"અનંત" એક વખત એ જગ્યા જોઈ લીધા પછી,
ત્યાં ગયા વીના પણ ગમે ત્યારે જઈ શકાય છે.
એક વખત એને મળી લીધા પછી એ ન મળે
તો પણ મન પડે ત્યારે એને મળી શકાય છે.
"અનંત"
"અનંત" મળ્યા હતાં એટલેજ મળ્યા.
મળ્યા એનો અર્થ એ જ કે મળ્યા હતા.
મુલાકાત ક્ષણ ની હોય યા સદિઓની.
" અનંત"
*બ્લાસ્ટ*
આપણે ધારી વિચારીએ છીએ ઘણા ગંભીર કારણો મગર, બાકી બધા કારણો તો સાવ ગૌણ હતાં.
"અનંત" આમ તો જો કે છુટા પડવાનું બીજુ કોઈ ખાસ કારણ નહોતુ મળવા સીવાય.
*બ્લાસ્ટ*
શરીર ની એક સીમા હોય છે.
જ્યારે "અજ્ઞાની મન હોય છે અસીમ...
એટલે જ ઘણીવાર એવુ બનતુ હોય છે કે,
શરીર અહીં બેઠું હોય અને મને છેક ક્યાંય દૂર ભટકવા જતુ રહેતુ હોય અર્થાત્ લટાર મારી આવતુ હોય છે.!
" અજ્ઞાની "
*બ્લાસ્ટ*
અનંત કહેતો કે,
હું માત્ર શરીર છું અને શબ્દ મારો આત્મા છે.
મારો આત્મા શબ્દ છે અને હું કેવળ શરીર છું.
હું યાની આ શરીર નહીં રહે ત્યારે પણ મારા શબ્દો યાની "અનંત" આત્મા આ કે તે બ્રહ્માંડ માં અનંત યુગો યુગો સુધી જીવતા ભટકતા રહેશે..!
"અનંત "
"અનંત" અત્યંત જરૂરી છે જીવનસાથી બંને સમજદાર હોય,જો કે એ પણ હકીકત છે કે આવી ઘટના અપવાદ જ હોય છે. તેમ છતાં જો એક પણ અગર સમજદાર હોય છે તો પણ ખૂબ ઓછી સમસ્યા સાથે જીવન સારી રીતે પસાર થઈ શકે છે.
હાં એ પણ હકીકત છે કે સમજનાર સમજદાર ના હીસ્સામા થોડુ સહન કરવાનુ ચોક્કસ આવેજ છે.!
મગર અગર જો એ સમજદાર અધ્યાત્મ અને કર્મના હિશાબ ને સમજે છે તો ઈશ્વર તેને સહન કરવાની શક્તિ આપે છે તેથી એ સારી ખરાબ તમામ ઘટનાઓને સમભાવે હસતા હસતા ખૂબજ સહજતાથી એમ સમજી સ્વીકારી લ્યે છે કે,
આ પણ મારો હિશાબ છે ઓ પણ મારોજ હિશાબ છે.!
અર્થાત્ સુખ પણ મને મારા હિશાબ મુજબ મળે છે ને દુ:ખ પણ મારા હિશાબ મુજબજ મને મળે છે.!
આવી વ્યક્તિ હર ક્ષણ પરમ ચરમ અખંડ અનંત આનંદની અનુભૂતિ સાથે આનંદમાં રહે છે.!
"અનંત"
No comments:
Post a Comment