Saturday, 28 October 2023

આંખોથી ઉતરે હૃદયની આરપાર એક કલાલાર

એકધારુ તો પ્રકૃતિને પણ, 

કશું નથી પરવડતું તો

મને ક્યાથી ફાવે હે...!

મૌસમ મુજબ ટાઢ , તડકો, વરસાદ..

ઋતુ  મુજબ વસંત કે પાનખર...

આવે જાય, જાય આવે.! 

આમ પ્રકૃતિમાં પણ,

સતત પરીવર્તન થયા કરતું હોય છે... 

સવારે છોડ પર ખિલેલા સુંદર મજાનાં, 

સુગંધી ફૂલ પ્રકૃતિ સાંજે ખેરવી નાખે છે.... 

તો પછી એમાં મારો શું વાંક હે...

હું પણ પ્રકૃતિનો એક

નાનકડો હિસ્સો જ છું ને..? 

છુંજ હવે એતો... :) 

તો, મે પણ પ્રકૃતિ સહજ સ્વભાવે વિચાર્યું,

કે ચાલ હું પણ,મનમાથી જૂનું ખેરવી

આજ કઈક નવું ઉગાડું. 

એક જેવુ એકધારું  જીવન

રોજ રોજ શું જીવવાનું હોય હે..!

ગર મારુ ચાલેતો...!!!? 

પણ ચાલે તો ને.. :)  

ખૈર.... 

તો પ્રકૃતિ સહજ કશુક નવું કરવા

મે પ્રયાસ કર્યો... 

જોકે મે જે કર્યું છે એમાં આમ તો કશું નવું, કે નવી નવાઈનું નથી કર્યું, ઘણા કરે છે.... 

પણ હાં મને આ કાર્ય કરવામાં અલૌકિક આનંદ આવ્યો એ મારો નફો... 

આ સર્જનમાં મે ઘણા સર્જકોના સર્જનનો ઈશ્વરની શાક્ષિએ ઉપિયોગ કર્યો છે... 

જેમકે..!

ફોટોગ્રાફર,ચિત્રકાર,શબ્દકાર,સંગીતકાર તેમજ ગાયક....

આ બધા કલાકારોના સર્જન નો મે

એમને પુછ્યા વીનાજ ઉપયોગ કર્યો છે..! 

પણ આ બધાજ સર્જકોને હું હ્રદયથી વંદન કરું છું..! પ્રણામ કરું છું...! 

અને મારા ભાઈબંધોના વર્ષો પહેલાં લખેલા

શબ્દો ને મે સામેલ કર્યા છે અલગ અંદાજમા

એક ખાસ વાત આની માલિપા મે પરેશ કતિરાનો પણ ભરપૂર ઉપિયોગ કર્યો છે..!

તો, એને માત્ર પ્રદર્શનનો

એક ભાગ સમજવો ... 😉

કૃપયા એ સીવાય જે કોઈ, કઈ પણ સમજે એ ખુદની જવાબદારી પર સમજે .... 

પછી કાય ગેર સમજ થાય,

તો એમાં મારો વાંક નૈ.... 

બ્લાસ્ટ:- "અનંત" કહેતો કે... 

માણસથી માણસ સુધી પહોંચવું

સાવ કરતા સાવ સહેલું છે... 

એના માટે દિમાગ જોઇયે

બહુ બહુ તો ચરણ ....

મગર... 

માણસના હ્રદય સુધી પહોંચવું

એટલું આસાન નથી...! 

માણસના હ્રદય સુધી પહોંચવા......

પ્રેમ, કલા અને કલાથી ભર્યું ભર્યું મન, 

અને, પ્રેમાળ હ્રદય હોવું જોઇયે.... 

એક માણસ..!

(સ્ત્રી પણ માણસમાજ આવે

આમ તો જો કે )

અકલે પુરૂષ યા સ્ત્રી અગર સુંદર હોય,

તોય બહુ બહુ તો કોઈની આંખમાં વસી શકે .... 

મગર....

અગર જો એ સ્ત્રી કે પુરૂષ....

કલાકાર હોય તો કોઇની પણ ... 

આંખોની આરપાર ઉતરીને

સીધો જ હ્રદયમાં વસી જતો હોય છે..!

અર્થાત્...

બ્લાસ્ટ :-

"અનંત "કોઈના મન થી મન અને હ્રદયની ભીતર, 

છેક ઊડેં સુધી પહોંચવા કલાકાર હોવુ જરૂરી છે..!

"અનંત"

આવુ ઈવડો ઈ "અનંત" કહેતો ...!

પરસેવે નીતરતો ભાઈબંધ

આ ગીત સતત ગાતો રહેતો

અકલે મારા મગજમાં સતત ગુંજે

એ સ્વાભાવિક છે..!

દિવસે બૌ થોડા મગર રાતે તો

અમે સતત સાથેજ રહેતા... 

અકલે,,,

https://fb.watch/nY-tlmU9Dz/?mibextid=Nif5oz

વર્ષો પહેલાં ભાઇબંધ અનંત જ્યારે તેની એ પ્રીય ચહીતી જેના પર અનંત ને અતુટ ભરોસો હતો

અનંત વીશ્વાસ હતો તે પ્રીય ચહીતી વીશ્વાસઘાત કરીને છોડી ગૈ ત્યારે...

ભાઇબંધ અનંત એના વીના ખંડેર થૈ ગયેલા મહોલ્લાના એકાંતમાં સતત આ ગીત સાભળતો અને,ખુદને હીંમત અને આશ્વાસન આપતો....

પ્રેમ પ્યાસો  અનંત કહેતો કે,

*બ્લાસ્ટ*

જેમ ઝેર નુ મારણ ઝેર કરે છે.! 

જેમ લોઢુ લોઢા ને કાપે છે.!

એજ રીતે એક નીર્દય સ્ત્રી થકી મળેલા,

"અનંત" ઊંડા આઘાત ના ઘાવને

કોઈ પ્રેમાળ અને કરૂણામય સ્ત્રી જ રૂઝાવી શકે..!

હું પ્રેમાળ સ્નેહાળ કરૂણામય સ્ત્રીની રાહ જોઉં છું..!

"અનંત" 

ચાલતો રહેજે, તું ચાલતો રહેજે,

જીવનની વાટે, મંઝીલને માટે,

વિસામો ન લેજે, વિસામો ન લેજે.

ચાલતો રહેજે..

કોઈને મળ્યો સીધો રસ્તો, કોઈને આડો અવળો,

કોઈનો મારગ છે ફૂલો નો, કોઈનો છે કાંટાળો,

ફૂલ મળે તો સૌને દેજે, કાંટા તું પોતે સહેજે.

ચાલતો રહેજે..

જેને સમજશે જીવનસાથી, એકલતા દઈ જાશે,

કોઈ અજાણ્યો જીવનભરનો સથવારો થઈ જાશે,

ધીરજ ધરજે, સુખ દુ:ખમાં તું હસતો હસતો રહેજે.

ચાલતો રહેજે..

https://fb.watch/nY-Mr8bnuC/?mibextid=Nif5oz

https://fb.watch/n_lp7FNz7P/


https://www.facebook.com/katira.paresh/videos/630785980364440/?__cft__[0]=AZUPHzo2L4phSJS35-VGu6UUWW99haL21TvGfpV_ek-UfK6wJEIxUqrqUcTHa3Z0jZjiEXN1V_qwdt2CndWyKVDNiyGt_V78D8tvEUMMf0_VdFntUaLlZmU8snsc4aZQflwpoTCNwjCrsQjNuEWtqOuWcfxmzY_62JIuSMxFxQ54bdiTKE1t0t9dD87-bibT31YxeCxoDMHUUuxuySwLQoTN&__tn__=%2CO%2CPH-R


No comments:

Post a Comment