનથી 

જીવવા પણ નથી દેતો.! 

અબુધો અઢળક અનુભવ થયા જોયા પછી પણ.! 

એટલુ નથી સમજતા કે સાચ હોય કે જુઠ 

સમય આવ્યે ઉજાગર થઈ જ જતુ હોય છે. 

* અજ્ઞાની * 



No comments:

Post a Comment