Thursday, 28 February 2013

અનંત રૂપાળું પીંજરુ માત્ર...

"રૂપાળું પીંજરુ "
                              
     

એક સુંદર મજાનુ રૂડું રૂપાળુ પીંજરુ.

પહેલા નાનકડો અમથો દરવાજોએ હતો પણ !

પિંજરની અંદર કેટલાક એવા પંખીઓ આવ્યા જે જાતે આવી પુરાયા;

મજા આવી મોજથી રહ્યા .

જ્યારે જ્યારે મન થયું પિંજરના;

સળિયે ચાંચ ઘસતા રહ્યા મોજ કરતાં રહ્યા .

અને એમ સમય જતાં પિંજરના;

નાજુક સળિયા ધીરે ધીરે ઘસતા ગયા !

એક પણ પંખીએ  કદી એ  ના વિચાર્યું  કે...

 પિંજરાને પણ વેદના થતી હોય છે .....

પીંજરાનો દરવાજો....

ધીરે ધીરે નબળો પડતો ગયો !

ને પછી જાતે જ આવી પુરાયેલા પખીઓ . 

અકળાયા અને છૂટવા માટેની મથામણ કરતાં પંખી ...

ગુસ્સે થઈ પિંજરના નાજુક દરવાજાને પોતાની...

તીક્ષ્ણ ચાંચ વડે તોડવાની કોશિશ કરતા. 

એમ કરતા કરતા એક દિવસ !

પીંજરાનો દરવાજો તૂટી ગયો.... 

 ને પંખી ઊડી ગયા ! 

એક પણ પંખીએ એવું ના વિચાર્યું કે.... 


         

પીંજરાનું શું થશે ...

પંખીઓને શું ખબર કે..

 પંખી વિના પીંજરુ પણ સૂનું સૂનું થઈ જતુ હોય છે.......


પીંજરાને ઘણી વેદના થઈ ... 

પ્પિંજરું ખૂબ રડ્યું ,પીડાયું, અકળાયુ,મુંજાયુ ને !

સાવ એકલુ પડી ગયુ , પીંજરુ..

બસ ત્યાર પછી પ્ંજરાએ ક્યારેય દરવાજો ના નાખ્યો !

સાવ !..... હા .!.....


 સાવ કરતા સાવ ખુલ્લુ જ થઈ ગયું પીંજરુ ....

જે આજે પણ સાવ ખુલ્લુ જ છે....

એ દિવસથી પીંજરાને  સમજાઇ પણ ગયુ ! 

કે આ નાનકડુ પીંજરુ મારૂ પણ માલિક નથી હુ એકલો !

કેટ કેટલાના અધિકાર આ નાનકડા પીંજરા પર.. 

બંધન કરતા મુક્તિનુ મહત્વ કેટલુ !!!

સમજાઈ ગયું.....

સમજાઈ ગઈ પોતાની સઘળી ભૂલ પિંજરાને...

બંધ રહેવા કરતા ખુલ્લુ રહેવામા કેટલી મજા હોય છે સમજાઇ ગયું.....

અને ત્યાર પછી કદી કોઈને બાંધવાની કોશિશ નથી કરી....

આજે પણ પીંજરુ આવનારને પ્રેમથી આવકારે છે જનારને રોકતુ નથી....

જાણે પિંજરાને પોતાની કોઈજ નીજી ઝંખના ના રહી હોય.....

અને એમા જ વેદનમય પરમ આનંદ ની અલૌકિક અનુભૂતિનો અહેસાસ.... 

બસ હવે પોતાનાજ પિંજરમાં ખુદ પીંજરુ પણ...

 એક સાવ નાનકડું પંખી બની રહી ગયું . 

હવે એ સાવ છેવાડે એક ખૂણામાં બેસી જોયા કરે છે ..

પિંજરમા આવતા ને જતા પંખીઓની આવન જાવન .... 

હજુય ઘણા એવા પ્યારા પંખી આવે છે..... 

જેને ખરેખર બધાવવું છે પુરાઈ જવુ છે પિંજરમાં......

પણ નહીં એવી ભૂલ હવે કદી નહીં .......

હવે આ પિજરાને નહીં કોઈ દરવાજા ની જરૂર...

નહીં કોઈને બાંધવા બંધાવાની ઈચ્છા. !

ખુદ ખૂલીને રહે , પંખીને પણ મુક્ત ગગનમાં ઉડવા દે ......

પિંજરના દરવાજા હવે કાયમ માટે ખુલ્લા છે .. 

બધા બધા ને બધા જ માટે...

પંખીઓને  જ્યારે આવવુ હોય આવે ..

 પંખીઓ મન પડે ત્યા સુધી રહે ને પછી .... 

સૌ ઊડી જાય મુક્ત ગગનમાં .......

બસ ત્યારથી

ભીતર રહેલુ પંખી અને  પ્ંજરુ સાવ કરતાં સાવ  ખુલ્લુ 

આ 

"રૂપાળું પાંજરું".....

“અનંત “કઈ જ ના મારુ બધુ તારુ તારુ ને બસ તારું......

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 

"અનંત“



પંખી આ સર્જાયું મુક્ત ગગનમાં ઉડવા.... 

જ્યારે પણ પાંખો ફફડાવશે !

પીંછા ખરશે એક નિર્દોષ ઈચ્છા ખરશે!

મુલાયમ એના એક એક પીંછાને,

સાચવી લેજે, 

તારા ડાબી છાતી નીચે આવેલા કોમળ હ્રદયમાં ..!

"અનંત"


કોને લખ્યું.?



કોને લખ્યું? 

કોને લખાવ્યું ?

એ તો મારી પ્રીય ઈશ્વર જાણે. 





કોઈ વેદના નહીં આજ કોઈજ વ્યથા નહી. 

આનંદ જ આનંદ દુઃખની કોઈજ કથા નહી. 

બસ.!અત્યારે આ ક્ષણમા જીવવું ઉતમ લાગે છે.
 
મળ્યું એ ઘણું ગણું આથી વધુની ઈચ્છા નથી.

આપવાથી જ મળે છે માંગવાથી નહી સુખ યા દુઃખ

સમજે એ સુખી થાય ઘણા હજુ સમજતા નથી. 

લ્યો ભાઈ લઈ જાવ આ સુખ મારૂ આપ્યુ 
સૌને 

કૃપા એવી વર્ષી છે કે વળતરની કોઈજ ઝંખના નથી.

ભલા થાઓ ભલુ કરો બસ આટલૂ જ કહે છે ધર્મ

“અજ્ઞાની”ધર્મ નામે અહીં કોઈજ ખોટી ચર્ચા નહી

“અજ્ઞાની “

*બ્લાસ્ટ*

આજ "અનંત" જ્ઞાની સજ્જન ચુપ બેઠા છે.

અને દુર્જન "અજ્ઞાની" સત્સંગ કરે છે.

"અનંત"

"अज्ञानी" जो बोले सो जालीम। 
और हुआ जो चुप वो आलीम।
"अज्ञानी" 

“ખરી મથામણ “



“ખરી મથામણ “

*******************************


કઈક એવુ આજ’ હું‘ અહી સૌને કહેવા મથુ . 
કહેતા કહેતા હું પણ એ બધુ જ સમજવા મથુ. 

તું’ જેને પણ છોડે! છોડી જાય એ પણ તને!
તો પછી છોડને !દુઃખ ચિંતા વ્યથા આ બધુ!

સુખ શાંતિ આનંદ તો સાવ તારી નજીક જ છે. 
અરે!મેળવ્યુ છે એણે જે સમજી શક્યા આ બધુ.

"અજ્ઞાની" જવુ કઈ દિશામાં પહેલા એ નક્કી કર! 
અને કર સફર શરૂ મળશે પછી ‘રસ્તા’ માં બધુ.

“અજ્ઞાની “
"

અનંત નો શબ્દ-દેહ.....


 
અનંત નો શબ્દદેહ.....


"
હુ એમનો એટલે આભાર માનુ છુ જેમણે ;

ભૂતકાળમા મારા રસ્તા પર 
પથ્થર નાખેલ ;

એમની કોશિશ હતી, હુ આગળ ના વધુ કદી !

ને છતા એમને જ આભારી છે !. 

જેટલે ઊંચે પહોચી શક્યો છુ.!

કે, એમના નાખેલા એ પથ્થરનાયે 

હુ, પગથિયા બનાવી ચૂક્યો છુ..!


"અનંત"

````````````````````````````````````````````````````````````````

"એ ત્યારેજ આવીને કહે છે કઈક કાનમા.

હોતો નથી હુ, જ્યારે બીલકુલ ભાનમા. 

"અનંત" કોઈ એને જઈને કહો સામે આવે. 

હુ જઈ ના શકુ એના પવિત્ર મકાનમા."

"અનંત"

``````````````````````````````````````````````````````````````````

"‎"અનંત" દર્દ અપના કોઈ, ગીતો મે ગા રહા થા 

લોગ બજા બજા કે તાલીયા કર રહે થે વાહ વાહ ""

``````````````````````````````````````````````````````````````````

"પ્રેમમા કોઈ કોઈ વાર એવુ એવુ પણ લાગ,

ક્ષણ ભવ લાગે કદી!તો કદી ભવ ક્ષણ લાગે.

"અનંત"અરસ પરસ સરખી ઝંખના હોય જો,

પ્રેમમાં આડે આવતા પર્વત પણ !કણ લાગે.!
"અનંત"
મીરાધા 
કેટલી અદ્ભુત રીતે તે ખુદને, બંને 
મીરા અને રાધા માં  ઢાળી છે.! 

*અસહ્ય ! મૂંગી વેદના*



~~~~~~~~
*અસહ્ય ! મૂંગી વેદના* ~~~~~~~~
કઈ તૂટ્યું.....?

અરે તમને પૂછુ છુ કઈ તૂટ્યું......?

અરે... તમને પૂછુ છુ.... મને કોઈ તો જવાબ આપો......

અરે સાંભળો છો...કે, બધા જ 'હ્રદય બહેરા' થઈ ગયા છો ?

કોઈ તો કહો......કે !મને જે કઈક તૂટવાનો અવાજ આવ્યો;

એ તમને પણ આવ્યો? કે પછી..... 

અરે ભાઈ શું ક્યારનો સવારે સવારે રાડા રાડ કરે છે ?

કઈ તૂટ્યું...કઈ તૂટ્યું...કરીને બધાની નીંદર બગાડે છે;

શું તૂટ્યું ? શેનો અવાજ? કેવો અવાજ ?.......

અમને તો કાઇજ તૂટવા બુટવાનો અવાજ નથી આવ્યો !!!

તને નક્કી કઈક ભ્રમ થયો લાગે છે...........

ભ્રમ ?

હા' ! ભ્રમ...પણ કોઈ પણ ભ્રમ એક વાર , બે વાર , ત્રણ વાર,!

'એ જાણવા છતાં કે! ત્યારે પણ કઈક તૂટ્યુ હતુ;

જે મે ભ્રમ સમજી મન સાથે સમાધાન કરી લીધુ !

અને ફરી આજે એવો જ ! હા એવો જ !

કઈક જોરદાર તૂટવાનો અવાજ......

અને તમે બધા કહો છો....કે મને ભ્રમ થયો છે !!! 

શું ! શું !તમે કોઈએ ખરેખર કાઇજ તૂટવાનો અવાજ !

નથી સાંભળ્યો?

ના....ના....ના....તું સૂઈ જા!

અને અમને પણ સુવાદે...!

અરે પણ મને જોરદાર કઈક કાચ તૂટે એવો ;
અવાજ આવ્યો તેનું શું...? અરે.... 'હ્રદય બહેરાઓ'......

પણ હું કાન બહેરો નથી !

કોણ ...?

હા મે સાંભળ્યો છે... એ કાચ તૂટવા જેવો આવાજ ......

જે તને સંભળાયો છે... 

પણ !તમે કોણ...? 

તને જે કાચ જેવુ તૂટવાનો અવાજ આવ્યો ને!....... 

એની કરચો મને જ લાગી છે ......... 

પણ એતો કહો તમે કોણ ?

હું હ્રદય... હા ! હું તારુ જ ! હ્રદય...

તમે !...તમે સાંભળ્યો છે એ અવાજ ?

હા મે પણ એ અવાજ સાંભળ્યો છે .......... 

તો મને જલ્દી કહોને એ શું તૂટ્યું ....?

સપનું... સપનું..... સપનું...... 

ભલા! સપના તૂટવાના અવાજ તે 'કદી આવતા હશે ...!!!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"........ બે'ભાન'
"

બસ જ.... રા..ક'... જ ‘પી’ ગયો......




બસ જ.... રા..ક'... જ ‘પી’ ગયો..... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


આમ તો હુ કદી મૈ ખાને પણ નથી ગયો.
કોણ જાણે કેમ? પણ !આજ હું જરાક ‘પી’ ગયો.

સાચુ કહુ તો !કાલે રાત્રે મારી સામે ખુશી આવીતી;
પણ! વેદનાએ જ! આ રૂપ ધર્યું છે’ એ હું સમજી ગયો,

એ..ટ.લે હુ આજ જ.રા..ક અમથી શરાબ ‘પી’ ગયો.

એક તો ઘણા વર્ષે એ આવી હતી! ફરી એ રૂપ,પોતાનુ
અસ્સલ ધરશે તો !બસ;એ વિચારે હુ ઘણો ડરી ગયો.

ને! એટલે...જ આજ હું સાવ જરા... ક અમથી  ‘પી’ ગયો.

ભલેને હોય થોડી જ ક્ષણ પૂરતું જીવી લઇશ! એ ક્ષણમા ,
થોડુ ઘણુ 'જે જીવાશે' 'જેટલું જીવાશે' સમજીશ 'જીવી' ગયો.

સાચુ તો નાજ હોય; અગર 'સપનું' તોય તૂટવાનો ભય;
અને તૂટી જશે તો!!!!એ વિચારે હું એવો તો ફફડી ગયો.

આ સપનુ લાંબુ ચાલે એમ વિચારી બસ, જ..રા...ક ;પી; ગયો
“અનંત“

ઉકેલવા જેવો માણસ અનંત


via Paresh Katira
*ઉકેલવા જેવો માણસ* 
************************
મે ક્યારેય એને ફુરસતમાં ,
લખતા જોયો ન હતો,
સતત કામમાં વ્યસ્ત !
જ્યારે પણ લખતો,જે પસ્તી,
હાથમાં આવે અને મનમાં જે આવે,
એમાં ટપકાવી દેતો .
એકવાર મે કહ્યું યાર ક્યારેક તો,
સારી બૂકમા સારા અક્ષરે લખ!
સાવ કેવો માણસ છે તું !અને એણે!
આ વેદના મય જવાબ આપેલો.
હું કેવો છું!!! ?
હું મારા અક્ષર જેવો !
અસ્પસ્ટ!
તમને ઉકલ્યો ?
તમે સમજી શક્યા ?
તમને સારા લાગ્યા ?
સાચું કહે જો તમને મારા સમ છે. 
તમે ના કહેશો!! તો !!!
હું તમારી વાત સાથે સહમત છું. 
ને પછી !ગૂઢાર્થની વાત આવશે!
ભાવનાની વાત આવશે !
લોકોને સારા લાગશે!
સમજાય જશે ! 
લોકો ઉકેલવાની કોશીશ કરશે ! 
ને ઊકલી પણ જશે !
પણ !!!..... 
પણ ! મારા ઊકલ્યા પછી!!!!
કદાચ ત્યારે કોઇની આંખો ભીની થશે!!!
મારા ઊકલ્યા પછી.......

*ઉકેલવા જેવો માણસ*
************************

મે ક્યારેય એને ફુરસતમા,

લખતા જોયો ન હતો,

સતત કામમા વ્યસ્ત !

જ્યારે પણ લખતો,જે પસ્તી,

હાથમા આવે અને મનમા જે આવે,

એમા ટપકાવી દેતો.

જોકે એને થોડો સમય જ એવી ઈચ્છા થયેલી ,


કે એને કોઈ સમજે વાંચે !


બાકી તો એ એમજ કહેતો 


હુ કોઈને કાઇજ કહેતો નથી


સમજાવતો નથી ! નથી કોઈને કશુ જ કહેતો,


હુ મને જ કહુ છુ ને સતત મને જ સમજાવુ છુ ,
એકવાર મે કહ્યુ યાર ક્યારેક તો,
સારી બૂકમા સારા અક્ષરે લખ!
સાવ કેવો માણસ છે તું !અને એણે!
આ વેદના મય જવાબ આપેલો.
હુ કેવો છુ!!! ?
હુ મારા અક્ષર જેવો !
અસ્પસ્ટ!
તમને ઉકલ્યો ?
તમે સમજી શક્યા ?
તમને સારા લાગ્યા ?
સાચુ કહે જો તમને મારા સમ છે. 
જો તમે ના કહેશો!! તો !!!
હુ તમારી વાત સાથે સહમત છુ.
ને પછી !ગૂઢાર્થની વાત આવશે!
ભાવનાની વાત આવશે !
લોકોને સારા લાગશે!
સમજાય જશે ! 
લોકો ઉકેલવાની કોશીશ કરશે ! 
ને ઊકલી પણ જશે !
પણ !!!..... 
પણ ! મારા ઊકલ્યા પછી!!!!

કદાચ ત્યારે કોઇની આંખો ભીની થશે!!!

મારા ઊકલ્યા પછી......
“અનંત“
^^^^^^^^^^^^
https://m.facebook.com/photo.php?fbid=283513158373256&id=100001437222926&set=a.111614638896443&mibextid=UyTHkb




       અને આજે હુ ઉકેલુ છુ એને