Thursday, 17 August 2023

સાવ આમ અચાનક.!!!?

સાવ આમ અચાનક.!!!?

એવુ લાગે મગર એવું હોતુ નથી.!

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને લખેલ અલૌકિક પ્રેમ પત્ર

આ આખેઆખો પત્ર, 

વર્ષો પહેલાં... 

ખંડેર પર એકાંત માં રહી અનંતે લખેલો આ પત્ર, 

મને એના વર્ષો જુના કાગળો ઊથલાવતા 

મળી આવ્યો... 


ગરબડીયા આછા પડી ગયેલા 

અક્ષરો સીવાય પણ અનંતની વાત 

એકદમ અટપટી છે.! 

હું તો અનંતે જે લખ્યું છે તે 

જેમનું તેમ ઉકેલી ઉકેલી ને છાપતો જાઉ છું. 

મગર સમજાતું લગીરે નથી મને..! 

વારંવાર વાંચવુ પડશે...! 

એમ એકવાર માં નહીં સમજાય... 

ખૈર..... 

પત્ર ની શરૂઆતમાં અનંતે એક ગીત ની 

બે લાઈન લખી છે.! 

मुजे तेरी महोबत का सहारा मील गया होता। 

अगर तुफां नहीं आता कीनारा मील गया होता। 

વર્ષો પહેલાં..... 

વાત જાણે એમ બની હતી કે, 

અનંત એની એ ચહીતી જે અનંતને ખૂબજ 

ચાહતી હતી. 

જો કે અનંત પણ.! 

રોજ હળતા મળતા લડતા ઝઘડતા અને 

કલ્લાકો વાતો કરતા બંને.! 

પછી એક દિવસ અચાનક બંને વચ્ચે, 

તમામ હરકતો બંધ થઈ ગઈ. 

વાતચીત સુધ્ધા.! 

ખબર નૈ કેમ.? 

પછી અનંત રાતભર ખંડેરનાં એકાંતમાં 

વીચારતો કે એકાએક આમ સાવ અચાનક.!!? 

બસ્સ એજ વીચાર માં ને વીચારમાં 

એકાંતમાં મનન મંથન ના અંતે 

અનંતે આ પત્ર લખ્યો હોય, એવુ મને લાગે છે..! 

તન્ને પણ એવુજ લાગે એ જરૂરી નથી.! 

ખૈર... 

અનંત નો એ અલૌકિક પ્રેમ પત્ર 

વર્ષો બાદ ઝર્ર ઝર્રીત થઈ ગયો હોય, અને, 

આછા થઈ ગયેલ અનંતના ગરબડીયા અક્ષરો, 

મે રાતભર જાગીને માંડ માંડ ઉકેલ્યા છે.! 

અનંત લીખીત આ એજ પત્ર છે.! 

તારે પણ વાંચવો હોય તો વાંચ.! 

*પત્ર*

પહેલા મને થયું કે સાવ આમ અચાનક જ..!!? 

જો કે આ લૌકિક જગતની દ્રશ્ટીએ જોતાં, 

એવું લાગે કે, 

મળ્યા કે છુટ્ટા પડ્યા જે થયુ તે અચાનક થયું.! 

મગર... 

પછી ખૂબ મનન મંથન ના અંતે સમજાયુ કે, 

એવુ નથી હોતું, 

એવુ હોતુજ નથી.! 

આ "અનંત" બ્રહ્માંડ માં અચાનક કશુંજ થતું નથી.! 

અને જે થઈ ગયું યા થઈ રહ્યુ એમાં કશુંજ નવુ નથી.!

મળવું કે છુટા પડવું પણ.! 

ફરી મને વીચાર આવ્યો. 

મળવું તો ઠીક છે નીશ્ચીત જ હોય છે.! 

કેમ કે છુટ્ટા તો પડાતું જ નથી હોતું..! 

છુટા તો પડીજ નથી શકાતું.! 

હાં આવડા મોટા બ્રહ્માંડમાં ભુલા જરૂર પડી જઈએ 

વીખુટા પણ પડી જઈએ,

છુટ્ટા પડવું અને વીખુટા પડવું,

એ બંને શબ્દો માં અને, 

તેની અનુભુતી માં બડો તફાવત છે. 

વીખુટા જરૂર પડીએ મગર, 

છુટ્ટા પડીએ એ વાત માં માલ નથી.! 

અગર કોઈ કહે છે કે છુટ્ટા પડ્યા કે છુટ્ટા પડી ગયા.! 

તો ફરી અંતરાત્મા જવાબ આપે છે.! 

કે એનો અર્થ એ જ કે ભેગા હતાં.! 

છુટ્ટા પડવા માટે પણ.! 

ભેગા થવુ પડતું હોય છે ને..! 

લેકીન છુટવા સાથે નહીં બલ્કે, 

વીખુટા પડવા સાથે જ ..!

ભેગા થયાનું અને, 

થવાનુ કારણ મૌજુદ હોય છે.! 

ભેગા હતાં તેથી છુટ્ટા પડ્યા, 

નહીં.! એમ નહીં..! 

ભેગાજ હતા અને કોઈ કાળે 

કોઈ કારણે કોઈ જન્મે વીખુટા પડ્યા. 

વીખુટા પડવાં માં પણ કૈ કેટલાયે કારણો 

કારણભૂત હોય શકે છે.! 

વચ્ચે અનંત પેલીને લખે છે કે, 

એવાજ કોઈ કારણે, કોઈ કાળે, કોઈ જન્મે 

આપણે પણ વીખુટા પડ્યા..!

ફરી અનંત આગળ વધે છે ને લખે છે કે, 

અને પછી ફરી આ વીરાટ અફાટ અનંત બ્રહ્માંડમાં 

જે વીખુટા પડ્યા છે, કોઈ કાળે, કોઈ કારણે 

કોઈ જન્મે એની શોધખોળ શરૂ થાય છે..! 

અને અંતે એ મળે છે. 

ત્યારે, અચાનક મળ્યા જેવુ લાગે છે.! 

લોકીક જગતમાં ઉપર ઉપરથી..! 

મગર... 

ભીતર ઊતરતાં, 

ભીતરથી નીરખતાં, 

એજ જુના ને જાણીતાં સંબંધો 

દેખાય છે નીખરતા... 

અને એમજ થતું હોય છે.! 

ત્યારે સમજાય છે અચાનક કશું નથી થતુ.

સમજાય છે એ પણ કે અચાનક કશું નથી હોતુ. 

જેમ જેમ ભીતરમાં ઊતરતા જઈએ, 

તેમ તેમ પ્રક્રુતી ની ગોઠવણ સમજાતી જાય છે.! 

જો કે ઘણીવાર થાપ પણ ખવાઈ જાય છે.! 

એક સરખાં દેખાતાં ચહેરા ને કારણે.! 

સામે આવે કે તુરંત આપણને લાગે..! 

અર્રે આ તો એ જ છે.! 

જેનાથી વીખુટા પડી જવાયું હતું. 

કોઈ કાળે કોઈ કારણે કોઈ જન્મે, 

આવો ભરમ થાય ત્યારે, આત્મા મદદે આવે છે.! 

કારણ કે આંખો ચહેરા ને ઓળખે છે..! 

આંખોને ચહેરાની ઓળખ હોય છે. 

આંખોને માત્ર ચહેરાની ઓળખ હોય છે. 

આત્મા ની નહીં.! 

એજ રીતે આત્મા ને આત્મા ની ઓળખ હોય છે. 

તેથીજ કોઈ કાળે, યા કોઈ જન્મે વીખુટો પડેલો 

એક આત્માં એનાથી વીખુટા પડેલા, 

બીજા આત્મા ને ઓળખી કાઢે છે!

થવા ને તો એવું પણ થાય છે કે, 

સાથે હોય તે સામે આવે ત્યારે, 

એમ થાય કે આ, એ તો નથીજ..! 

એજ રીતે દૂર હોય એ સામે આવે ત્યારે, 

એમ થાય કે આ, એજ છે..! 

આ જાણકારી આત્મા આપે છે.!?

કે પછી... ?

જે સાથે છે તે સામે હોવાથી 

યા 

જે સામે છે તે દૂર હોવાથી 

આમ થાય છે..? 

એ જાણવા પણ છેક ભીતર ઉતરવું પડે..! 

ખુદમા અને એનામાં 

એનામાં અને ખુદમાં 

કેમ કે એમ કર્યા વીના 

ફરી અટવાય જવાય છે. 

ભટકી જવાય છે. 

યા ભુલુ પડી જવાય છે. 

અને એ કારણે અંતીમ શોધનો અંત 

અનંત યુગો સુધી નથી આવતો.... 

જો કે આ એક અટપટી અને જટિલ પ્રક્રિયા છે.! 

ન સમજાય ત્યાં સુધી, ન સમજાય તેના માટે.!

આમ વીખુટા પડેલા ફરી ભેગા થયા છે. 

ભેગા કોઈ પણ સંબંધે થાય.... 

એમ નહીં.! 

બલ્કે કોઈ પણ સબંધે પહેલેથી ભેગાજ હતાં.! 

કોઈ પણ સંબંધે 

માં, બાપ, ભાઈ, બહેન, બાપ, દિકરો, પતી, પત્ની 

મીત્ર, પ્રેમી યા પ્રેમીકા.... 

આમ એકજ વ્યક્તિ હીશાબ મુજબ 

અનેક સંબંધ થી જોડાયેલ હોય છે.! 

જે તમામ સંબંધો માં 

સૌથી ઊપરનું ઊતમ અને, 

અતુટ જોડાણ પ્રેમ નું હોય છે.! 

વીખુટા પડેલા ની શોધખોળ પણ, 

તેથીજ આદી અનાદી અનંત કાળથી 

અતિ શુક્ષ્મ સ્તર પર ચાલતીજ હોય છે. 

જેની ક્યારેક ખુદને પણ ખબર નથી હોતી.

અને આખરે એ મળે છે, મળેજ છે, 

અને મળેજ ને.... 

સંબંધ પ્રેમ નો જે હોય છે. 

મગર... 

હીશાબ મુજબ એનું કોઈ અન્ય સંબંધે યા 

કે પછી અન્ય સાથે કોઈ અન્ય સંબંધે 

જોડાણ થઈ ચુક્યુ હોય, એવુ પણ બને, 

બનવાને તો કૈ પણ બને અને, 

બનવાનું હોય એ તો જરૂર બને..! 

અને, પ્રેમ પાંગરે 

હાં પ્રેમ ફરી પાંગરે 

પ્રેમ થાય 

પ્રેમ કરી શકાય 

અરસપરસ 

મગર....

ચુંબન કે આલિંગન થી વંચીત રહીને.

અનંત પ્રેમ હોવાં છતાં.! 

આલિંગન અને ચુંબન થી વંચીત રહેવુ પડે..! 

હીશાબ મુજબ 

બનવાને તો કૈ પણ બને અને, 

બનવાનું હોય એ તો જરૂર બને.! 

ક્રમશઃ 

હું ઉકલ્યો નથી તેથી. 

ગૈ કાલે અધુરા મુકેલા 

અનંતના અલૌકિક પ્રેમ પત્ર ને 

ફરી આજ મધરાતે હું ઉકેલવા બેઠો છું. 

આગળ કાગળ ઉથલાવતા 

એજ પ્રેમ પત્ર માં અનંત તેની ચહીતીને 

સંબોધતા કહે છે કે, 

હીશાબ મુજબ 

બનવાને તો કૈ પણ બને અને, 

બનવાનું હોય એ તો જરૂર બને.!

અને થાય એવું કે ફરી પહેલાં જેવુજ

 કોઈ કારણ સામે આવ્યું હોય, 

જે ગયા વખતે પણ પસંદ ન હોવાથી 

વીખુટા પડ્યા હોય, એજ આ વખતે પણ 

કદાચ થયું હોય, 

જેની ક્રીયા પ્રક્રિયા સુક્ષ્મ સ્વરૂપે 

અંદર અંદર ક્રીયા કરી રહી હોય, 

અને સત્ય સપાટી ઉપર આવતાં, 

આપણી વચ્ચે ની તમામ પ્રકારની પ્રક્રિયા 

જેવી કે સતત હળવું મળવુ, લડવું જગડવું 

કલ્લાકો સુધી થતી પ્રેમ અધ્યાત્મ સંસાર સમાજ 

આ જગત તે જગત ની આપણી વચ્ચે થતી 

વાતો સ્થગિત થઈ ગઈ હોય ,

જે ફરી શરૂ થવાની શક્યતા સાથેજ અટકી હોય 

એવુ પણ બની શકે.! 

અને એવુ તો સતત બનતુજ હોય છે. 

સભાન યા અભાન અવસ્થામાં. 

અને આવુ તો શરૂથીજ થતું હોય છે. 

આપણા મુળ તત્વ યાની અડધા અંગ 

યાની આપણાથી કોઈ કાળે, કોઈ કારણે, 

કોઈ જન્મે વીખુટા પડેલા ની શોધ દરમિયાન 

આવુ તો શરૂથીજ થતું હોય છે.

સભાન યા અભાન અવસ્થામાં. 

અને શુક્ષ્મ સ્તર પર આવુ બધુ થવા પાછળ પણ 

 સ્થુળ કારણ હોય છે. 

અને એ કારણ છે આંખો તેમજ 

આંખોને થતું સહજ આકર્ષણ.! 

આત્માને બધુ યાદજ હોય છે. 

આત્માને બધુ યાદ હોયજ છે. 

મગર અનેક જન્મવ એવં કર્મો ના 

આવરણ ચડી ગયા હોય, 

કશુંજ સ્પષ્ટ દેખાતું સમજાતું નથી હોતું. 

તેથીજ આંખો પણ ભુલ ભુલામણીમા નાખી દે છે. 

અને આંખો ને તો અનંત યુગોથી 

સુંદરતા ગમે છે શરીરની..! 

માત્ર શરીરનીજ નહીં બલ્કે 

આંખો તો વ્યક્તિ હોય કે વસ્તુ 

ઘર હોય કે અન્ય સ્થળ જેમ કે, 

બાગ બગીચા મંદીર 

ઝરણા પડાડ નદી સાગર સરોવર 

અન્ય આમ તમામને 

આંખો સદીઓથી સુંદર જોવાજ..! 

ટેવાયેલી હોય છે. 

આ તમામ થી પર એક સ્ત્રી અને એક પુરુષ.! 

બંને પ્રથમ એવુજ ઈચ્છે છે કે, 

તેના જીવનમાં જે આવે તે સુંદર હોય. 

સમજણ સંસ્કાર બાદમાં આવે છે. 

જ્યારે સામે આવે ત્યારે પ્રથમ સુંદરતા જોવાય છે. 

મગર જ્યારે સાથે ચાલે ત્યારે સમજણ ને સંસ્કાર...

આજ કારણે ક્યારેક ગરબડ સર્જાય છે.

ક્રમશઃ 

રાત બૌ થઈ ગઈ છે. 

અનંત નો પ્રેમ એના નામ પ્રમાણે અનંત છે. 

અનંત ના આવા પ્રેમ પત્રો નો પણ કોઈ અંત નથી. 

મગર અનંતના ઝર્ર ઝર્રીત કાગળો, 

અને એમાંય સાવ કરતાં સાવ 

આછા થઈ ગયેલ અક્ષરો ઉકેલતા ઉકેલતા 

હું ખૂબ થાક્યો છું..! 

અને હવે ઊંઘના કારણે મારી આંખો પણ 

ભારે થઈ ગઈ હોય, હવે હું ઊંઘી જઈશ...

 બાકી નુ ફરી ફુરસતે ઊકેલીશ... 

અગર જો હું ઉકલી ગયો નૈ હોઉં તો.

આમ વિચારી હું અનંત ના કાગળનો થપ્પો 

પેક કરી સુઈ જવા ઈચ્છતો હતો, મગર 

કાગળ પેક કરતી વખતે અનંતે 

આજ પ્રેમ પત્ર ના અંતે હંમેશની માફક વાતના અંતે અનંત એક બ્લાસ્ટ કરતો અર્થાત્ લખતો 

એ મુજબ આ પત્ર ના અંતે પણ તેની ચહીતીને 

સંબોધીને *બ્લાસ્ટ* રૂપે એક ઊંડુ સંશોધન 

કરી જે લખ્યું છે તે મારા ધ્યાનમાં આવ્યું 

જે હવે મારે અતી થાક ને 

આંખમાં ગહેરી ઊંઘ હોવા છતાં 

ઊકેલી ને લખવુંજ પડશે..! 

અન્યથા મને ઊંઘ નૈ આવે..! 

તો અધુરા અનંતના આ અલૌકિક પ્રેમ પત્ર નેઊ

અધુરોજ છોડી અંતમાં અનંત લીખીત 

આ *બ્લાસ્ટ* બાદ હું ઉંઘી જઈશ.... 

*બ્લાસ્ટ* 

પ્રીયે મે અકસર નોંધ્યું છે કે 

તારી હરેક વાત ખુબ જલ્દીથી 

મારા હ્રદય સુધી, હ્રદય માં અને ક્યારેક તો 

હ્રદયની પાર નીકળી જાય છે ખુબજ જડપથી. 

મગર.... 

મારી વાતને તારા હ્રદય સુધી 

પહોંચવા બૌ વાર લાગે છે, 

યા તો સાવ ધીરે ધીરે મારી વાત 

તારા હ્રદય સુધી પહોંચે છે.! 

મારી વાત તારા હ્રદયની 

આરપાર નીકળી જવાની વાત તો 

કલ્પના બહારની વાત છે, 

યા તો એક કલ્પના છે મહઝ એક કલ્પના.! 

જે માત્ર કલ્પના જ રહી જાય છે..!

એનુ કારણ શું છે તને ખબર છે.? 

આમ મનોમન પેલીને સવાલ કરી 

અનંત પોતાની વાત પેલીના હ્રદય સુધી 

કેમ જલ્દી નથી પહોંચતી 

તેનુ કારણ જણાવતા કહે છે કે, 

પ્રીયે મે અકસર નોંધ્યું છે કે, 

આમ થવા પાછળ નુ કારણ એ છે પ્રીયે કે, 

અમારા પુરૂષોના હ્રદય ઉપર છાતીમાં 

ચામડીનું સાવ પાતળુ પડ યાને સ્તર છે.! 

જ્યારે તમારે સ્ત્રી ઓને હ્રદય ઉપર 

ચામડીનું જાડુ પડ યાને કવચ હોય છે.! 

*સ્તન નું કવચ*

બસ્સ આજ કારણે અય સ્ત્રીઓ 

અમારી વાત તમારા હ્રદય સુધી જલ્દી 

નથી પહોંચતી. 

અને તમારી વાત ખૂબ જડપથી 

અમારા હ્રદયને વીંધી નાખે છે. 

"અનંત" 

ખૈર.. 

આંખ મીંચાય એ પેલ્લા કૈ દૌ કે 

તારા હ્રદયમા, 

તારા હ્રદય પર, તારી છાતી પર, 

સ્તન નું મજબૂત કવચ હોય, 

તારા હ્રદય સુધી 

તારા હ્રદય માં 

અનંત ની વાત 

પહોંચે કે ન પહોંચે 

મગર 

અડધી રાતે આ વાત અનંતની 

મારા હ્રદય સોંસરવી ઉતરી ગઈ છે! 

કારણ કે, 

મારા હ્રદય પર માત્ર 

પાતળી ચામડીનું પડ છે.! 

તારી માફક મારા હ્રદય પર 

મારી છાતી પર 

સ્તન નું મજબૂત કવચ નથી.! 

સ્સ્સાલ્લુ કવચનુ કવચ 

ઉપરથી તમારી શોભા 

ગજબ છે આકર્ષક 

અને આકર્ષણ 

પણ.! 

અને એજ 

અમારી મજબુરીનુ કારણ... 

મારી વાત પુરી કરી હું કાગળ નો થપ્પો 

બાંધી રહ્યો હતો ત્યાંજ ફરી મારૂ ધ્યાન 

એક કાગળ માં ના લખાણ પર પડ્યું 

જેમાં અનંતે લખ્યું હતું કે, 

હે સ્ત્રીઓ... 

ગર તમે પુર્ણ સ્ત્રી હો.! 

અર્થાત્ 

ગર તમે નખશિખ સ્ત્રી છો .! 

તો, 

તમે તમામ રીતે મહાન છો... 

તમામ નખશિખ નારીને  "અનંત" લાખ વાર 

દંડવત પ્રણામ કરે છે..! 

"અનંત" 









ક્રમશઃ 





No comments:

Post a Comment