Tuesday, 17 September 2024

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,

 હે ઈશ્વર... 

તમામ મૃતાત્માને સદગતી આપો. 

તમામ જીવાત્માને દ્બુદ્ધિ આપો. 

આવી કાં'ક પ્રાર્થના વર્ષો પહેલાં... 

ખંડેર મધ્યે ચાય પીતા પીતા પહેલી વાર અચાનક મારાં મુખેથી નીકળી ગઈ... 

ત્યારે અજ્ઞાનીએ મને કહ્યું તારી પ્રાર્થના તો ખૂબજ સાચી અને સારી છે મગર એક શબ્દનો અર્થ અનર્થ ભરેલો છે.! 

જે થોડો સુધારો માંગે છે. 

મે કહ્યું જો ભૈલાઆઆઅ... 

એવી બધી મને ખબર નથ પડતી... 

મારા કીધે ભુલ ભુલમા ભુલથી પ્રાર્થના થઈ ગઈ છે.! શબ્દો અને અર્થોનુ મને લગીરે જ્ઞાન ભાન નથી. હવે જે કૈ સુધારો કરવો એ તું કર મગર એ પહેલા મને મારી ભુલ શું છે એ તારે મને સમજાવવુ પડશે..! 

ત્યારે દાઢી પર હાથ પસારી અજ્ઞાનીએ કહ્યું. 

તે મૃતાત્મા ને સદગતી મળે એવી પ્રાર્થના કરી છે જ્યારે કે હકીકતમાં આત્મા ક્યારેય મરતો નથી તેથી આત્મા મૃતાત્મા એમ ન કહી શકાય શરીર મરે છે આત્મા અમર છે, એવું અનંત યુગો થી સંતો ગ્રંથો કહે છે. 

મે કહ્યું. 

હાં યાર્ર એ તો મે વીચાર્યુ જ નહીં . 

જો કે મે તો કૈ વીચાર્યુ જ નથી. 

સુર્રરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી ખાલી પીયાલી ટીપોય પર મુકી અનંતે કહ્યું. ખબર છે એતો અમને ખબરજ છે..! 

તું હંમેશા વગર વીચાર્યુજ બોલે છે.! 

તેથી જ પછીથી પસ્તાય છે.! 

હાં યાર્ર તારી વાત બિલકુલ સાચી છે દોસ્ત..! 

ખૈર હવે તું મને સમજાવીને મારી ભુલ સુધારી લે.! અજ્ઞાનીએ કહ્યું. 

સદેહે એટલે કે દેહ સાથે જીવન જીવી 

જ્યારે પ્રાણી માત્ર મૃત્યુ પામે છે ત્યારે તે દેહ મુક્ત થાય છે. 

તેથી તેને વિદેહી કહી શકાય..! 

એ અર્થમાં તારી પ્રાર્થના આમ હોવી જોઈએ. 

"અજ્ઞાની" એ મારી ભુલ સુધારી,

પોતાના મુખેથી પ્રાર્થના ઉચ્ચારી .

હે ઈશ્વર.... 

તમામ વિદેહી આત્માને સદગતી આપો..! 

તમામ જીવાત્માને સદ્બુદ્ધિ આપો ..! 

"અજ્ઞાની" 


बुरा जो देखन मैं चला, 
बुरा ना मीलीया कोय। 
जो दिल खोजा आपना, 
मुझसे बुरा न कोय। 
"कबीरा "





https://youtu.be/5efOk_xGvys?si=ZXEtzLSsXEj5vP2i

https://youtu.be/wWqRYmHR9XA?si=vQcWz32jy6bX_fma


https://youtu.be/kYupCpHatUQ?si=6gDZjTXVCo2Uat7J

વર્ષો પહેલા... 
ભાઈબંધો પણ કેતો કે સૌથી પેલ્લા ખુદની માલીપાં ઝાંકો પછે બીજાને દોષ આપો.!
 
અર્થાત્ 
ભાઈબંધોની શુધ્ધ ભાષામાં કૌ તેઓ કહેતા કે, 
સમજ્યા વીચાર્યા વીના
 "અજ્ઞાની" કોઈને દોષ ના આપો. 
અન્યને દોષ દેતા પહેલા, 
ખુદની ભીતર ઝાંકો.!
અગર દોષ ખુદનો જણાય તો 
નતમસ્તક સ્વીકારો.! 
અને હ્રદય પુર્વક માફી માંગો.! 
પછી બધુજ સારૂ થશે.!
પછીજ બધુ સારૂ થશે.!
પછી બધુજ.! સારૂજ.! થશેજ.! 
"અનંત" ઈશ્વર પર શ્રદ્ધા રાખો.!👏🏻
"અજ્ઞાની "




https://youtu.be/kYupCpHatUQ?si=jDl4T5GK_4y_0-bX




No comments:

Post a Comment