Wednesday, 25 October 2023

"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે,

 


"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે, કાંકરા એને ક્યાં ચણવા !!? આપરૂય એવુજ...:)

  • દુનિયા ગમે તેમ દીવારી ઉજવે આપરે હંધાયથી અલગ આપરી રીતે ઉજવવા વારા .... !
  • ફતાકરા અટલે એમ નો હમજવું કે એમાં કાય નો થાય ....
  • ધ્યાન નો રાખી તો કા આપરે કા કો'ક બીજા દાઝી જાય ભાય....!
  • આ નિર્દોષ લાગતાં ફટાકરા ને ક્યારેય નિર્દોષ હમજવાની ભૂલ નો કરવી હો...!
  • હા... ક્યારેક ભડાકા કરતાં બોંમ્બ નું સૂરસૂરિયું ય થઈ જાય ....
  • ને ક્યારેક નિર્દોષ ફુવારા યાની સુરસુરિયામાં પણ ભડાકો થઈ જાય, કાય કેવાય નૈ ...
  • આ નિર્દોષ લાગતાં ફટાકરાનો કાય ભરોસો નૈ,
  • ગમે ત્યારે ગમેતેમ આડા ઊભા ફાટે ફૂટે કાય કેવાય નૈ...
  • તે ઇવડા આ ફતાકરા અસસ્લ માણસ જેવા જ હોય છે....
  • બને તાં લાગી ચેતતા રેવું ને ચેતીને ચેતાવવું ...
  • જોકે હું તો કૌ છું આવા ફટાકરા ફોરાયજ નૈ...
  • પણ પછે એમ થાય કે ઓલા બચારા શિવાકાશી વારાનું હું ...
  • ઇ બધાનો રોટલો આના ઉપર જ હોય છે...
  • એક તો ચાઈનાવારા એની રોજી પર તરાપ મારે છે,
  • ને ઉપરથી આપરેય ફતાકરા ના ફોરીએ તો .....
  • ઇ તો બચારા હાવ ભૂખે જ મરે.. એમાં મોદી ભાઈને કાય ફેર નો પરે...
  • પણ આપરે તો વિચારવું પરે ને અટલે થોરા થોરા ફોરતું રેવું ....
  • ઇવડા ઇ મોદી તો હજુય આખા ગામની ભામ અહી ભેરી કરવા મથે છે ...
  • ઈને ખબર નથી ચૂહાઈ જશે એકના ભોગે હંધાય.... 
  • હવે ઇ બધી પછી વાત ...
  • ભઈ હાચું કૌ છું હો આ નિર્દોષ લાગતાં ફટાકરાય ખતરાથી ભરેલા હોય છે...
  • અટલે શું છે કે ફોરતા હોય ત્યારે બૌ ધ્યાન રાખવું પરે...
  • નૈ ને કોઈ ને તરખો બરખો ઊડે ને દાઝી જાય તો .... 
  • તો શું છે કે મરમ સાથે જ અને પાસે જ રાખવી પરે....
  • દાયજા ભેરી ચોરી દેવાની એટલે બરતરા ઓછી થાય ...
  • જોકે ઘા રુજતા તો વાર લાગે, !પન તાત્કાલિક થોરિક રાહત થાય ...!
  • જોકે આપરે કાય ફિકર નય ભાઈબંધો દાજ્યા પર ચોપરવાની મરમય બનાવીને મઇરા છે...
  • અટલે શું છે કે એના બનાવેલા બારૂદના બ્લાસ્ટ તો બૌ કઈરા....
  • હવે એકદમ સ્મૂધ મુલાયમ ફૂલઝરી નો વારો....
  • બિવોમાં તમે ... એમાં તો, કાય નો થાય હવે ....
  • ઇ ફૂલઝરીના ઝરમરિયા નીચે હથેરી રાખીએ તોય કાય નો થાય,
  • હાચેકા હોં ખોતું નથી બોલતો કાય....!
  • અખતરો કરી જોજો કાય થાય તો કેજો બોલો પછી...! 
  • આ ફૂલઝરી એજ મરમ બાકી બધા ભરમ.... 
  • તો ઈવડા ઈએ લઇખું તું કે....
  • જોકે નીચે ફોટામાં ચીતર સાથે મે શણગાઈરૂ જ છે...
  • ઇ જુવો અટલે દાઝના હંધાય દુખાવા બરતરા ....
  • એક પરમાં મતી જાય, થરી જાય ... 
  • તો ઈવરા ઈએ લઇખું તું કે....
  • મીઠા વેણ ગ્રહણ કરવા...
  • "અજ્ઞાની" કટુ કાને ના ધરવા..!
  • જ્યમ પંખી નજરે ચણ ચડે...
  • કાંકરા એને ક્યાં ચણવા ...!
  • "અજ્ઞાની"
  • અર્થાત... 
  • શું હવે હુય અક્કલનું પ્રદર્શન કરવા બેઠો, ને તમને અરથ હમજાવું છું ...
  • એટલા તો તમે કોઈ ઠોઠ નથી જ કે અરથ નો હમજાય ...
  • હાચું કે નૈ .... તો પછી... 
  • તે ઈવડો ઇ એમ કહેવા માંગતો હતો કે કોઈ ભૂંડું બોલે તો આપરે હાંભર્વાનુ નૈ...
  • અને હારુ લાગે ઈજ હૈયે લગારવું ...બસ...!
  • જેમ તીમે પંખીને સસ્તા માયલું કાંકરા હોતું ચણ નાખીને મહાન થાવા હાલી નિકરો છો...
  • હું એમ કૌ છું ઇને પંખીને તો કાય ફેર નથી પરતો...
  • પણ આપરે દુકાન વારાને એમ કૈ ને ચણ લઈએ કે ....
  • ભાય ચકલાનું ચણ લાયને કેમ...? માણા ખાય ઇ નો લેવાય....??
  • એટલે પેલો કાંકરા કસ્તર વારુ સસ્તા માયલું ચણ જોખી આલે ....
  • પણ તોય પંખીની મહાનતા તો જુવો...! શરમાઈ જશો ....
  • ઈવરા ઇ પંખી તોય કાય કરતાં કાય ફરિયાદ નથી કરતા બોલો ....( અને આપરે...??? )
  • ઇ તો, એ...ય ને મસ્તીથી તમારી ફિલિમ ઉતારી નાખે છે ...
  • પ્રેમથી ક્રીડા કરતાં કરતાં ચણ ચણ ચણી નાખે છે ...
  • કાંકરા હારે અને શું લેવા દેવા ..!
  • 'ને પછી ... ફ...ર..ર...ર...ર....કરતાક ને ઊડી જાય છે ...
  • હાચું કે નૈ !? તો પછી ભલા માણસ 
  • ને કાંકરા તો આમેય રસ્તે રઝળતા જ હોય છે...
  • તે ઇ ચણ હોતા આવેલા કાંકરાય ઈ રોડમાં છો રઝળે આપરે શું .!
  • એવું પંખી મનમાં બોલે છે...!
  • હવે આટલું તો તમેય હમજી હકો એમ છો પછે મારે, અર્થા... ત ...
  • હમજાવીને શુકામ નાહક ફિસિયારી મારવી હે..! 
  • બ્લાસ્ટ:- "અનંત"
  • લેખક વિષે કોઈદિ કોઈ પ્રકારની ધારણા ના બાંધવી ....
  •  "અનંત" બની શકે એ ધાર્યા કરતાં સાવ જુદો જ નીકળે....
  • "અનંત"
  • આદત પરી ગય હોય ઇ જાય ખરી....?:)
  • નો જાય અંતે ફૂલઝરીથી જ મે બ્લાસ્ટ કઇરો ને... 
  • ( બસ બધે એવું જ છે ફૂલજરીની યાત્રા બ્લાસ્ટ સુધીની હોય છે...  )
  • આ ઉપરથી હંધ નીચેની એતલે કે છેલ્લી લીતી આપરી હોં.... 
  • કેવું તો પરે જ ને... 
  • નૈતર કોઈ માને નૈ ....

image

મીઠા વેણ ગ્રહણ કરવા . કટુ કાને ના ધરવા.... :)

image

પંખી નજરે ચણ ચડે , કાંકરા એને ક્યાં ચણવા ..!?

image

મીઠા વેણ ગ્રહણ કરવા .! કટુ કાને ના ધરવા.... ! "અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે , કાંકરા એને ક્યાં ચણવા ..!?

"અજ્ઞાની"

No comments:

Post a Comment