Saturday, 28 December 2024

અનંત બ્રહ્માંડમાં ધબકતો પ્રેમ

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની કોઈ ચહીતી ને ખબર નૈ શું કહ્યું કે, 

પેલીએ જવાબમાં કહ્યુ કે, 

અરે હજી જીવતી છું આમ તો શરીરજ છે. મડદું કેવાય પણ હજી શ્વાસ ચાલે છે ને શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવું છું.!

ત્યારે ભાઈબંધ અનંતે પેલીને કહ્યું હતું કે, 

માત્ર શ્વાસ ચાલે એ જીવન જીવ્યા મર્યા બરાબર 

માત્ર શ્વાસ ચાલે એને જીવવું યા જીવન ન કહેવાય પગલી... 

જીવન માત્ર શ્વાસની આવન જાવન નથી.! 

જીવન એનાથી કૈક વીષેશ હોય છે. 

શ્વાસથી માત્ર શરીર જીવે છે જ્યારે "અનંત" 

પ્રેમથી જીવન ધબકે છે.! 

અને પ્રેમ એ છે જે શરીર હોય ત્યારેજ નહીં, બલ્કે શરીર ન હોય ત્યારે પણ અનંત બ્રહ્માંડમાં ધબકે છે..! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

"અનંત" પ્રેમથી પુર્ણ થવાને હર એક નર નારી હર વખતે અધુરા આવે છે. અને અધુરાજ જાય છે. આ અનંત બ્રહ્માંડમાં તમામ પોતાનો અડધો હિસ્સો શોધે છે.! જ્યાં સુધી એ શોધ પુરી નથી થતી ત્યાં સુધી આવન જાવન જારી રહે છે. 

"અનંત" 



Friday, 27 December 2024

હંઅ



https://youtu.be/zA8MkH44bF4?si=k_xd13HAdXj_kdZk



https://youtu.be/k2T6oEutFTE?si=z7DKItc-NJCKDyB2

Monday, 23 December 2024

નવો કાયદો નીર્દોશ ને દંડો...

જોકે હવે જુનો થઈ ગયો છે. 

વર્ના કાયદાનો કાનુની રીતે 

એવો નીયમ છે કે, 

સો ગુનેહગાર ભલે છુટી જાય, 

મગર એક પણ નીર્દોશને 

સજા ન થવી જોઈએ... 

આજકાલ વધી રહેલી ગુનાહિત ઘટનાઓ 

અને એવી જીવલેણ ઘટનાઓને અંજામ આપનાર બેખોફ અપરાધીઓમા થતો સતત વધારો જોતા કાયદામાં કૈક મોટો ફેરફાર થયો હોવાનું મહેસુસ થાય છે. 

કારણ કે, સતત વધતા ગુનાહ અને તેમા પકડાયેલા ગુનેહગારોને નીર્દોશ છુટતા 

અને નીર્દોશ લોકોને દંડાતા જોઈ, 

એવુ ચોક્કસ સમજાય છે કે, 

કાનુની કાયદાના રખેવાળો ગુનેહગારો અને ગુંડાઓ ના પ્યાદા થઈ ગયા છે.! 

અને પોતાની મનમરજી મુજબ 

વણ લખ્યો નવો નીયમ નવો કાયદો જાતે બનાવી લીધો છે.! 

આ કાયદો એવો છે કે, 

સો નીર્દોશ ભલે વગર વાંકે દંડાય... 

મગર એક પણ ગુનેહગારને, 

સજા નજ થવી જોઈએ...

"ક,તીરા"

*બ્લાસ્ટ*

જુનો નીયમ 

સો ગુનેહગાર ભલે છુટી જાય પણ એક નીર્દોશને સજા ન થવી જોઈએ..!

નવો નીયમ 

સો નીર્દોશ ભલે દંડાય મગર એક પણ ગુનેહગાર ને સજા ન થવી જોઈએ..!

"ક,તીરા" 

તકલીફ બંનેને છે એ બંને સમજે છે.!


 https://youtu.be/_6ZlWLtN0Gk?si=6B3DEM9Nrtfqelui



https://youtu.be/c5jy0mdvl5Q?si=qGQA3Nm3QtIy3kiB


Saturday, 21 December 2024

અગર એક સરખુ સ્વપ્ન બંને જુએ તો,


વર્ષો પહેલા... 
ભાઈબંધ અનંત... 
કૈક આવીજ કલ્પના કરતાં કહેતો હતો કે, 

 એક યુવક અને એક યુવતી, 
અગર બંને એક સરખુ સ્વપ્ન જુએ તો, 
પરમ પ્રેમ સંભવ છે.! 
"અનંત" પ્રેમ સંભવ છે.! 
અખંડ પ્રેમ સંભવ છે.! 
અલૌકિક પ્રેમ સંભવ છે.! 
"અનંત" એક યુવક અને એક યુવતી, 
અગર બંને એક સરખુ સ્વપ્ન જુએ તો,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારો પ્રેમ સંભવ છેજ.! 
મગર આવો પ્રેમ પામવો આસાન નથીજ.! 
અનંત જન્મોનુ તપ એકજ કલ્પના પર એકધારૂ ધ્યાન એવં ધિરજ હોય 
છેક ત્યારે ધારણ કરેલી ધારણા મુજબ 
યા કરેલી કલ્પના મુજબ એ વાસ્તવમાં હકીકત બનીને 
જીવનમાં આવતી હોય છે.! 
"અનંત" 



https://youtu.be/g6tswazqa6k?si=ebsNjpuHr78dBgCw
https://youtu.be/UOMjKWrfI0U?si=1C0ARLs0eq5_-rNb

https://youtu.be/v13cUeX6_co?si=iTqnubbmfn7e9z0d


https://youtu.be/GXgKgZt9Jik?si=nrNSMGRbmhgozHUe




Monday, 16 December 2024

*પ્રેમ એવં કામ નો મહીમા*


*પ્રેમ એવં કામ નો મહીમા*
પ્રેમ તો પ્રકૃતિની પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારી ભેટ છે.! 
આશીર્વાદ છે.! 
મગર માત્ર પ્રેમથી જીવન નથી ચાલતું.! 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કામ બાબતે બે અર્થમાં આવું કાં'ક કહ્યું હતું કે, 
*અનંત* પ્રેમથી પેટ ભરાય ના 
ભરાય પેટ ભોજનથી*
અર્થાત્ માત્ર પ્રેમથી જીવન ન ચાલે.! 
*કામ* પણ કરવુજ પડે..!
જીવનની ગતી એવં સદગતી માટે, 
*રાત* દિવસ *રાત* 
*કામ* કરવુ અતી જરૂરી છે.!
દિવસે કામ કરવુ જેટલુ જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે રાત્રે *કામ* કરવુ,
કારણ કે, 
દિનભર કરેલા કામનો થાક 
રાત્રે *કામ* કરવાથી ઊતરી જાય છે.! તનમન હળવું ફૂલ એવં પ્રફુલ્લિત થૈ જાય છે. જેના પરિણામે ફરી સવારે, 
નવી ઉર્જા સાથે 
જીવન નીર્વાહ કાજે 
કામ કરવાની નુતન શક્તિ પ્રાપ્ત થાય છે.! 
તો વીચાર શું કરો છો પ્રાણીઓ ફતેહ કરો..
દિવસ રાત બંને અર્થમાં 
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ *કામ*  કરો... 
😘😛😘
ક્રમશઃ 
કામની પ્રેરણા હવે પછી જગાડવામા આવશે... 💃

https://youtube.com/watch?v=A1P4G7bsavk&feature=shared

https://youtube.com/watch?v=A1P4G7bsavk&feature=shared

https://youtu.be/A1P4G7bsavk?feature=shared

અપવાદ બાદ કરતાં, 
આ *અનંત* બ્રહ્માંડમાં, 
એવો કોઈ જીવ નહીં હોય, 
જેણે આ પ્રાકૃતિક એવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ 
*કામ* ન કર્યુ હોય..!
જીવ માત્ર નું જીવન 
*કામ* થકીજ ઉદભવ્યુ હોય, 
આ બ્રહ્માંડના તમામ જીવ 
*કામ* પ્રત્યે આકર્ષિત થાય, 
અને *કામ* કરે એ સહજ સ્વભાવિક એવં પ્રાકૃતિક છે.! 
માટે દિનભર કરેલા કામ નો થાક ઉતારવા પરમ પ્રકૃતિએ પ્રાણી માત્રને મારી પ્રીય 
ઈશ્વરે આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારા *કામ*ની 
ભવ્ય એવં દિવ્ય ભેટ આશીર્વાદ રૂપે આપેલ છે..! 
તો, 
હે વત્સો એવં વત્સીઓ... 
બંને અર્થમાં *કામ* કરો...
સૌને આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પ્રાપ્ત થાઓ...😜 🙌🙌🙌😛


https://youtube.com/shorts/XqcSJMPryeA?si=6LBrNSWkI-mn0vNH


https://youtube.com/shorts/XqcSJMPryeA?si=HuJFAkKxgRqd6GoA

એમ વર્ષો પેલ્લા ભાઈબંધે બેધડક બેજીજક એક ભ્રમીત એવં સત્યથી પરે એક સ્ત્રી ને આવું કાં'ક પણ કહ્યું હતું કે, 

https://pkatira.blogspot.com/2022/04/kunjal-pradip-chhaya.html
-------
https://pkatira.blogspot.com/2021/07/blog-post_7.html



Thursday, 12 December 2024

વધુ આવતા અંકે


 https://youtu.be/Q1gbYpY5MlM?si=TmW4DiqqvRNRUyeW


https://youtu.be/bxUPMAkdRL4?si=kNN5QEJwLnCec8km


https://youtu.be/2vCrtzqgVMQ?si=gtzBdndjlMSXZalA


Monday, 9 December 2024

આગમાં થરથરતી ઝંખના...

*આગમાં થરથરતી ઝંખના*

*ટાઢમાં ધગધગતી ઝંખના*

આ ધોમધખતા શીયાળાની ટાઢમાં 

મારી ભીતર એક ખૂણામાં

 ટુંટીયુ વાળીને સુતી છે એવી ધગધગતી ઝંખના કે, 

તું ગરમાગરમ ગોદળી થઈને આવે તો 

 "અનંત" હું તને પ્રેમથી ઓઢીને ચૈનથી પોઢી જાઉ..! 

"અનંત" 

*આગમાં થરથરતી ઝંખના*

*ટાઢમાં ધગધગતી ઝંખના*

શીરાળાની હાડ થિજાવતી ટાઢમાં 

ઊબડખાબડ સાંકડી ગલીના છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે હું ચાય લૈને અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી ભીતર ગયો ત્યારે બંને ભાઈબંધો મારી અને ગરમાગરમ ચાયની રાહ જોતા પોત પોતાની ખુરશી પર બેઠા હતા.

વચ્ચે પડેલ ટીપોય પર ચાયની કીટલી મુકી હું મારી રાહ જોતી ખાલી ખુરશી પર ગોઢવાયો ટીપોય પર ઉંધી મુકેલી ત્રણ પીયાલી સીધી કરી મેં તેમાં ચાય રેડી પછી સૌએ પોતપોતાની પીયાલી ઉઠાવી ચીયર્સ કરી સુર્રરરરર કરતાક રમાગરમ ચાયની ચુસ્કી ભરી ત્યારે મારી નજર દિવાલ પર લટકતા પેડ પર પડી જેમાં ઘણાં સમય બાદ કશું કશુંક લખાયું હોય એવું મને જણાયું તેથી મે ઉભા થઈ દિવાલ પર કાગળ કલમ સાથે લટકતુ પેડ ઉતારી ખુરશી પર બેસી ચાય પીતા પીતા મેં વાંચ્યું. પછી અનંત અને અજ્ઞાની સામે આશ્ચર્ય સહ મેં જોયું. 

શીર્ષક સમેત આખુય શબ્દ ચીત્ર અટપટું અને વીચીત્ર.! 

*આગમાં થરથરતી ઝંખના*

*ટાઢમાં તપતી ઝંખના*

ધોમધખતો શીયાળો.!!! 

અનંત કૈ બોલ્યો નહીં અકલે અજ્ઞાનીએ કહ્યું. 

હાં પરીયા બરફ પર હાથ મૂકીને સોગંદ લીધા જેવી વાત છે.! 

અનંતની ભીતર ધગધગતી સાવ ઠંડી રાખ જેવી વાત છે.! 

હું કૈં કરતાં કૈજ સમજ્યો નહીં.! 

મગર મને ચુપચાપ આ પંક્તિ યાદ આવી. 

બરફ પર હાથ મૂકીને કહો ભલા ભરોસો કોનો કરવો..?

સાવ ઠંડી લાગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે. 

"અજ્ઞાની" 

અને પછી,

*બ્લાસ્ટ* 

જ્યારે... 

એક, લૂઉઅ... એક, લૂઉઅ લાગે, 

ત્યારે... 

તું પણ ભાઈબંધ માફક,

ના કહી છે અકલે

😮

હાં અકલેજ

વર્ષો પહેલા.... 

આકલું કહી ભાઈબંધે કહ્યું હતું કે, 

ચેત,જે તું પણ ચેતજે., 

હું ઈચ્છા વીના વાત નથ કરતો.! 

જો કે મને પણ એ ન સયજાયુ કે, 

ઈચ્છા 

પોતાની કે પેલીની 

અર્થાત્ 

એ પોતાની વાત કરે છે કે પેલીની.? 

વર્ષો પહેલાના 

આ સવાલ નો જવાબ 

હોય તો આપ 

તારી પાસે 

*બ્લાસ્ટ* 

તું કોઈની પણ થશે..!

તું કોઈ પણ ની થશે.!

પણ, થશે તું કોઈની. 

તું પણ.! કોઈની થશે.? 

તો થા થઈ જા.! 

તો જા થઈ જા.! 

તને હક્ક છે.! 

તારો હક્ક છે.! 

તારા પર.! 

ક્યારથી..? 

ક્યાં થી.? 

ક્યાં સુધી..? 

ક્યાં થી ક્યાં સુધી.!? 

એ તારા પર નીર્ભર છે 

મારો તો મારા પર પણ નથી..! 

ક્યારથી એ મન નથ ખબર 

અકલેજ 

 "અનંત" કોઈનો નથી થયો કે થવાનો.

"અનંત" ઝંખના હોવા છતાં "અનંત" 

"અનંત" 

વર્ષો પહેલા... 

આમ અનંત 

એક, લૂઉઅ...એક,લૂઉઅ લાગે, 

ત્યારે... 

કાગળમાં બબડાટ કરી ઉંઘી જતો... 

વર્ષો પહેલા... 


 







Friday, 6 December 2024

"અનંત" દુ:ખ નું કારણ સુખ ..!



અનંત આનંદ.... 

પરમ આનંદ... 

ચરમ આનંદ... 

અખંડ આનંદ.. 

આનંદ આનંદ 

"અનંત" આનંદ... 

કે પછી દુ:ખ, કે પછી પીડાનુ કારણ..

એક જ હોય છે આખરે... 

તનની ભૂખ.! ને મનની હૂંફની "અનંત" ઈચ્છા...! 

યાની પ્રેમની ઝંખના.... 

એવુ વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહીતીને.... 

" અનંત" પરમ ચરમ અખંડ અનંત સુખ અને આનંદની ચરમ સીમા અને અસીમ દુ:ખ નુ આખરે કારણ શુ..!? 

એવુ જ્યારે પુછ્યું ત્યારે, અનંતે પેલીને કહ્યુ હતુ કે, 

એ તો પહેલા કહ્યુ ને..! 

હાં પણ, 

તો પછી..!? 

જો કે બીજા પણ ઘણા કારણો હોય છે... 

પણ એ છેવાડાના હોય છે અકલે, 

એ તો હોય જ છે.! અકલે.... 

મૂળ વાત, મુળમાજ હોય, અકલે.... 

મુળમાથી મૂળ સોતી ઊખડેજ નૈ તો, 

પાંદડા ખેરવ્યે ખખડાવ્યે કૈ થાય નૈ.... 

અકલે..

પછી અનંતે જે કહ્યું એ હું પછી કૈશ અતારે નૈ કૌ...

*બ્લાસ્ટ* 

ભાઈબંધ અનંતે ગુઢાર્થ માં એક વખત કહ્યું હતું કે, 

"અનંત" દુ:ખનું કારણ સુખ..! 

"અનંત" સુખનુ કારણ  દુ:ખ..! 

જો કે તે દિવસે તો મે જીદ કરી કહ્યુ. 

ભૈલાઆઆઅ આજે તો તારે આનો સ્પષ્ટ અર્થ 

મને સમજાવોજ પડશે..! 

બૌ લપચપ કર્યક વગર... 

ઠીક છે એમ કહી અનંતે કહ્યું. 

"અનંત" સુખ નું કારણ દુ:ખ ના દાડા.! 

"અનંત" દુ:ખ નુ કારણ સુખની ઝંખના.! 

"અનંત "

જો કે આ પહેલા કરતા પણ વધુ અઘરૂ લાગ્યું મને..!

અકલે ,અને પછી સમજવાની ક્ષમતા વગરનો હું ચુપજ રહ્યો....

https://www.facebook.com/share/p/1DskuAfejF/

ચુપચાપ અર્થાત્ મૌન...




https://youtu.be/sbamz71b0JM?si=KS2OISVFkA-esI0v

 https://youtu.be/g9eppdrcyHI?si=Dhvwb4lS-RMd7vTr

https://youtu.be/OaginwwacJI?si=8Vaf3iTGD1Xvzt2M



https://youtu.be/Wl467UNrVww?si=CmMc4dR1v6gCjNmH


Tuesday, 3 December 2024

વાંચવા જેવી છોકરી.







https://youtu.be/g9eppdrcyHI?si=Dhvwb4lS-RMd7vTr


વર્ષો પહેલા.... 
ભાઈબંધ અનંત...
મોરબીના મધ્યમાં 
 ગ્રીન ચોક વચ્ચોવચ્ચ..! ગ્રીન ટાવર ઉપર આવેલી લાયબ્રેરીમાં પુસ્તક વાંચવા ગયેલો ત્યારે.... 
ભાઈબંધની નજર એક સુંદર છોકરી પર પડી જે મેં આ ગુગલ પરથી લીધેલ ફોટોમાં દેખાય છે એ છોકરીની જેમજ 
હાથમાં પુસ્તક લઈને વાંચી રહી હતી... 
જે રીતે આજ વર્ષો બાદ 
આ છોકરીનો સુંદર ફોટો જોઈને અર્થાત્ આ સુંદર છોકરીનો ફોટો જોઇને 
વર્ષો પહેલા... 
ભાઈબંધ અનંતના જીવનની 
એ ક્ષણ મને યાદ આવી ગઈ એજ રીતે, વર્ષો પહેલા લાઈબ્રેરીમાં સાચોસાચ પુસ્તક વાંચતી સુંદર છોકરીને જોઈને 
ભાઈબંધ અનંતના મનમા શીઘ્ર સ્ફુરણા થઈ આવેલી. 
અને પછી તરતજ અનંતે લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

હ્રદયથી ચાહવા જેવી છોકરી. 
જીવનમાં લાવવા જેવી છોકરી. 
અઢળક પ્રેમ આપી, એનો થોડો 
અમથો પ્રેમ, પામવા જેવી છોકરી. 
"અનંત" પુસ્તક વચ્ચે ઉભી છે.
એક સુંદર વાંચવા જેવી છોકરી. 
"અનંત" 
જો કે પછી અનંત એ પુસ્તક વાંચતી સુંદર છોકરીને વાંચી શક્યો કૈ નૈ.? 
મનમાં ચાહવા છતાં.., 
વાસ્તવમાં ચાહી શક્યો કે નૈ.? 
અગર ચાહી, તો પામી શક્યો કે નૈ..? 
ભૈ એ કૈંજ મને ખબર નૈ... 
બસ્સ આજે આક, લૂઉઅ, જ..! 

https://youtu.be/Ewj3fShfZow?si=d6hJ_-uAUQwpgxNm

વાત વર્ષો પહેલા નીજ છે., 

ખંડેર મધ્યે મૌજથી જીવતો અનંત. 
અવાર નવાર પ્રેમમાં પડતો યા પાડતો એ કહેવું કઠીન છે. 
મગર હાં  એ વાત હકીકત છે કે, 
એ ક્યારેય કોઈ પણ છોકરીને 
સીધે સીધુ મોં પર એમ 
નહોતોજ કહેતો કે, 
હું તને ચાહું છું. 
હું તને અનંત પ્રેમ કરૂ છું. 
એવુ બધુ જે મનમાં હોય તે કહેવા, 
અનંત હંમેશા 
આવા બધા ગીતોનો સહારો લેતો હતો. 
એ હકીકત છે. 

https://youtu.be/sbamz71b0JM?si=KS2OISVFkA-esI0v





Sunday, 1 December 2024

હાં એતો એવુજ હોય છે.

કારણ વગર તો કશુંજ થતું નથી. 

આ "અનંત" બ્રહ્માંડમાં. 

એવુ માર્રો ભાઈબંધ કહેતો હતો.

ખૈર...
હશે જ કારણ તો કાં'ક.!
કદાચ માર્રોજ હશે વાંક..!
"અનંત"
*બ્લાસ્ટ* 

"અનંત" વધુની કિંમત હોય છે ઓછી. 

મગર થોડાની કિંમત હંમેશા વધુ હોય છે. 

લોખંડ મળી આવે છે રસ્તામાં યા સસ્તામાં 

મગર સોનાની કિંમત હંમેશા વધુ હોય છે.

"અનંત"