Tuesday, 3 June 2025

બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ...

 "અનંત"ના પ્રેમ પત્રો માંથી. 

"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ."

આ એજ કાગળનો ટુકડો છે જેમાં અનંતના હસ્તાક્ષર છે !

બસ આવાજ અઢળક કાગળિયા  હું નવરા બેઠા ઉકેલું છું 'ને ,

એનું મારા પરનું ઋણ ઉતારું છું ..

આજે પણ “અનંત”ના આવાજ અસ્ત વ્યસ્ત પડેલા ફાટેલા તૂટેલા સડેલા ,

ઝર્ઝરિત થઈ ગયેલા અનંતના અસ્થિ પિંજર સમા કાગળિયા ફંફોસતા ,

ફરી મને  મળ્યો , અનંતે લખેલો એક અંતિમ પ્રેમ પત્ર.

અક્કલ વગરનો ખુદ જાણતોજ  હતો કે પ્રેમ અનંત છે ...

પ્રેમનો કોઈજ અંત નથી ..!

તેમ છતાં કેટલીય વાર લખ્યા એણે અંતિમ પ્રેમ પત્રો  ...

આનો અર્થ એટલોજ કે અનંતના જીવનમાં ....

અનેક છોકરીઓ આવી અને ગઈ ...

પણ, કોઈ પણ એની સાથે ટકી નૈ ...

અને એ  હરેક ચહતીતિ  માટે અનંતે લખ્યો ..

"અંતિમ પ્રેમ પત્ર ..."

ચાલો એની પીડાનો આપણે આનંદ ઉઠાવીએ...

 “અનંત”નો અંતિમ પ્રેમ પત્ર.......

"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ..."

" સબંધ વિનાની લગન એટલે પ્રેમ ..."

"લગન વિનાનો સંબંધ એટલે પ્રેમ.. "

તને કદાચ આ નહીં સમજાય ખૈર....

આધિ અધૂરી અટપટી વાતો કરી કરી ને હું પહેલા પણ તને ખૂબ

પરેશાન કરી ચૂક્યો છું . અને હવે જ્યારે આ અંતિમ પત્ર હોય અને ત્યાર બાદ

આપણે કદાચ ક્યારેય મળવાના ન હોય તને ઉપર લખેલ પંક્તિ નો સાર કહું છે.

"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ..."

અર્થાત :- એવો સંબંધ જેમાં માનશીક તેમજ આત્મિક બંધન

સિવાય ના બીજા કોઈજ બંધન ન હોય..

" સબંધ વિનાની લગન એટલે પ્રેમ ..."

અર્થાત :- જેમાં માનશીક તેમજ આત્મિક બંધન

સિવાય ના બીજા કોઈજ બંધન ન હોય....

તેમ છતાં હમેશાં એક બીજા ને મળવાની સતત લગન ઈચ્છા થતી હોય..

પ્રેમ માંગવા કરતાં વધુ આપવાની ઝંખના હોય ..

"લગન વિનાનો સંબંધ એટલે પ્રેમ.. "

અર્થાત :- શરીરે લગન , લગ્ન છો કર્યા ના હોય તો પણ

બેઉ આત્માના બંધનથી અતૂટ રીતે બંધાયેલા હોય એવું

પરમ ચરમ અનંત અખંડ પ્રેમ બંધન ....

@@@@@@@@@@@@@@@

પ્રિયે આ મારો તને અંતિમ પત્ર છે.  

અને તને પહેલા જ કહી દઉં કે છેક લગી તારી આંખની કિનારી  

લગીર પણ ભીની ના થવી જોઈયે...

નૈ તો મારી હાલત પણ ગંભીર થઈ જશે ...  

હાં તો,,,

હવે કદાચ આપણે ફરી ક્યારેય મળી નહીં શકીએ.    

સાથે મળીને હસી નહીં શકીએ...

કે,,,  

એક બીજાના ખંભે માથું ઢાળી રડી નહીં શકીએ....

કેમકે ,,,      

હું જાણું છું કે, આપણું  એક થવું હવે કોઈજ સંજોગોમાં શક્ય નથી....

મારી ઈચ્છા તો ભવોભવ સાથે રહેવાની હતી ...

હું એવું નથી કહેતો કે તારી ઈચ્છા નથી...

પણ તું તારા પરિવાર કે તારા સમાજની વિરુધ્ધ જવા તૈયાર નથી ...

પહેલા તું મને પામવા જેટલી મજબૂર હતી ...

એટલિજ કે એથી પણ વધુ..! આજે  તું મારાથી દૂર જવા,  

તારા સમાજ તારા પરિવારને કારણે તું મજબૂર છે ...

હાં મારા કરતાં તું,  વધુ મજબૂર છે ..!

કદાચ મજબૂત પણ છે  ..!

તું  તારા ઈરાદામાં ..  

ખૈર ....

પણ , હિશાબ મુજબ આપણે જેટલું પણ હળ્યા ,મળ્યા , હસ્યાં રડ્યા ...  

એ યાદોના સંભારણા અંતીમ શ્વાસ સુધી મારી સાથે રહેશે....

તારી મને ખબર નથી તું કદાચ ભૂલી પણ જાય, એક અરસા પછી ....

પણ હું ભૂલી નહીં શકું તને વર્ષો સુધી....  

તારો પ્રેમ તારી સાથે ગાળેલી એ અનંત અલૌકિક ક્ષણો ...

મારી ભીતર એક ખૂણામાં આજીવન અકબંધ રહેશે....

આપણો સંબંધ તારા ગયા પછી હવે તને અને મને ,

અતી ,  વેદના ,પીડા,દૂ:ખ વ્યથા અને આસું આપશે...

 થોડા દૂ:ખપછી આંખો નિચોવાઈ ગયા પછી ....

પ્રેમના સુખદ સંભારણા સુખડ કે ચંદન જેવો થઈને,

મહેકતો રહેશે મારા તારા શ્વાસોમાં...  

હું તો હજુ પણ કહું  છું કે તું હિમ્મત કર ..!

ચાલ આપણે બન્ને એક થઈ જઇયે ...

પણ તું નૈ માને ઐ હું જાણું છું .

કેમકે ...,

જેમ તને તારા સંબંધો રોકે છે...!

એમ મને પણ મારા સિદ્ધાંતો અને બંધનો રોકે છે....!

'ને તેમ છતાં આ પ્રેમ એ આમતો સુખડ ચંદન જો કે છે.  

"અનંત" બંધન ભીતરનું છે બંધન નહીં છૂટે ...

અનંત... યુગો સુધી અંતરનો કે અંદરનો સંબંધ નહીં તૂટે ...

પણ હવે દૂરથી પ્રેમ ચંદનની સુવાસ લેવી એ જ માત્ર વિકલ્પ છે.

ખૈર ...

તારા નામ પાછળ મારૂ નામ ના જોડાયું ...

મારા નામ આગળ તારું નામ ના જોડાયું ...

તો શું થયું ..  

શું તું જાણે છે ..!?

કે, નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે.

એ અલૌકિક સંબંધનું નામ એટલે કે, પ્રેમ પ્રેમ બસ પ્રેમ....    

પ્રેમને જ્યારે પ્રેમ સિવાય બીજું કોઈ નામ અપાય છે ત્યારે ...

નામ હોય એનો નાશ હોયજ ..!

પ્રેમનું પણ કૈ એવુજ છે જ્યારે પ્રેમને નામ આપવામાં આવે છે ..!

કે પછી નામના બંધનમાં બાંધવામાં આવે છે ત્યારે ...

પ્રેમ ગૂંગળાય જતો હોય છે ..!

અને ક્રમશ ...પ્રેમનો  નાશ થઈ જતો હોય છે .!

પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે.

ત્યારેજ પ્રેમ યુગો સુધી જીવંત રહે છે.

જ્યાં સુધી પ્રેમ કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધાતો,

અને માત્ર ને માત્ર પ્રેમ જ રહે છે.

ત્યારે પ્રેમનું જીવન અજર અમર અનંત થઈ જાય છે ..!

અને હાં , હું સહજ સ્વીકારું છું કે ,

મને પ્રેમ કરતાં નહોતું આવડતું ...

અને મને પ્રેમ શીખવાડનાર તુંજ હતી.

તેજ તો મને પોતાની તરફ ખેંચ્યો હતો ....

નૈ તો હુંતો પહેલેથી સાવ શરમાળ હતો.

સાવ બુધ્દુ જ હતો...

હાં મસ્તી ખૂબ કરતો તારી સાથે મન ફાવે એમ બોલતો ....

આસપાસ કોઈ જુવે છે સાંભળે છે એવું કૈ પણ હું ના વિચારતો ...

 એટલે તો ઘણી વખત તું મારા પર ખીજાઈ જતી અને પછી....

અક્કલ વગરનો, મૂર્ખ, બુધ્ધું ..!  ગમે ત્યારે ગમે તે બોલે છે ..!

કાઇજ ખબર નથી પડતી અનંત તને કાઇજ સમાજ નથી પડતી ..!

આવું બધુ તુજ કહેતી મને ,યાદ છે, તને ?

હાં તું સાવ સાચીજ હતી ... !

આજે પણ મને કાઇજ ખબર કે સમજ  નથીજ  પડતી...!

અને પછી એક દિવસ મોકો મળતા...  

તે પ્રથમ વાર મારી સામે તારો રૂપાળો ગાલ ધર્યો હતો .

ચુંબન માટે...

અને મે મૂર્ખાએ તારા ગાલ પર માત્ર હળવી ટપલી મારી હતી ...

ત્યારે તું બોલી હતી ' સાવ બુધ્ધું જ છે ...

એમ કહી તે મારા ગાલ પર ચિંટિયો ભરી લાલ કરી નાખ્યો હતો ...

અને પછી, તે મને કોલરે થી પકડીને સાવ કરતાં સાવ નજીક ખેંચીને ,

મારા ગાલ પર તે ચોડી દીધું  ચસચસતું એક જોરદાર ચુંબન ...

અને તારી બદલે હું શરમ થી લાલ લાલ.....

આજેય હું એવો જ છું...

પણ આજે જ્યારે ....

છેલ્લી વાર નજીક આવીને ભીની આંખે કપકપાતા હોઠે ,

તે જ્યારે "અનંત મને ભૂલી જજે " એવું  કહ્યું ત્યારે ....

તે કહ્યું "અનંત મને માફ કરજે આપણે ક્યારેય એક નૈ થઈ શકીએ ..."

ત્યારે ...

પહેલા મળતા ત્યારે જે ઝણઝણાટી થતી ...

એની જગ્યાએ મારા આખાયે બદનમાં કંપારી છૂટી ગયેલી  ...

મારા ગળે ડૂમો બાજી ગયેલો ....

મરતા માણસને જેમ અંત ઘડીએ બધુ યાદ આવે ...

એમ મને આજે એકાએક બધુ યાદ આવે છે ...

પહેલા કરતાં તું ,તારો પ્રેમ ,અને તારી હુંફ ...!મને વધુ યાદ આવે છે ...!  

"મૃત્યુથી કમ નથી હોતી પ્રેમમાં વિખૂટા વિખૂટા પડવાની ઘટના"

"કદાચ નૈ પણ સો ટકા મૃત્યુથી પણ વધુ પીડા દાયક હોય છે..!

"પ્રેમીથી વિખૂટા પડવું "

શ્વાસ જ્યારે એક અંતિમ શ્વાસે છૂટી જાય છે ત્યારે ...

એક જાટકે માણસ અનેક યાતનાથી મુક્ત થઈ જાય છે ...

પણ જ્યારે પ્રેમીથી વિખૂટા પડવું ત્યારે ....

ના જીવાય છે , ના મરાય છે ...

બસ શ્વાસ સાથે પીડા ભીતર ભીતર ઘૂંટાય છે....

ખૈર ...

હું તને પરાણે કોઈજ બંધનમાં બાંધવા નથી ઈચ્છતો ..

માટે જ હું તને તારી મરજી મુજબ મારા પ્રેમમાંથી મુક્ત કરું છું.

કિન્તુ..! યાદ રાખજે તારાથી છૂટ્યા પછી...

જ્યાં સુધી કે કોઈ મને તારી જ માફક પોતાની તરફ નહીં ખેંચે ને...!

ત્યાં સુધી હું તારી યાદમાં તડપતો રહીશ તરફડતો રહીશ પણ ..!

પ્રેમમાં કદિયે.. પહેલ નહીં જ કરું.

તને યાદ છે ?

જ્યારે હજુ આપણાં પ્રેમની શરૂવાત હતી, ત્યારે...

આગળ વધ્યા પહેલા મે તને એકવાર "બે અર્થમાં " કહ્યું હતું કે.,,,

પ્રથમ જુદાઈમાં કેમ જીવવું એ મારગ તું મને ચીંધી દે .!

‘ને પછી, તું તારે "અનંત" પ્રેમથી મારુ  હ્રદય વીંધી દે..!

પણ તું એક પણ અર્થ કદાચ સમજી ના શકી ..!

અને  તું મને,  એ, મારગ  ચીંધી ના શકી..!

કે ,હું તારા ગયા પછી ચેનથી જીવી શકું

ખૈર ...

પણ હું એવું નહીં કરું કેમકે હું જાણું છું. કે ,

પ્રેમમાં એક વાર મળ્યા પછી , જુદા પડવું  કેટલું કઠિન હોય છે.

છતાં આપણે જુદા થવું પડે છે ...

મજબૂરન તારે મારાથી , મારે તારાથી દૂર જવું પડે છે...

હું જાણું છું ને ..!

વિયોગની પીડા એટલે ...!

તને હું તારાથી દૂર જતાં પહેલા ....

મારા દૂર ગયા પછી પણ મારી સાથે કેમ જીવવું એ મારગ હું બતાવું છું...

જતાં પહેલા તને આ અંતિમ પત્ર આપીને....  

તારા પ્રેમમાં ઓગળી ગયેલો હું પ્રેમ પ્રકૃતિનો માણસ. ...

હવે કદાચ થીજી જઈશ ....

યાતો પછી હવામાં ઓગળી જઈશ...

યા ધૂવામાં વિલીન થઈ જઈશ ....  

હું પ્રકૃતિના અડાબીડ જંગલમાં કદાચ ક્યાક ખોવાઈ જઈશ....

તેમ છતાં મારો પ્રયાસ સતત એજ  હશે કે,,,

તારાથી દૂર.... દૂર... રહીને પણ..

હું તને સતત મારો અહેસાસ કરાવતો રહું.

એમ કરતાં હું તને પણ પ્રકૃતિ તરફ દોરી જઈશ....

હું જાણું છું તને પણ મારી કમી મહેશુશ થશે...!  

મને પણ તારી કમી મહેસુસ થશે જ...!

પણ તને..!

હું કદી મારી કમી મહેસુસ નહીં થવા દઉં....

હાં , જ્યારે હું તને યાદ આવું ને.!

ત્યારે ... તું .!

પેલા કબૂતરની ચાંચમાં...

ઉડતા કબૂતરની પાંખમાં ....

'ને ભોળા કબૂતરની આંખમાં ...

તું જોજે ...!

જોતી રહેજે જ્યારે પણ તને મારી યાદ આવે ...

યાદ છે તને ..?

શરૂ શરૂમાં જ્યારે હું તારી નજીક આવતા ગભરાતો

ત્યારે...

ઘણી વાર તું મને કબૂતર કહેતી ...

તું કહેતી કે અનંત તું તો સાવ  કબૂતર જેવો છે ...

પાસે આવું હું ' ને ફફડે છે તું ...! કબૂતર...

જો કે પછી તો તું મને ક્યારેક ક્યારેક કાગડો પણ કહેતી ...

બસ , હવે પછી હું તને ...

એ કબૂતરની ચાંચમાં, પાંખમાં અને આંખમાં દેખાઈશ....  

તારા પ્રેમમાં ઓગળેલો હું પછી ક્યાક દૂર દૂર નીકળી જઈશ....

ઓગળી જઈશ .... હવામાં વિલીન થઈ જઈશ.....

જતાં જતાં આકાશ તરફ એક નજર કરી ....  

ખુલ્લી હવામાં હું નિર્દોષ ચુંબન તરતુ મૂકી જઈશ...

અગર ક્યારેય તને મારી યાદ આવે ...

અને, જ્યારે તને મારા પ્રગાઢ આલિંગન ,

કે, ચુંબનની ઝંખના જાગે ને ....

ત્યારે....

તું તારા ગુલાબી ગુલાબી ગાલને નાના નમણા  હોઠોને....

જે તરફ હવા ચાલતી હોય ,એ હવાની દિશા તરફ કરી દેજે....

તારા હોઠ ,તારા ગાલ તું હવાને ધરી દેજે ..!

એ હવા તને આલિંગનમાં લઈ લેશે ....

એ હવા તારા અંગે અંગને સ્પર્શતી  સ્પર્શતી  ...

મારૂ હવામાં તરતુ મૂકેલું ચુંબન....

તારા ગોરા ગાલે  કરી દેશે. ...

બસ આવીજ રીતે તું ચાહે ત્યારે ...

મને આલિંગી શકશે , સ્પર્શી શકશે, ચૂમી શકશે

અને, દૂર દૂર રહીને પણ તું મારી યાદમાં ઝૂમી શકશે.... ...

હું પણ એજ હવાના સ્પર્શ સાથે તારા આખાયે બદનને સ્પર્સી લઇશ....

તારા ગોરા ગોરા ગાલને, તારા નાના નાના ભાલને,

તારા નાજુક નમણા હાથને તારા કાળા ભમ્મર વાળને ...

તારા નાજુક નમણા હોઠને તારી જીણી જીણી આંખને ....

અને,,, તને હાં હું પણ તને એજ રીતે

આખે ને આખી  હું ચૂમી લઇશ....  

જ્યારે પણ તું મને યાદ કરશે....!

પ્રિયે જ્યારે પણ તું મને યાદ કરે ને....  

ત્યારે સમજજે કે હું પણ તને યાદ કરું છું ...!  

બસ...પ્રિયે...

આમ તું જ્યારે ધારે ત્યારે....

કબૂતરની આંખમાં મને જોઈ શકશે....  

એની ચાંચમાં તું મને ચૂમી શકશે....

મારી ગેર હાજરીમાં પણ તું મસ્ત થઈ ઝુમી શકશે....  

કબૂતરની પાંખમાં તું મારી સાથે ઊડી શકશે.....

અને હું પણ , બસ એજ રીતે, મારી પોતીકી એવી,

અનંત... અલૌકિક કલ્પનાની દુનિયામાં ....

તારી સાથે જીવી લઇશ “અનંત“ યુગો સુધી...

તારા હાથમાં આ પત્ર આવશે ત્યાં સુધીમાં  તો ....,  

હુ ક્યાય દૂર દૂર અનંત અડાબીડ જંગલમાં ...

દૂર દૂર ખૂબ દૂર નીકળી ચૂક્યો હોઈશ ....

અનંત”  કોને કહ્યું કે નામ વિનાના સંબંધનું કોઈ નામ નથી હોતું.

અરે એ સંબંધનું જ તો નામ છે પ્રેમ...

અહ , ના, ના..! નહીં,  બિલકુલ નહીં ..!

તારે રડવાનું નથી ...!

એવું મે તને પહેલાજ  કહ્યું હતું ને....

છતાં તું રડી .... ?

લગીરે જૂઠું ના બોલજે કારણ કે,

મને મહેસુસ થાય છે પ્રિયે તારી નીતરતી આંખોની ભીનાશ...

"અનંત" મારા હોઠ પણ મહેસુસ કરે છે તગતગતિ આંખોની ખારાશ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"અનંત"

બ્લાસ્ટ:-

નૈ તો ,જગડીને જુદા પાડવામાં એટલી પીડા નથી થતી ...! 


"અનંત" તકલીફ ત્યારેજ  વધે છે ..!
જ્યારે પ્રેમથી વિખૂટા થવું પડે છે..!
"અનંત"



નિર્દોષ ગુનેહગાર
વ્હાલા પ્રવીણ...... હું પણ "અનંત" ના નામે ચરી ખાઉ છું ...
તારી વાત સાવ સાચી છે .
એ રૂપાળું નામ આપીને છટકી ગયો .......
સાલો એ તો પંખી થઈ ઉડી ગયો...
' ને હું અટુલો રહી ગયો...
પ્રેમ છે તેથી જ અલગ નથી ....
ભલેને નામ કોઈ ના આપે ...
તેથી શું નામ બદલાય જવાનું હે ?
અરે ભાઈ પ્રેમના સંબંધનું નામ જ પ્રેમ હોય છે . :)))
નિર્દોષ ગુનેહગાર
Kunjal Pradip Chhaya એ આ અંતિમ પત્ર પછી પ્રકતિમાં એટલે કે પંચ તત્વમાં વિલિન થઈ ગયો.. ......
જે વિલીન થઈ જાય એ જ સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ થઈ શકે....
જીવતાના ભૂત થાય ..... ???

No comments:

Post a Comment