એક ક્ષણ પ્રેમ ભરી....
આપણે
જે આપીએ છીયે,
લઈએ
છીયે,
એક
બીજાને જે કઈ પણ ..!
એ ઉધાર છે કે જમા.....?
આપણને ક્યાં ખબર છે.???
કદાચ મારી થોડીક જિંદગી
તારી પાસે ઉધાર હોય શકે !
અને કદાચ તારી બંદગી મારી
પાસે જમા હોય શકે !
કદાચ તારી થોડીક જિંદગી
મારી પાસે ઉધાર હોય શકે !
અને કદાચ મારી બંદગી તારી
પાસે જમા હોય શકે !
કારણ વિના કશું જ નથી
બનતું.
જેમ સવાલના ગર્ભમાં જ જવાબ
હોય છે .
તેમ કારણની ભીતર જ નિવારણ
છુપાયું હોય છે.
અંતે આ સઘળા કોઈ જૂના
હિસાબ હોય છે.
અને હિસાબ આખરે હિસાબ હોય
છે.
લેણા હો કે દેણા ચૂકતે
કરવા જ પડે.
હું કે તું અહી બસ જમા
ઉધાર જ કરીયે છીયે !
હું ક્ષણને ચાહનારો....
ક્ષણમા આપું.
ક્ષણમા પામું.
'ને ક્ષણથી જ
ક્ષણને માપુ.
ફર્ક બન્નેનો તુરંત સમજાઈ
જશે !
એક તરફ પલ્લામાં આખે આખી
જિંદગી રાખ.
ને એક પલ્લામાં માત્ર એક
ગમતીલી ક્ષણ નાખ.
પછી જો ! પલ્લું કઈ તરફનું
નમે છે.
'ને પછી હ્રદય પર હાથ મૂકી
કહે તને શું ગમે છે ?
પલ્લાને ગર, કર નજર અંદાજ
તો એ કહે તું કઈ તરફ નમી ?
"અનંત"સાવ સાચું
કહે !
કે ના ગમતા સાથે આખી જિંદગી ગમી ?
કે ગમતા સાથે એક ક્ષણ ગમી ??
"અનંત"
No comments:
Post a Comment