Wednesday, 25 October 2023

પાગલ પાસે પુરાવો માંગે છે ગાંડી

 

* પાગલ પાસે પુરાવો માગે છે ગાંડી *

Darshna Suraj દકુળી એ...દકુળી....
આવા ગાંડા જેવા સવાલ ના કરાઆ.આ.આ.આ ય,
'ને પુરાવા કોઈ દિ' પાગલ પાસે ના મંગાય ....
અગર તને પુરાવો આપે ,
તો, તું મૃગ ને પૂછી જો.....
યા તો હે મૃત્યુ લોકની માનવી તું ખુદ મૃગલી બની જા ....
પછી તનેય માત્ર કસ્તુરીની સુવાસ આવશે ....
પણ, કસ્તુરી નૈ મળે.....
હાં. પુરાવો ચોક્કસ મળી જશે.... 🙂
ઈશ્વર વિષે સદીઓથી સૌ કોઈ .....

પોતપોતાની ધારણા મુજબ ધાર્યા કરે...

વિચારશીલ સતત ઈશ્વર વિષે વિચાર્યા કરે....

ઈશ્વર વિષે સૌ પોતાના વિચાર મુજબ લખ્યા કરે....

કોઈ મૂર્તિકાર પથ્થરમાં ટાંકણા વડે મુર્તિ કોતર્યા કરે ...

કોઈ ચિત્રકાર પીંછી વડે નિજ ધારણા મુજબ ચીતર્યા કરે...

આપરે આ બધાથી પરે.. આપણને આમાં કાય ખબર ના પરે ....

અને લોકો થોથાના થોથા લખ્યા કરે ...

જિજ્ઞાસુ વાંચ્યા કરે વિચાર્યા કરે ...

ભટક્યાં કરે બસ ભટક્યાં કરે....

( પણ ભાઈબંધે...

બે લાઇનમાં જ હમજાવી દીધું તું... ) કે,,,

આમ સૌકોઈ અકળ ઈશ્વરને ઉકેલવા મથે ....

કોઈ કોઈ થાકીને પડતું મૂકે ...

તો કોઈ ઊકલી ના જાય ત્યાં સુધી ઈશ્વર નામનો કોયડો ઉકેલ્યા કરે ...

બે અર્થમાં .. 🙂

વળી કેટલાયને એવો ભ્રમય થાય કે આપરને ઈશ્વર મરી ગ્યાં ... 🙂

પણ 'ઈ' એમ નો મરે મારા ભાઈ .... 🙂

કેમ મરે, ઈ તો મનેય ખબર નથી જોકે આમ તો 'ઈ' કોય 'દિ મરેજ નૈ 'ઈ' અમર ખરા ને ...🙂

આપરે મરી જાય પણ 'ઈ'નો મરે.. 🙂

બે અર્થમાં :- 'આમ' લોકો ચો' તરફ છોને એને શોધ્યા કરે આપરે શું...

પણ...!

આખરે મૃગ સમ હવાતિયાં...

એવું મારા ભાઈબંધના શબ્દોમાં આવે ...

ઈવડો ઈ ને એની વાતું નોખી...

એની નોખી મસ્તી નોખો ઉમંગ ...

બીજી કોઈ નૈ ભૂખ, નૈ કોઈ ભીખ...

બસ એને માતર શબ્દોનો સંગ હતો ....

અટલે આપરે શું કે, સમય પસાર કરવા..

એના શબ્દો સરગારી , મઠારીને જલ્સા કરી ...

બસ નિજ આનંદ એજ નિજ મસ્તી ...

તો ઈવાડા ઈ "અજ્ઞાની" એ લખ્યું હતું કે...

બ્લાસ્ટ:- ફોર "અજ્ઞાની"

મૃગ જેમ શોધે કસ્તુરીને ... !
માનવ તેમ શોધે પ્રભુ તને...!

"અજ્ઞાની"

અર્થાત :- 🙂

શું હવે તમેય તે આકલી સરળ વાતનો અરથ...

તમને નો ખબર પડે, એવું બને....!!?

હંધાયને ખબર પરે જ કે મૃગને ,

કસ્તુરીની સુગંધનો અહેસાસ થાય...

પણ ખબર નો પરે કે સુગંધ આવે છે ક્યાથી...

અગર સુગંધ આવેજ છે.,

તો જરૂર ક્યાક કસ્તુરી હોવી જ જોઇયે ...

અને પાછું કસ્તુરી તો,

એની ખુદની ડૂંટીમાંજ હોય બોલો ...!

તોય ઈ જંગલમાં ફાંફાં માર્યા કરે...

તો જેમ ઈ હયણકાની ડૂંટીમાં.!

કસ્તુરી છુપાયેલી હોય ને...

તોય, છતાય...

ઈ આખાય જંગલમાં ફાંફા માર્યા કરે ને...

બસ અસસ્લ એમ જ "ઈશ્વર નામે કસ્તુરી"

માણસની ભીતર જ હોય ...

સુગંધ પણ આવતી હોય, તોય....🙂

શું ભલા માણસ.....

શુ આકલીય તમનેય ખબર નોતી!!?

અહ હું નો માનું .

હોય જ...! 🙂

હાલો હવે ઈ વાત પૂરી ... 🙂

એમ તો ઈયે એવુય લઇખું 'તું કે...

ઈવડા ઈ "અજ્ઞાની"નો જ બ્લાસ્ટ :2

મંદિર મંદિર ભટકી મૂરખ નાહક પૈર ઘીસે...
"અજ્ઞની" ઝાંકકે દેખ અંતરમે વહી પ્રભુ દીસે...

"અજ્ઞાની"

પછે શું ...! ? પછે કાય નૈ...🙂

આપરો સમય પૂરો ...

આપરને સંતોષ છે કે,,,

હાવ નવરા બેઠા નખોદ નથી વાયરી ...

કાંક ભાઈબંધનો ભાર ઓછો કઇરો....

તો....

મારા આ વખતનાય નેતના પૈસા વસૂલ... 🙂 🙂 🙂 
See less
Edit
All reactions:
Kaushik Savariya, Himatbhai Mehta and 4 others
2
1
Like
Comment
Share

Comments

  • Darshna Suraj
    mrig kasturi ne sodhe che eno sho puravo?
    2
  • નિર્દોષ ગુનેહગાર
    Darshna Suraj દકુળી એ...દકુળી આવા ગાંડા જેવા સવાલ ના કરાઆ.આ.આ.આ ય,
    'ને પુરાવા કોઈ દિ' પાગલ પાસે ના મંગાય ....
    અગર તને પુરાવો આપે ,
    તો, તું મૃગ ને પૂછી જો.....
    યા તો હે મૃત્યુ લોકની માનવી તું ખુદ મૃગલી બની જા ....
    પછી તનેય માત્ર કસ્તુરીની સુવાસ આવશે ....
    પણ, કસ્તુરી નૈ મળે.....
    હાં. પુરાવો ચોક્કસ મળી જશે.... 🙂


No comments:

Post a Comment