Sunday, 22 October 2023

બરફ પર હાથ મુકીને કહો ..!

 

*****"ભીતર ઊની રાખ નીકળે "******
**********************************
વર્ષો પછી મળીએ તો. વાતો જૂની જૂની નીકળે .
ભરચક ભરચક બજાર વચ્ચે ગલી કોક સૂની નીકળે .
બેશક ! શક જેના પર.હોય એ નિર્દોષ નીકળે 'ને
નિર્દોષ જેને ધારી બેઠા હોય એ જ ખૂની નીકળે.
બરફ પર હાથ મૂકી કહો ભલા.! ભરોશો કોનો કરવો ?
સાવ ઠંડી લાગતી રાખ, ભીતરથી ઊની ઊની નીકળે.

માનવ મન કળવું અતી મુશ્કેલ હોય છે ઊપર ઊપરથી
શાંત જણાતો માનવી ક્યારેક ભીતરથી જનુની નીકળે.
પળમાં છોડે જગની માયા પકડે વાટ જંગલની .
આ જગમાં એવાયે કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે.
"અજ્ઞાની" વસ્ત્રો ભગવા, સફેદ કે હો કેસરી છેતરી શકે છે..!
શુટ બુટમા પણ ક્યારેક કોઈ સંત શુફી કે ઋષિ મુનિ નીકળે.
બ્લાસ્ટ:-
"અજ્ઞાની" વસ્ત્રો ભગવા હો સફેદ હો કે કેસરી છેતરી શકે છે.!
મેલાઘેલા વસ્ત્ર મહી ક્યારેક કોઈ સંત શુફી કે ઋષિ મુનિ નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&



"અજ્ઞાની" — with Pravin Miyaatra and
25 others
.

https://www.facebook.com/photo/?fbid=183402211769488&set=a.119481608161549&__cft__[0]=AZUeuH3aIjF7bJ59udjvFld-i7__N_yyLmQqfbN6dF5D7aChgEkmk4BD_eWJ1EdWMVZPsVNfJCP-gTz0qWb8qy2B5I4T0BMu3i9tISxK_NPTblRrPue1q1oB5peONkECQVqmglg-aiwSgqca-hqmApIXMjh2knstSmiAGIf6UIyno1J--xJBjEfnyiTudPMgYxw&__cft__[1]=AZUeuH3aIjF7bJ59udjvFld-i7__N_yyLmQqfbN6dF5D7aChgEkmk4BD_eWJ1EdWMVZPsVNfJCP-gTz0qWb8qy2B5I4T0BMu3i9tISxK_NPTblRrPue1q1oB5peONkECQVqmglg-aiwSgqca-hqmApIXMjh2knstSmiAGIf6UIyno1J--xJBjEfnyiTudPMgYxw&__tn__=%2CO%2CP-R]-R
No photo description available.
All reactions:
You, Kaushik Savariya, Rup VidhFilms India and 36 others
25 comments
4 shares
Like
Comment
Share

Comments

  • Rita Thakkar
    બેશક'!!શક જેના પર.હોય એ નિર્દોષ નીકળે 'ને
    નિર્દોષ જેને ધારી બેઠા હોય એ જ ખૂની નીકળે......
    "Test Before You Trust. Once Trusted, Never Test Again" ::)))
    3
  • નિર્દોષ ગુનેહગાર
    જી''' સુ પ્રભાત..........
  • Harish Shrimankar
    બેશક'!!શક જેના પર.હોય એ નિર્દોષ નીકળે 'ને
    નિર્દોષ જેને ધારી બેઠા હોય એ જ ખૂની નીકળે......gr8 gr8
    2
  • Ajay Mahendra
    પળમાં છોડે જગની માયા પકડે વાટ જંગલની .
    આ જગમાં એવાએ કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે.
    શુભ પ્રભાત પરેશભાઇ....
    2
  • નિર્દોષ ગુનેહગાર
    જી' વ્હાલા સુ પ્રાભાત ......
  • Rotarian MP Mehta
    Maanya hoy Sansaaree .......
    Evaay koi Alagaaree nikale....
  • Jahnvi Antani
    પળમાં છોડે જગની માયા પકડે વાટ જંગલની .
    આ જગમાં એવાએ કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે
    2
  • Ajay Mahendra
    મને ખાત્રી છે મારજેવા અનેક હશે......મળવુછે મારે....
    પળમાં છોડે જગની માયા પકડે વાટ જંગલની .
    આ જગમાં એવાએ કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે.
  • Dalsukh Dhumal
    SACHI VAT CHHE SAHEB. ...PANI ME MIN PYASI. ....
    TILA...TAPAKA...KE DATHHI-JATA VADHARE KAI SANT NA THAVAY. ...SAHEB KABIR. ...
  • Rup VidhFilms India
    Very nice Mr. Paresh Katira Thanks to "Agyani..."
  • Chirag Ruparel
    અતી સુંદર મોટાભાઇ Pareshbhai..... Osme... 😊
  • Sach Kiri Khatri
    "અજ્ઞાની"વસ્ત્રો ભગવા હો કે સફેદ છેતરી શકે છે!
    શુટ બુટ માએ ક્યારેક સંત શુફી કે ઋષિ મુનિ નીકળે. ...... awesome line bro....
  • નિર્દોષ ગુનેહગાર
    જી''Kamal Garashiya જતા ને આવજો કહેવાય ને વ્હાલા આપ તો અહી જ છો હે ને ? હું તો એમ જ કહેવાનો જશો નહીં .....કોઈ અહીથી મજા આવે છે આપ સહુના સાનિધ્યમાં .....
  • Arvind Trivedi
    વસ્ત્રો ભગવા હો કે સફેદ છેતરી શકે છે! શુટ બુટ માએ ક્યારેક સંત શુફી કે ઋષિ મુનિ નીકળે. ------ વાહ વાહ
    2
  • નિર્દોષ ગુનેહગાર
    જી'Kamal Garashiya' એ તો આપ પણ પ્યારા છો તેથી જ હું લાગુ છું આપને પ્યારો.....
    2
  • Pravin Miyaatra
    "બરફ પર હાથ મૂકી કહો ભલા! ભરોશો કોનો કરવો ?
    સાવ ઠંડી લગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે."
    "અગયાની" નું જ્ઞાન ....અગાધ !!!!!!
    • Like
    • Hide
    • See translation
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' Pravin Miyatra ... મને "અજ્ઞાની"નો આ શેર ખૂબ ગમે ...
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "વર્ષો પછી માળીએ તો. વાતો જૂની જૂની નીકળે .
    ભરચક ભરચક બજાર વચ્ચે ગલી કોક સૂની નીકળે .
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    અને ખરેખર એવું જ હોય છે ને.... અહી એનો કહેવાનો અર્થ કદાચ એવો હશે .. કે જીવનમાં બધુ જ મળી ગયા પછી પણ હ્રદયનો કોઈ એક ખૂણો ... જ્યાં કદીક કોઈનું અહેમ સ્થાન હોય.. અને એ જ ના હોય. ત્યારે સ્વજનોની ભીડ વચ્ચે પણ જે સૂનકાર લાગે.. તે ..!
    મને આ શેરમાં એ વેદના વર્તાય છે ... હે કે નૈ ?
  • નિર્દોષ ગુનેહગાર
    એલાવ આમાં તો હુએ મને મળ્યો ..... 🙂

No comments:

Post a Comment