Saturday, 24 January 2026

હું કોણ છું..?



હું માત્ર મારા ભાઈબંધો ના શબ્દો નો વાહક છું.! 

અને આવળી આ ભાઈબંધના શબ્દો ની ચાહક છે.!

પ્રિયે, વર્ષો જૂના પેલા ઝર્ઝરિત અને પીળા પડી ગયેલા કાગળોમાંથી તમે આજે જે 'અસ્થિ પિંજર' જેવી રચનાઓ ઉકેલી છે, તે ખરેખર આત્માને હચમચાવી દે તેવી છે. અનંતનો આ પત્ર અને એની એ વિચિત્ર લાગતી પણ ઊંડી મર્દાનગી—જે સ્ત્રીને આકર્ષવાને બદલે પહેલેથી જ સત્ય કહીને ચેતવી દેતી—એ જ બતાવે છે કે અનંત કેટલો નિર્મળ અને સાચો માણસ હતો.

હું કોણ છું..?

તું કોણ છે.?

આ પ્રશ્ન ગૌણ છે..!

મારી મોજ, મારી મસ્તી, મારી પીડા, મારો આનંદ, મારો શોખ...! જે કહો તે બસ આ એક જ..! વર્ષો પહેલાં મને છોડી ગયેલા મારા બે આત્મસખા "અનંત" અને "અજ્ઞાની" ના ગરબડિયા અક્ષરે લખેલા અને આજે પણ જેમની તેમ સ્થિતિમાં, જાણે એના એ પીંજરના "અસ્થિ પિંજર"... પીડા અને આનંદથી ભર્યા-ભર્યા, પડ્યા-પડ્યા ઝર્ઝરિત થઈને, પીળા પડીને સડી રહેલા કાગળિયા ઉકેલવા અને અહીં મેલવા!

અર્થાત્ :- એક પછી એક અહીં છાપી મારવા.... જેથી સારી રીતે સચવાઈ રહે બસ એ જ આશય...

અકલે, જ્યારે પણ સમય મળે ત્યારે હું એ ઝર્ઝરિત કાગળનો થપ્પો લઈને બેસી જાઉં... અને પછી જેટલું ઉકેલાય એટલું ઉકેલવા લાગું, થાકું ત્યારે પડતા મેલું 'ને પોઢી જાઉં. આજે રાત્રે મને એ ઝર્ઝરિત કાગળિયામાંથી એક ટૂંકી આત્મકથા જેવો અટપટો પત્ર મળ્યો.... અકલે એ છાપી માર્યો અડધી રાતે... અનંતે એની કોઈ ચહીતીને લખેલો એ જ અટપટો પત્ર...

ખબર નહીં કેમ!! એ ગમે તેને આમ કહી દેતો. બચવા કે બચાવવા...!!? ખબર નહીં... કદાચ એને ખબર હશે.. જો કે આજ સુધી કેટલાય કાગળિયા ઉકેલ્યા, પણ આ બાબતે કોઈ ખુલાસો મને હજુ સુધી મળ્યો નથી કે આવું એ શા માટે કહેતો-કરતો.. વર્ના... એક પુરુષ સ્ત્રીને પોતાના તરફ આકર્ષિત કરવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય, ખુદ જે હોય નહીં એ પણ જાહેર કરે, ખુદનું હોય નહીં એ પણ જાહેર કરવામાં માહેર હોય.. જૂઠનો સહારે પણ એ સ્ત્રીને પોતાના તરફ આકર્ષવા કંઈક પેંતરા કરે...

જ્યારે અનંત તેની તરફ આપમેળે જ આકર્ષાતી સ્ત્રીને ચેતાવી દેતો... ચેતીને એના ચેત્યા પહેલાં... એ પત્ર... એ જ પત્ર... જે વર્ષો પહેલાં લખેલો અનંતે એની કોઈ ચહીતીને...

આ પત્ર માં અનંતે અનેક ગુઢાર્થમા અનંતે "ચેતવું"  શબ્દ વાપર્યો છે.! જે નો અર્થ મને થોડો ઘણો સમજાય છે ખરો પણ માર્રે સમજીને શું કામ છે.! 

હું થોડો અનંત પ્રેમ જેવી બે ભઠ્ઠી ની પ્રેમ જેવી આગ વચ્ચે સળગ્યો કે સેકાયો છે.! 

ખૈર.... 

મે તો મધરાતે ટાઢે છાંયે બેસી ઉકેલી ઓછો કર્યો એક પ્રેમ પત્ર અનંત નો... 

"પ્રિયે, હું ચેતીને તને ચેતવું છું ચેત્યા પહેલાં... શું છે કે પછી કંઈ સૂઝતું નથી, પછી એ ચેતેલુ બુઝતું કે બુઝાતું નથી... હું જાણું છું..! તું પણ સમજી લે..! પલાળે છે હર હાલમાં ચોમાસું હોય કે ના હોય, 'ને લૂ ઝરતા જીવનના તાપમાં શીતળતા બક્ષે છે, અને ઠીંગરાઈ ગયેલી જિંદગીને હૂંફ...! દુઃખમાં સુખ આપે પ્રેમ, સુખમાં દુઃખ..! બની શકે તને મારા કહેવાનો ભીતરી મર્મ ના સમજાય... જો કે કોઈને નથી સમજાતો એ તો તારેય ઉપરથી જાય.... તો જવા દેવું..! એ બહેતર, એ જ બહેતર...."

નહીતર..... નહીતર લખી/કહી પછી અટકી ગયેલો એક પત્ર અધૂરો-પૂરો..... "ચેતવી દેતો ચેતીને એના ચેત્યા પહેલાં... આનું અર્થઘટન એના જ કોઈ જૂના પત્રમાં લખેલું છે." મને યાદ નથી...... પેલા અધૂરા પત્રનો બીજો હિસ્સો બહુ શોધ્યો પણ જડ્યો નહીં... એ પછી જે બીજો પત્ર હાથ લાગ્યો તે કદાચ એનો જ બાકીનો અધૂરો હિસ્સો હશે... એમ લાગે છે મને.

અનંતે લખેલું જ છે વર્ષો પહેલાં કે:

"કોઈને લાગે તો લોહીની ધાર નીકળે 'અનંત',

કોઈ કોઈને લાગે ખરૂ પણ લોહી ન નીકળે..!

મગર ભીતર લાગ્યું હોય કંઈ ધારદાર 'અનંત'..."

લોહી વગરનું લાગવું અને લાગીને લોહીનું વહેવું—આ બંને અવસ્થાની પીડામાં બહુ મોટો તફાવત હોય છે..! જો લાગે અને લોહી ની ધાર જો બહાર વહી જાય, તો "અનંત" પીડા આપોઆપ થોડી ઘટી જતી હોય છે મગર... ધારદાર પ્યાર જેવુ કૈં ભીતર ભીતર લોહી વગરનું લાગવું બહુ પીડાદાયક હોય છે.. 

અંદર ખૂબ લાગ્યું હોય, અંદર-અંદર પીડા પણ હોય, તોય કોઈને દેખાય નહીં એ પાછી વધારાની પીડા...

હાં તો બીજા કાગળિયામાં આવું કંઈક લખ્યું છે:

"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું પ્રિયે.... ગમે ત્યારે અધવચ્ચે કે નીચે પથ્થર આવી શકે, તને વાગી શકે.! અને એ ઘાવ તારાથી ના સહેવાય એવું બને. છેક તળિયું તોડીને તો કોઈ ભીતર ઉતરવાનું નથી, તેથી ખૈર...."

"બે અર્થમાં એક સવાલ: જે તારો સવાલ, એ જ મારો સવાલ..."

પહેલાં તો મને જ પ્રશ્ન થતો હતો કે, "હું કોણ છું?" હવે એજ સવાલ તને પણ થાય છે કે, "તું કોણ છે?" હાં, સુંદર જોવું મને ગમે છે! અને તું સુંદર છે, તેથી તને હું જોઉં છું. તું પણ કદાચ એ જ જોતી હશે મારામાં—સુંદરતા...

ચારેબાજુથી જોઈ તપાસી અને પછી તું વારંવાર મને પૂછે છે "તું કોણ છે?" મારી દૃષ્ટિએ "હું કોણ છું? તું કોણ છે?" એ પ્રશ્ન તું રહેવા દે, કદાચ એનો જવાબ ક્યારેય નહીં મળે... અને આમેય 'હું કોણ છું?' 'તું કોણ છે?' એ પ્રશ્ન ગૌણ છે. જોવાનું એ છે કે આપણો એકબીજા પ્રત્યે કેવો દૃષ્ટિકોણ છે.

તારા માટે હું કોણ છું..? મારા માટે તું કોણ છે..? એ જે પ્રશ્ન તને મારા માટે છે, એ જ પ્રશ્ન મને મારા માટે છે... જો આ એક પ્રશ્નનો જવાબ સ્પષ્ટ મળી જાય, તો બાકીના બધા પ્રશ્નો એકસામટા ઉકલી જાય.

પત્રના અંતમાં એણે લખ્યું છે: "એ માત્ર થોડી ક્ષણ મને મળી છે. બસ થોડી અમથી વાતો કરી છે. ત્યાર પછી મને એ ફરી મળી નથી..! હું રાહ જોઉં છું! હવે તો કોઈ પાસેથી એના ખબર મળે તો ખબર પડે કે ખરેખર એને ચાહત છે કે પછી માત્ર ને માત્ર મારા વિશે જાણવાની જિજ્ઞાસા...?"

*બ્લાસ્ટ*

તું જો રાહ જોતી હોય તો હું રાહ જોઉં. તું જો ના જોતી હોય તો હું ના જોઉં.

"અનંત" બસ આ જ તકલીફ છે મારી. તું જો રાહ ના જુએ તો પછી હું કાં જોઉં?

માપીને આપતો નથી..! આપીને થાકતો નથી..!

ફૂલોની માફક ખીલું છું, કાંટો થઈ લાગતો નથી.

મારે કેમ જીવવું એ હું કોઈને પૂછતો નથી..!

"અનંત" મસ્તીમાં જીવું છું, એક ક્ષણ પણ ચૂકતો નથી.!

બસ "અનંત" આપું છું, તેથી અધિક પામું છું.

અકલે જ ઉકેલવું અઘરું પડતું, એક તો અક્ષર ખુદ લખે ને ખુદા વાંચે એવા—ગરબડિયા! અને પાછા આધા-અધૂરા અસલ એના જેવા જ! સૌને એવું લાગે આ કિસ્સો, કવિતા, વાસ્તવિક વાર્તા કાલ્પનિક છે, પણ છે નહીં!

એ ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે લખી નાખતો... આવી ખરાબ એની આદત હતી. અકલે વર્ષો પહેલાં જ્યારે મહોલ્લામાં મળતા ત્યારે એક રાતે મેં તેને વઢીને કહ્યું હતું કે, "લ્યા.. આમ જ્યાં ત્યાં અડધું એક કાગળમાં અને અડધું બીજામાં જેમ-તેમ લખે છે, એના કરતા એક બુક પાસે રાખ અને સારા અક્ષરે સરખું લખ!"

અકલે એણે સ્પષ્ટ ભાષામાં કહી દીધું—"એ શક્ય નથી...! એવું મારાથી ક્યારેય નહીં થાય..." જો કે આજેય એના એ જેમ-તેમ લખેલા કાગળિયા એમનેમ હેમખેમ છે.. હા, પીળા પડી ગયા છે અને ઝર્ઝરિત પણ થઈ ગયા છે!

એ જ વાતને જોડતા એક કાગળમાં આગળ એણે એની કોઈ ચહીતીને સંબોધીને લખ્યું છે:

"હે પ્રિયે... હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે..! મહત્વનું 'કોણ' નથી... મહત્વનું 'કોણ' નથી... (આ વાક્ય બે વખત લખેલું છે..) મહત્વનું 'કોણ' નહીં પણ 'છે' અને 'છું' છે..! 'તું છે' અને 'હું છું' બસ એ જ મહત્વનું છે. અર્થાત્ 'હોવું' મહત્વનું છે."

"જીવનમાં દૂર કે નજીક કોઈ ગમતી વ્યક્તિનું 'હોવું' મહત્વનું છે..! નજીક કે દૂર રહીને કે પછી દૂર છતાં નજીક રહીને કોઈ તમને ચાહતું હોય, એવું કોઈનું જીવનમાં હોવું મહત્વનું છે... નહીં કે એ કોણ છે..! એ તમારા માટે તડપતું હોય, તમારી એક ઝલકને તરસતું હોય, તમારા શબ્દે-શબ્દે ઝણણણ... ઝણણણ... ઝણઝણતું હોય..! એવી એક વ્યક્તિનું જીવનમાં હોવું જરૂરી છે... એ જીવાડે છે, એ ઝણઝણાવે છે..!"

ઝણઝણાટી એટલે ગુજરાતીમાં 'વાઈબ્રેશન'.. જીવનમાં ઝણઝણવું કેટલું જરૂરી છે, એ બધું હું તને ફરી કોઈ દી' નિરાંતે કહીશ... અત્યારે એટલું જ કહીશ કે આ ભવે નજીક કે દૂર એવું કોઈ હોવું જરૂરી છે જેને જોઈ તમે ખીલી જાઓ.. જેની સામે તમે ખુલી જાઓ... એવું પ્રિય પાત્ર જે આ ભવે તમને ઝંખે, મળવા ચાહે, અવકાશ મળે તો સાવ નજીકથી સ્પર્શવા ચાહે... છતાં જો મળી ના શકે તો દૂર રહીને પણ રૂહથી રૂહને સ્પર્શ્યા કરે અને આવતા ભવે તમારી જ ઝંખના કરે—તો પણ તમે દુનિયાના સૌથી સુખી અને ભાગ્યશાળી ગણાશો.

અગર જો કોઈ એમ કહે કે આ ભવ તો ભજવાઈ ગયો પાઠ જે ભાગ્યમાં હતો, પણ પ્રિયે આવતા ભવે જીવનના તખ્તા પર મારું જે પાત્ર હશે એ ભજવીશ હું તારી સાથે.. અત્યારે પણ તું છે અને ત્યારે પણ તું જ હશે..! મારું પ્રિય પાત્ર... જો આવું તમને કોઈ કહે, જો આટલું તમને કોઈ ઝંખે, તો અનંત અદ્રશ્ય ઈશ્વરનો આભાર માનજો અને ખુદને સૌથી વધુ ભાગ્યશાળી જાણજો.

બસ આજે આટલું જ ઉકેલી શક્યો... હજુ વધુ એ જ વિષય સાથે સંકળાયેલા કાગળિયા સામે આવે છે પણ આંખ સાથ નથી આપતી. અકલે હવે હું આંખે કાળી પટ્ટી ઓઢીને પોઢી જઈશ... નહીં તો અજવાળું છેક સવારે થશે! મને લાગે છે હવે મારે સવાર સુધી આંખ બંધ કરી ઉકલી જવું જોઈએ.... :)

"અનંત" વક્ત ગુજરને મેં કહા વક્ત લગતા હૈ,

યે દેખો અભી અભી તો હમ મરે થે, અભી જિંદા હૈ.

"અનંત"

https://www.facebook.com/share/1AUu1867tm/

પ્રિયે, આ પત્ર અને એના વિચારોમાં જે 'ઝણઝણાટી' છે, તે ખરેખર અનુભવવા જેવી છે. અનંતનું એવું કહેવું કે "કોણ" મહત્વનું નથી પણ "છે અને છું" (હોવું) મહત્વનું છે—એમાં જિંદગીનું આખું દર્શન આવી જાય છે.પ્રિયે આ રચના  એકદમ પ્રભાવશાળી અને સ્પષ્ટ  છે. "લોહી વગરની પીડા" અને "હોવું મહત્વનું છે" એ વાતો ખરેખર ઊંડી ફિલસૂફી ધરાવે છે. 





No comments:

Post a Comment