Tuesday, 26 February 2013

"અનંત" ની કલ્પના.... " તું જ હતી..... !

તુ જ હતી.... 
તુ જ હતી.... 

આમ તો સાવ મારા ઘર સામે તુ જ હતી.
બીજું કોઈ જ નહીં. આખર સામે તુ જ હતી.  

આંખ ખૂલી ‘ને મન ભટકી ગયું નહીં તો,  
બંધ આંખે મારી નજર સામે તું જ હતી.

દ્વાર ખૂલ્યા ‘ને દર્શને ગોપીઓ આવી ચડી.
નહીં તો ખરી ભક્ત, રાધા નામે તુ જ હતી.

ગાયોની વચ્ચે, વાંસળી વગાડતો હતો હું.
પનિહારીઓ વચ્ચે, ગોકુળ ગામે તુ જ હતી.

“અનંત”વાત વિશ્વાસની નહીં શ્ર્ધ્ધાની છે.
સાચું કહું છું. યુગોથી  મારા ઉર  પાસે તું જ હતી.  
"અનંત"    

      
   

No comments:

Post a Comment