"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે, કાંકરા એને ક્યાં ચણવા !!? આપરૂય એવુજ...:)
- દુનિયા ગમે તેમ દીવારી ઉજવે આપરે હંધાયથી અલગ આપરી રીતે ઉજવવા વારા .... !
- ફતાકરા અટલે એમ નો હમજવું કે એમાં કાય નો થાય ....
- ધ્યાન નો રાખી તો કા આપરે કા કો'ક બીજા દાઝી જાય ભાય....!
- આ નિર્દોષ લાગતાં ફટાકરા ને ક્યારેય નિર્દોષ હમજવાની ભૂલ નો કરવી હો...!
- હા... ક્યારેક ભડાકા કરતાં બોંમ્બ નું સૂરસૂરિયું ય થઈ જાય ....
- ને ક્યારેક નિર્દોષ ફુવારા યાની સુરસુરિયામાં પણ ભડાકો થઈ જાય, કાય કેવાય નૈ ...
- આ નિર્દોષ લાગતાં ફટાકરાનો કાય ભરોસો નૈ,
- ગમે ત્યારે ગમેતેમ આડા ઊભા ફાટે ફૂટે કાય કેવાય નૈ...
- તે ઇવડા આ ફતાકરા અસસ્લ માણસ જેવા જ હોય છે....
- બને તાં લાગી ચેતતા રેવું ને ચેતીને ચેતાવવું ...
- જોકે હું તો કૌ છું આવા ફટાકરા ફોરાયજ નૈ...
- પણ પછે એમ થાય કે ઓલા બચારા શિવાકાશી વારાનું હું ...
- ઇ બધાનો રોટલો આના ઉપર જ હોય છે...
- એક તો ચાઈનાવારા એની રોજી પર તરાપ મારે છે,
- ને ઉપરથી આપરેય ફતાકરા ના ફોરીએ તો .....
- ઇ તો બચારા હાવ ભૂખે જ મરે.. એમાં મોદી ભાઈને કાય ફેર નો પરે...
- પણ આપરે તો વિચારવું પરે ને અટલે થોરા થોરા ફોરતું રેવું ....
- ઇવડા ઇ મોદી તો હજુય આખા ગામની ભામ અહી ભેરી કરવા મથે છે ...
- ઈને ખબર નથી ચૂહાઈ જશે એકના ભોગે હંધાય....
- હવે ઇ બધી પછી વાત ...
- ભઈ હાચું કૌ છું હો આ નિર્દોષ લાગતાં ફટાકરાય ખતરાથી ભરેલા હોય છે...
- અટલે શું છે કે ફોરતા હોય ત્યારે બૌ ધ્યાન રાખવું પરે...
- નૈ ને કોઈ ને તરખો બરખો ઊડે ને દાઝી જાય તો ....
- તો શું છે કે મરમ સાથે જ અને પાસે જ રાખવી પરે....
- દાયજા ભેરી ચોરી દેવાની એટલે બરતરા ઓછી થાય ...
- જોકે ઘા રુજતા તો વાર લાગે, !પન તાત્કાલિક થોરિક રાહત થાય ...!
- જોકે આપરે કાય ફિકર નય ભાઈબંધો દાજ્યા પર ચોપરવાની મરમય બનાવીને મઇરા છે...
- અટલે શું છે કે એના બનાવેલા બારૂદના બ્લાસ્ટ તો બૌ કઈરા....
- હવે એકદમ સ્મૂધ મુલાયમ ફૂલઝરી નો વારો....
- બિવોમાં તમે ... એમાં તો, કાય નો થાય હવે ....
- ઇ ફૂલઝરીના ઝરમરિયા નીચે હથેરી રાખીએ તોય કાય નો થાય,
- હાચેકા હોં ખોતું નથી બોલતો કાય....!
- અખતરો કરી જોજો કાય થાય તો કેજો બોલો પછી...!
- આ ફૂલઝરી એજ મરમ બાકી બધા ભરમ....
- તો ઈવડા ઈએ લઇખું તું કે....
- જોકે નીચે ફોટામાં ચીતર સાથે મે શણગાઈરૂ જ છે...
- ઇ જુવો અટલે દાઝના હંધાય દુખાવા બરતરા ....
- એક પરમાં મતી જાય, થરી જાય ...
- તો ઈવરા ઈએ લઇખું તું કે....
- મીઠા વેણ ગ્રહણ કરવા...
- "અજ્ઞાની" કટુ કાને ના ધરવા..!
- જ્યમ પંખી નજરે ચણ ચડે...
- કાંકરા એને ક્યાં ચણવા ...!
- "અજ્ઞાની"
- અર્થાત...
- શું હવે હુય અક્કલનું પ્રદર્શન કરવા બેઠો, ને તમને અરથ હમજાવું છું ...
- એટલા તો તમે કોઈ ઠોઠ નથી જ કે અરથ નો હમજાય ...
- હાચું કે નૈ .... તો પછી...
- તે ઈવડો ઇ એમ કહેવા માંગતો હતો કે કોઈ ભૂંડું બોલે તો આપરે હાંભર્વાનુ નૈ...
- અને હારુ લાગે ઈજ હૈયે લગારવું ...બસ...!
- જેમ તીમે પંખીને સસ્તા માયલું કાંકરા હોતું ચણ નાખીને મહાન થાવા હાલી નિકરો છો...
- હું એમ કૌ છું ઇને પંખીને તો કાય ફેર નથી પરતો...
- પણ આપરે દુકાન વારાને એમ કૈ ને ચણ લઈએ કે ....
- ભાય ચકલાનું ચણ લાયને કેમ...? માણા ખાય ઇ નો લેવાય....??
- એટલે પેલો કાંકરા કસ્તર વારુ સસ્તા માયલું ચણ જોખી આલે ....
- પણ તોય પંખીની મહાનતા તો જુવો...! શરમાઈ જશો ....
- ઈવરા ઇ પંખી તોય કાય કરતાં કાય ફરિયાદ નથી કરતા બોલો ....( અને આપરે...??? )
- ઇ તો, એ...ય ને મસ્તીથી તમારી ફિલિમ ઉતારી નાખે છે ...
- પ્રેમથી ક્રીડા કરતાં કરતાં ચણ ચણ ચણી નાખે છે ...
- કાંકરા હારે અને શું લેવા દેવા ..!
- 'ને પછી ... ફ...ર..ર...ર...ર....કરતાક ને ઊડી જાય છે ...
- હાચું કે નૈ !? તો પછી ભલા માણસ
- ને કાંકરા તો આમેય રસ્તે રઝળતા જ હોય છે...
- તે ઇ ચણ હોતા આવેલા કાંકરાય ઈ રોડમાં છો રઝળે આપરે શું .!
- એવું પંખી મનમાં બોલે છે...!
- હવે આટલું તો તમેય હમજી હકો એમ છો પછે મારે, અર્થા... ત ...
- હમજાવીને શુકામ નાહક ફિસિયારી મારવી હે..!
- બ્લાસ્ટ:- "અનંત"
- લેખક વિષે કોઈદિ કોઈ પ્રકારની ધારણા ના બાંધવી ....
- "અનંત" બની શકે એ ધાર્યા કરતાં સાવ જુદો જ નીકળે....
- "અનંત"
- આદત પરી ગય હોય ઇ જાય ખરી....?:)
- નો જાય અંતે ફૂલઝરીથી જ મે બ્લાસ્ટ કઇરો ને...
- ( બસ બધે એવું જ છે ફૂલજરીની યાત્રા બ્લાસ્ટ સુધીની હોય છે... )
- આ ઉપરથી હંધ નીચેની એતલે કે છેલ્લી લીતી આપરી હોં....
- કેવું તો પરે જ ને...
- નૈતર કોઈ માને નૈ ....

મીઠા વેણ ગ્રહણ કરવા . કટુ કાને ના ધરવા.... :)

પંખી નજરે ચણ ચડે , કાંકરા એને ક્યાં ચણવા ..!?

મીઠા વેણ ગ્રહણ કરવા .! કટુ કાને ના ધરવા.... ! "અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે , કાંકરા એને ક્યાં ચણવા ..!?
"અજ્ઞાની"
No comments:
Post a Comment