તુ જ હતી....
તુ જ હતી....
આમ તો સાવ મારા ઘર સામે તુ જ હતી.
બીજું કોઈ જ નહીં. આખર સામે તુ જ હતી.
આંખ ખૂલી ‘ને મન ભટકી ગયું નહીં તો,
બંધ આંખે મારી નજર સામે તું જ હતી.
દ્વાર ખૂલ્યા ‘ને દર્શને ગોપીઓ આવી ચડી.
નહીં તો ખરી ભક્ત, રાધા નામે તુ જ હતી.
ગાયોની વચ્ચે, વાંસળી વગાડતો હતો હું.
પનિહારીઓ વચ્ચે, ગોકુળ ગામે તુ જ હતી.
“અનંત”વાત વિશ્વાસની નહીં શ્ર્ધ્ધાની છે.
સાચું કહું છું. યુગોથી મારા ઉર પાસે તું જ હતી.
"અનંત"

No comments:
Post a Comment