વર્ષો પહેલાં ભાઇબંધ અજ્ઞાનીએ એક રાત્રે ખંડેર મધ્યે મને અને અનંતને કહ્યું હતું કે,
ખુદના સારા ખરાબ ભાગ્ય ને ઓળખી લેવુ જોઈએ...
ખુદના સારા ભાગ્ય પર ક્યારેય ઘમંડ કે,
અભિમાન ન કરવુ.
કારણ કે,
ભાગ્ય નો સુરજ જ્યારે તપતો હોય ત્યારે...
બધુજ તમારૂ ધાર્યું થતુ હોય છે...
માટે તમારા સારા ભાગ્ય માટે
ઈશ્વર ને ધન્યવાદ કહેવુ જોઈએ અને,
તમારા સદભાગ્ય નો સદ ઉપયોગ કરવો જોઈએ...
પોતાના ભાગ્ય પર ઘમંડ કરતી વ્યક્તિનુ ભાગ્ય જ્યારે બદલે છે અને ખરાબે ચડે ત્યારે, બધુજ અણધાર્યું અને આફતને
નોતરૂ આપતુ કાર્ય થાય છે..!
જ્યારે ખરાબ ભાગ્ય ચાલતુ હોય ત્યારે...
ભુલ સ્વીકારી સુધારવા સુધારવાનો સંયમ પુર્વક પ્રયાસ કરવો ખુબ જરૂરી છે..!
માટે હે વત્સ અનંત...
તારા સારા ભાગ્યનુ માટે તારે હંમેશા ઈશ્વર ને
ધન્યવાદ કહેવુ જોઈએ...
સારા ભાગ્યનુ ક્યારેય અભિમાન કરવુ નહીં...
કેમ કે,
"જેનો ઉદય તેનો અસ્ત નીશ્ચીત છે.!"
જ્યારે તપતા ભાગ્ય નો અસ્ત થઈ જાય છે.,
ત્યારે...
"અનંત" અંધકાર થઈ જાય છે મન અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે...!
ભાગ્ય સાથ આપતું હોય ત્યારે વ્યક્તિ ગમે તેટલું ખોટુ યા
ખરાબ કરે તો પણ તેનુ કોઈ કશુંજ બગાડી
નથી શકતુ.
"અજ્ઞાની" મગર જ્યારે ભાગ્ય સાથ છોડે છે ત્યારે....
તે વ્યક્તિ ને કરેલ કુકર્મ ની સજા માંથી કોઈ બચાવી નથી શકતું.
" અજ્ઞાની"
No comments:
Post a Comment