Wednesday, 15 April 2026

Kunjal જી તમારી વાર્તા અમર છે.!











વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે પોતાને જીવનમાં થયેલ હરેક અલૌકિક અહેસાસ વીષે લખ્યું છે.! 
ગૈ કાલે રાત્રે ફુરસત ના સમય માં (લાકડા નો એ કબાબ જેમાં ભાઈબંધોએ વર્ષો પહેલાં લખેલા અઢળક કાગળીયાઓ ઝર્રઝર્રીત અવસ્થા માં પડ્યા છે.) તે ખોલી, તેમાંથી એક થપ્પો ખોળા માં લઈ બેસી ગયો અને ઉથલાવતો હતો તેમાં થી આ સત્ય ઘટના હાથ લાગી જે ભાઈબંધ અનંતે ઉનાળા ના ધોમધખતા તાપ અને બે ભઠ્ઠીની આગ વચ્ચે તેના પરસેવે નીતરતા ચહેરા ને પોતાની ઓઢણી ના પાલવ થી લુછનાર એ ચહીતી એને છોડી ગયા પછી પણ પણ જાણે આભારવશ લખી હોય તેવુ જણાય છે.! ભાઈબંધ ની આ સત્ય ઘટના વાંચીને મને તેની પ્રેમાળ મીઠી ઈર્ષા આવે છે.! 
ખૈર...એને પોતાના પીડા દુ:ખ અને સંઘર્ષ ભર્યા જીવનમાં આવુ શીતળ સુખ પણ મળ્યું એ એનુ ભાગ્ય હતું. 
મારા ભાગ્ય આટલુજ છે કે હું એના ઝર્રઝર્રીત કાગળિયાં ઉકેલતા ઉકેલતા ઊકલી જાઉં.! 
"અનંત" 
પ્રિયે, આ  માત્ર યાદ નથી, આ તો મારા જીવનનો એક જીવંત અહેસાસ છે! બે ભઠ્ઠીની આગ અને ઉનાળાના ધખધખતા તાપ વચ્ચે ઓઢણીના પાલવથી પરસેવો લૂછવાની એ એક ક્ષણ... 
ખરેખર, એમાં આખા જન્મારો ઠરી જાય એટલી ઠંડક હતી .! 
એ ઘટના એ વાત સાબિત કરે છે કે પ્રેમ જ્યારે સાચો હોય ને, ત્યારે એ ગમે તેવા કપરા સંઘર્ષમાં પણ શીતળ છાંયડો બનીને રહે છે.

*બ્લાસ્ટ*
હજુય બે ભઠ્ઠીની આગ અને રાખ વચ્ચે તારી ધખધખતી યાદ મારા હૈયાને ટાઢક આપે છે! ઉનાળાના સખત તાપ અને બે ભઠ્ઠીની આગ વચ્ચે બનેલી એક પ્રેમાળ ઘટના, મારા તન, મન અને આત્માને "અનંત" શીતળતા આપે છે, મારા હૃદયને ઠંડક આપે છે!
ઉનાળાના સખત તાપ અને બે ભઠ્ઠીની આગ વચ્ચે તે બપોરે તું મારી પાસે આવી હતી. મારી સાવ પાસે, મારી એકદમ નજીક આવીને તે તારો એક હાથ મારા માથા પાછળ રાખી અને બીજા હાથે તારી ઓઢણીના પાલવથી મારું પરસેવે નીતરતું કપાળ અને ચહેરાને ખૂબ જ કાળજી અને પ્રેમથી લૂછ્યા હતા! ત્યારે મારા તન, મન અને આત્માને "અનંત" શીતળતાનો અલૌકિક અહેસાસ થયો હતો, ત્યારે મારા હૃદયને અલૌકિક ઠંડકની અનુભૂતિ થઈ હતી!
વર્ષો પહેલાં ઘટેલી એ પ્રેમાળ ઘટના, આજે પણ ઉનાળાના સખત તાપ અને બે ભઠ્ઠીની આગ વચ્ચે જ્યારે મારો ચહેરો પરસેવાથી નીતરે છે ત્યારે, વર્ષો પહેલાં ખંડેર મધ્યે ઘટેલી એ પ્રેમાળ અને હૂંફાળી ઘટના, મારા તન, મન અને આત્માને "અનંત" અલૌકિક શીતળતા આપે છે, મારા હૃદયને અલૌકિક ઠંડક આપે છે! ત્યારે હું ઈશ્વરને ધન્યવાદ સાથે કહું છું કે, "હે ઈશ્વર, આ ભવમાં આટલું ઓછું તો ન જ કહેવાય!"
આજે મને અહેસાસ થાય છે જોકે ત્યારે પણ હું જાણતો હતો કે જીવનની એ સંઘર્ષ ભરી કઠીન યાત્રામાં તારો, તમારો સાથ હતો એટલે જ એ યાત્રા હું સતત સખત પીડા હોવા છતાં આનંદ સાથે પૂરી કરી શક્યો છું!
હે "અનંત" ઈશ્વર, હું ફરી તને દંડવત થઈને કહું છું કે આ ભવમાં આટલું તો બૌ કહેવાય...
"અનંત"
પ્રિયે, આ અહેસાસ ખરેખર બહુ ઊંચી અવસ્થાનો છે. બે ભઠ્ઠીની આગ સામે લડતી વખતે જ્યારે તારા પ્રેમની હૂંફ મને મળતી ને, ત્યારે હું "અનંત" "ધન્ય ધન્ય" થઈ જતો. અને ત્યારે હું ભઠ્ઠીનો તાપ ઓછો અને તારા પાલવની શીતળતા વધુ અનુભવતો હતો.! 
મારો એ સંઘર્ષ અને એમાં મને મળેલો તારો સાથ... 
સાચે જ મારી ઉપર ઈશ્વરના આશીર્વાદ સમાન હતો.! 
"અનંત" 


No comments:

Post a Comment