Tuesday, 5 March 2024

બસ ફરીયાદ નથી કરતો.!



નામ વગરના એ સંબંધીઓ કદાચ..!

પુર્વના પ્રેમીઓ. 

જ્યારે મળે ત્યારે ખૂબ વાતો કરતાં.

ક્યારેક પ્રેમની ક્યારેક ધર્મની તો ક્યારેક

સંસારી પીડાની…!

ક્યારેક ધ્યાનની તો ક્યારેક જ્ઞાનની...

આમ અન ગિનત અલૌકિક વાતો એ બંને કરતાં....  

ક્યારેક ક્યારેક તો વાતવાતમાં જગડી પણ પડતાં... 

ક્યારેક સંવાદો વિવાદમાં પલટાઈ જતાં

અને પછી અબોલા... 

એક દિવસ એવા અબોલા થયા કે,

જાણે અબોલાને "ઇબોલા" લાગુ પડી ગયો હોય.... 

આમ તો જોકે આ વાતને વર્ષો વીતી ગયા ...

આજે તો એ બન્નેમાથી એકેયનો આતો પતો પણ નથી.

પણ એ સમયનો હું મૂક શાક્ષી એકલે મને યાદ છે કે, 

“કીધા વગર તો કોઈને ચાલતું જ નથી ને...!”

આ બાબતે પણ ભાઈબંધે વર્ષો પહેલાં એક વાત કહી હતી કે,

देखे बिना जी सके दिखाए बिना जी सके ना कोई।

"अनंत" सुने बिना रहे सके, कहे बिना रहे सके ना कोई। 

એ ન્યાયે અનંત પોતાના જીવનમાં બનતી બધીજ ઘટનાની વાતો, અમે જ્યારે અધ રાતે મધરાતે ખંડેર મધ્યે મળીએ ત્યારે ચાયની ચુસ્કી ભરતા ભરતા અનંત મને બધી વાત કહેતો. 

એટલે મને ખબર કે,

એ બંને વચ્ચે વાદ વિવાદ સંવાદ બડા દિલચસ્પ થતાં. 

જોકે એ બન્ને વચ્ચે વાદ વિવાદ, લડવું ઝગડવું આવું બધુ થવુ એ કંઈ પ્રથમ ઘટના નહોતી. 

એ બંને તો વાતે વાતે લડી પડતાં,

લડીને છૂટા પડતાં,અને પછી થોડા દિવસનાં

મૌન વીરામ બાદ ફરી મળતા...

મગર એક વાર એવું બન્યું કે, 

એ બન્ને વચેના સંવાદે વિવાદનું શાંત છતા ઉગ્ર, શીતળ છતાં રૌદ્ર

રૂપ ધારણ કરી લીધું ...  

અને એ બન્ને છૂટા પડ્યા ...

હર વખતે વધીને બે ચાર દિવસનો વિરામ હોય,

પણ આ વખતે તો એક મહિનો થઈ ગયો... 

પછી એક દિવસ અનંત પેલીને મળ્યો.

અંતે પુરૂષ પહેલ કરે એ ન્યાયે જીવનમાં

પેલ્લીજ વાર અનંતે પહેલ કરી નૈ તો,

અનંત અવળી ગંગા મન મારે, મનમાં મરે

મુંજાયા કરે, પણ ક્યારેય કોઈને સામે ચાલીને બોલાવે તો નૈયજ.!

ખૈર....

એણે પેલીને પૂછ્યું.

કેમ આ વખતે આમ બન્યું ..?

આપણી વચ્ચે વિવાદ તો,

પહેલા પણ થતાં, 

અબોલા પણ થતાં અને,

છૂટા પણ પડતાં,

તેમ છતાં બે ચાર દિવસમાં તો

ફરી આપણે પાછા મળતા જ ને...!

પેલીએ કહ્યું.

હા..!

પણ હવે,

હું એ બધુ જ ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધે કહ્યું.

એ શક્ય તો નથી જ !

એ તો શક્ય જ નથી.! 

છતાં તું કહે છે કે હું બધુંજ ભુલી ચુકી છું,

તો જરા તું એ તો કે'

કે બધુ જ મતલબ શું ..?

પેલીએ ગુસ્સે થૈ કહ્યું.

બધુ મતલબ બધુજ !

તારી વાતે વાતે મજાક કરવાની આદત, તારી મસ્તી ભરી વાતો,તને મે પૂછેલા પ્રશ્નો અને,મારા પ્રશ્નોનાં તે આપેલા

ઉલ્ટા સીધા જવાબો, તારા સંવાદોને, તારા વિવાદોને ,

અને, તને સુધ્ધાં હું ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધે લહેકો કરી સૂર લંબાવી કહ્યું.

ઔહ, અચ્છાઆઆઅ...

ખરેખર..!! ?

માનવું જ પડે હોં કે,

કે તું, મારા સમેત મારી બધ્ધીજ..!

હરકતોને ભૂલી ચૂકી છે..! 

તુ બધુજ ભૂલી ચૂકી છે

એ જાણીને મને ખૂબ આનંદ થયો.... 

તારી ભૂલી જવાની ક્ષમતા પર ગર્વ થયો .... 

પણ હવે જરા ફરી એક વાર,

તું જે જે બોલી એ ફરી યાદ કરશે ...?

અને પેલી ખનખન કરતી હસી પડી....   

એ સમજી ગઈ કે એણે અનંતને

તને તારી હરકતોને અને

જે જેભૂલી ચૂકી છે તેમ કહ્યું તો ખરું પણ ..!

ભૂલવા ભૂલવામાં તેને કેટલું બધુ યાદ છે.!

એનું વર્ણન પણ તે ભૂલમાં કરી બેઠી..  

ત્યાર પછી ભાઈબંધે એને હસીને કહેલું ... 

અક્કલ વગરની....

જ્યારે બધુજ ભૂલી ગયા એમ કહીયે ત્યારે,

એજ ક્ષણે, એક ક્ષણમાં..! એક સામટું.!

ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!

પેલી મધુર હાસ્ય રેલાવતી છુટી પડી. 

અને ફરી નામ વગરના સંબંધનો

સિલસિલો આગળ વધ્યો ...

ફરી એજ આનંદ, ઉલ્લાસ, ખારાશ, મીઠાસ, પ્રેમની ધર્મની સંસારની, વૈરાગની, આનંદની, જ્ઞાન અજ્ઞાનની પીડાની, વેદનાની,વ્યથાની સુખની અને દૂ:ખની વાતો થવા લાગી ...   

ખૂબ મજેથી સમય પસાર થતો હતો ... 

પણ ફરી એક દિવસ કોણ જાણે શું થયું કે, 

બન્ને વચ્ચેના સંવાદે વિવાદનું રૂપ ધારણ કર્યું.... 

અને એ પણ કાયમ કરતાં વધુ ઉગ્ર ...!  

બન્ને માથી એક પણ મચક ના આપે... 

પેલી સરખી રીતે છંછેડાઈ ગઈ હતી. 

જોકે ભાઈબંધે જાણી જોઈને છંછેડી હતી. 

અને તે દિવસે એ ગુસ્સામાં પેલી જતાં જતાં 

અનંતને એક પત્ર લખીને અનંતના હાથમાં થમાવી ગઈ...

જેમાં સખત શબ્દોમાં અનંતની

ઝાટકણી કાઢી અંતમાં લખ્યું હતું કે. 

અનંત હવે મને તારા હોવા ના હોવાથી

કશોજ ફર્ક નહીં પડે ...

હવે પછી હું તને નહીં મળું.! 

અને તું પણ ! મને નહીં મળે.!

ભાઈબંધે પત્ર વાંચ્યો.

વાંચીને મનોમન હસ્યો.

ભીની થૈ ગયેલી આંખનો ખૂણો લુછતા લુછતા બબડ્યો.

હવે..! ફર્ક નહી પડે..!અર્થાત્ પહેલાં પડતો હતો.

ફરી અનંત સર્ટની બાંય વડે આંખ લુછતા લુછતા હસ્યો.

કેમેકે હવે મને કઈજ ફર્ક નહીં પડે..!

એવું લખેલો અંતિમ પત્ર ભીનો હતો.!

પછી ભાઈબંધે પેલીના પત્રનો જવાબ આપતા અંતિમ પત્રમાં લખ્યું. અરે પગલી.! અક્કલ વગરની...! 

જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! .

ઘણો બધો ફર્ક પડી જતો હોય છે. 

થોડા આંસુ અને માત્ર આટલુજ લખીને,

અરે પગલી, અક્કલ વગરની.! જ્યારે કાઇજ ફર્ક નથી પડતો

એમ કહીયે ત્યારેજ.! .

ઘણો બધો ફર્ક પડી જતો હોય છે.

છાતી પર હાથ મુકી સાચુ કે'જે

ફર્ક પડી જતો હોય છે ને...? 

આમ જો કે મારે તને બીજુ ઘણુ બધુ કહેવુ છે. !

મગર નહીં કહું ..! 

આમ માત્ર એક નાનકડા નાજુક સવાલ સાથે પત્ર અધુરો છોડી, ભાઈબંધે તે પત્રને પેલીના ભીંજાયેલા અંતિમ પત્ર સાથે સંકેલીને હંમેશને માટે....

પોતાના અન્ય અઢળક ઝર્ઝરિત કાગળિયા વચ્ચે મૂકી દીધો ... 

*બ્લાસ્ટ*“ 

“અનંત” જ્યારે બધુજ ભુલાઈ ગયું છે એમ કહીયે ત્યારે ...

એજ ક્ષણે એક ક્ષણમા, એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!   

એજ રીતે જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ..! કૈ કેટલોય ફર્ક પડી જતો હોય છે ..! 

“અનંત”


જોકે એ પછી તો ખુદ અનંત પોતાનીજ વાતથી જ ખૂબ મુંજાઈ રહ્યો હતો કે, શું ખરેખર એવું શક્ય છે ખરું ?

કે ભૂલી પણ શકાય,અને ફર્ક પણ ના પડે..!? 

અનંતની આ મુંજવણ દૂર કરવા પછી અજ્ઞાનીએ આ વાત નો મર્મ ખૂબ વિસ્તારથી સમજાવ્યો હતો ...

લેકીન વો બાતે ફીર કભી..

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

એની કોઈ ચહીતીને કહ્યા પછી લખેલી રચના.. 

*બસ ફરીયાદ નથી કરતો*

"અનંત" વાત નથી કરતો ફરિયાદ નથી કરતો.

એને અર્થ એ નથી કે, હું તને યાદ નથી કરતો.

તું જ્ઞાની છે , તું ધ્યાની છે. એ વાત ધ્યાને રાખી, 

તારૂ ધ્યાન ભંગ ન થાય માટે તને સાદ નથી કરતો.

પહેલા વાતે વાતે લડતો ઝગડતો તારી સાથે, 

એ વાત નોખી છે કે હવે હું વીવાદ નથી કરતો.

યાદ આજે પણ કરૂ છું હર ક્ષણ હું "અનંત"

મગર બસ હવે કોઈજ ફરિયાદ નથી કરતો.

"અનંત"

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એક રાતે ચાય પીતા પીતા કહ્યું હતું કે, 

યુગો યુગોથી "અનંત" યુગોથી એક સ્ત્રી અને એક પુરૂષ એક ઉમરે જોડાય છે, અર્થાત્ લગ્ન બંધનમાં બંધાય છે. 

જેવા બંને નજીક આવે છે તે સાથેજ તેઓના શરીર થી શરીર યાને, તન થી તન જોડાય છે. 

મગર... 

બંનેના તન મન એવં બે આત્મા તો ભાગ્યે જ કરોડમાં કોઈ બે પાંચ ના જોડાતા હશે..! 

એક સ્ત્રી અને એક પુરુષ ના જોડાયા બાદ વા "અનંત" સ્ત્રી પુરૂષો હશે, સદભાગ્યે જેના મન પણ જોડાયા હશે મગર આત્મા થી આત્મા તો નહીંજ જોડાયા હોય..!

આને સદભાગ્ય સમજવું યા દુર્ભાગ્ય.!? 

કે, જે સ્ત્રી અને પુરુષ ના મનથી મન અને, 

આત્મા થી આત્મા જોડાય છે, 

તેઓના શરીર થી શરીર યાની તનથી તન ક્યારેય જોડાતા નથી.! 

કદાચ એટલે જ..! 

અનંત આવું રહશ્ય મય ગુઢાર્થમા બોલ્યો એટલે મે અનંતને પુછ્યું. શું.? કદાચ એટલેજ એટલે શું.? અનંત.? 

મગર મને  "કદાચ એટલેજ..!" શું નો જવાબ 

અનંતે ન આપ્યો... 

એક ગુઢ રહશ્ય આંખમાં બંધ કરી અનંત ઊંઘી ગયો.. 

"અનંત" 

https://www.facebook.com/share/pPW4W5QYFWTcEWA7/?mibextid=oFDknk












No comments:

Post a Comment