Sunday, 12 April 2026

કોઈ સત્ય અંતીમ છે જ નહીં .!


વર્ષો પહેલાં, સાંકડી ગલીના છેવાડે આવેલ મહોલ્લામાં, છેવાડે આવેલ ખંડેર મધ્યે મધરાતે એકાંતમાં ચાયની ચુસ્કી ભરતા-ભરતા ભાઈબંધ અનંતને એના આતમે અનંત ઊંડાણેથી ઉલેચાઈને જે સપાટી ઉપર આવ્યુ તે શબ્દો રૂપે કાગળ માં લખી નાખ્યું. જે મને ફુરસતમાં તેના વર્ષો પહેલાં લખેલા જૂના ઝર્રઝર્રીત કાગળિયા ઉકેલતા મળ્યું. જેમાં ભાઈબંધ અનંતે લખ્યું છે કે:

આત્માના અનંત ઊંડાણેથી ઉલેચાઈને જે કૈં સપાટી પર આવે છે, અને આતમ જે લખાવે છે તે હું લખી રહ્યો છું. આતમ મને જે સમજાવે છે એ પ્રથમ હું સમજી રહ્યો છું. અને હું જે રીતે જેટલુ સમજી રહ્યો છું, કે સમજી શક્યો છું, એ જ અક્ષરસહ શબ્દો રૂપે કાગળ પર ઉતારી સમજાવી રહ્યો છું! અગર સમજવા ચાહો તોજ.! અને તો પણ મારા કહેવા થી તમે કદાચ થોડુ ઘણુ સમજો પણ ખરા, બાકી વધુ તો સમજણ હોય તેને જ સમજાય અને તેથી પણ વધુ તો અનુભવેજ સમજાય. 

મારી આ સમજ પણ અંતિમ સમજ કે અંતિમ સત્ય નથી જ. વાત જરા અટપટી છે પણ લાગશે નહીં! સમજાય તો વાત સરળ છે, સરળ છતાં સમજાશે નહીં અગર જો તમે સમજવા નહીં ચાહો! મગર કઈ પણ કહેતા પહેલા મારે એ પણ કહેવું જરૂરી છે કે અવારનવાર સ્વભાવમાં આવતા આવા ચડાવ-ઉતાર સાંસારિક યા સામાજિક રીતે ઠીક નથી.

હાં તો, કોઈએ પણ કોઈ પણ સંજોગોમાં એમ ન જ કહેવું જોઈએ કે, આ મને ખૂબ જ ગમે છે અથવા આ મને લગીરે નથી ગમતું! કારણ કે, એ અંતિમ સત્ય નથી હોતું. અને સત્ય ક્યારેય પહેલું સત્ય કે અંતિમ સત્ય નથી હોતું! કારણ કે સમય, સંજોગ એવં પરિસ્થિતિ મુજબ માનવીની પસંદ-નાપસંદ બદલાતી હોય છે.! 

મગર જરા ખુદની ભીતર ઝાંકી ને જોશો અને જોયા પછી જો તમે સ્વીકારી શકતા હશો તો તમારા ખુદના ધ્યાનમાં આવશે કે આજે તમને નથી ગમતું એજ આ પહેલા કોઈ સમયે ખૂબજ ગમતું હશે. અને આજે તમને જે ગમી રહ્યુ છે એ પહેલાં બિલકુલ નહીં ગમતું હોય.!

એક આડ વાત કહેવી અહીં જરૂરી લાગે છે કે, તમારી પસંદ ના પસંદ એ માત્ર તમારી પસંદગી હોય છે.! આથી તેને તમારા સુધી જ સીમીત રાખવી જોઈએ કદાચ તમે એમજ કરી રહ્યા છો તો તમે સમજદાર છો. 

તેમ છતાં એવુ વલણ કે વળગણ ક્યારેય નજ રાખવુ જોઈએ કે મને જે નથી ગમતું મને જે પસંદ નથી તે અન્ય પણ નજ ગમવું જોઈએ યા પસંદ ન હોવુ જોઈએ, અને મને જે ગમે છે મને છે પસંદ છે તેને અન્ય પણ ગામડે અને પસંદ કરે.! 

કારણ કે તમને નથી ગમતું યા તો પસંદ નથી એ બીજાને પણ ન ગમે યા પસંદ નજ આવે એ જરૂરી નથી.!

એજ રીતે તમને જે ગમે છે યા તો પસંદ છે તે બીજાને પણ ગમે યા પસંદ પડેજ એ પણ જરૂરી નથી.! 

એજ રીતે જરૂરી એ પણ નથી કે આજે તમને જે નથી ગમતું યા પસંદ નથી તે પછી ભવિષ્યમાં ક્યારેય નહીં જ ગમે..! 

અથવા તો આજે તમને જે પસંદ છે યા જે ગમે છે એ તમને ભવિષ્યમાં પણ ગમશેજ.! 

આજ વીષયે વર્ષો પહેલાં લખેલી વાત યાદ આવી કે, 

હોય કોઈક ને જે ન ગમતું. 

કોઈક ને હોય એ જ ગમતું. 

હોય કોઈક ને જે ન ગમતું.  

કોઈક ને એજ ગમતું હોય. 

"અનંત" 

હાં એવું પણ ઘણુ હોય છે જે યા તો બધાને ગમતું હોય છે યા કોઈને પણ નથી ગમતું હોય છે એ બધુ અમુક વ્યક્તિ અને વસ્તુ પર આધાર રાખે છે.! 

વાત ગમવા ન ગમવાની છે તેને સમજવાનો પ્રયાસ કરીએ અને એક ઉદાહરણ થી સમજીએ ધારો કે તમને પેંડા ખુબજ ભાવે છે.!પણ યા તો વધુ ખાવાથી યા અચાનક કોઈ કારણવશ હવે તમને કોઈ પેંડા વીશે વાત કરે છે તો પણ સુગ ચડે છે.! તો આ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે.! એ કારણે તમે પેંડા ખરાબ છે એમ હરગીઝ ન કહી શકો.!

એજ રીતે કોઈ વસ્તુ પણ તમને ન ગમે તો તમે બદલી શકો છો.! વાનગી કે વસ્તુ તમે એનો ભાવે કે ફાવે ત્યારે ઉપયોગ કરી ને પછી ન ભાવે કે ફાવે તો તમારી પસંદ બદલી શકો છો જો કે કહેવાય નહીં પણ તેમ છતાં તમે મનભરાય ગયા પછી એને ખરાબ કહેશો તો પણ એ વાનગી કે વસ્તુ તમારો વિરોધ નહીંજ કરે મગર... વાત જ્યારે વ્યક્તિ ની હશે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થશે દલીલો થશે... 

બસ્સ આ સમયે જ તમારે એક એક વાક્ય વિચારી ને સમજદારી સાથે બોલવું પડશે.! યોગ્ય કારણો આપવા પડશે.! તમારી જે કૈં વાત હોય જે કૈ પણ વિચાર હોય તે સૌ ની સામે એકદમ ખુલ્લી ને રાખવાનો તમને અધિકાર છે.! કોઈને પણ ઠેંસ ન પહોંચે એ રીતે.! કોઈ ની પણ લાગણી ન દુભાય એ રીતે.! 

બે વ્યક્તિ જ્યારે સાથે રહે છે ત્યારે વિચાર ભેદ રહેજ છે.! 

સાથે રહેવા માં સ્વભાવ સિવાય ની કોઈ સમસ્યા હોય તો તેનુ નીવારણ ચોક્કસ થઇ શકે છે..! 

થોડુ ઘણું બંને પક્ષ ચલાવી લે અને ચલાવવું જ જોઈએ મગર અગર સ્વભાવ જ ત્રસ્ત કરે એવો હોય તો એ બદલવો જરૂરી છે અગર એ કે તમે જો સ્વભાવ બદલી નથી શકતા તો છોડી ને છુટી જવુજ બંને માટે બહેતર છે.!  

અગર એવો એટલે કે કોઈ ને ત્રસ્ત કરે એવો સ્વભાવ તમારો છે તો તમારે પણ એવો સ્વભાવ બદલવોજ પડે.! 

કારણ કે તમારો સ્વભાવ તમારી સાથે હતો સાથે છે અને સાથે જ રહેશે અગર સારો હશે તો આગળ સારૂ જ થશે અને ખરાબ હશે તો બધેજ ખરાબ થશે.! 

@@@

અગર તમે આવી ભૂલ કરતા હોવ તો ન કરતાં થોભી જજો.! 

વાત વાનગી યા કોઈ વસ્તુની હોય તો સ્વભાવિક છે વાનગી હોય અને સ્વાદ બદલાય જાય તો બીજી વાનગી ખાઈ લેવાય, અને વસ્તુની વાત હોય તો આજે ગમતા વસ્ત્ર કાલે ન ગમે તો બીજા ખરીદી શકાય... 

મગર વાત અગર વ્યક્તિ ની હોય તો જીવન નાં અમુક તબક્કે ન ગમતું પણ ગમાડવુ પડતું હોય છે અને ગમતું ઓછુ મળે તો પણ સ્વીકારવુ પડે છે.! 

આ વાત બીલકુલ સનાતન અને પ્રાકૃતિક છે.! 

આ વાત પ્રેમ અને લગ્ન જીવન માટેની છે.! 

સ્ત્રી અને પુરુષ માટેની છે.! 

હાં એ વાત નોખી છે અને એને બિલકુલ લાગું નથી પડતી અગર જો કોઈ પુરુષ સાધુ કે કોઈ સ્ત્રી સાધ્વી થઈ જવા માંગતી હોય.! 

તો પણ આગળ જતાં એનો વિચાર બદલાય જાય તો આ તમામ વાત એને પણ અકબંધ બંધ બેસી જશે.!

હાં તો પ્રેમ યા લગ્ન એ હવે ના બદલાયેલા આ સમયમાં પસંદગી વીના થવા, કરવા કે કરાવવા સંભવજ નથી.!

એનો અર્થ એજ કે તમે પ્રેમ પણ તમારી પસંદગીની વ્યક્તિ સાથે તમારી જ ઈચ્છા મરજી થી કરો છો અને લગ્ન પણ તમારી પસંદગીની વ્યક્તિ સાથે તમારી જ ઈચ્છા મરજી થી કરો છો.!

હવે અગર જો આ પ્રેમ અથવા લગ્ન અથવા પ્રેમ લગ્ન એ માત્ર શારીરિક આકર્ષણ અને શારીરિક ખેંચાણ ના કારણે કરો છો તો તેમાં ભવિષ્યમાં સમસ્યા આવવાની શક્યતા વધુ રહેશે કારણ કે વાતાવરણ અલગ વ્યક્તિ અલગ વિચાર, અલગ સ્વભાવ બધુજ અલગ અલગ હોય છે.!

અને સમસ્યા એટલેજ સર્જાય છે કે બે અલગ અલગ આકાર ના શરીર ધરાવતી વ્યક્તિ માત્ર ને માત્ર શારીરિક આકર્ષણ અને શારીરિક ખેંચાણ ને આધીન મળેલા હોય છે.!

અગર આગળ વધતા પહેલા સમજણ પુર્વક આત્મ નીરીક્ષણ કરીને આત્માનુ અસ્તિત્વ સ્વિકારી ને શરીરની સાથે સાથે આત્માથી જોડાણ કર્યું હશે તો કદાચ જીવનનાં અંત સુધી કોઈજ સમસ્યા નહીં સર્જાય અથવા ખૂબ ઓછી સમસ્યા થશે અને સમજદારી સાથે એ સમસ્યા ઊકલી જશે અને સુખદ અંત આવશે... 

અગર તેમ છતાં વધુ સમસ્યા સર્જાય પણ છે અને તે સમજણ સાથે ઉકેલાતી નથી તો એવા સબંધ માં પણ એ હકીકત સાબિત થઈ જાય છે કે અહીં પણ માત્ર શારીરિક આકર્ષણ અને ખેંચાણ હતું આત્માનુ અસ્તિત્વ નહોતું.!

જો કે ઉપર જણાવ્યા મુજબ આવી સમસ્યા સ્ત્રીઓ ને વધુ સામનો કરવો પડે છે.! 

જો કે પુરુષ ના ભાગે ઓછી સમસ્યા આવે છે એવુ સમજવાની લગીરે ભુલ કરવા જેવી નથી.! 

કારણ કે સ્ત્રી કરતા જરા અલગ પણ જ્યાં આત્મા નથી મળ્યા હોતા ત્યાં પૂરૂષો ને પણ ગંભીર માં ગંભીર કદાચ અતી ગંભીર સમસ્યા નો સામનો કરવો પડે છે.! 

તેમ છતાં આ જીવન માં આ સંસાર માં ઘણુ એવું પણ હોય છે જે ન ગમતું હોવા છતાં કર્મ આધીન મળેલું હોય ગમાડવું પડે છે, સ્વિકારવુ પડે છે.! 

ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની અપંગતા નથી ગમતી હોતી તેમ છતાં કર્મ ને આધીન મળેલી શારીરિક ખામીઓ હસતાં હસતાં સ્વિકારી લેનાર આ બ્રહ્માંડ માં ઓછા નથી.! અને તેઓ પોતાની શારીરિક ખામી ઓ સાથે ખુશહાલ જીવન જીવે છે નીભાવે છે.!

તે ખુશહાલ જીવન જીવી શકે છે, કારણ કે તેઓએ પ્રાકૃતિક રીતે અને કર્મ ને આધીન મળેલી ખામીઓ સ્વીકારી લીધી હોય છે.! 

તેમ છતાં આવી તમામ પરિસ્થિતિમાં પણ માનવીની ભીતર કૈંક તો એવું ચોક્કસ હોય જ છે, જે એને ખૂબ જ ગમતું હોય છે અથવા બિલકુલ નથી ગમતું! આ હકીકતની જાણ ખુદ એ વ્યક્તિને ત્યાં સુધી થતી નથી હોતી જ્યાં સુધી તે ખુદ પોતાની ભીતર છેક ઊંડાણે નથી ઝાંકતી. માટે કહું છું કે, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારે એ સ્પષ્ટતા અચૂક કરવી જોઈએ કે તમને જે ગમે છે અથવા નથી ગમતું તે માત્ર આજનું, અત્યારનું અને માત્ર આ ક્ષણનું સત્ય છે! કારણ કે હું, તમે કે તે—આપણે સૌ આવનારી ક્ષણ અને આવતીકાલની ક્ષણ બાબતે બિલકુલ અજાણ હોઈએ છીએ.

અને વાસ્તવમાં એવું જ હોય છે! હાં, તમે ગઈકાલને આધારે આજનું અને આજના આધારે આવતીકાલનું અનુમાન ચોક્કસ કરી શકો છો, મગર એ માત્ર ને માત્ર અનુમાન અથવા તમારી ધારણા હોઈ શકે છે. તે અંતિમ સત્ય નથી જ હોતું અને ધારણાઓ કે અનુમાનો હરેક વખતે સાચા જ પડે એ જરૂરી નથી. અનુમાનો અને ધારણાઓ ખોટી પણ પડી શકે છે! કારણ કે ધારણા પણ સત્યની માફક હોય છે, એ સત્ય જે વારંવાર બદલાય છે. સત્ય પણ સમયાંતરે પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે, બદલાયા કરે છે.

ઉદાહરણ તરીકે, જે રીતે વર્તમાનમાં હું આ લખું છું, એ પહેલાની ક્ષણ અત્યારે ભૂતકાળ બની ચૂકી છે અને લખ્યા બાદ આ ભવિષ્ય બની જશે! ક્યારેક એવું પણ લાગે, કદાચ એવું જ છે જાણે વર્તમાનનું કોઈ અસ્તિત્વ જ નથી! અને અગર હોય તો પણ એનું આયુષ્ય કે અસ્તિત્વ ખૂબ જ ટૂંકું યાને ક્ષણભંગુર છે. એ ક્ષણમાં તમે જીવો ન જીવો ત્યાં તો એ ભૂતકાળ થઈ જાય છે અને તમે સીધા ભવિષ્યમાં પહોંચી જાવ છો. એવા ભવિષ્યમાં જે ક્ષણ થોડી ક્ષણ પહેલા ભૂતકાળ યા વર્તમાન હતી.

કોઈ માને ન માને, કોઈ સ્વીકારે યા ન સ્વીકારે, મગર માણસનું મન પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે. એ હિસાબે એમ પણ કહી શકાય કે માણસનું મન પણ મોસમ જેવું જ હોય છે અને મોસમનું વર્તન ક્યારેય એક સરખું કે એકધારું નથી હોતું. માણસનું મન પ્રાકૃતિક રીતે મોસમ સાથે જ જોડાયેલું ને સંકળાયેલું હોય છે, આથી મોસમની માફક તેમાં સતત ઉતાર-ચડાવ અને પરિવર્તન આવતું જ રહેતું હોય છે. ક્યારેક એકાએક તો ક્યારેક ધીરે-ધીરે.

માનવીમાં યા પ્રકૃતિમાં એકાએક આવતો બદલાવ તરત જણાઈ આવે છે, મગર સૂક્ષ્મ સ્તર પર ધીરે-ધીરે આવતો બદલાવ સામાન્ય માનવીને નરી આંખે દેખાતો નથી. અને તેથી તેને આવેલો બદલાવ અચાનક યા એકાએક આવેલો જણાય છે અને એ કારણે તે યા તો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે યા ઉદાસ. અને પછી તે આવેલ બદલાવ વિશે પરિસ્થિતિને આધીન જાતભાતની ધારણાઓ અથવા તો શંકાઓ કરવા લાગે છે. આથી તે સૌ પોતપોતાના વિચાર મુજબ બદલાવ પાછળના કારણો ધારવા લાગે છે, અનુમાનો કરવા લાગે છે.

માટે ફરી વાર કહું છું કે, તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ સ્પષ્ટતા અચૂક કરવી જોઈએ કે, આ નિર્ણય અત્યારે માત્ર આ ક્ષણ અને પરિસ્થિતિને આધીન લીધો છે અને આ માત્ર આજનું સત્ય છે! આવનારી ક્ષણ કે આવતીકાલથી હું બિલકુલ અજાણ છું. કારણ કે ગઈકાલે જે ગમતું હતું આજે એ લગીરે નથી ગમતું, અને બની એવું પણ શકે છે કે આજે જે લગીરે નથી ગમતું તે જ આવતીકાલે સૌથી વધુ ગમવા લાગે!

આત્માના અનંત ઊંડાણેથી હું જે સમજી રહ્યો છું, સમજી શક્યો છું એ જ સમજાવી રહ્યો છું. મારી આ સમજ પણ અંતિમ સમજ કે અંતિમ સત્ય નથી જ. આ તમામ વાતના અંતે મારે એ પણ સહજ સ્વીકાર સાથે કહેવું જોઈએ કે છો ને માનવ મન પ્રકૃતિ સાથે જોડાયેલું હોય, તેમ છતાં પ્રાણી માત્રમાં અને તેમાંય ખાસ કરીને માનવ પ્રાણીમાં અસીમ સંભાવનાઓ છે! અગર એ ટકવા ચાહે છે તો ચોક્કસ ટકી શકે છે અને પુરાવાઓ સાથેનું સંપૂર્ણ સત્ય છે.

અનંત અનાદિ કાળથી કઈ કેટલીયે પ્રાકૃતિક આપદાઓ આ પૃથ્વી પર આવી છે. ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પ્રલય જેવી કઈ કેટલીયે થપાટો આ પૃથ્વીએ ખાધી છે, તેમ છતાં એ તમામ પ્રાકૃતિક વિપત્તિઓ બાદ પણ માનવ સભ્યતા ટકી શકી છે અને આજે પણ ટકી રહી છે. એ જ રીતે અગર તમે તમારા કોઈ પણ નિર્ણય પર ચાહો તો ટકી શકો છો, ચાહો તો પ્રકૃતિનું બહાનું ધરી છટકી શકો છો.

**બ્લાસ્ટ**

કોઈ વ્યક્તિ "અનંત" પ્રેમથી તમારે તાબે થાય તો વાત નોખી છે, મગર પરાણે કોઈને પણ બાંધવાનો કોઈને પણ અધિકાર નથી! અગર એ રીતે યાને કે મરજી વિના મજબૂરી વશ અગર કોઈ તમારે તાબે થયેલું હોય અને તમે મનોમન હરખાઈ રહ્યા હોવ તો સમજજો કે તમે ભયંકર ગુમાનમાં અને ગંભીર ગફલતમાં છો. એ રીતે તમારે તાબે થયેલું એ સ્ત્રી અથવા પુરુષનું શરીર માત્ર હશે અને તેનો બેચેન આત્મા ક્યાંક બીજે ભટકતો હશે.

"અનંત"

તો તમે સંસારમાં ન પડતા જો તમે લગીરે પીડા સહન નથી કરી શકતા. સંસારમાં નહીં પડવાથી તમે સુખી જ થશો એની પણ કોઈ ગેરંટી નથી. કારણ કે કોઈ વસ્તુ કે વ્યક્તિ તમને અનંત પ્રેમ, સુખ-શાંતિ કે પરમ-ચરમ, અખંડ, અનંત આનંદ ક્યારેય નહીં આપી શકે. એવું ધારનાર કે સંસાર જ તમામ બંધન અને દુઃખનું કારણ છે, અને એવું ધારનાર કે સંસારમાં નહીં પડીએ તો કોઈ બંધન નહીં રહે અને સુખી જ થઈશું—આ બંને ધારણા ભયંકર ભૂલભરેલી છે!

અને આવી ધારણાઓને આધીન નિર્ણય લેનાર એ તમામ લોકો આખરે દુઃખી થશે. યા તો નિભાવ્યે જાય છે યા તો વહેલા-મોડા છૂટા પડી જાય છે, કારણ કે એ તમામે માત્ર શરીરને પ્રેમ કર્યો હોય છે. આ બ્રહ્માંડમાં એ તમામ દુઃખી છે જેમને માત્ર શરીરને ચાહ્યું છે. અલગ-અલગ આકાર ધરાવતા શરીર માત્ર વચ્ચે આકર્ષણ અને પ્રેમ થવો સહજ, સ્વાભાવિક એવં પ્રાકૃતિક છે મગર એટલું જ કાફી નથી. સમજણ વિનાનું બધું જ નકામું એવં દુઃખ આપનાર છે.

"અનંત"

ભાઈબંધે વર્ષો પહેલાં આત્મા ના ઊંડાણ ઉલેચી લખેલી આ વાત જેમીની દ્વારા અંગ્રેજી માં રૂપાંતર કરેલ છે.! 

**Decades ago...**

In the solitude of midnight, amidst the ruins at the end of a neighborhood located deep within a narrow alley, while sipping tea, my friend Anant wrote down what his soul whispered from its infinite depths. I found this years later, while deciphering his old, withered papers. Anant wrote:

What I am understanding and have understood from the infinite depths of my soul, I am explaining! Even this understanding of mine is not the ultimate understanding or the ultimate truth. It is complex, yet it won’t feel so. If understood, it is simple; yet despite being simple, it won’t be understood if you do not wish to understand it. But before saying anything, I must also say that such frequent fluctuations in temperament are not ideal, whether in worldly or social life.

So, no one, under any circumstances, should say, "I like this very much" or "I do not like this at all!" Because that is not the ultimate truth. Truth is never just the first or the final truth! Because a person’s likes and dislikes change according to time, circumstances, and situations.

Yet, even in all such situations, there is surely something within a human being that they like very much or do not like at all! A person remains unaware of this fact until they look deep within themselves. Therefore, I say that before taking any decision, you must clarify that what you like or dislike is only the truth of today, of now, and only of this moment! Because you, I, or they—all of us—are completely unaware of the next moment or the moment of tomorrow.

And in reality, that is how it is! Yes, you can certainly make an estimate of today based on yesterday, and of tomorrow based on today. But that can only be an estimate or your assumption. It is not the ultimate truth and it is not necessary that assumptions or estimates always turn out to be true. Assumptions and estimates can also prove wrong! Because an assumption is like truth—a truth that changes repeatedly. Truth, too, can change according to circumstances over time.

For example, as I write this in the present, the moment before this has already become the past, and after writing, this will become the future! Sometimes it feels as if the present has no existence at all! And even if it does, its lifespan or existence is very short, meaning ephemeral. Before you can even live that moment, it becomes the past and you reach directly into the future—into a future that was the past or the present just a few moments ago.

Whether anyone believes it or not, whether anyone accepts it or not, the human mind is connected with nature. In that sense, it can also be said that the human mind is like the weather, and the behavior of the weather is never constant or uniform. The human mind is naturally linked and intertwined with the seasons; hence, like the weather, constant ups, downs, and changes keep occurring within it. Sometimes suddenly, sometimes gradually.

A sudden change in a human or in nature is noticed immediately, but a change occurring gradually at a subtle level is not visible to the naked eye of an ordinary human. Thus, the change that has occurred seems sudden or instantaneous to them. Because of that, they either become very excited or depressed. Then, depending on the situation, they start making all sorts of assumptions or harboring doubts about that change. Thus, everyone starts assuming or estimating reasons behind the change according to their own thoughts.

Therefore, I say again that before taking any decision, you must clarify that this decision is taken based only on this moment and situation, and this is only today’s truth! I am completely unaware of the coming moment or tomorrow. Because what was liked yesterday is not liked at all today, and it is also possible that what is not liked at all today might become liked the most tomorrow!

What I am understanding and have understood from the infinite depths of my soul, I am explaining. My understanding is not the ultimate understanding or the ultimate truth. At the end of all this, I must also say with natural acceptance that even though the human mind is connected with nature, there are infinite possibilities in living beings, especially in the human animal! If they wish to endure, they certainly can, and this is a complete truth with evidence.

Since ancient, infinite times, many natural disasters have struck this earth. Earthquakes, volcanoes, tsunamis, deluges—the earth has endured many such blows! Yet, even after all those natural calamities, human civilization has survived and continues to survive today. In the same way, if you wish, you can stand firm on any of your decisions. If you wish, you can escape by making nature an excuse.

**BLAST**

If a person submits to you out of "Infinite" love, that is a different matter. But no one has the right to bind anyone by force! If someone has submitted to you out of compulsion without their will, and you are inwardly rejoicing, then understand that you are in a state of terrible vanity and serious delusion. In that way, the person submitted to you will only be a body—be it a man or a woman—and their restless soul will be wandering somewhere else.

"ANANT"

So, do not enter into worldly life if you cannot bear even a little pain. There is no guarantee that you will be happy by not entering the world either. Because no object or person can ever give you infinite love, happiness, peace, or supreme, ultimate, unbroken, infinite joy!

The one who assumes that worldly life is the cause of all bondage and sorrow, and the one who assumes that by not entering the world there will be no bondage and they will be happy—both these assumptions are terribly mistaken! Those who take decisions based on such assumptions will ultimately be unhappy. They either just keep dragging the relationship or eventually separate, because they all loved only the body.

Everyone in this universe is unhappy who has loved only the body. It is natural, spontaneous, and instinctive for attraction and love to occur between bodies of different shapes, but that alone is not enough. Everything without understanding is useless and a giver of sorrow.

"ANANT"






No comments:

Post a Comment