Sunday, 22 October 2023

રાતના અંધારે ભીતરના અજવાળે...

 

 
Shared with Your friends and friends of anyone tagged
Friends
રાતના અંધકારે ભીતરના અજવાળે...
જ્યારે જ્યારે અમે મળતા...
ટાઢાપોરની હાંકતા...
આમેય શિયાળાની રાતે ટાઢ બૌ હોય અકલે....
વાત વાતમા ખબર નૈ કેમ "જરાક" શબ્દ નો પ્રયોગ,
જાજી વાર થયો.
પછી તો એજ શબ્દ ને લૈ આખી રાત જામી વાત જામી.
વાતના અંતે "અજ્ઞાની" આ જર્રાક અમથી રચના લખી
જે મને અને અનંત ને બૌ જાજી ગમી...
અકલે કે વર્ષો પહેલાની વાત યાદ આવતા
આજ આખી રાત જાગી મે એ ઝરઝર્રીત કાગળ,
ઊથલાવ્યા ત્યારે માંડ માંડ મળી...
અને..., કૈ નૈ..
બસ જરાક જ !!!?
*******************************************

કોઈ નથી જાણતું કોના હાથે લખાઈ છે જીંદગી.
જાણતો નથી હું કોની સાથે લખાઈ છે જીંદગી .

સતત પ્રયાસ કરું છું.! મને ક્યાં હજુ મારી જ સમજાઈ છે જિંદગી.
ક્યાંક તો હશે જ એ છુપાયેલી ! બંધ આંખે જે દેખાય છે જિંદગી.
ઘણું મેળવી લીધું પણ, છતાં.! 'જરાક’માં જ અટવાઈ છે જિંદગી.
અઘરી છે ઘણી ભઇ .!એમ ક્યાં આસાનીથી સમજાય છે? જિંદગી ?
ના સમજાય તો પૂછો એમને ! આ’ જરાકજ’ ખૂટે છે જેમને
એજ સાચું કહેશે આ‘જરાક’વગર કેટલી બધી ગૂંગળાય છે જિંદગી.
‘જરાક’ગમે ત્યાં બંધાઈ જતાં' ને ’જરાકજ’ના ગમતા થતા, છૂટાછેડા;
બસ ‘જરાક’ અમથી સમજના અભાવે કેટ કેટલી નંદવાઈ છે જિંદગી.
‘જરાક’માં બંધાય 'ને‘ જરાકમાંજ’ છૂટે બસ જરાક અમથું જો ખૂટે.,
આ જરાક અમથી વાત જો હોય તો પછી શા માટે? ઘુંટાઇ છે જિંદગી?
જરાક વધુ કે ઓછું પડે, કડવું, ખારું,તીખું કે પછી સાવ મોરુ ફક્ક.!
ઊકલી જાય માણસ આખો. થાય જો જરાક અમથી ચૂપ હ્રદયની ધક ધક.

બસ જરાકમાં અમથી પીડા થકીજ મોતમાં ક્યારેક પલટાય છે જિંદગી.
‘જરાક’જો‘જરાક્જ’ હોય તો શાને પીડા એની હોય આટલી જાજી?
નજર પણ ‘જરાક્જ’ મળે છે ને? તોય પછી કેટલી રિબાય છે જિંદગી.
ને તોયે હજુ આપણે કહીયે 'જરાક'! કેવું કહેવાય નૈ.! કે, જરાકમાંજ
વિનાસ કે, વિકાસ પણ થાય' અને, 'જરકમાંજ’ સર્જાય છે જિંદગી.
કારણ સાવ જ નાનું હતું ! બસ‘જરાક’ તો જગડો કા ? થયો મોટો ?
પૂછ્યુ શું થયું? તો કહે, બસ જરાક અમથી અણ સમાજ 'ને, અથડાઇ બે જિંદગી.
આવે અગર આંચકો શું કહેશો બસ જરાક ધરતી હલી' તી ખરૂ ને.?
યાદ કરો.! જરાક અમથા એ આંચકામાય કેટ કેટલી હણાઈ છે જિંદગી.
ઓછુ, જરાક’, નાનું, થોડું, કે પછી, અણુ એમાજ સમાયું છુપાયું છે ઘણું.
ભીતર જઈ જેને જોયું જાણ્યું વિચાર્યું છે , એને જ ખરી રીતે સમજાઈ છે જિંદગી.
યા 'જરાક' ને પકડી લ્યો યા તો 'જરાક' ને છોડી દ્યો મળે સુખ બન્નેથી!
“અજ્ઞાની” આમતો આ જરા ‘જરા ના’ આધારે જ ! બંધાઈ છે જિંદગી.
"અજ્ઞાની "
આકલુ બોલી પછી એ ખુરશી પરજ પોઢી ગયો...
અનંત પણ આંખ ચોળતો હતો અને,
મનેય તે ખૂબ ઊંઘ હતી અકલે હુ પણ ત્યાંથી સરકી ગયો....
બસ પછી ઘેર જૈને ઊંઘી ગ્યો...
પૂરાણી વાત પૂરી....
જોકે મારે મન પૂરણ પૂરી...
No photo description available.
All reactions:
Shree Nasib, Nilesh Pabari and 5 others
4 comments
5 shares
Like
Comment
Share

Comments

  • Arvind Trivedi
    ‘જરાક’ગમે ત્યાં બંધાઈ જતાં ને ’જરાકજ’ના ગમતા થતા છૂટાછેડા;
    ‘જરાક’ અમથી સમજના અભાવે કેટ કેટલી નંદવાઈ છે જિંદગી.
    ----મને જરાક કરતા વધુ તમારી સંગત ગમે પરેશ ભાય
    • Like
    • Hide
    • See translation
  • Rita Thakkar
    જરાક જરાક મા બહુ કહી દીધુ ભાઈ...!!!
  • નિર્દોષ ગુનેહગાર
    જી' Kunjal Pradip Chhaya હું નથી લખતો... નથી લખતો... નથી જ લખતો ...!
    શા માટે એક ના એક વાત લઈ મને પરેશાન કરો છો..?
    આટલા સમય પછી પણ...?
    કેટલી વાર કહ્યું કે હું મારા આત્મ સખાનું ઋણ ઉતારું છું.
    કેમ તમને સમજાતું નથી. તમે કહો તો હવે બોલવાનું પણ બંધ કરી દઉં ..!

No comments:

Post a Comment