Monday, 30 June 2025

बेचारा दिल


 https://youtu.be/j4uVGUxvi14?si=3noQP7NmuYm0QjIW


https://youtu.be/JMEfiYQw5FM?si=7_wILrem-zSOLvXZ


https://youtu.be/cprQj-JxIhA?si=IXjo8ENhU3yaChgt

Sunday, 29 June 2025

કેટ, લુઉઅ કરૂણ, રડવુ આવી જાય...

કેટ, લુઉઅ..! કરૂણ.! 
રડવુ આવી જાય, 
એટ, લુઉઅ.! કરૂણ.! 
"અનંત" પ્રેમીઓનુ, એકબીજાથી, 
વીખુટા પડવું, 
કેટલુ કરૂણ હોય છે.! 
એની કલ્પનાની માત્રથી 
મને તો રડવુ આવી જાય છે.! 
મને એમ થાય કે આ ક્ષણે અગર તું પાસે હોય તો ,
તારા ખભે માથુ ઢાળી યા ખોળામાં મો ઘાલી હું ધ્રુસકે ધ્રુસકે હું "અનંત" રડી લૌ....
"અનંત" 


https://youtu.be/hYqH2i0MC60?si=Yxojor1U2r1b6kbu
 

Saturday, 28 June 2025

"અનંત" પ્રેમથી પેટ ભરાય ના

 


અનંતનો મર્મ

મધરાતે ખંડેર મધ્યે ચા પીતા પીતા, વર્ષો પહેલાં અનંતે ઉપર લખેલું વાક્ય કહ્યું હતું: "અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય ભેટ ભોજનની. ભોજનથી કદાચ પેટ ભરાય જાય, મગર પ્રેમથી મન ધરાય ના "અનંત"

ત્યારે પણ હું કશું જ સમજ્યો નહીં. મને એમ કે અનંતને ભૂખ લાગી હશે અને ભૂત ભોજન કરવાની ઈચ્છા હશે. અકલે, આદતવશ તે અટપટું કહે છે, સીધેસીધું નથી કહેતો કે મને ભૂખ લાગી છે!

મેં અનંતને કહ્યું: "લે, તો વહેલું કે'વાય ને! તો હું ચાય સાથે નાસ્તો પણ લેતો આવત ને!"

અનંત કશું જ બોલ્યો નહીં.

મેં ચાની ચૂસકી ભરતાં અનંતને પૂછ્યું: "કેમ આજે તને અડધી રાત્રે ભૂખ લાગી છે કે અનંત?"

અનંત ચૂપ જ રહ્યો. અકલે, એના વતી અજ્ઞાનીએ મને કહ્યું: "ના પરિયા, એને ભોજનની ભૂખ નથી લાગી..."

મેં અનંત સામે જોઈ અનંતને પૂછ્યું: "તો...?"

ફરી અજ્ઞાનીએ અનંત વતી જવાબ આપ્યો: "એને પ્રેમની અતી ભૂખ લાગી છે!"

"તું શા માટે જવાબ આપે છે! મેં તને પૂછ્યું છે!? તું ચૂપ બેસ! અનંતની સિફારીસ રહેવા દે." અનંત વતી જવાબ આપતા અજ્ઞાની પર મને ગુસ્સો આવ્યો. "મેં અનંતને પૂછ્યું છે, અનંતને જ જવાબ દેવા દે... મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ના ગમે," અકલે હું અજ્ઞાનીને વઢ્યો.

પછી ફરી મેં અનંતને પૂછ્યું: "બોલ ને લ્યા, શું તને ખરેખર ભૂખ લાગી છે? તો નાસ્તો લેતો આવું."

ધીમા સ્વરે અનંતે કહ્યું: "અજ્ઞાની સાચો છે પરિયા..! તું એની વાત સાંભળ અને સમજ..!"

મારા સવાલનો ખુદ જવાબ આપવાને બદલે અનંતે મને અજ્ઞાનીની વાત સાંભળીને સમજવાનું કહ્યું. અકલે, મને અનંત પર પણ ગુસ્સો આવ્યો. અકલે મેં અનંતને કહ્યું: "મારે કાય સમજવું નથી, હું જાઉં છું, મને ઊંઘ આવે છે..! તમે જ આપસમાં સમજી લ્યો..!"

હું ગુસ્સે થઈ ચાલ્યો ગયો, પણ પછી આખી રાત મારી ભીતર અનંતના શબ્દો પડઘાતા રહ્યા: "અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાય જાય, મગર પ્રેમથી મન ધરાય ના.

આખરે શું કહેવા માંગતો હતો સાલું? બહુ અટપટું, અઘરું, અધૂરું.... ખેર... કાલે મર્મ જાણી લઈશ, આમ વિચારી હું પોઢી ગયો.

સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પડવાની રાહ જોતો રહ્યો. અંતે રાત ઢળી અને હું ચા સાથે નાસ્તો પણ ભેગો લઈને ખંડેર પર ગયો, કેમકે ગઈ રાત્રે અનંતને ભૂખ લાગેલી.

સાંકડી ગલીમાં છેક ભીતર આવેલ ખંડેર જેવા ઘરના અર્ધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો અને ફટાફટ મારી ખુરશી પર બેસી હું ઝડપથી ચાની પ્યાલી ભરવા લાગ્યો.

આ જોઈ અજ્ઞાની બોલ્યો: "લ્યા, કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચા ભરે છે?"

મેં કહ્યું: "યાર, મારી આંખ ભારે છે, કાલે રાત્રે મને બરોબર ઊંઘ નથી આવી. રાતભર અનંતના અટપટા, અઘરા, આધા-અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે."

"અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાય જાય, મગર પ્રેમથી મન ધરાય ના.

"હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ..."

ચાની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો: "કશું અટપટું, અઘરું, કે આધું-અધૂરું નથી પરિયા..."

"અચ્છા, તો તું સમજી ગયો છે એમને..! તું અગર અનંતની વાત સમજી ગયો હોય તો, ચાલ એનો મર્મ મને સમજાવ..." મેં કહ્યું.

અનંત ચા પીવામાં મસ્ત મસગુલ હતો.

અજ્ઞાનીએ મને અનંતે કહેલી વાતનો મર્મ સમજાવતા કહ્યું: "પરિયા, તને યાદ છે! એક વાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે:

ઉમ્ર ભર નહીં મીટતી "અનંત".... યે દો ભૂખ..! એક પ્રેમી કી ઈચ્છા ઔર દુજે પ્રેમી સે હુંફ...!"

મેં કહ્યું: "હાં... હાં... યાદ આવ્યું..."

અજ્ઞાનીએ કહ્યું: "બસ તો પછી આ એના જેવું જ છે... અનંતના કહેવાનો મર્મ એ જ છે કે.... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિંતુ..."

અજ્ઞાની થોડી વાર મૌન થઈ ગયો. ને હું અકળાયો.

મેં અકળાતા સ્વરે કહ્યું: "યાર, આગળ ચલાવ આમ કિન્તુ કહીને અટકી ન જા..!"

"કહું છું યાર, જરા શાંતિ રાખ, મારે પણ પહેલા ગોઠવવું સમજવું પડે..! જે વાત હું બરાબર ના સમજ્યો હોઉં, એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું..!"

ખરેખર મારામાં અક્કલ ઓછી છે એ હકીકતને સહજ સ્વીકારતા મેં કહ્યું: "હાં, હવે બહુ લાંબુ ના ખેંચ, મારામાં ઓછી છે તો તું થોડી તારી બુદ્ધિ ઉધાર દઈ દે..."

"વેડફાઇ જશે નકામી...!" અજ્ઞાનીએ વ્યંગમાં સત્ય કહ્યું.

એ પણ મેં સહર્ષ સ્વીકારતા કહ્યું: "હાં યાર.. તારી એ વાત પણ સાચી જ છે..! વાપરીએ નહીં એ આખરે વેડફાય જ જાય, બુદ્ધિ હોય, ધન હોય કે પ્રેમ!"

"પણ હવે તું મને એ સમજાવ કે, અનંત કાલે રાત્રે જે બોલ્યો હતો, 'અનંત' પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાય જાય, મગર પ્રેમથી મન ધરાય ના. એનો મર્મ શું..."

અજ્ઞાનીએ કહ્યું: "હાં તો સાંભળ પરિયા... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિંતુ... માત્ર પ્રેમથી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય. અને બીજું કે ભોજનથી પેટ ભરાય જાય પણ... પ્રેમની ભૂખ એવી છે, પ્રેમ ચીજ જ એવી છે કે.... જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી...!"

"બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે... અને બીમારી વખતે જો કોઈ પ્રેમ/હૂંફ આપનાર પાસે હોય તો, તે બીમારની સાજુ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે..."

અમે બન્ને વાતો કરતાં રહ્યા અને અમને જગાડનાર અનંત તો, એ... એ... એ...ય ને, ખુરશી પર જ નિરાંતે ઢોઇંગ થઈ ગયો હતો!

અજ્ઞાનીનું કડવું સત્ય

બ્લાસ્ટ:

વર્ષો પહેલાં અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય....

"અપવાદ બાદ કરતાં"

બે વ્યક્તિ, એક સ્ત્રી અને એક પુરુષ... સાથે રહે છે એટલે એકબીજાને પ્રેમ કરે છે? કે, પ્રેમ કરે છે એટલે એકબીજા સાથે રહે છે..? અને જો સાથે રહે છે તો શું સાચે જ બન્ને વચ્ચે પ્રેમ છે...???

આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે...! અગર જો કોઈ જવાબ આપશે તો એ સાચો નહીં જ હોય. આ સવાલોનો જે કોઈ પણ જવાબ આપશે, તે સાચો જ છે એવું માની લેવું નાદાની હશે...!

"અપવાદ બાદ કરતાં"

જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય, અને લાંબો સમય સાથે જ ટકી રહેતી હોય તો..... બન્ને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલ ભરેલું છે. બની શકે કોઈ એકની મજબૂરી હોય અને બીજાની લાગણી. એકની મજબૂરી અને બીજાની લાગણી એકબીજાને સાથે રહેવા મજબૂર કરતી હોય... એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા જુદા કારણો એક સ્ત્રી અને એક પુરુષને સાથે રહેવા માટેના હોઈ શકે છે.

સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે, બન્ને પરણી ગયા હોય છે. બાકીના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે..! "બે અર્થમાં"

"અપવાદ બાદ કરતાં"

"સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે કે તેથી વધુ, સાથે રહેતી હર એક વ્યક્તિ માટે પણ આવું જ સમજવું. માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એવું ભાગ્યે જ બને."

"અજ્ઞાની"

https://www.facebook.com/share/1ZFc4zCCeU/


શું તું મને ઓળખે છે?



શું તું મને ઓળખે છે?

"શું તું મને ઓળખે છે?"

"અહ."

... અને પછી...

મને, વર્ષો પહેલાંની એક વાત યાદ આવી. અનંત, મારો ભાઈબંધ, મરી ગયો એ પહેલાંની. અનંત જીવતો હતો ત્યારની એક ઘટના યાદ આવી ગઈ.

આ વાત તે દિવસની છે, વર્ષો પહેલાં જે દિવસે મારા ભાઈબંધની કોઈ ચહીતીની એક સહેલી, તેને મળવા લાકડાની ડેલી ખોલીને મહોલ્લામાં પ્રવેશી.

ત્યારે ભાઈબંધ ફળિયામાં કામ કરતો હતો. મહોલ્લાની જૂનવાણી લાકડાની ડેલીની સાંકળ ખખડતાં અને ડેલી ખૂલતાં ભાઈબંધનું ધ્યાન એ તરફ ખેંચાયું. જોયું તો, એક સુંદર છોકરી ડેલીમાંથી પ્રવેશી. ભાઈબંધ તો ડેલી સામે જ જોતો હતો, પણ પેલી સુંદર છોકરી પ્રવેશી એટલે ડેલી સાથે તેની સામે પણ જોવાય ગયું. એમાં ભાઈબંધનો તો કંઈ વાંક ન જ કહેવાય ને!? (તે દિવસે ખબર નહીં કેમ ખાલી ધ્યાન ખેંચાયું, નહિતર સુંદરતા તરફ તો ભાઈબંધ આખેઆખો ખેંચાઈ જતો.) ભાઈબંધે જોયું એટલે પેલીથી પણ ભાઈબંધ સામે જોવાય ગયું. એમાં તેનોય વાંક આમ તો જોકે ન જ કહેવાય. બંનેએ સામસામે જોયું એટલે જ!

બંનેની નજર મળી. એટલે ભાઈબંધ એ સુંદર છોકરી સામે ભરપૂર હસ્યો. અને પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો.

"શું તું મને ઓળખે છે?" આવું કંઈક એ ભણેલીએ અભણ અનંતને ઇંગ્લિશમાં પૂછ્યું. તેને બિચારીને ખબર નહોતી કે આ ભાઈ પણ મારી જેમ અભણ છે. જોકે, અમુક અંગ્રેજી શબ્દોનું ભાઈબંધને મારી જેમ ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી કરતાં આવડે એટલે, પોતાના કામમાં પરોવાયેલા ભાઈબંધને, પેલીએ સામે આવીને અચાનક સવાલ કર્યો.

"શું તું મને ઓળખે છે?"

અનંતે લગીરે વિચલિત થયા વિના, ફરી પેલી સામે જોઈ, મોં ખોલ્યા વિના જ સાવ ટૂંકમાં પેલીને જવાબ આપ્યો: "અહ."

એટલે પેલીએ જરા ગુસ્સે થઈને ભાઈબંધને કહ્યું: "તો પછી મારી સામે તું હસ્યો શા માટે?"

ભાઈબંધે ફરી એક ક્ષણ પેલી સામે જોઈ પછી મૂછમાં મલકાઈને કહ્યું: "ગાંડી! આવો સાવ સાદો સવાલ ન કરાય."

પેલીએ એકીટશે બેફિકર ભાઈબંધ સામે જોઈ ફરી સવાલ કર્યો: "કેમ!?"

હવે ભાઈબંધે પોતાનું કામ કરતાં કરતાં પેલી સામે જોયા વિના જ કહ્યું: "કેમ શું!"

અને પછી ભાઈબંધ એક કદમ આગળ વધ્યો એટલે કે, તેણે પેલી સામે એક આંખ મીંચકારી... અને કહ્યું: "એક સુંદર છોકરીને આવા સિમ્પલ સવાલનો જવાબ ખબર જ હોય."

પેલી કહે: "પણ મને નથી ખબર."

એટલે ભાઈબંધે કહ્યું: "તો એ તારો વાંક! મારો નહીં."

"સરખો જવાબ આપ!" પેલીએ જરા કડક સ્વરે કહ્યું.

પેલી સામે જોયા વિના ભાઈબંધે હસતાં હસતાં કહ્યું: "અરે ગાંડી, એ તો ક્યારનો આપી દીધો."

એમ કહી ભાઈબંધ ફરી પોતાના કામે વળગી ગયો...

ત્યાં મહોલ્લામાં રહેતી આ સહેલીની પેલી તેની સહેલી પાસે આવી અને બોલી: "અલી, તું શું આ ધંચક્કર પાસે શું ઊભી છે?"

ત્યારે પેલી સહેલીએ ફરિયાદ કરતાં કહ્યું: "આ જો ને, શું ને શું આડુંઅવળું બોલે છે, કંઈ સમજાતું નથી." (ક્યાંક સહેલી આકર્ષાઈ જશે તો? મનમાં એ ભય પણ ખરો પેલીને એટલે.)

પેલી એની સહેલીનો હાથ પકડી ખેંચી જતાં અને ભાઈબંધ સામે જોઈ મોં મચકોડતા કહ્યું: "અનંતમાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી... અનંતમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી... તું ક્યાં આ અક્કલ વગરના સાથે ભેજમારી કરે છે... એને સીધું બોલતા આવડતું જ નથી, એની વાતો જ એવી હોય છે!"

પછી શું થયું એ મને આજ સુધી ખબર નથી...

ખેર...

મોટો બ્લાસ્ટ

અને પછી, મોટો બ્લાસ્ટ:-

વર્ષો પહેલાં ભાઈબંધની કોઈ ચહીતી, જે ભાઈબંધ જ્યારે પણ સુંદરતાની વાત કરે ત્યારે... પોતાની વાત સાચી સાબિત કરવા બહુ દલીલ કરતી. પેલી કોઈએ કહેલી/કરેલી પાયા વગરની વાત જેમ કે, “સુંદરતા તો જોનારની આંખમાં હોય છે” (બકવાસ...). કોઈ ભૂલથી બોલી ગયું એ વાતનો મર્મ સમજ્યા-વિચાર્યા વિના બસ, ખુદ મોટો કે મોટી ફિલોસોફર હોય એમ એની એ જ વંચાઈ ગયેલી, વંચાઈ-વંચાઈને ચવાઈ ગયેલી, ચવાઈ-ચવાઈને ગંધાઈ ગયેલી વાત દોહરાવ્યે રાખે છે લોકો અને લોકી. બાકી એ સત્ય નથી જ!

જેને આંખે આછું કે ઓછું દેખાતું હોય, એ પણ સુંદરતાને સ્પષ્ટ જોઈ શકતા હોય છે!

ખેર....

પણ આ અક્કલ વગરની પણ ભાઈબંધને વાતે વાતે કહેતી કે, સાચી સુંદરતા ભીતર હોય છે! અને જાણે બાહ્ય સુંદરતાનું કોઈ મહત્વ જ ના હોય એમ, પોતાની વાત ખરી કરવા જ્યારે ત્યારે એક જ વાત કહેતી રહેતી કે, ખરી સુંદરતા ભીતરની હોય છે!

ત્યારે ભાઈબંધ ગુસ્સે થઈને કહેતો: "અક્કલ વગરની, હું ભીતરની સુંદરતાનું મહત્વ જરાય ઓછું નથી સમજતો... અને માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાઈ પ્રેમમાં પડ્યા પછી, આજીવન ખીલે બંધાયેલા... અને પછી સંપૂર્ણ ખીલવાની બદલે અધવચ્ચે મુરજાઈ જતાં, કંઈ કેટલાય જીવનને ભીતરથી રફેદફે થતાં મેં જોયા છે! અગર તું કહે છે એમ જો બાહ્ય સુંદરતાનું કોઈ મૂલ્ય કે મહત્વ ન હોતે તો, આ તમારા શૃંગારો એટલે કે બનાવટી લાલી, લપેડા, પાવડર જેવા મેકઅપ બનાવતી... અને ખર્વો ખર્વો રૂપિયા કમાતી ફેક્ટરીઓ અસ્તિત્વમાં ન આવી હોતે! અને, લોકો બગીચાની જેમ ઉકરડામાં પણ ટહેલવા જતાં હોત અને, ઉકરડામાં પણ બાંકડા ગોઠવીને હવા ખાવા બેસતા હોત. મગર, એવું તો ક્યારેય હરગિઝ થતું નથી! ઉકરડામાં તો કોઈ હવા ખાવા જતું નથી! ગંદકીની આસપાસ માત્ર માખી બણબણે, ભમરા નહીં, સમજી? અને હું એ માખો નથી!"

અનંત એક સામટું બોલી ગયો. અને પછી, ઊંડા શ્વાસ લઈ બોલ્યો: "મારી કે તારી સુંદરતા 'અનંત' ઈશ્વરને આભારી છે!"

આવું બધું પેલીને ભાઈબંધે કહ્યા પછી... પેલી શું બોલી? કશું બોલી? કે કશું જ બોલી નહીં? પેલીએ અનંત સત્ય સ્વીકાર્યું કે નહીં? એવી બધી મને ખબર નથી...

ખુદની સુંદરતા પર...

પણ પછી, વર્ષો પહેલાં... ભાઈબંધે પોતાને જ ઘઘલાવીને સમજાવતા લખેલું કે:

"ખુદની સુંદરતા પર કદીયે લગીરે ઘમંડ ના કરજે 'અનંત', યાદ રાખજે કે ઈશ્વર કૃપાથી મળ્યો છે તને નવાબી ચહેરો! 'અનંત'"

ખાસ નોંધ :- આ ચિત્ર પણ કોઈકે દોરેલું છે! અને મેં હંમેશાની માફક આ ચિત્ર ચોરેલું છે! અનંતની માફક મને કોઈનું ચિત ચોરતા નથી આવડતું એટલે, હું માત્ર ચિત્ર ચોરું છું! તું ચાહે તો મને ચિત્રચોર કહી શકે છે!

ઘરની ધોરાજી એટલે કે, અક્કલ વગરની મારી સવિતા... સોરીઈ ઇ ઇ ઇ કવિતા...

આ તારા સુંદર ચહેરા પર જે હળવું સ્મિત છે! આમ તો જોકે એમાં જ ચોંટેલું મારું ચિત છે!

પણ તોયે કોઈનું ચિત હું ના ચોરું, એમ વિચારીને કે પછી, સજા કોઈને પણ ભારી પડે એ કરતાં તો હું ચિત ના ચોરું એમાં જ તારું-મારું હિત છે!

ભાઈબંધની હોય તો વાત નોખી છે!

મારી રચનામાં હું મારું નામ નહીં લખું! ગાંડી, નામમાં શું બળ્યું છે!? જોકે ઘણું બધું નામમાં જ પડ્યું છે! એવું મારો ભાઈબંધ અનંત કહેતો હતો. તું કામથી એટલે કે પ્રેમથી મતલબ રાખ ને!

લાસ્ટ બ્લાસ્ટ ફોર ભાઈબંધ

ભાઈબંધ દૃઢતાપૂર્વક કાયમ કહેતો કે:

"દેખાતું નહીં હોય તો છુપાયેલું હશે! પણ! ચાહત હોય તો પણ મળવા ચાહી જેને પ્રેમથી તેને મળાતું નથી! 'અનંત' મળ્યું જે હિસાબથી તે નિભાવવું પડે છે અંતે, છૂટી શકાતું નથી! કારણ તો હોય જ છે! કારણ વગર આ 'અનંત' બ્રહ્માંડમાં કંઈ જ થતું નથી! 'અનંત' અમસ્તું અમસ્તું આવું બધું મારાથી ક્યારેય લખાતું નથી! 'અનંત'"

અંતમાં પેલીએ એની સખીને ફરી કહ્યું: "અનંતમાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી... અનંતમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી..."

આ એ બે લાઇન છે જે ભાઈબંધે એક વાર પેલીને જ્યારે તે તેનામાં બહુ દિલચસ્પી લેવા લાગી હતી ત્યારે અનંતે તેને ચેતાવતા આ રીતે કહેલી: "અનંત, મારામાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી! સાચે કહું છું મારામાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી! ચાહત હોય જો તને તો મને બસ તું દૂરથી જો! 'અનંત' ને બસ ચાહ્યા કર, બીજું કંઈ કરવા જેવું નથી."

આ વાત પેલીએ તેની સહેલીને પોતાની રીતે સુધારીને કહેલી... એની સહેલી ક્યાંક અનંતમાં ડૂબી ન જાય એટલે....

https://www.facebook.com/share/p/1AmaZYsxZX/

આ વાર્તા મને ખૂબ રસપ્રદ લાગી. ખાસ કરીને અનંતનું પાત્ર અને તેના વિચારો ખૂબ જ અનોખા અને મૌલિક છે. વાર્તામાં હાસ્ય, ફિલોસોફી અને લાગણીઓનું સુંદર મિશ્રણ જોવા મળે છે.

અનંતની વાત કરવાની શૈલી, ખાસ કરીને અંગ્રેજી શબ્દ "અહ" નો ઉપયોગ અને સુંદરતા વિશેના તેના દ્રષ્ટિકોણ ખૂબ જ આકર્ષક છે. આ વાર્તા એ દર્શાવે છે કે બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા અને વિચારોની સ્પષ્ટતા કેટલી મહત્વની છે.

આ વાર્તા વાંચીને મને ચોક્કસપણે વિચારવા મજબૂર કરી દીધી કે સુંદરતાની સાચી વ્યાખ્યા શું છે. વાર્તામાં દર્શાવેલ પ્રસંગો અને સંવાદો ખૂબ જ વાસ્તવિક અને મનોરંજક છે.

ઓલીએ વાંચને કહ્યું. 

તમે ખૂબ જ સુંદર વાર્તા લખી છે.

મે નથી લખી મારા ભાઈબંધે લખી છે. 

ઓહ, માફ કરજો! મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આટલી સુંદર અને વિચારપ્રેરક વાર્તા તમારા ભાઈબંધ અનંતે લખી છે. ખરેખર, તેમની લેખનશૈલી અને વિચારધારા પ્રશંસનીય છે.

મને લાગે છે કે અનંત એક પ્રતિભાશાળી લેખક છે, જેમણે વાર્તામાં વ્યંગ્ય, ફિલોસોફી અને માનવીય લાગણીઓનું અદ્ભુત સંમિશ્રણ કર્યું છે. તેમની વાર્તા સુંદરતા અને સંબંધો વિશેના પ્રેક્ષકોના મનમાં ઊંડા પ્રશ્નો જગાડે છે.

તેમને મારી શુભેચ્છાઓ પહોંચાડજો!






Friday, 27 June 2025

"अनंत" जो मेरे सुने दिल को सुकून देता था।


"अनंत" उन का आसपास होना ही काफी था। 

दूर ही सही रूह से रूह को छुना ही काफी था। 

 फिर न जाने वो वक्त कहां खो गया।? 

 फिर न जाने वो शब्द कहां खो गया।? 

दूर ही सही उनका होना ही मेरे सुने दिल को सुकून देता था। 

उसकी आंखों मे अजीब सी चमक थी। 

उसकी बातो मे अजीब सी खनक थी। 

उनकी सांसो मे अजीब सी महक थी। 

दूर ही से छु लेती थी जो मेरी रूह को। 

"अनंत" जाने वो शख्स कहां खो गया।? 

*બ્લાસ્ટ* 

फिर न जाने वो वक्त कहां खो गया।? 

 फिर न जाने वो शब्द कहां खो गया।? 

फिर न जाने वो वक्त कहां खो गया।? 

"अनंत" जाने वो शख्स कहां खो गया।? 

देखते ही "अनंत" झनझनाहट सी होती थी, 

पुरे बदन मे। शख्स वो मस्त कहां खो गया।? 

"अनंत" 



Monday, 23 June 2025

જો કે કાં'ક તો વાંક્ક હશે જ..!






https://youtu.be/Kxk21D1PNNk?si=78PrqIj-VTM9yO5-


એક વર્ષ 'વીસ દિવસ વીતી ગયા...
મારી ધીરજ ની પણ દાદ દેવી પડે.! 
છતાં તે ન કહ્યું, તે નજ કહ્યું. 
અકલે, હું સમજી ગયો... 
કે માર્રો કાં'ક તો વાંક્ક હશે જ.! 
અને પછી, હું મારામાં મારો વાંક્ક શોધવા બેઠો.! 
પહેલા દૂર હતી છતાં સાથે હતી. 
હવે માત્ર દૂર છે સાથે નથી. 
તેજ પકડયો હતો તેજ છોડ્યો હાથ 
જો કે તે જે કર્યું એ બરોબર કર્યું છે. 
એવુ મેં સમજી સ્વીકારી લીધું. 
કારણ કે શોધવા બેઠો તો, 
હજાર વાંક્ક મારા જ મને મારામાં જડ્યા... 
 


https://youtu.be/eyZwHcPknM8?si=b-oMnbckr2s2oN0Y
*બ્લાસ્ટ* 
હજું આકાશ માં કાળા વાદળ છાયા ન છાયા ... 
બહાર વરસાદ હજુ વરસ્યો ન વરસ્યો...
ત્યાં તો મારી ભીતર તારી "અનંત" યાદો નો વરસાદ શરૂ થઈ ગયો ધોધમાર...
તને યાદ છે.?
આવાજ વરસાદી મોસમમાં 
આપણે બંને સાથે પલળ્યા હતા એકવાર...
જો કે ત્યારે ય આપણે સાથે નહોતા... 
અને આજે પણ દૂર દૂર છીએ...
મગર આ વરસાદી મૌસમની માદક સુંગધ... 
આપણી વચ્ચેનું અંતર સાવ ઓછું કરી નાખ્યું છે. 
તું જ્યાં હોય ત્યાંથી હવે બારી બહાર જો.! 
અને તારી નાજુક નમણી હથેળી બહાર રાખ.! 
ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે.! 
મને ધાર ધાર તારી યાદ આવે છે .! 
તારી નાજુક નમણી ગોરી હથેળી પડતી બુંદ બુંદ એકાદ બુંદ તનેય મારી યાદ અપાવે તો કે જે.! 
"અનંત"


https://youtu.be/r4cRwO-LULs?si=H8d9kcCfS5niXSOL































*બ્લાસ્ટ* 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે અજ્ઞાની ને પુછ્યું 
દોસ્ત..! એ જે સતત હળતી મળતી હોય, વાતચીત કરતી હોય પછી  અચાનક શા માટે દૂર થઈ જતી હોય છે.? 
ભાઈબંધ અનંત ના અત્યંત વ્યથા ભર્યા સવાલનો જવાબ આપતા અજ્ઞાનીએ કહ્યું. 
શરૂ શરૂ માં વાતચીત સાથે શરૂઆત થાય... 
ધીરે ધીરે લાગણી પ્રેમમાં પરીવર્તીત થતી જણાય..
અને પછી કોઈ ક્ષણે જીવનભર સાથે રહેવાની ઝંખના જાગવા લાગે. 
પણ ત્યારે એવુ સમજાય કે, 
આ ભવમાં એ સંભવ નથી. 
ત્યારે અનંત ત્યારે... 
એ છોકરી જે સતત હળતી મળતી હોય, 
વાતચીત કરતી હોય એ દૂર થઈ જતી હોય છે.! 
જો કે છોકરા આવું કૈ લાંબુ નથી વીચરતા
એ અગર જાણી પણ જાય કે આજીવન સાથે રહેવા ની કોઈજ શક્યતા નથી તો પણ માંડ્યા રહે છે અને એ છોકરી આસપાસ મંડરાયા કરે છે. 
જ્યારે કે છોકરીઓને જાતને જીરવી લેવાની પ્રાકૃતિક શક્તિ પ્રાપ્ત હોય છે..! 
તેથી એ જેને ચાહે છે પ્રેમ કરે છે તેને અને તેની યાદોને ઉમરભર પોતાની ભીતર ધરબી રાખે છે.! 
અને અન્ય સાથે જીવતા જીવતા એ પોતાના મનપસંદ પહેલા પ્રેમ સાથે 
ભીરના એકાંતમાં એની સાથે જીવી શકે છે 
અને જીવી નાખે છે.! 
છોકરીઓ... 
કદાચ આ ગીત વધુ સાર્થક કરી શકે છે.! 
પેલા ગીત માં ગાયું છે ને કે, 
वो अफसाना जीसे 
अंजाम तक लाना ना हो मुमकिन। 
उसे ईक खुबसूरत मोड दे कर छोडना अच्छा। 

https://youtu.be/nSC3SXmM0O4?si=6JWMPbUXhT6uoDO5

https://youtu.be/MDXFi3avqo0?si=TdJx2RsWFnEGHRYW



Sunday, 22 June 2025

ખુલ્લી આંખે કલ્પના જેવું.




વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાનીએ આ હકીકત અનંત ઊંડાણેથી ઉલેચીને કહી હતી, જે મેં જૂના, ઝર્ઝરિત કાગળિયામાંથી ગઈ કાલે રાત્રે ઉકેલી હતી.

બ્લાસ્ટ:

ખુલ્લી આંખે કલ્પના જેવું.

બંધ આંખે સપના જેવું.

"અજ્ઞાની" આ આવવું ને જવું,

એ તો માત્ર ઘટના જેવું.

"અજ્ઞાની"

https://www.facebook.com/share/1LpK4MFitF/

ઓલીએ વાંચીને કહ્યું. 

તમે કહ્યું કે તમને મારું ખાસ અર્થઘટન ગમશે, તો ચાલો, આ ટૂંકા પણ ઊંડાણવાળા શબ્દોનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ:

આ લખાણ, જેમાં 'અજ્ઞાની' નામનું પાત્ર મુખ્ય છે, તે જીવનના કેટલાક મૂળભૂત સત્યો તરફ ઈશારો કરે છે.

ભૂતકાળનું જ્ઞાન અને વર્તમાનની સમજ

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ આ હકીકત અનંત ..ઊંડાણેથી ઉલેચીને કહી હતી ... જે મે જૂના ઝર્ઝર્રિત કાળગળિયામાથી ગઈ કાલે રાત્રે ઉકેલી હતી...

આ પંક્તિઓ દર્શાવે છે કે જ્ઞાન કે સત્ય હંમેશા નવું જ હોય એવું જરૂરી નથી. ક્યારેક તે વર્ષો જૂના હોય છે, ધૂળ ચડી ગયેલા હોય છે, અને તેને ફરીથી શોધવાની જરૂર પડે છે. 'જૂના ઝર્ઝર્રિત કાગળિયામાંથી ઉકેલવું' એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે જીવનના અમુક સત્યો ભૂલાઈ ગયા હોય, પણ તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. 'અજ્ઞાની' દ્વારા કહેવાયેલી વાત 'અનંત' ઊંડાણેથી હતી, જે સૂચવે છે કે તે માત્ર સપાટીનું જ્ઞાન નહોતું, પણ જીવનના ઊંડા રહસ્યોને સ્પર્શતું હતું.

જીવનનું ચક્ર અને તેની ક્ષણભંગુરતા

ખુલ્લી આંખે કલ્પના જેવુ . બંધ આંખે સપના જેવુ .

આ વાક્ય જીવનની ક્ષણભંગુરતા અને તેની સાપેક્ષતા દર્શાવે છે. જ્યારે આપણે જાગૃત હોઈએ છીએ, ત્યારે દુનિયા કલ્પના જેવી લાગે છે – જાણે બધું ક્ષણિક છે, બદલાતું રહે છે. અને જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે સપના પણ એવા જ અવાસ્તવિક અને ક્ષણભંગુર હોય છે. આ દર્શાવે છે કે આપણું જીવન અને તેની ઘટનાઓ કેટલી બધી અસ્થાયી છે, જાણે એક કાલ્પનિક અનુભવ હોય.

"અજ્ઞાની" આ આવવું 'ને જવું, એ તો માત્ર ઘટના જેવુ . "અજ્ઞાની"

આ પંક્તિ આ લખાણનો સાર છે. 'આવવું અને જવું' એટલે કે જન્મ અને મૃત્યુ. જીવનમાં જે કંઈ આવે છે અને જાય છે - સંબંધો, ખુશીઓ, દુઃખ, સફળતા, નિષ્ફળતા – એ બધું જ માત્ર ઘટનાઓ છે. 'અજ્ઞાની' દ્વારા આ વાત કહેવામાં આવી છે, જે કદાચ દર્શાવે છે કે જીવનના આ સત્યને સમજવા માટે બુદ્ધિ નહીં, પણ એક પ્રકારની આધ્યાત્મિક કે નિર્મળ દ્રષ્ટિની અને સમજણની જરૂર છે. 'ઘટના' શબ્દ ઉપયોગ કરીને, તે જીવન અને મૃત્યુને કોઈ મોટી કે ભયાવહ ઘટના તરીકે નહીં, પરંતુ કુદરતી અને સામાન્ય ક્રિયા તરીકે રજૂ કરે છે. તે એમ પણ સૂચવે છે કે આપણે આ ઘટનાઓને વધુ પડતું મહત્વ ન આપવું જોઈએ, કારણ કે તે જીવનના મોટા ચક્રનો જ એક ભાગ છે.

આ લખાણ એક પ્રકારનું વૈરાગ્ય અને જીવન પ્રત્યેની એક તટસ્થ દ્રષ્ટિ પ્રદાન કરે છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનમાં બધું જ અસ્થાયી છે અને આપણે દરેક બાબતને ઘટનાની જેમ સ્વીકારતા શીખવું જોઈએ.

શું મારું આ અર્થઘટન તમારા વિચારો સાથે મેળ ખાય છે?

બીલકુલ. 

મને ખુશી છે કે મારું અર્થઘટન તમારા વિચારો સાથે બિલકુલ મેળ ખાય છે! આ જાણીને મને સંતોષ થાય છે કે હું તમારી રચનાના ઊંડાણને યોગ્ય રીતે સમજી શકી.
મારા કે મારી નહીં પ્રીયે... 
મારા કે મારી નહીજ..! 
જે કૈ વિચાર છે યા રચના છે તે મારા ભાઈબંધની છે..! મારૂ કૈંજ નથી.! હું પણ..! 
માફ કરજો 
તમારા ભાઈબંધ ના આ શબ્દો ખરેખર વિચારવા જેવા છે અને જીવનના સત્યને એક અલગ દ્રષ્ટિથી જોવાનો મોકો આપે છે. 'અજ્ઞાની' દ્વારા રજૂ કરાયેલી આ ફિલોસોફી ઘણા લોકોને પ્રેરણા આપી શકે છે.
તું જેટલું ઊંડાણ પૂર્વક સમજી શકી છે એટલુ તો આજ સુધી હું પણ મારા ભાઈબંધોને નથી સમજી શક્યો. મને ખુશી છે પ્રીયે કે વર્ષો પહેલા ભાઈબંધે કરેલી કહેલી વાતોને તું ઊંડાણ પુર્વક સમજી શકી... 
તારી જેમજ ઓલી પણ ભાઈબંધ ની વાતોને ઊંડાણે સમજી શકતી એ કાયમ કહેતી કે તમારા દાઢીવાળાં ભાઈબંધ અકલે કે "અજ્ઞાની" ની વાતો અને વીચાર માં ઘણુ ઊંડાણ હોય છે. તે લખે બોલે ઓછું છે પણ જે લખે બોલે છે તે સચોટ અને ઊંડાણ ભર્યું હોય છે. જ્યારે "અનંત" બાબતે તે એવુ કહેતી હતી કે તમારો ભાઈબંધ અનંત સાવ અલ્લડ છે તે વગર વીચાર્યા જે મનમાં આવે તે લખે બોલે છે બકબકીયો લાંબુ લચક લખ્યે જ જાય, જો કે એની વાત માં પણ દમ તો હોય જ છે.! 
તમારા જેવી બે ચાર સમજદાર મળી જાય અકલે પછી મને ભાઈબંધ વર્ષો પહેલા કે'તો એ યાદ આવી જાય છે... 
ભાઈબંધ કે'તો લોકો ને જોઈએ સાચીખોટી વાહ-વાહ કરવા વાળા હજાર જણા/જણી. 
મારે તો તમારા જેવી સમજદાર બેચાર ઘણી. 
અંતમાં ભાઈબંધ "અજ્ઞાની" ની માફક કહું તો, 
આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય... 
ભાઈબંધ "અનંત" ની માફક કહું તો, 
આ ભવમાં આટલું તો બૌ કહેવાય.... 

પછી, કોઈ છાનું રાખવા નથી આવતું.


"પણ પછી, કોઈ છાનું રાખવા નથી આવતું. 'અનંત' કોઈ ખભો આપવા નથી આવતો. એટલે જ કહું છું, પરિયા, કોઈ ખૂણામાં ન જા તું."

અડધી ઉંમર ગલીના ખૂણામાં વિતાવનાર, અને એ ગલીના ખૂણે મળવા આવનારી, પોતાની પ્રિયતમા સાથે આવનારીને પણ સતાવનાર 'અનંત'ે જ્યારે મને રાત્રે ખંડેર પર હું ચા લઈને ગયો ત્યારે ચા પીતાં પીતાં મને આવા કોઈ જ ખૂણે ન જવા સમજાવ્યું, ત્યારે ગુસ્સાના માર્યો હું મારી ચા પીવાનું જ ભૂલી ગયો.

પહેલાં તો મને તે જાની દુશ્મન જેવો અને સ્વાર્થી લાગ્યો. એટલે મેં ગુસ્સે થઈને એને દબડાવી નાખતા કહેલું, "સાલા નાલાયક! તું! તું મને સમજાવે છે? રોકે છે? ખૂણામાં કોઈને મળતાં? એક તો માંડ માંડ મારો મેળ પડ્યો હોય, ત્યાં તું મને ટોકે છે, રોકે છે, હેં? અને એ તું! જે સાંકડી ગલીના ખૂણે અનેકને આલિંગી ચૂક્યો છે! અનેકને ચૂમી ચૂક્યો છે! અરે બેશરમ! તેં તો તને મળવા આવતી તારી કોઈ એક પ્રિયતમા સાથે આવેલી એની સહેલીને પણ છોડી નથી! ખાસ તને મળવા જોખમ લઈને દુનિયાની નજરોથી લપાઈ-છુપાઈને આવતી તારી પ્રિયતમા સામે જ તું તેની સાથે આવેલી તેની સહેલીને પણ ચુંબન કરી લેતો, એ ભૂલી ગયો! જ્યારે મારી તો હજુ શરૂઆત છે! એમાંય તને વાંધા પડે છે! તકલીફ થાય છે!"

આ કોઈ કાલ્પનિક કહાણી નથી! આ સત્ય હકીકત છે! કોઈ માને તો જ સત્ય, નહીં તો કલ્પના - એવું હું નથી માનતો. ના તો, કોઈ સત્યને સત્ય માને એ જરૂરી છે! મગર, આજેય એ વાતના તાજા સાક્ષી એ ગલી, એ મોહલ્લો, એ ખંડેર મોજૂદ છે! અને અમારા ત્રણમાંથી એક હું... જો કે લોકોને વાસ્તવિકતા કરતાં કાલ્પનિક વાર્તા વધુ ગમે છે! એટલે જ એ સતત જન્મે છે! અને પછી, વાર્તાકારનું શરીર મરી જાય છે, પણ કોઈ કોઈની વાર્તા આત્માની જેમ અમર થઈ જાય છે!

જો કે વર્ષો પહેલાં, ભાઈબંધે કહ્યું હતું કે, ""અનંત" સત્ય ની બીલકુલ નજીક હોય છે.! આ કલ્પના ની દૂનીયા બડી અજીબ હોય છે.! "અનંત""

એટલે મેં ગુસ્સે થઈ અનંતને દબડાવતા કહ્યું, "અરે બે., શરમ..! તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને પણ...! છોડી નથી...!"

એક દિવસ હું જોઈ ગયેલો, અનંત સાંકડી ગલીમાં પેલી સાથે લીલા કરી રહ્યો હતો. ત્યારે તે સમયે જ મારો તે ગલીમાં પ્રવેશ થયો. મેં મારી સગી આંખે જોયું કે, અનંત તેને મળવા આવેલી તેની પ્રિયતમાને ચૂમી આલિંગીને પછી, અનંતે તેની પ્રિયતમા સાથે આવેલી તેની સખીને પણ...! પોતાના આલિંગનમાં ભીંસીને ચૂમી લીધી. મને ગલીમાં આવેલો જોઈ પેલી બંને લજ્જાઈને નીચું જોઈ ગયેલી. અને પછી, અનંતની રજા લેતાં "હું જાઉં છું" એમ કહી, મારા કારણે રંગમાં ભંગ પડેલો એટલે, એ ગુસ્સે થયેલ ત્રાસી આંખે મારી સામે જોઈ ગલીમાથી સરકી ગઈ.

એના ગયા પછી ખંડેરમાં જઈ ગુસ્સે થઈ અનંતને મેં કહેલું, "લ્યા બે શરમ અક્કલ વગરના..! તારામાં કૈ શરમ જેવુ છે કે નૈ..! તુ પેલીની સામે બીજીને ચુમે છે ત્યારે તને કૈ વીચાર નથી આવતો..! કે, પેલ્લી પર શુ વીતતી હશે..!"

બેફિકરાઈથી મારી સામે જોઈ અનંત હસે છે.

"હસે છે શું બુદ્ધિ વગરના..! આ તો ઠીક છે હુજ ગલીમાં આવ્યો 'તો કો'ક દિ બીજુ કો'ક જોઈ લેશે તો, મારી નાખશે તને જાનથી..."

નફ્ફટાઈથી અનંત બોલ્યો, "જન્મે એ મરે."

અનંતે ખબર નહીં શું કહ્યું, હું સમજ્યો નહીં એટલે મેં પૂછ્યું, "શું..?"

"મરેલા મરે નૈ..." અનંતે કહ્યું.

હું ફરી સમજ્યો નહીં એટલે મેં કહ્યું, "હેં શું..? હું સમજ્યો નૈ..!"

મારી નાસમજીથી કંટાળીને અનંતે કહ્યું, "મુકને યાર ખોટી માથાકૂટ કોઈ મારે એ પહેલાં હું મરી જઇશ બસ..."

કંટાળાના અંતે અનંતે જે કંઈ કહ્યું, એમાં પણ મને કંઈ સમજાયું નહીં એટલે મેં કહ્યું, "બૌ ખીલોસોફી ઠોકમા અનંત કો'ક દિ' કો'ક માથાનુ ભટકાઈ જશે ત્યારે... તારી આ અર્થ વગરની ખીલોસોફી કામ નૈ આવે સમજ્યો..!"

"ત્યારે સમજી લૈશ," એમ નફ્ફટાઈપૂર્વક જવાબ આપી અનંત ચુપચાપ પોતાના કામે વળગી ગયો.

એ ઘટના મારી નજર સામે બનેલી અકલે, ચલચીત્ર ની માફક આંખ સામે આઈ ગૈ.. અકલે પછી એણે જે ખુદ કરતો એ કરતા મને રોક્યો અકલે હું આગ બબુલા થૈ ગ્યો.. અકલે મે એને કહ્યું.

"ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની સહેલીને પણ.! તું ચુમ્બન કરી લેતો, એ ભૂલી ગયો...! જ્યારે મારી તો હજુ શરૂઆત છે..! એમાય તને તક્કલીફ્ફ થાય છે..!"

હાં પણ માંડ મેળ પડતો હોય ત્યારે જ કોઈ રોકે ટોકે તો આગ તો લાગેજ ને.! ગુસ્સો પણ આવેજ્જ..! અને આવેલો. તે દિવસે ગુસ્સાના માર્યા હુ તેને ઘઘલાવતો રહ્યો. અને એ ચુપ્પ ચાપ્પ સાંભળતો રહ્યો. એની એ ચુપ નો પણ મે અબુધે, ગલત મતલબ નીકાળ્યો. અને એના મૌન સામે લવારી કરતા, ફરી મે ગુસ્સે થૈ ને કહ્યું.

"કેમ હવે બોલતી બંધ થૈ ગૈ તારી... વાંક્કમા આવ્યો અકલે...!"

ત્યારે... સુર્રરરર કરતા ચાયનો છેલ્લો ઘુંટ ભરી, ચહેરા પર પરમ શાંતી ધરી અનંતે મને કહ્યું.

"અટલેજ કહું છું તને દોસ્ત..! કે પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ. પરીયા કોઈજ ખભો આપવા નથી આવતુ."

શાંત ચીતે ભાઈબંધે કહેલી વાત સાંભળી હું ભાનમાં જર્રીક અમથો આવ્યો. એટલી વારમાં તો, મારી ચાય ઠરીને ઠીકરૂ થૈ ગયેલી. અકલે એક ઘુંટે હુ ચાય પીય ગયો. અને પછી મે અનંતને પુછ્યું.

"અનંત પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ. કોઈજ ખભો આપવા નથી આવતુ. અકલે .?"

જવાબમાં ભાઈબંધે ટુંકમાં કહ્યું.

"પહેલા આવે છે..!"

મે એની આંખોમાં આંખ પરોવી ફરી પુછ્યું. "અકલે..?"

ત્યારે એ ઉદાસ સ્વરે બોલ્યો...

"બસ એના સમય પર એ સમય સર આવે જાય છે.. પછી કોઈ પુછતુ નથી..! આપણા આંસુ લૂછતુ નથી.! ખૂબજ તકલીફ થાય છે..! "અનંત" આંખો ભીંજાય છે..! "અનંત""

અને પછી, જાતને સંભાળી ભાઈબંધે મને અંતમાં કહ્યું:

બ્લાસ્ટ :-

"ખૈર... હવે મને એ વાતનો કોઈ રંજ નથી કોઈ દુ:ખ નથી હુ જે જીરવી ગયો. "અનંત" એ માર્રોજ હીશાબ હતો.. તુ જીરવી નહીં શકે..! પરીયા..."

"और तो और "अनंत" सुनो ये बात जरा गौर से। कभी कभी.! ईश्क भी.! मीलता है सजाये तौर पे। "अनंत""

બસ્સ.! વર્ષો પહેલાં.... ભાઈવબંધે કહેલી એ વાત મારા મન હ્રદયમાં ઘર કરી ગૈ... 

અકલે પછી મને બીક ગરી ગૈ..

https://www.facebook.com/share/v/1FKL4yKzx3/

ઓલી એ અનંત ની વાતો વાંચી ને કહ્યું. 

આ વાર્તા મને ખૂબ જ રસપ્રદ અને ઊંડાણવાળી લાગી!

ખાસ કરીને, મને આ વાર્તામાં નીચેની બાબતો ગમી:

 * ભાવનાત્મકતા: મિત્રતા, ગુસ્સો, સમજણ, અને છેવટે પસ્તાવાની લાગણીઓને ખૂબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. પાત્રોના સંવાદો દ્વારા તેમની લાગણીઓ સ્પષ્ટ થાય છે.

 * વાસ્તવિકતાનો સ્પર્શ: વાર્તામાં જે 'સત્ય હકીકત'ની વાત કરવામાં આવી છે, તે વાર્તાને વધુ વિશ્વસનીય બનાવે છે. ખંડેર, ગલી, અને મોહલ્લા જેવા સ્થળોનું વર્ણન વાતાવરણને જીવંત બનાવે છે.

 * ફિલોસોફિકલ દૃષ્ટિકોણ: 'અનંત'ના સંવાદોમાં જે જીવન અને મૃત્યુ, કે પછી સંબંધોની વાસ્તવિકતા વિશેની ફિલોસોફી છે, તે વિચારપ્રેરક છે. ખાસ કરીને "જન્મે એ મરે" અને "મરેલા મરે નૈ" જેવા વાક્યો ઊંડો અર્થ ધરાવે છે.

 * હિન્દી કાવ્ય પંક્તિનો ઉપયોગ: વાર્તાના અંતમાં આવતી હિન્દી કાવ્ય પંક્તિ "और तो और "अनंत" सुनो ये बात जरा गौर से। कभी कभी.! ईश्क भी.! मीलता है सजाये तौर पे। "अनंत"" વાર્તાને એક અલગ જ આયામ આપે છે અને તેની અસરકારકતા વધારી દે છે. તે વાર્તાના મૂળ સંદેશને વધુ મજબૂત બનાવે છે.

 * સંવાદોની તાકાત: વાર્તાના સંવાદો ખૂબ જ જીવંત અને સ્વાભાવિક છે, જે પાત્રોને વાચક સાથે જોડી રાખે છે.

ટૂંકમાં, આ વાર્તા લાગણીઓ, વાસ્તવિકતા અને ફિલોસોફીનું એક સુંદર મિશ્રણ છે. મને ખરેખર તે વાંચવાની મજા આવી.

શું આ વાર્તા લખવા પાછળ કોઈ ખાસ પ્રેરણા હતી?

તમેજ કહો..! 

તમારી આ વાર્તાની પાછળ શું પ્રેરણા હશે, તે વિશે હું થોડા અનુમાન લગાવી શકું છું.
મને લાગે છે કે આ વાર્તા કદાચ કોઈ વાસ્તવિક જીવનના અનુભવ પર આધારિત છે. જે રીતે તમે પાત્રો, સંવાદો અને લાગણીઓને વર્ણવી છે, તે ખૂબ જ સાચી અને હૃદયસ્પર્શી લાગે છે. "આ કોઈ કાલ્પનિક કહાની નથી! આ સત્ય હકીકત છે!" આ વાક્ય પણ સૂચવે છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારી અંગત લાગણીઓ અને અનુભવોને વાર્તામાં વણી લીધા છે.
અહં તારી ભુલ થાય કદાચ તને પણ ઓલીઓની માફક ભ્રમ થયો... 
કારણ કે આ મારા ભાઈબંધ અનંત ના જીવનમાં બનેલી સત્ય ઘટના સાથે જોડાયેલ છે. 
મને માફ કરશો 
માફી સાથે આગળ જણાવું તો 
કદાચ આ વાર્તા મિત્રતાના ઊંડાણ, જીવનના પાઠો અને કડવા અનુભવો વિશે છે. 'અનંત'નું પાત્ર એક અનુભવી વ્યક્તિનું પ્રતીક છે, જેણે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને તેથી તે બીજાને સાચી સલાહ આપી શકે છે, ભલે તે સમયે તે સલાહ કડવી લાગે. વાર્તામાં પ્રેમ, દગો, ગુસ્સો અને છેવટે સમજણ જેવા ભાવોનું સરસ સંમિશ્રણ છે.
અથવા એવું પણ બની શકે કે આ વાર્તા યુવાવસ્થાની ભૂલો અને તેના પરિણામો વિશે છે. યુવાનીમાં જ્યારે વ્યક્તિ અણસમજુ હોય છે, ત્યારે તે કેવા નિર્ણયો લે છે અને પાછળથી તેનો પસ્તાવો કેવી રીતે થાય છે, તે આ વાર્તામાં જોવા મળે છે.
અંતે હિન્દી પંક્તિ "और तो और "अनंत" सुनो ये बात जरा गौर से। कभी कभी.! ईश्क भी.! मीलता है सजाये तौर पे। "अनंत" " એવું સૂચવે છે કે આ વાર્તા ક્યાંક ને ક્યાંક પ્રેમ અને તેના દુષ્પરિણામો સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. 'પરીયા'ને 'અનંત'ની સલાહ, અને પછી 'અનંત'ની પોતાની પ્રેમની સજાની વાત, આ બધા એક ગાઢ રહસ્ય તરફ ઈશારો કરે છે.
આ બધા મારા અનુમાન છે. ફક્ત તમે જ જાણો છો કે આ વાર્તાની પાછળની સાચી પ્રેરણા શું છે.
જો તમે શેર કરવા માંગતા હો, તો હું સાંભળવા તૈયાર છું!
હે પ્રીયે તું ઊંડાણેથી સમજી શકી છે. 
ખરેખર? મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે હું તમારી વાર્તાને ઊંડાણપૂર્વક સમજી શકી છું! તમારા શબ્દો અને તેમાં છુપાયેલી લાગણીઓને હું બરાબર પકડી શકી, તે મારા માટે સંતોષની વાત છે.
આ એક એવી વાર્તા છે જે માત્ર ઘટનાઓનું વર્ણન નથી કરતી, પરંતુ માનવીય સંબંધો, ભૂતકાળના અનુભવો અને તેના પરથી શીખેલા પાઠોનું પણ એક સુંદર ચિત્ર રજૂ કરે છે. 'અનંત' અને 'પરિયા' વચ્ચેનો સંવાદ, ગુસ્સો, પસ્તાવો અને અંતે અનુભવમાંથી મળતી સમજણ - આ બધું જ ખૂબ સ્પષ્ટ રીતે ઝળકે છે.
તમે મને આ વાર્તા શેર કરી અને તેને સમજવાની તક આપી તે બદલ આભાર. આવા ઊંડાણવાળા વિષયો પર ચર્ચા કરવી મને ગમે છે.


Saturday, 21 June 2025

પરણ્યા પછી સ્ત્રી પુરૂષે

અર્થાત્...? 

સં, ભોગ.! 

સંભોગનુ છીછરૂ નહીં બલ્કે ઊંડાણ પુર્વક... 

ઊંડુ અર્થઘટન કરતાં... 

વર્ષો પહેલાં ભાઇબંધે આવું કાં'ક કહ્યું હતું... 

સં, ભોગ.... અર્થાત્... 

પરણ્યા પછી સ્ત્રી પુરૂષે 

કૈ પણ હોય સરખે ભાગે ભોગવવુ 

એટલે સંભોગ.! 

ના તને ઓછુ પડે.! 

ના મને વધારે મળે.!

ના મને ઓછુ પડે.! 

ના તને વધારે મળે.! 

તારૂ બધુજ આખુય મને.! 

તને મારૂ આખુય આયખુ મળે .! 

તન મન થકી જે કૈ પણ મળે. 

તે બંને ને સરખુ મળે.

તન થકી મન મળે. 

મન થકી તન મળે.

આમ "અનંત" પ્રેમથી...

આપણો પ્રેમ ફળે..!

અને સંસાર...

અનંત અખંડ આનંદથી 

મલકાય છલકાઈ જાય...

"અનંત"

આ ગીત હાલજ વીવીધ ભારતી પર સાંભળ્યુ. 

અકલે, 

આ ગીતનો કેવાનો મર્મ પણ કાં'ક એવોજ છે.

મે આ ગીત સાંભળ્યુ અકલે તુરંત મને, 

વર્ષો પહેલાં ભાઇબંધે, 

ઊંડાણથી ઊંડાણ પુર્વક 

સંભોગનુ ઊંડુ અર્થઘટન કરે,લૂ... 

તે છેક ઊંડેથી મારા મનની સપાટી પર આઈ ગ્યુ...

બસ્સ એક,લૂઝ...

*બ્લાસ્ટ* 

સંભોગ અર્થાત્ સાથે મળીને ભોગવવુ...

પછી ચાહે તે અનસુખ હોય, ધનસુખ હોય, મનસુખ હોય કે પછી તનસુખ..!

"અનંત"

આવું કાં'ક વર્ષો પહેલાં માર્રો ભાઈબંધ કહેતો હતો.... 

https://www.facebook.com/share/v/1Ak7vmTkcQ/

https://youtu.be/rVfuSsVprdw?si=wJMRRCwbaF1IMtQJ



https://youtu.be/U06da2bGzys?si=P_zksyy4x71_0wW4

Thursday, 19 June 2025

એવુજ


https://youtu.be/BSZlcXSqxoQ?si=tG7GPm6lo3Cx5IfK

 https://youtu.be/MDXFi3avqo0?si=U_CzzxmVEJOIAGg9


https://youtu.be/jDTvgX8bMuA?si=4Y01SXkkjatZIVbK

ક્યારેક સ્ત્રી પણ પહેલ કરી શકે છે.

ક્યારેક સ્ત્રી પણ પહેલ કરી શકે છે..!

 https://youtu.be/CPonojPtTPw?si=zUum7m3uSg2EBWTG

પુરૂષ તો હંમેશા કરતો હોય છે.! 

https://youtu.be/4R8kAQ7rnVs?si=hjCvh6EOzkBKAlNL


https://youtu.be/DuorJWm5JmY?si=1j0ScBNVKs9gVfdS