ભાઈબંધ અનંતે વર્ષો પહેલા મને કહેલું કે, "પરિયા, બૌ હોશિયાર, સમજદાર, જાણકાર કે ડાયા થવામાં કઈ માલ નથી." અર્થાત એનું કહેવાનું એમ હતું કે, "હું અને અજ્ઞાની જીવીએ છીએ એમ તું જીવ, તો કોઈ ઝંઝટ નૈ રહે. બસ સાવ નાસમજ નાદાન થઈ જા! પરિયા, નાદાન થઈ જા!"
આ આખી વાત પછી એ પાગલ ભાઈબંધે મને એક રચના લખી ડાહ્યું ન થવાનું કારણ સમજાવેલું અકલે પછી હું એની વાત માની ગયો...
@@@@@@@@@@@@@@@
બસ એકવાર શાન-ભાન ગુમાવી દે અને બેભાન થઈ જા!
ડાહ્યા રહેવામાં કઈ મજા નથી, પાગલ સમાન થઈ જા!
એ રોજ બદલતી રહેવાની ભૈ દુનિયા છે!
તું ખોજ તારી ભીતર દુનિયા અને પછી તું જ એ દુનિયાનો સુલતાન થઈ જા!
થઈ શકે તો મદદ કર, નહીં તો છોડ ફિકર આ જગની.
સૌ પોતપોતાનામાં મસ્ત છે, તું પણ ખુદમાં ગુલતાન થઈ જા!
જો દર્દ તરફ ધ્યાન જશે તો દર્દ વધુ ઉગ્ર થશે, તેથી કહું છું,
તું હર એક ગમ-ઓ-દર્દથી બેખબર બેધ્યાન થઈ જા!
હુમલો કોઈ સામી છાતીએ નહીં કરે, હવે બદલાઈ ગયો છે જમાનો.
પ્યારે, ચોતરફ જો અને તું સાવધાન થઈ જા!
લોકો જે કરે કરવા દે, એ છો કરે કેવળ વાતો.
જો તારે કરવું હોય કઈ નક્કર, તો બસ તું ખુદ પ્રત્યે સભાન થઈ જા!
હાસ્ય, કરુણા, પ્રેમ, વ્યંગ, સઘળું ઠાંસીને ભરી દે ગઝલમાં,
"અનંત" સમજદાર સમજી જશે! બસ તું નાદાન થઈ જા!
પછી તારીયે વાહિયાત વાતોની વાહ-વાહ થશે "અનંત",
બસ તું કોઈ કામ કરી જા એવું કે હસ્તી મહાન થઈ જા!
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત" પાગલ થૈ રે'વુ એજ ડહાપણ છે.!
ડાયુ થઈને આપણે દુઃખી શા માટે થવું..?
"અનંત"
https://www.facebook.com/share/182x5u8L7m/








No comments:
Post a Comment