વર્ષો પહેલાં..
છેક સાંકડી ગલી ના છેવાડે આવેલ
મહોલ્લા ની ભીતર આવેલ ખંડેર પર
એકાંતમાં...
રાખોડી રાખ વચ્ચે
બે ભઠ્ઠી ની આગ વચ્ચે
પરસેવે લથબથ શરીર
પરસેવા ઓથે આંસુ અને
આંસુ સાથે પરસેવો ટપકતા
ચહેરે ભાઈબંધ અનંત...
આ ગીત સતત ગાતો સાંભળતો...
જે આજે રેડિયો પર વાગતા,
મહોલ્લા સમેત આખેઆખો ભાઈબંધ
અને એનો પરસેવો નીતરતો લાલઘૂમ ચહેરો
મારી આંખો નજર સામે ઉપસી આવ્યો...
અને આ ગઝલો પણ સતત ગુંજતી મહોલ્લામાં....
અને આ ગઝલો પણ સતત ગુંજતી મહોલ્લામાં....
No comments:
Post a Comment