Friday, 27 February 2026

આખરે એવું તે શું છે.?

વર્ષો પહેલા... 

ઊબડખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે.... 

પહેલા તો આપણી વચ્ચે ખૂબ વાતો થતી.!!! 

મગર હવે આપણી વચ્ચે વાતો થતી નથી.! 

ખબર નથી આખરે એવું તે શું છે.?

"અનંત" કે, કૈં કેકલાય યુગોથી તું ચુપ છે.!

શું? તને બીજુ કોઈ ગમ્યું છે.?

શું? જીવનમાં બીજુ કોઈ આવ્યું છે ?

"અનંત"



https://youtu.be/BpwioPevpSY?si=Hh2kclqHKcjXe2gx

અનંત પ્રેમ ની ચરમ વ્યાખ્યા...



“અનંત પ્રેમની વ્યાખ્યા” 

વર્ષો પહેલાં...

ઊબડખાબડ સાંકડી ગલીના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર, છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતા-ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે કરેલી અને મને કહેલી પવિત્ર પ્રેમની વ્યાખ્યા...

"અનંત" પ્રેમ એટલે બંધનમાં મુક્તિનો પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અહેસાસ...

"અનંત" બંધનમાં મુક્તિની અનુભૂતિ થવી એટલે શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ... 

અને મુક્તિમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થવું એટલે અવિશ્વાસભર્યો ડગમગ પ્રેમ!

"અનંત" પ્રેમનું બંધન એવું હોવું જોઈએ જેમાં બંધનમાં પણ મુક્તિનો પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અહેસાસ થાય. મગર પ્રેમમાં એવી મુક્તિ આપવી નિરર્થક છે જેમાં મુક્ત હોવા છતાં યા મુક્તિ આપવા છતાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય.

"અનંત"

જ્યારે પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે ત્યારે "અનંત" બંધનમાં પણ મુક્તિની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે! 

મગર પ્રિય પાત્ર અગર જો શંકા સહિત અવિશ્વાસ સાથે મુક્તિ પણ આપે છે, તો તેમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે.

"અનંત" બંધનમાં મુક્તિની અનુભૂતિ એને થાય છે જેનું પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે.! 

અને એને મુક્તિમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે જેનું પ્રિય પાત્ર શંકા અને અવિશ્વાસભર્યો ડગમગ પ્રેમ કરે છે.! 

જ્યારે પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે ત્યારે "અનંત" બંધનમાં પણ મુક્તિની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે! 

મગર પ્રિય પાત્ર અગર જો શંકા સહિત અવિશ્વાસ સાથે મુક્તિ પણ આપે છે, તો તેમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે.! 

"અનંત" પ્રેમનું બંધન એવું હોવું જોઈએ જેમાં બંધનમાં પણ મુક્તિનો પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અહેસાસ થાય. 

મગર પ્રેમમાં એવી મુક્તિ આપવી નિરર્થક છે જેમાં મુક્ત હોવા છતાં યા મુક્તિ આપવા છતાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય.

"અનંત"

*બ્લાસ્ટ*

પ્રેમ હંમેશા આ હકીકત સ્વીકારવાનું શીખવે છે!

કે, જીવનમાં પોતાને દુ:ખ માટે અન્ય ને દોષ ન દેવો.! 

અને જીવનમાં તમામ મળેલ સુખ બદલ તમને ચાહનાર અને ઈશ્વર ને ધન્યવાદ કહેવું..! 

"અનંત" સુખી હું તારા હિસાબે છું! 

"અનંત" દુઃખી હું મારા હિસાબે છું!

"અનંત" તારા હિસાબે હું સુખી છું.! 

"અનંત" મારા હિસાબે છું દુ:ખી હું.! 

"અનંત"

*બ્લાસ્ટ* 

મોટા ભાગના "અજ્ઞાની" પ્રેમીઓ સંભોગ યાને સેક્સ ને પ્રેમ ની મંઝિલ સમજે છે. હકીકત માં સંભોગ એ માત્ર પ્રેમ માં આવતો પડાવ હોય છે મંઝિલ નથી હોતી. પ્રેમ ની ખરી યાત્રા સંભોગ બાદ શરૂ થાય છે. સંભોગ ના વિશ્રામ બાદ પ્રેમ ના એ અલૌકિક પડાવ બાદ લૌકિક સફરમાં પણ તે આત્માથી, આધ્યાત્મિક સમજણ સાથે આત્મીયતા થી અલૌકિક યાત્રા કેવી રીતે આગળ વધારે છે. જીવનમાં તેનું સૌથી વધુ મુલ્ય છે.! 

મગર મોટા ભાગના "અજ્ઞાની" પ્રેમીઓ એવુ સમજે છે, ધારે છે, વિચારે છે કે જ્યારે પ્રેમ માં બંને વ્યક્તિ શરીર સબંધ બાંધે છે ત્યારે જ પાક્કી ખાત્રી થાય છે કે તેઓએ પાક્કો પ્રેમ કર્યો છે, તેનો પ્રેમ સાચો છે. તેઓ એકબીજાને સમર્પિત છે.! જ્યારે કે આ વિચાર, આ સમજણ આ ધારણા માત્ર એક ભરમ છે.! 

" અજ્ઞાની" 

✍️

મને અંગ્રેજી માં લગીરે ટપ્પી નથી પડતી..! 

આ છે જેમીની એ અંગ્રેજી માં કરેલ ભાષાંતર... 

Caption:

Years ago... at the edge of a narrow lane, amidst the midnight ruins and sips of tea, my friend Anant shared the most sacred definition of Love. ☕✨

> "Anant (Infinite) Love is the divine realization of liberation even within a bond."

The Essence:

 * True Love = Feeling free within a bond, powered by absolute, unwavering trust. 🕊️

 * Flickering Love = Feeling suffocated even in freedom, caused by doubt and mistrust. ⛓️

Love is not about the walls around us, but the trust between us. If there is doubt, even freedom feels like a cage. If there is infinite faith, even a bond feels like the open sky.

The Ultimate Truth:

"Anant" happy I am, because of You.

"Anant" sad I am, because of Myself.

#AnantThoughts #InfiniteLove #PhilosophyOfLove #Trust #SoulConnection #LifeLessons


જો તમારે આ કોઈને પર્સનલી મોકલવું હોય અથવા તમારી ડાયરીમાં સાચવવું હોય તો:

Title: The Philosophy of Infinite Love

The Setting: A midnight conversation, a ruined building at the end of a rugged lane, and the deep wisdom of a friend named Anant.

The Core Principle:

To feel liberation within a commitment is the sign of a love filled with infinite trust. However, if freedom feels like suffocation, it’s a sign that the love is shaky and shadowed by doubt.

The Realization:

 * When a partner loves without doubt, the bond becomes a divine experience of freedom.

 * When a partner gives freedom but with suspicion, it becomes an emotional prison.

The Final Blast:

"I am infinitely happy because of you, and infinitely sad because of my own self."

આ છબી પણ જેમીની એ બનાવી છે..! 






Sunday, 22 February 2026

શું હવે કોઈ પુછે છે.?


 https://youtu.be/AHNrRoQOFDQ?si=T2WVg1A-Nq2wP0vk


https://youtu.be/eXvFDKZXkLU?si=T7F4YcaGOJg2jOxj

Saturday, 14 February 2026

આવુ પણ થાય..!


 https://youtu.be/FjqA-aD2P88?si=24W9kLh-vLomonN4

*બ્લાસ્ટ* 
હું જે ઇચ્છુ છું, શું તું પણ એજ ઝંખે છે.? 
દિવસ તો પસાર થઈ જાય છે રાત ડંખે છે.? 
 પ્રેમ આપણો દૂરથી તો બેસુમાર વરસે છે .!
મગર "અનંત"પ્રેમ  નીકટ ના સ્પર્શ માટે તરસે છે.!
"અનંત" "

Thursday, 12 February 2026

હાં.! ક્યારેક-ક્યારેક એવુ લાગે છે.

 વર્ષો પહેલાં.... 

ખંડેર મધ્યે ભાઈબંધ ઓલી ને જોતો અને ઓલી પણ જે રીતે, અનંતની સામે જોતી અને વારંવાર સામે આવતી ત્યારે હ્યું લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

લાગે છે, હાં.! ક્યારેક-ક્યારેક મને પણ એવુ જ.! લાગે છે.! 

 કે, હું તને ઓળખું છું "અનંત" યુગોથી તું પણ મને  જાણે છે.! 

"અનંત" 


https://youtu.be/VXbXqdOh8ow?si=YrLq1oHYVEQFXtUY


https://youtu.be/CaLC7ASSxqs?si=xdZFZQ_cC8F7DvJ8

આવ ભીંજાઈ જઈએ...



https://youtu.be/Hw3Cy3wVg0I?si=QOQV9x7051uqU_go

આ વરસાદી મદમસ્ત મૌસમમા ડાયુ થવાનો

અર્થાત્ ડાયુ થૈ રહેવનો કોઈ મતલબ નથી...

ગાંડુ પણ થવાય નૈ...

કારણ કે,

ભાઇબંધે ચોખવટ કરીને, 

ચોખ્ખી મનાઈ ફરમાવેલી.. 

તો પણ મે અનંતને પુછ્યું કે,

અનંત તું કે છે કે આ વરસાદી મૌસમમા ડાયુ ને રહેવાનો કોઈ મતલબ નથી અને પાછો તું એમ પણ કહે છે કે,

ગાંડુ પણ થવાય નહીં.!

તો ભલા કોઈએ કરવા થવાનું શું.? આગમાં તપીને લાલ ચટક થઈ ગયેલા અનંતે સ્પષ્ટ અને ચોખ્ખુજ કહ્યું. 

પાગલ થૈ જવાય...

પરીયાઆઅ પાગલ.. 😜

અને પછી વરસાદ માં ન્હાતા નહાતા મારી આંખ સામે વર્ષો પહેલા વરસાદમાં ન્હાતા અનંતના જીવનની ઘટના તરવરવા લાગી અને મને ખબર પણ ન રહી કે ક્યારે મારી આંખો નીતરવા લાગી.

ખૈર...

વર્ષો પહેલાં અનંતના જીવનમાં ઘટેલી અનંત ઘટનાનો એક નાનકડો હીસ્સો

ભર ચોમાસે જે રચાણો એ કિસ્સો 


આ કાળુ ડીબાંગ આકાશ... 

કાળુ થયા પહેલાં જે હતુ

એજ નીલૂઉઅ આકાશ છે..!

પણ પહેલાં અને પછી મા અલૌકિક ભેદ છે. 

ઘર નળીયા મોભીયા છત અછત 

દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 

બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 

ઝાડપાન સમેત ભીની ભીની ધરતી છે..!

વાતાવરણ અલૌકિક છે સુગંધી છે.! 

"અનંત" તનમન સમેત બધુ અર્થાત્ બધુજ 

અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી માથાના વાળ...

લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 

બસ્સ એક તારી કમી છે..!

હાલ ને હવે બૌ હુશીયારી મારતી...

ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...

વરસાદ આવતાજ અંદર બે ભઠ્ઠી ની આગમાં ભીતર તપતો પરસેવે નીતરતો અનંત બહાર ફળીયામાં અનારાધાર વરસતા વરસાદમાં ન્હાવા નીકળી પડ્યો... 

ફળીયાની વચ્ચો વચ્ચ ન્હાતા ન્હાતા 

આકાશ તરફ હાથ યાની બાહ ફેલાવી ફરતા અનંતનુ ફરતાં ફરતાં અચાનક 

ઉપલા મજલે રહેતી રવેશમાં ઉભેલી પેલી પર ધ્યાન ગયુ.

જે કાયમ પરસેવાથી લથબથ અનંત ને જોતી હતી. 

એ આજે રવેશમા આવી ક્યારની ઉભી ઉભી અનરાધાર વરસાદમાં ભીંજાતા અનંતને ધ્યાનથી એકધારૂ જોઈ રહી હતી. 

આમ તો શીયાળો હોય કે ઉનાળો... 

લઘર વઘર અનંત... 

બે ભઢ્ઢીની આગ અને કોયલાની રાખ 

વચ્ચે સતત તપતો રહેતો....

ચોમાસે પણ એજ આગ વચ્ચે જીવતા અનંતનો પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો જોવા મળતો...

જો કે પેલીને એ પણ ગમતો અને આ પણ ગમ્યો.. 

અર્થાત્ ...

લઘર વઘર હાલમાં પરસેવે નીતરતો અનંત પણ પેલી નેજ નહીં બીજી ત્રીજી ચોથીને પણ ગમતો. 

પેલી તો મોકો મળ્યે અનંતના પરસેવે નીતરતા ચહેરાને પોતાની ઓઢણીથી લુછી પણ આપતી. 

આમ વરસતા વરસાદમાં ન્હાવાનો અવસર

એ અભાગીયાને ભાગ્યેજ પ્રાપ્ત થતો... 

અનંતને જેમ વરસાદમાં ન્હાવાનો અવસર મળ્યો તેમ પેલી ને પણ વરસાદમા ભીંજાતા અનંતને જોવાનો પહેલીવાર મોકો મળ્યો હતો. 

અકલે એ તો બસ અનંતને ન્હાતો જોવામાંજ લીન તલ્લીન થઈ ગયેલી... 

ગોરા ગોરા અનંતના બદનને પલળીને ચીપકેલા ભીના ભીના ગંજીની આરપાર અનંતની છાતી સ્પષ્ટ દેખાતી હતી...

આજે પહેલી વાર વરસતા વરસાદમાં અનંતને પાગલ થઈ ન્હાતો જોવાનો લ્હાવો પેલીને મળ્યો હતો...

તેથી એ અનંતને જોવામાં લીન તલ્લીન થઈ ગયેલી...

જો કે અનંત પણ વરસાદમા ન્હાતા ન્હાતા 

આકાશમાં થી અનરાધાર વરસતા વરસાદને જોવામાં ને ન્હાવામા તલ્લીન હતો. 

આ તો ફળીયા વચ્ચે ફરતા ફરતા 

આકશ ને તાકતા અનંતનુ પેલી રવેશમા ઉભેલી તેના પર ધ્યાન પડી ગયુ... 

જેવું અનંતે જોયું કે પેલી તેને જુવે છે 

તેવુજ બે, શરમ અનંતે પલળીને આંખ કપાળ પર ઢળેલા પોતાના વાળ બે હાથે ઉપર લઈ હથેળી અને આંગળીઓ વડે આંખ મોઢા પરથી પાણી નીતારી... 

પેલી સામે જોઈને કહ્યું.... 

ઊપર રવેશમા ઉભી ઉભી જો જો શું કરે છે અક્કલ વગરની...

આમ કહી અનંતે પેલીને કહ્યું.

આ કાળુ ડીબાંગ આકાશ... 

કાળુ થયા પહેલાં જે હતુ

એજ નીલૂઉઅ આકાશ છે..!

પણ પહેલાં અને પછી માં અલૌકિક ભેદ છે. ઘર નળીયા મોભીયા છત અછત 

દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 

બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 

ઝાડપાન સમેત ભીની ભીની ધરતી છે..!

વાતાવરણ અલૌકિક છે સુગંધી છે.! 

"અનંત" તનમન સમેત બધુ 

અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી 

હાથ પગ કાન આંખ માથાના વાળ...

લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 

બસ્સ એક તારી કમી છે..!

હાલ ને હવે બૌ હુશીયારી મારતી...

ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...


*બ્લાસ્ટ*


પ્રેમની આગમાં સળગીને પછી ધોધમાર વરસાદમાં પલળીને અંદર બહારની અગન ઠારવા ઠરવાની આ મૌસમ છે. 

ચાલ પ્રેમની આગમાં સળગતા આપણે આ વરસાદમાં જરા વધુ સળગી જૈએ...

તનમનથી પલળી જૈએ ઓગળી જૈએ. 

એક બીજાની આગૌશમા તનમનને ઠારીને ઠરી જૈએ.

પલળવાની મૌસમ છે ચાલ બંને સાથે પલળી જઈએ.

પાણીમાં સળગાવાની મૌસમ છે ચાલ સળગી જઈએ.

જેમ વરસાદમાં ઓગળ્યા બાદ પછી ભીની માટી નવી સુગંધ નવો આકાર ધારણ કરી છે તેમ આવ "અનંત" આપણે પણ આપણા પ્રેમને અલૌકિક સુગંધથી ભરી દઈએ.

પછીની વાત અનંતે બે અર્થમાં કહી કે,

તારા ઉપર મારા નીચે હોવાથી એકેયની પ્યાસ નહીં બુઝાય..

અગર તું નીચે આવશે તોજ અરસપરસ તરસ છીપાશે...

આવ પ્રીયે આપણા પ્રેમને આકાર આપવા આ અનરાધાર ધોધમાર વરસાદમાં આપણો પ્રેમ પણ નવો આકાર ધારણ કરે એજ "અનંત" ઝંખના સાથે આપણે પીગળી જઈએ ઓગળી જઈએ.

"અનંત"

*બ્લાસ્ટ*

વર્ષો પહેલા... 

જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે... 

ફળીયામાં આવી પેલી ઉપર રવેશ આવેલી, 

એની ચહીતી ને કહ્યું હતું કે, 

ચાલ તું નીચે આવ ભીંજાઈ જઈએ. 

આપણે પણ આમ ભીંજાઈ જઈએ. 

"અનંત" પ્રેમના પીયાલામા ભરીને, આ 

માદક મૌસમનો જામ ભીંજાઈ જઈએ. 

આવ લથબથ અંદર થી અને ભીતરથી 

પણ સાવ કરતાં સાવ ભીંજાઈ જઈએ.. 

"અનંત"

https://www.facebook.com/share/v/1RLdUiYwFB/

Wednesday, 11 February 2026

ચમત્કાર...


## અનંત અજ્ઞાનીના ગૂઢ સંવાદ: કુદરતનો ચમત્કાર*

વર્ષો પહેલાં...

ઉબડ-ખાબડ સાંકડી ગલીના છેવાડે આવેલા મહોલ્લાની ભીતર, છેક ખૂણામાં આવેલા ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતાં-ભરતાં અમારા ત્રણેય ભાઈબંધો વચ્ચે 'ચમત્કાર' વિશે ચર્ચા થઈ.

અનંતે પોતાને જીવનમાં થયેલા અનેક ચમત્કારિક લાગે તેવી અલૌકિક અનુભૂતિઓની વાત કરી, ત્યારે ચાયનો એક હળવો ઘૂંટ ભરી, દાઢી પર આંગળા ફેરવતા-ફેરવતા અજ્ઞાનીએ કહ્યું, "તારી વાત સાચી છે અનંત, એવા અઢળક અલૌકિક અનુભવો અને અનુભૂતિઓ મને પણ થઈ છે, જે કદાચ કોઈ માને નહીં!"

મેં કહ્યું, "યાર, મને તો કોઈ દિવસ આવા ચમત્કારિક કે અલૌકિક અનુભવ કે અનુભૂતિ નથી થઈ."

ત્યારે અજ્ઞાનીએ કહ્યું, "પરિયા, તને ભલે અમારી જેમ અલૌકિક કે ચમત્કારિક અનુભવ ન થયા હોય, મગર જે ખુલ્લી આંખે આખુંય જગત અને જગતના માનવીઓ જોતા-અનુભવતા હોય, એવા ચમત્કાર પણ કંઈ ઓછા નથી, પરિયા...!"

"જે ઈન્દ્રિયથી મૂત્ર વિસર્જન થાય છે, 

તે જ ઈન્દ્રિય દ્વારા જીવનનું સર્જન થાય છે! 

આ શું ઓછો ચમત્કાર છે?"

અજ્ઞાનીએ મને ગૂઢ રીતે આ વાત કહી, જે હું સમજ્યો નહીં. તેથી મેં પૂછ્યું, "યાર, કયો ચમત્કાર? કેવો ચમત્કાર?"

ત્યારે અજ્ઞાનીએ ફરી સમજાવતા કહ્યું, "પરિયા... જાત-જાતના સ્વાદ અને અલગ-અલગ રંગો ધરાવતા શાકભાજી, ધાન્ય અને ફળો ખાવા છતાં, પ્રાણીમાત્રના લોહીનો રંગ માત્ર લાલ જ ધારણ થાય છે! આમ આખા શરીરમાં માત્ર લાલ લોહી ભ્રમણ કરતું હોય છે; પરંતુ બાળકના જન્મ સાથે જ સ્ત્રીના સ્તનમાંથી સફેદ દૂધની ધાર વછૂટે—આ શું ઓછો ચમત્કાર છે?"

અજ્ઞાનીની વાત સાંભળી અનંતે કહ્યું, "ખરેખર અલૌકિક છે ને આ બધું!"

ત્યારે અજ્ઞાનીએ વાત પૂરી કરતા કહ્યું:

"અનંત, ચમત્કાર સતત થાય છે! 

જે માત્ર અંતરની આંખે જ દેખાય છે."

"અજ્ઞાની"

ઓલીએ વાંચીને કહ્યું કે, 

વાહ! કેવી સચોટ વાત છે. આપણે ચમત્કારોને બહાર શોધીએ છીએ, પણ એ તો આપણી આસપાસ અને આપણી ભીતર સતત ઘટતા જ રહે છે, બસ એને જોનારી 'અંતરની આંખ' જોઈએ.

આ અજ્ઞાનીની વાતો તો ખરેખર પંચમહાભૂત અને કુદરતના ગૂઢ રહસ્યો જેવી છે! પ્રીયે, અજ્ઞાનીએ જે રીતે આ 'ચમત્કાર' ની વાત મૂકી છે, એ કુદરતની સૌથી મોટી વિટંબણા અને સર્જનશક્તિ તરફ આંગળી ચીંધે છે.

ખરેખર પ્રીયે, અજ્ઞાનીની વાત સાચી છે. જે લાલ લોહી આખા શરીરમાં વહેતું હોય, એ જ લોહી સ્ત્રીના દેહમાં જઈને મમતાનું સફેદ દૂધ બની જાય, એ વિજ્ઞાનથી પણ પર એક દૈવી ચમત્કાર જ છે.

તારા આ બંને મિત્રો—અનંત અને અજ્ઞાની—એકબીજાના પૂરક છે. એક સંવેદનાનો દરિયો છે, તો બીજો જ્ઞાનનો ગૂઢ પહાડ! 

તારી પાસે તો ખરેખર તારા ભાઈબંધો ના શબ્દ રત્નોનો ભંડાર છે! હવે નિરાંતે પોઢી જજે હોં, સવાર પડવા આવી છે! 😊😘





પછી ભાઈબંધ ઓલી ને આ ગીત સાંભળવાતો..


વર્ષો પહેલા....
મહોલ્લાની માલીપાં... 
આખો દિવસ બકબક કરતો ભાઈબંધ અનંત... 
ક્યારેક ક્યારેક એકદમ જ ખામોશ થઈ જતો...
અને પછી ભીતર જે સ્થિતિ હોય એ મુજબ ટેપ રેકોર્ડ પર ગીતો વગાડતો પોતાના હ્રદય ની વાત પેલી સુધી પહોંચાડતો... 
આજે થોડા કાગળ ઉકેલવા બેઠો ત્યારે અનંતે પોતાની મન હ્રદયની સ્થિતિ બયાં કરતા લખેલો આ શેર મળ્યો મને.! 
*બ્લાસ્ટ*
जब लब्झ खो जाते हे, हाले दिल युं बयां करते है। 
"अनंत" हम हालत के मुताबिक गीत सुना देते हैं। 
"अनंत" 

 
https://youtu.be/prtrsIG7564?si=5uW6h70EyWguuUrz


https://youtu.be/1DwROkoAAcI?si=PHZkji9N_oBodJU_

ખયાલ


 https://youtu.be/PnH56Koh_TY?si=uGNsK22pPhDcGsOG

Tuesday, 10 February 2026

પ્રેમ પત્ર નો ભવ્ય ભુતકાળ...



 https://youtu.be/aqbVd5bZVac?si=P_eKsZqltI4Mda5j


https://youtu.be/I9HFcX5_8OI?si=AOhFt6RRxVp0ILup

કેમ ધોધી, બહુ દિવસે આમ અચાનક!?


 ૧ "कुछ बे मतलब की बातें"

​ધોધાની ખોલીનો દરવાજો......

ક્યારેય સજ્જડ બંધ ના હોય કે,

ના હોય કદીયે લોક!

​તોય કો'ક કો'ક,

જાણે દરવાજો સજ્જડ બંધ હોય એમ કરે ઠોકંઠોક!

​એવું જ આજે ધોધીએ કર્યું,

ઠોક ઠોક!

"ધોધા.. એ.. ધોધા, બારણું ઉઘાડ..!"

​"ખુલ્લું જ છે લલ્લુ!"

​"હું સ્ત્રી છું! મને લલ્લુ ના કહેવાય ઉલ્લુ!"

​"તો ઠાલા વાસેલા દરવાજાને પગના ઠેલે ઉઘાડી, છેક અંદર ધૂસીને આવા આદેશ ના અપાય..."

​कुछ हुई, कुछ हो रही है, आगे और भी होगी!

होती ही रहेगी.. धोधा और धोधी के बीच!

​"બે મતલબની વાતો, મતલબ-બે મતલબની."

ક્રમશઃ 

https://www.facebook.com/share/p/1DERPhAgtE/

૨ "બે મતલબની વાતો"

​ઝરઝરિત સોફા પર બેઠેલા ધોધા સામે,

સોફા સામે રાખેલી ખખડધજ ખુરશી પર બેસી,

ધોધીએ ધોધાને હળવેકથી પૂછ્યું,

​"ધોધા એ ધોધા!

કેમ યાર, આજકાલ તું બહુ દેખાતો નથી!"

​ધોધાએ ટૂંકમાં કહ્યું,

"આજકાલ તું આંખો બહુ ખુલ્લી રાખે છે એટલે!" 

https://www.facebook.com/share/p/1CG7qJsfnt/



૩ "બે  વાતો"

ઠાલું વાસેલો દરવાજો ખોલી,

સામે પડેલી ટીપોય પર પગ લંબાવી,

સોફા પર બેઠેલા ધોધા સામે,

ઓચિંતી ધોધી પ્રગટ થઈ!

આ જોઈ ધોધો ચોંકી ગયો!!

કેમ ધોધી, બહુ દિવસે આમ અચાનક!?

ધોધી લજવાતી લજવાતી બોલી,

બસ એમ જ!

આજે મને તારું મોઢું જોવાની ચડી ચાનક!!

ધોધીના ભીતરના ભાવ જાણી ચૂકેલા ધોધાએ, ધોધીને વ્યંગ સહ કહ્યું. જોવાની કે બતાવવાની?

ક્રમશઃ 

https://www.facebook.com/share/p/1AMxRXZjvn/




Monday, 9 February 2026

આવા કબીલા ના ગીત અમને બૌ ગમે...


 https://youtu.be/8nDr1U9dO8E?si=RJOMQvTv3FaDs5v1


https://youtu.be/A5DVcLMWD7M?si=A-wDDDZ1hMcCeM0A

Sunday, 8 February 2026

કાલે રાત્રે કાગળ ઉકેલતા...



बोलता है हर कोई।हर एक शख्स लीखता नहीं। मगर, 

"अनंत" वैसे ईस जहां मे हर शख्स एक कीताब सा हे।

"अनंत" 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા... 

રોજ રોજ મળતી, અનંત સાથે વાતો કરતી

એક ચહીતી સાવ અચાનકજ કોઈજ કારણ વગર (જો કે એ સંભવ નથીજ.! ) ચુપ્પ થૈ ગૈ ત્યારે ભાઈબંધે લખ્યું હતું કે, 

રોજ મળતા હોય, 

વાતો ખૂબ કરતા હોય, 

પછી અચાનક અબોલા થઈ જાય... 

એમનેમ ચુપચાપ વર્ષો વહી જાય... 

પછી માંડ માંડ હું બોલુ. 

તો પણ તું મૌન રહે. 

અને પછી હ્રદય આગ બબુલા થઈ નામ પુકારે... 

તો થઈ જાય હવ,ન

આમ "અનંત" યુગો ના અબોલા પછી 

હું કવ તો શું કવ.? 

"અનંત" 

શું કવ અનંત યુગો પછી.....

"અકલે કે આકલા બધા યુગો પછી" 

શું કવ


Friday, 6 February 2026

અને પછી મહોલ્લો ઉજ્જડ ખંડેર થૈ ગ્યો..

અને પછી મહોલ્લો ઉજ્જડ ખંડેર થૈ ગ્યો...
વર્ષો પહેલાં... 
સુમસામ મહોલ્લાની ભીતર.... 
આ ગીત અનંત સતત ગાતો સાંભળતો... 

https://youtu.be/nz1LkpTqtaU?si=TP5s_Xkk0QfxxCpI

 https://youtu.be/j81jWC4pGVs?si=gR6_BrHjNBVWLS9d


https://youtu.be/DeCIWABe1t0?si=i_6C3wu-7huChZXx


https://youtu.be/NmQUObl-LyQ?si=OhJDWnD47TSoFVrP


થોડી ક્ષણોમાં, પ્રેમ "અનંત" યુગોનો કરી લે.!



વિખૂટા પડતી વખતે...

ફરી દૂર દૂર પરદેશ જવાની આ તૈયારી છે,

જો સાથે જીવવું હોય, તો જવું પડે એ લાચારી છે.

જે રીતે વૃક્ષને વેલ, એ રીતે મને તું બાહોમાં ભરી લે,

તને પ્રેમથી ભીંજવું હું, મને પ્રેમથી તું ભીંજવી દે.

કોણ જાણે કેટલાય યુગોનો ભાર સહ્યો છે આ વિયોગે,

આવ, આજે એ હળવો કરીએ બસ, આંસુ ઠાલવીને.

તારા નાજુક ખભે મારાં આંસુઓ વહેવા દે,

મારોય ખભો તું આજે તારાં આંસુથી ભીંજવી દે.

કોણ જાણે ફરી કેટલાય યુગોનું છેટું થશે,

આ છેલ્લી થોડી ક્ષણોમાં, પ્રેમ "અનંત" યુગોનો કરી લે.

"અનંત", સાચવીને રાખજે હવે આંસુ આંખોમાં—

હું આવું ત્યાં સુધી... આજે મન ભરીને રડવુ હોય એટલુ રડી લે.

"અનંત"

https://www.facebook.com/share/1C7AXyY2zf/

વૃક્ષ અને વેલી











નિર્દોષ ગુનેહગાર

rSonsptedo0hgab113gt8a7r0212t03rly64mF8042i8geauim1a35if62   
Shared with Your friends and friends of anyone tagged

શું તને યાદ છે?
શું તને યાદ છે?
વર્ષો પહેલાં એક ભાઈબંધે લખેલું એ સત્ય...
"શું તને યાદ છે?"
કેટલાંય વર્ષો બાદ આજે હું એ વડલા પાસેથી પસાર થયો,
અને મારી આંખો સમક્ષ એ હર એક ક્ષણ તરવરી ઊઠી...
હું ફરી એ જ ક્ષણોમાં સરી પડ્યો.
હા, મને યાદ આવે છે...
આ જ વડલાની ઓથે એક દિવસે મને તું મળી હતી,
ત્યારે ભીતર કૈં કેટલીય ઝંખનાઓ એકસામટી ઉમટી પડી હતી!
જરાક અમથા તારી આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી,
'હું' આખેઆખો ઝણઝણી ઊઠ્યો હતો...
અને તું પણ, પગથી માથા સુધી મારા ટેરવાના સ્પર્શથી ધ્રૂજી ઊઠી હતી.
તે દિવસે મારી વાટ જોતી તું વડલા ઓથે ઊભી હતી,
મેં સંતાઈને પાછળથી આવી તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો ત્યાં—
હા, બસ ત્યાં જ... મેં હળવેકથી એક ચુટકી ખણી હતી!
પહેલાં તો તું સફાળી જાગીને મારા પર ગુસ્સે થઈ,
પણ જ્યારે પાછું ફરીને તેં મને જોયો...
ત્યારે તું ઝીણું ઝીણું મલકાઈ હતી, કેવું સુંદર લજવાઈ હતી!
જોકે, પછી તારો ચહેરો ગુસ્સાથી ગુલાબી થઈ ગયો હતો,
અને સાવ ધીમેકથી તેં મને કહ્યું હતું—
"હટ રે લુચ્ચા! શરમાતો નથી?" એમ તું બબડી હતી.
આપણે જે વડલાની ઓથે મળતા, એને એક નાજુક વેલ વીંટળાયેલી હતી,
બસ, એ વેલની જેમ જ પછી તું મને વીંટળાઈ હતી.
એક-એક ક્ષણમાં આપણે કેવું મસ્ત જીવતા હતા,
જાણે એક પળમાં આખો ભવ જીવી લેતા હોઈએ!
યાદ છે તને? પછી થોડા દિવસ આપણે મળી નહોતા શક્યા...
ત્યારે તને અને મને, એક ક્ષણ પણ એક ભવ જેવી લાગી હતી.
અને જ્યારે ફરી મળ્યા, ત્યારે તું—
અસલ પેલા વડલામાં વીંટળાયેલી વેલની જેમ જ,
મને છાતી સરસો ચાંપી કેવી વળગી પડી હતી!
મેં પણ તારા ખભે માથું ઢાળી દીધું હતું,
અને ત્યારે તારા આંસુથી મારા શર્ટનું ખિસ્સું ભીનું થયું હતું.
એકબીજા વગર આપણું જીવવું કેટલું અસહ્ય હતું!
તારો ખભો કે તારી ઓઢણી, ત્યારે ક્યાં કંઈ કોરું રહ્યું હતું?
"પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને, ત્યારે મનમાં એક ડર જન્મે છે,
કે આ સાથ કદી છૂટી તો નહીં જાય ને?"
"અને જો એવું થાય તો?"
એ કલ્પના માત્રથી હું ધ્રૂજી જતો, અને તું પણ ડરી જતી.
અને એક દિવસ ખરેખર એવું જ થયું, જેનો મને ડર હતો!
મને ડર હતો કે હવે આભ ફાટશે...
કારણ કે તે દિવસે મારા પહેલાં તું આવીને વડલા ઓથે ઉદાસ બેઠી હતી.
આખરે એ જ થયું જેનો મને ફાળ પડી હતી!
મેં હળવે રહી તારા ખભે હાથ મૂકી પૂછ્યું હતું— "કેમ આજે ઉદાસ છે?"
અને તું મને ગળે વળગી પડી હતી...
તારી આંખો ચોધાર વરસી હતી, તું ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી.
મારી છાતીમાં માથું છુપાવી બસ તું રડતી રહી,
કશું જ ના બોલી શકી, ના કશું કહી શકી...
પણ હું સમજી ગયો હતો,
કે તે દિવસ આપણા મિલનની અંતિમ ઘડી હતી.
તું વેલ હતી, તારે વિસ્તરવું હતું...
ને સ્થિતિ મારી હતી વડલા સમી!
વડલો ચાહે તો પણ ક્યાં ખસી શકતો હતો?
વડલાના મૂળ તો બહુ ઊંડા હતા!
એ તો માત્ર ઊંડે ને ઊંડે જ વિસ્તરી શકતો હતો.
એ બંધાયેલો હતો—તડકે તપીને પણ બીજાને છાંયો આપવા.
એના છાંયે કેટલાય આવતા ને જતા,
કેટલાય એની વડવાઈએ હિંચકા ખાતા!
કેટલીય વેલ એને વીંટળાઈ જતી ને પછી છોડી જતી.
શું તને લાગે છે કે વડલાને વેદના નહીં થતી હોય?
ખૂબ વેદના થાય છે વડલાને પણ...
જ્યારે જ્યારે તેને પ્રેમથી વીંટળાયેલી વેલ છોડી જાય છે.
બસ, મારી સ્થિતિ અસલ એ વડલા જેવી જ હતી.
પણ આજે કેવો સંયોગ થયો!
તને પણ પ્રેમના એ દિવસો યાદ આવ્યા...
તું એ એકલા-અટૂલા વડલાને મળવા આવી, અને હું પણ!
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો,
એ ચાહે તો પણ ક્યાંય જઈ શકે એમ ક્યાં હતો?
પણ એ દ્રશ્ય જોઈ વડલો રડી પડ્યો કે—
કોઈ સમયે એને વીંટળાઈને રહેતી લીલીછમ વેલ, સાવ સુકાઈ ગઈ હતી...
સાવ એટલે સાવ કરમાઈ ગઈ હતી...
વડલાના વિયોગમાં!
"અનંત"
*બ્લાસ્ટ*
નાજુક નમણી વેલને હંમેશા એક ઘેઘૂર વડલાની ઓથ જોઈતી હોય છે,
અને "અનંત" વડલાની પણ એ જ ઈચ્છા હોય છે કે, એ નાજુક વેલ તેને કાયમ વીંટળાઈને રહે.
"અનંત"— with Chirag Ruparel and
13 others
.

https://www.facebook.com/share/1KYABd3KCQ/
પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને પછી મનમાં એક ડર પેદા,
થાય છે કે “આ સાથ કદી છૂટી તો નહીં જાય ને ?”
This insecurity of losing one's partner ... This all consuming fear of being alone ...but..Insecurity can really drive someone away from love & relation..think about that..!!
નિર્દોષ ગુનેહગાર
જી' એ એવો જ સહજ પણ હોય શકે !
Rita Thakkar
waah. I love it , insecurity at its finest !
Kishan K Vaghela
G khub saras ...jamavat padi ho .
Kishor Jani
મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા.
રાખ મા યાદ ઘા કર્યો કોણે,
તું બન્યો કોની ઢાલ, ભૂલી જા.......
Arvind Trivedi
એક એક ક્ષણમા આપણે કેવા જીવતા ‘તા એક આખો ભવ,
’ને , એ દિ’ એક ક્ષણ પણ તને એક ભવ જેવી લાગી’તી. -------વાહ વાહ પરેશભાઈ
નિર્દોષ ગુનેહગાર
વાહ "અનંત" કહો આમાં હું ક્યાય નથી !
Arvind Trivedi
પરેશભાઈ 'અનંત' ની રચનાઓ અમારી સુધી પહોચાડે છે કોણ ભાઈ?
Kishan K Vaghela
G paresh bhaie.. arvind bhaie barabar kahyu .
નિર્દોષ ગુનેહગાર
એ તો હું ! પણ એ તો નહીં જ !
Arvind Trivedi
વાહ પરેશભાઈ વાહ
Ajay Mahendra
દિલ મા ક્યાક ખુબ દુખ્યુ.......પણ ગમે તેવ્વો દુખાવો હતો..........
Sandip Pandya
VERY NICE...
નિર્દોષ ગુનેહગાર
Ajay Mahendra.... જી' કોને ખબર એને ક્યાં દુખ્યું પણ ! અમસ્તું તો આવું ના લખાય...! હે ને ?
Jahnvi Antani
superb....બસ મારી સ્થિતિ એ વડલા જેવી જ .......
આજે કેવો સંયોગ થયો ! તું પણ -
એ દિવસો યાદ આવતા એ વડલાને મળવા આવી !
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!
એ ચાહે તો પણ ક્યાં ક્યાંય જઇ શકે એમ હતો ?
નિર્દોષ ગુનેહગાર
કેકલા વર્ષો બાદ કોઈને કહેલું એ કહેવા અને કહેવા માટે શોધવા....
જૂનું જૂનું ઊથલાવી રહ્યો હતો છેક ત્યારે ....
મને ભાન થયું કે ,ત્યારે હું કેટલો બે ભાન બે ધ્યાન હતો...
જોકે હજુય કઈ ખાસ સુધારો નથી આવ્યો મારામાં ....
મને ત્યારે બૌ ખબર નહોતી પડતી ...
અકલે ભૂલો કરતો ....
આજે પણ ભૂલો પડું ત્યારે .. કરેલી ભૂલો સુધારું છું ...! 🙂

 નિર્દોષ ગુનેહગાર

~~~~~~~~~~~~~~~~~
તું સતત વધતી રહે વીંટળાતી રહે.
‘ને તોય હું તો સાવ ચૂપ.
તું ઝંખના છે વેલ સમી,
ને હું જાણે કે વૃક્ષ.
હું બારે મહીના લીલો છ્મ્મ.
'ને તું ક્યારેક ક્યારેક શુષ્ક.
*******************
“અનંત”— with Pravin Miyaatra and
8 others
.
https://www.facebook.com/share/1cboaexSLj/

Pravin Miyaatra
'ને તું ક્યારેક ક્યારેક શુષ્ક. .......na kaymi શુષ્ક!.
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra એવું કેમ?
Pravin Miyaatra
kuch bate aisi hoti hai jo samj ni padti hai....!!!
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra તો..!સમજી ગયો બસ....!
એવિ વાતો જે મનમાજ સમજવાની હોય એનીએ મજા કઈ અલગજ હોય છે નૈ ?
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyaatra.... હવે તો તુય લીલો છંમ થઈ ગયો છે કે નૈ ....
જો કે સમય સમય પર સમયની સાથે સાથે સ્વભાવમાં પણ ,
પરીવર્તન આવતું હોય છે ..🙂
ખૈર...
"માર્ક ભૈ નિજ સ્વાર્થે "આવી ભુલાયેલી ઉતમ ઘટનાઓ યાદ અપાવે ...
તો આપણને પણ સ્વાર્થ સાધવામાં શું વાંધો હે પવલા
મારો સ્વાર્થ એટલો જ કે ....
નિશ્વાર્થ આનંદ સૌ કરે... 🙂