કુંજલ પ્રદીપ છાયાની એ વાત પર ભાઈબંધ અનંતના વિચારો:
Kunjal Pradip Chhaya
12 hrs ·
આ તે, નિયમ કઈં ખરો?
આખા દિવસના કામેથી,
થાકેલી-પાકેલી સ્ત્રીઃ
છેક છેલ્લે રસોડું આટોપી,
આડો વાંસો કરી સૂવે,
'ને સૂતાંની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ!
- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪
કુંજકલરવ
લે બોલ કેમ! એમાં વાંધો શું છે હે? જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ-બિયમ ના હોય. ચાકરી સિવાય બીજું કાંઈ ના હોય કે? લે બોલ! અસસલ સ્ત્રી ઈ જે રાત થવાની રાહ જુએ, ઈ ચાકરી જ આખા દિનો થાક ઉતારે. ઈ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.
અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે? બાત કરતી હે! સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ ભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે. જ્યાં અરસ-પરસ પ્રેમ હોય, ત્યાં આવા હિસાબ ના હોય. જેને પ્રેમમાં, હૂંફમાં સમજ ના પડતી હોય, એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે. ખરો પ્રેમ કરનાર પતિ પણ પોતાની પત્નીની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો. ચાકરી કરતાં-કરતાં પ્રેમ અને હૂંફનો અલૌકિક અહેસાસ થતો હોય છે. બાકી બધું છેવાડાની વાત છે જે ક્ષણિક હોય છે! અરસ-પરસ એ ક્ષણની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે અને એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે!
બાકી ભાઈબંધ અનંતે તો આત્મા ના અનંત ઉંડાણે થી મગજની સપાટી પર આવેલી આ આત્મા અને આ શરીર ની તમામ હકિકત સ્વીકારી ને પછીજ કાગળિયાં પર ઉતારી છે.!
ભાઈબંધ અનંત કહેતો હતો કે,
હું માત્ર સ્ત્રી કે માત્ર પુરૂષ ની વાત નથી કરતો.!
હું તટસ્થ રીતે બંને સાથે ન્યાય કરૂ છું.!
અને એ ન્યાયે કહું છું કે,
"અનંત" સ્ત્રી અને પુરુષ બંને ના શરીરના,
નોખા નોખા અવયવોની નોખીનોખી ભુખ નોખી નોખી તરસ હોય.!
ઝંખના જે કૈં પણ હોય છે એ અરસપરસ હોય છે.,
આંખ ને સુંદરતા જોવાની ભુખ તરસ હોય છે.
હાથને સુંદર શરીર સ્પર્શવાની ભુખ તરસ હોય છે.
હોઠ ને કોમળ હોઠ ચુમવાની ભુખ તરસ હોય છે.
બાહોં ને સુંદર શરીર આલીંગવાની ભુખ તરસ હોય છે.
ઈન્દ્રીય ને ઈન્દ્રીય સંભોગવાની ભુખ તરસ હોય છે.!
સાવ સાચી વાત કરૂ તો સ્ત્રી એવુ ઝંખે છે કે પુરુષ તેના તન મન સ્તન શરીર ના તમામે તમામ અંગેઅંગને પ્રેમ થી સ્પર્શે મસળે અને પ્રેમ થી પ્રેમના દરીયામાં ઠસડે.!
તો સામે પક્ષે પુરુષ પણ સતત એમ જ કરવા ઝંખતો હોય છે.!
મગર હાં આવી એક સરખી ઝંખના બંને ની અરસપરસ હોવી જોઈએ.!
"અનંત"
આવું બધું તો ઘણું બધું ભાઈબંધ કહેતો, ખંડેર મધ્યે જ્યારે અમે મળતા ત્યારે. જ્યારે કંઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે. પછી પ્રેમ આપો કે પીડા, આનંદ આપો કે વ્યથા. જે આપો, તે જ પામો! જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે. આપો તો જ મળે, માંગો તો ન મળે.
**બ્લાસ્ટ:**
સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે, એટલી જ ખરાબ બાજુ પણ હોય છે. એ જ રીતે પુરુષની જેટલી ખરાબ બાજુ હોય છે, એટલી જ સારી બાજુ પણ હોય છે. મોટાભાગના લલ્લુઓ સ્ત્રીઓની નજરમાં મહાન થવા ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ જ ચીતર્યા કરતા હોય છે! આવા લલ્લુ-પંજુઓથી સ્ત્રીઓ પણ ઝટ આકર્ષાઈ જતી હોય છે, કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
પણ જ્યારે પણ કોઈ અજાણ્યા પુરુષ દ્વારા વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓએ ચેતવા જેવું ખરું. પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હંમેશા તત્પર હોય છે! કેમ? ઘેર તો બકાલું લેવાનું કે તો પણ બહાના બતાવે છે! (અવસરે હુંય ઈ જ માયલો છું કે નૈ એ તો અવસર આવે ખબર પડે! પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી. બસ બીજી મને ખબર ના પડે. અબે ચૂપ રે! હું કંઈ લલ્લુ-પંજુ નથી.)
*બ્લાસ્ટ ફોર ભાઈબંધ:*
સ્ત્રી એ, અસ્સલ સ્ત્રી એ, જેના મનમાં ભક્તિનો ભાવ હોય, જેના હૃદયમાં અપાર પ્રેમ હોય, જેની આંખોમાં અનંત કરુણા હોય, જેની વાણીમાં સહજ મીઠાશ હોય અને સમર્પણ જેનો સ્વભાવ હોય, એ અસ્સલ સ્ત્રી.
બાકી "અનંત" આકાર માત્ર સ્ત્રી શરીરના! બધી સ્ત્રી શરીર આકારે સ્ત્રી હોય છે, મગર ઘણી સ્ત્રી વિચારે સ્ત્રી નથી હોતી. વિચારે પણ જે સ્ત્રી હોય છે, "અનંત" તે જ શરીર આકારે દીપે છે!
બે અર્થમાં ભાઈબંધે છેલ્લું વાક્ય લખ્યું છે. તે રાત્રે વાતના અંતે અર્થાત શું? એમ જ્યારે મેં પૂછ્યું ત્યારે ભાઈબંધે ખુલાસો આપતા કહેલું: પરિયા, જે ખરા અર્થમાં સ્ત્રી હોય છે તેના ચહેરા પર અનંત તેજ હોય છે અને એવી સ્ત્રી શરીર સમેત દીપી ઉઠતી હોય છે!
"અનંત"
*બ્લાસ્ટ:*
હું "અનંત" સતત પરમ-ચરમ અખંડ અનંત પ્રેમી છું.!
હું "અનંત" સખત... સખત.. સખત.. અનંત પ્રેમી છું.!
પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભરાય ભોજનથી!
"અનંત"
https://www.facebook.com/share/14YNu7Peamt/





No comments:
Post a Comment