Thursday, 28 February 2013

હુ! તો! કલ કલ વહેતું ઝરણું છું. ...


હુ! તો! કલ કલ વહેતું ઝરણું છું. 



હુ તો, કલ કલ વહેતું ઝરણું છું. 

ડુબો છો ? તો પકડો, તરણું છું.

જો ઓઢો તો 
હુ ઓઢણું છું.. ને,
પાથરો તો, હુ ! જ પાથરણું છું

કસ્તુરી ડૂંટીમાં લઈને ફરું છું.

પકડી લ્યો ભાઈ...
હુ હરણું છું.

ચિત શુધ્ધ થશે બે ચાર પળ 
સાથે 
જો ગાળો તો, ગરણું છું.

અનુભવની ઘંટીએ પિસાયેલું

આ 'મન' લઈ જાઓ દરણુ છું.

તારે શરણે 'જ 'છું “અજ્ઞાની”

તારુ પણ! 'હુ' 'જ'તો શરણું છું.

*********************
“અજ્ઞાની”
"

No comments:

Post a Comment