Saturday, 1 November 2025

આવ તારા હ્રદયના ઘાવ ભરી દૌ પ્રેમથી...








hared with Public
છે
https://www.facebook.com/katira.paresh/posts/pfbid02TfCWUhdvgpSGDkRYRmKzadT5i6kxZT1L6VAr2aYSFk4meew599NqEN1RqPA31zEyl?__cft__[0]=AZX2E7AEoBbKuJsgNaIp93Dfg6IOu-e2IcheBVbllQ8Rzvo1WNx3YmN_mj2AaF_Gl8HO4RbRTvSYBLTKiI_7HDuC1n8RPQRfU8FSg4eXeIhFnSxZ4nIZz4xbjlY38lyxPbzjn9zPNGLScbM9GjDvTm9DazMndQZPBSmdJcbhLl38uQ&__tn__=%2CO%2CP-R

આ તો જૂનામાં જૂનૂ છે....
બસ આ બઠ્ઠાવેલ ફોટુ નવુ છે ...!
મિક્સ કર્યું અકલે નવા જેવુ લાગે..!
એમા કૈ નવાઈ... હુ એમ કૌ છુ...!
અનંત આમ શરમાળ પણ આમ બે, શરમ અનંત...
આખો દિવસ મહોલ્લો ગજવતો...
અને હીશાબ મુજબ..!
હીશાબ પેટે મળેલો અકલે કે,
પોતાના હીસ્સામા આવેલ મજુરનો રોલ ભજવતો...
આમ આંખો કોરી પણ ભીતરથી ભીનો ભીનો અનંત..
પોતાના કામમા વ્યસ્ત.! મસ્ત થઈને ગાતો ...
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया
बरबादियों का शौक माना फिजुल था,
बरबादियों का जसन मनाता चला गया
मैं जिंदगी का साथ निभाता….
जो मिल गया उसी को मुक़दर समझ लिया,
जो खो गया मैं उसको भुलाता चला गया
मैं जिंदगी का साथ निभाता…
गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ
मैं दिल हो उस मुक़ाम में लाता चला गया
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया…
આ ગીત નીજ મસ્તીમા ગાતો રહેતો અનંત ...
દિવસે કોરી દેખાતી એની આંખો...
રાતે નીતરતી અને તકીયા ભીંજવતી,
એ હકીકત એક માત્ર તકીયાનેજ ખબર...
એના જીવનમાં કેટલીયે છોકરીઓ આવી..
દિલ બહેલાવી અને, ચાલી ગઇ...
(એ કારણે એ સમયમાં એ સમયની વેદનાની અસરમાં....
એણે, "પીંજરૂ" લખેલું...)
કેકલી આવી કેકલી ગઈ એ મને પુછવુજ નૈ..!
મને કૈ ખબરજ નથી..!
પછી અનંત તુટી જાય.. 'ને પાછો સંધાય પણ જાય...
ફીનીક્ષ પક્ષી ની માફક ...
વળી પાછી કો'ક આવે જીવનમાં અકલે....
આમેય પ્રેમનુ અને પ્રેમીનુ જીવન ફીનીક્ષ પક્ષી જેવુ હોય છે,
સાંભળ્યુ છે કે એ બળીને વળી રાખમાથી બેઠુ થતુ હોય છે.
એવુ જ અનંતનુ હતુ....
બસ એ રીતે કોઈ આવી...
અને અચાનક ચાલી પણ ગૈ... જોકે.,
પણ એના થોડા સમયના આવાગમન દરમ્યાન...
કૈ કેકલુય બની ગયુ, બનવા જેવુ. ન બન્યુ ને,
બનતુ એવુ કે, એ સામેથી સામે ક્યારેય કોઈને બોલાવતો નહી ...
કોઈ બોલાવે નહી ત્યાં સુધી અનંત કોઈની પાસે જતો નહી..
કોઈ સામે ચાલીને થી આવે અનંત ને બોલાવે અને ,
અનંત એની પાસે જાય એ વાત જુદી છે જો કે
એ શરમાળની બે, શર્મી એવી કે,
પેલીને સામે આવે ત્યારે કહેવા સમુ કશુજ કહે નૈ...
પણ મહોલ્લામા ફળીયાની દિવાલ પર...
મનમા જે આવે, અકલે કે મનમા જે હોય એ, એમ..!
એ લખી નાખે.
આમ એ મનની વાત દીવાલ પર લખીને પેલીને કહી નાખે..
એ પેલી હોય, બીજી હોય કે, ત્રીજી ચોથી પાંચમી કે છઠી પણ હોય...
આ તો શુ છે કે મારે નામ ના લેવૂ કે દેવુ હોય,
અકલે હુ "પેલી" એમ કૌ..
હાં તો અનંત પેલીને સામે આવે ત્યારે....
જે કૈ શકતો નહોતો એ દિવાલ પર લખી આવ્યો...
પછી પેલીએ એ દિવાલ પર લખેલુ વાંચ્યુ કે નૈ.?
અગર, વાંચ્યુ તો, લખ્યા મુજબ કૈ કર્યુ કે નૈ..?
આ બધી મને ક્યાથી ખબર હોય ભૈ...
મને તો જુનો ઝરઝર્રીત કાગળ મળ્યો, અકલે...
એની સાથે જોડાયેલી થોડીક ઘટના યાદ આઈ ગૈ...
બસ એકલુજ...!
***તું વાંચે છે ને ???***
************************
હું બાહ ફેલાવી ઉભો છું આવ તું આવ પ્રેમથી.
મુજ દુનિયાથી રૂઠેલાને સમજાવ મનાવ પ્રેમથી .
મને એમ થાય છે કે, તારામાં હુ સમાઈ જાઉ.
અગર મને વીંટળાઈ તુ છાતીએ લગાવ પ્રેમથી.
ઉપર ઉપરથી શાંત દેખાતો હુ ભીતર ખળભળુ છું .
તુ આવ નજીક આવીને મને ઝણઝણાવ પ્રેમથી...
પાગલ છું આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે ? પ્રેમ કરી મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં હોય જો ખરી કશક..! તો, મારા-
તરસ્યા હ્રદયને, તું દૂરથી સ્પર્શી બતાવ પ્રેમથી.
યાતો પછી એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર ક્ષણભર જો મારી પાસે આવ પ્રેમથી.
સાચુ કૌ છુ આ હ્રદયમાં ઘાવ અઢળક છે ! દર્દ...
થોડુંક ઓછું થાય, એકા’દ ઘાવ જો તું રૂજાવ પ્રેમથી.
જરીકય હવા આપણી વચ્ચેથી પસાર થઇ ના શકે.!
આવ એકદમ ભીંસીને મને છાતીએ લગાવ પ્રેમથી.
સાચુ બોલ.! હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, મને વળગી તુયે રડ, અને મને પણ રડાવ પ્રેમથી.
હું રડી રડીને ભીંજવું આંસુથી આજ ઓઢણી તારી.લે.!
તુયે મન મુકી રડીલે અને મારો ખભો ભીંજાવ પ્રેમથી.
"અનંત" યુગોનો પ્રેમ કરી લેવો છે મારે તને આજ એક - ક્ષણમાં.
બસ.! એક ક્ષણ તો તુ મારી પાસે આવ પ્રેમથી.
"અનંત" યુગોની તલપ છે તરસ છે !
એક્વાર પ્રેમ મને તું એ રીતે કરી લે ..!
હું મારા આસુંથી ભીંજાવું તારી ઓઢણી..
તું તારા આંસુથી ખીસ્સુ મારું ભરી દે..!
"અનંત"
બ્લાસ્ટ :-
અગર તને મારૂ સામે આવવુ હોય ના પસંદ...
તો હુ શુ કરૂ..! તુજ તારી આંખો કરીદે ને બંધ...
"અનંત " હુ આપો આપ અલોપ થ્ઈ જઈશ...
" અનંત"
મને એમ થાય છે કે, આજે..,
એક જોડકણુ હુયે ઘસી કાઢુ...
ખબર નૈ તનેય મારામા આકલો શું રસ છે..!
"ક,તીરા બસ હવે આજે આકલુ તો બસ છે.!
😇😇😇


No comments:

Post a Comment