કોઈ પણ ને ખોટા ભ્રમ માં રાખવા એને ભાઈબંધ મહા પાપ સમજતો.
તેથી, હંમેશા એ બાબતે તે સ્પષ્ટ રહેતો અને,
આ હકીકત સૌ ને કહેતો.
બસ્સ..!
વર્ષો પહેલાં ભાઈબંધ દ્વારા લખાયેલ આ એક વીચાર
આ ઘટના એવં આ રચના મારા જીવન સાથે,
તમે ચાહો તો સરખાવી શકાય...
જો કે,
ભાઈબંધ ખુદ ખૂબ જ નમ્રતા સાથે સ્પષ્ટતા સાથે
ભાર પૂર્વક કહેતો હતો કે,
મારા વીષે ક્યારેય ખોટા ખયાલી પુલાવો ન પકાવવા.!
અર્થાત્
ખોટા ખયાલો ન બાંધવા એમ.!
ના તો કોઈએ ક્યારેય મારા પ્રભાવમાં આવવું.!
કારણ કે,
નખશિખ હું પણ સાચો કે સારો નથીજ.!
મગર...
મારા વીશે લોકો જેટલુ ધારી કે,
વીચારી રહ્યા છે.!
એટલો ખોટો કે ખરાબ પણ.!
હું નથીજ..!
આ હકીકત વર્ષો પહેલા...
ખુદ ભાઈબંધે એના તમામ ભાઈબંધો સંબંધીઓ સ્નેહીઓને ખંડેર ના એકાંતમાં
ખુલ્લંખુલ્લા કહી દિધી હતી.!
*"અનંત" ઉછીના શબ્દે ઉજાણી...*
*આમ તો જો કે, મારી લાગણી..*
બસ્સ આમજ ભાઈબંધ અનંતના શબ્દો, ઉછીના લૈ હું ક્યારેય ક્યારેક મારી લાગણી વ્યક્ત કરૂ છું.! 🧒

No comments:
Post a Comment