Saturday, 31 January 2015

મને મારુ એકાંત વહાલું છે ... વહાલી છે મારી યાદો...





એક વાર મે અનંતને પૂછ્યું તારા શબ્દોનું આખરી 'ને ખરું સ્થાન ક્યાં...?
એણે કહ્યું બસ આ છૂટા છવાયા કાગળમાં ... 
પછી, મે પૂછ્યું .... 
કાગળ સિવાય પણ તારા શબ્દો કાયમ કોઈ ખાસ જગ્યાએ રહે એવી  ઝંખના ..?

એણે મર્માળું હસતાં કહ્યું ... હાં... એ તો હોયજ ને...

મે પૂછ્યું ક્યાં...

એણે કહ્યું ... 

કોઈના  હ્રદયમાં .. 

મે પૂછ્યું કોઈના મતલબ ... 

એણે કહ્યું... 
જેને હોય મારા શબ્દોની તલબ... 

અને પછી એને જે કહ્યું તે આ રહ્યું એના જ શબ્દોમાં ... 
     
મારા શબ્દોને કાગળની સૃષ્ટિમાં રહેવું ગમે.
અને કોઈ નમણી નારીની દ્રષ્ટિમાં રહેવું ગમે. 

મારા શબ્દો એકલા કે નિર્જિવ નથી .સતત -
"અનંત"હું ધબકું છું, મારા શબ્દોમાં હું જીવું છું .

અને એટલે જ આમ કહું છું . 
શ્બ્દકારને આથી વધુ બીજું જોઇયે ના કશું... 
એના શબ્દો પર ફરે સતત કોઈ નમણી,રમણી,રૂપાળી નારની નજર....
બસ એ ચાહે એટલું.... 
અને અંતમાં એણે એજ વાત આગળ દોહરાવતા પૂર્ણ કર્યું ....  


મારા શબ્દોને કાગળની સૃષ્ટિમાં રહેવું ગમે.
અને કોઈ નમણી નારીની દ્રષ્ટિમાં રહેવું ગમે. 

મારા શબ્દો એકલા કે નિર્જિવ નથી .
"અનંત" સતત હું ધબકું છું, 
મારા શબ્દોમાં હું જીવું છું .
હું બીજે ક્યાય નહીં ..! 
મારાજ શબ્દોમાં રહું છું.!  
*બ્લાસ્ટ* 
ઘણી વાતો , ઘણી યાદો, ઘણી રાતો ... 
રહી રહીને "અનંત "યાદ  આવતી હોય છે... 
"અનંત"
અનેક લોકોની ઈર્ષાનો ભોગ બનેલો અનંત લખે છે .! 
એવું નથી હોતું કે ઈર્ષા ઈર્ષા કરનારને જ બાળે છે .! 
કોઈ ઈર્ષા ખોરની ઈર્ષા એ જેની ઈર્ષા કરતાં હોય એને પણ દઝાડે છે... 
અનંત સાથે એવુજ બનેલું  . 
અને એટલેજ એને લખેલું. કે.... 

મારો શું વાંક...? 

સાચે ! શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે..! 
અને ! હર એક દિશામાથી નવા વિચાર મળે છે..! 

છે બધાજ શિકારી અહી શિકાર સૌ કોઈ શોધે છે..! 
મને ખબર નથી પડતી કોણ કોનો શિકાર કરે છે.!? 

છેતરાઈ જાઉં, પણ, હું કદિ કોઈનેય  છેતરું નહીં.!
તો પછી કેમ ? સૌ મને છેતરવાને તૈયાર રહે છે. ? 

કેમ કોઈ માનવા તૈયાર નથી ? કે હું નિર્દોષ છું !   
હાં લોકો એજ સાચું માને છે, જેનો આધાર મળે છે..!

ખોજના અંતે "અનંત" ચિત્ર વિચિત્ર લોકોના આ-
જગતમાં. કોઈકમાં મનને ગમતા ચિતાર મળે છે.! 

અને પછી વિચિત્ર ઘટના ઘટે છે ! ઈર્ષાળું દુનિયામાં-  
એક નિર્દોષને પીડા અને એકલતા પારાવાર મળે છે.! 
 કારણ વગરની સજા મળે તો પીડા તો થાયજ! 
મને દૂ:ખ છે જ ! તેમ છતાં  મને મારી એકલતા વ્હાલી છે . 
કેમકે એજ એકલતામાં મને શબ્દો "અનંત"અનરાધાર મળે છે 
    
"અનંત"  
એક સત્ય ઘટના ..
યુવક મહોત્સવમાં એણે પ્રથમ વખત જ ભાગ લીધો .
અને સીધોજ એ બે ત્રણ છોકરીની નજરમાં વસી ગયો..
કેમકે એ સાવ સીધો ભલો ભોળો અને નિર્દોષ હતો..
અને વધારામાં રૂડો રૂપાળો ...  
બસ એજ એનો ગુનો ... 
વાત બૌ લાંબી છે પણ અત્યારે માત્ર સાર... 
તો એ નવા નવા છોકરા અનંત તરફ છોકરીનું આકર્ષાવું ... 
અન્ય યુવકોને ખટક્યું કેમકે તે બધા આ ક્ષેત્રમાં જૂના હતા, 
અને તેમ છતાં કોઈ દિવસ કોઈ છોકરીઓએ એને ભાવ નહોતો આપ્યો.. 
બસ આ કારણે એ બધા ઈર્ષાથી  ઉકળી રહ્યા હતા...
આખરે એક દિવસ એ લોકોએ પોતાની ઈર્ષાની આગમાં અનંત ને હોમી દીધો.. 
અને સૌએ ભેગા મળી નક્કી કર્યું આપણે અનંત ને ગ્રૂપમાથી કાઢી મૂકવો... 
અને એ લોકોએ એવું જ કર્યું ... 
બસ અહી એના જીવનનો એક અધ્યાય પૂરો થયો...    

 એની ઈર્ષા કરતાં દોસ્તો માટે એણે લખેલું.. કે... 
કોઈ મને પ્રેમ કરે એમાં મારો શું વાંક . 
મારામાં વધુ તામાંરામાં ઓછું હશે કાં'ક 
તું  શાને મને દઝાડે છે ? ને શાને પારાવાર બળે છે . 
પ્રેમ ત્યાજ પાંગરે છે જ્યાં એક બીજાના વિચાર મળે છે . 
તમારા ના વિચાર મળે છે ના આચાર મળે છે.. 
છોકરીઓને તમારામાં ના કોઈ સારો અણસાર મળે છે.! 
અને મારે મન તો એવું કશુ હતુજ નહીં . 
પણ કોઈના મનમાં મારે માટે પ્રેમ હોય તો હું શું કરું..? 
બસ મારામાં ને તમારામાં આટલોજ ફર્ક છે દોસ્તો... 
તમે મારી ઈર્ષા કરીને ઘણું ગુમાવો છો ... 
ત્યારે મને  પ્રેમ "અનંત"અનરાધાર મળે છે .
 "અનંત"
અંતમાં...  
અનંત વિષે ભ્રમમાં રાચતા લોકોને અજ્ઞાનીએ કહેલું અનંત વિષેનું સત્ય.... 

અનંતની વાતો "અનંત".... છે ... 

એની વાતો નો કોઈજ અંત નથી.... 

તમે ભ્રમમથી બહાર આવો તો સારું ... 

અનંત એક પ્રેમાળ .......
પુરુષ છે કોઈ સાધુ કે સંત  નથી..... 
"અજ્ઞાની"

  

Friday, 30 January 2015

સમય પસાર કરવા સર્જન કરતાં, ક્યારેક સમય શોધવાની પણ નોબત આવે .


આખરે તો સમયજ પસાર કરવાનો હોય છે ... 

પણ જો એ સમય પસાર કરતાં કરતાં આનંદ અનુભવાય..... 
 યા તો  કશુક નવું જોવા જાણવા માણવા કે અનુભવવા મળે તો...  
સમયનું પસાર થવું સાર્થક થઈ જાય .... 

ઘણી વાર એવું પણ બને કે આપણે માત્ર દિવસ દરમ્યાન બચેલો સમય પસાર કરવા.... 
કોઈ  સર્જનાત્મક કાર્ય કરતાં હોય અને પછી થી એ આદત બની જતાં ... 
સર્જન કરવા માટે સમય ઓછો પડે, અને શોધવો પડે...

આવુજ કઈક એક બપોરે બન્યું ... 

આમ તો રોજ પરવારીને હું રોજ રાત્રે મારી અગાસી પર વચ્ચો વચ ખુરશી ઢાળી ... 
ખુલ્લી હવામાં બેસીને રેડિયો સાંભળતા સાંભળતા ,

ભાઈબંધોના એજ જૂના જર્ઝરિત કાગળિયા ઉકેલતો હોઉ છું .

પણ થોડા દિવસ પહેલા મને એમ થયું ચાલો આજે બપોરે ગોદળમાં ઘૂસી સૂવું નથી.... 

એના એના કરતાં શિયાળની તન થરથરાવતી ઠડીમાં

ગોદળામાં ઘૂસીને સૂઈ જવા કરતાં ,

 અગાસી પર જઇ સીધીજ સૂર્યની હુંફ લઉં... 

માત્ર સમય પસાર કરવા જ આવો વિચાર આવેલો... 
અને હું જિંઝરાની ડાળખી લઈ અગાસી પર જઇને 
 એક ખૂણામાં ઢાળેલી ખુરશી પર બેસવા જાઉં છું ત્યાજ... 

મારી નજર તાર પર પ્રેમ ક્રીડા કરતાં 

લીલા કરતાં લીલા પોપટ અને પોપટી પર પડી .... 

બંને લીલા પોપટ અને પોપટી એક બીજામાં ઓતપ્રોત થઈ પ્રણય લીલા કરી રહ્યા હતા... 

પ્રકૃતિની આ લીલા જોવા મળવી ભાગ્યની વાત છે.... 

અને હવે તો એને કાયમી સાચવી શકાય એવિ સુવિધા પણ ઉપલબ્ધ છે ...

જોકે ડિસ્કવરી વાળા તો આ બધુ ખૂબ નજીકથી બતાવેજ છે ... 

પણ મને, મારા જેવા સીધા સાદા માણસને .... 

 આવું  સુંદર પક્ષીનું પ્રણય દ્રશ્ય નજર સમક્ષ જોવા માણવા મળે ... 

મારા માટે એ નાની સૂની  વાત નથી... 

પંખીની પ્રકૃતિગત લીલા પ્રણય ક્રીડા જોતાં જોતાં વિચાર આવે કે ... 

આ માણસ જાત ....

પોતે સતત જે બધુ ખુદ ઝંખે છે ... 
એ જો કોઈ માણે તો એને ડંખે છે...  

જ્યારે કોઈ બે વ્યક્તિ એક સ્ત્રી ને બીજો પુરુષ 
એક બીજાની સંમતિથી  પ્રેમ કરતાં હોય ... 

એક બીજા પ્રત્યે સમર્પણ ભાવ રાખીને જીવતા હોય ,

તો તેમાં ત્રીજી વ્યક્તિને કેમ વાંધો આવે છે ... ? 

એક આડ વાત . 
પણ ખાસ વાત... 

 જ્યાં સમર્પણ હોય ત્યાં સંમતિ હોય એ જરૂરી નથી ... 
પણ જ્યાં સંમતિ  હોય, ત્યાં અચૂક સમર્પણ હોય છે...

આવું ભાઈબંધ અનંત કહેતો ... 

હવે જ્યાથી અટક્યાં ત્યાથી સીધી વાત ....  

જોકે આ વાંધાનું કારણ પણ હું ભલી ભાતી જાણું જ છું ... 
એ વાંધાનું કારણ એજ કે એને એ ના મળ્યું જે પેલાને મળ્યું... 

બસ આજ વાત એને કોરી ખાય છે ... સતત ડંખે છે .... 

એટલે  એ પોતાનું ઝેર ઓકયા કરે છે....

સાઠ વર્ષના પુરુષને સીતાવીસ વર્ષની છોકરી પ્રેમ કરે,
 અને બંને એક બીજાની સંમતિથી ... 
હરે ફરે જે કઈ પણ કરે ,
અગર એમને પ્રેમ છે ..! 
પણ જો  એ પ્રેમ પરાણે નથી તો પણ ... 

દુનિયાના લોકો પુરુષ અને  સ્ત્રીઓ વાતો કરશે .

જો તો મુવો શરમાતો પણ નથી ...

પણ હું એમ પૂછું છું કે,

 અગર તમને એ લોકો જે વિરોધ કરે છે,

 એ સાઠ વર્ષના પુરુષને પણ જો ...

કોઈ પચીસ વર્ષની છોકરી પ્રપોઝ કરશે તો શું એ ઇનકાર કરશે... ? 

નહીં કરે બિલકુલ નહીં કરે...!

 હા કદાચ સમાજની બીકે એ આગળ ના વધે એ વાત નોખી છે ... 
પણ મનમાં પાણી પાણી થઈ મનમાં ના કોઈ ખૂણે તો બધુજ કરશે ...

માત્ર દુનિયાથી ડરશે .... 
એ અધૂરોજ મરશે...    

ખૈર એ તો જેવો જેનો હિસાબ ....            

.

*બ્લાસ્ટ* 
ના ઓછો ના વધારે .... 
સમય બધાને સરખોજ મળ્યો છે ... 
જોવાનું એ છે કે, 
કોણ કેવો ઉપિયોગ કરે છે ક્યારે.... 
કતિરા... 
લો આ પણ મે કહ્યું ખુશ... ? :) 

આજે કોઇકનું કઈક નવું....

Saumya Joshi  જી .... 

આવું હું ભાગ્યેજ કરું છું... :) 

જે અત્યારે કરી રહ્યો છું.... :) 

આવા સમયે હું રીતસરનો

 દલાતરવાડી થઈ જાઉં છું .... 

પહેલા પૂછું છું ને પછી જાતે જ 

જવાબ આપી લઈ લઉં છું... 

મને જે જોઇયે તે... 

પણ એ જૂનું થયું , 

આજે એવું નહીં , જરા નવું ... 

તમે રાજેન્દ્ર શુક્લના ઉન્માદ ભર્યા શબ્દોથી

 સજાવેલું ઉત્કટ ચિત્ર ... 

તમારા શબ્દો સમેત હું લઈ જાઉં છું...!  

અહી સજાવવા માટે

 >>>>pkatira.blogspot.in<<<< 

આ હું પૂછતો નથી ... માત્ર કહું છું... :) 

કઈ વાંધો વિરોધ હોય,  તો.... 

એ તો પછી  જોયું જશે... :)

અને પછી.... 

તમે કાય વાંધા ઉઠાવો એ પહેલા 

મે કામ પતાઈ લીધું.... :) 

http://pkatira.blogspot.in/2015/01/blog-post_30.html#links
રાજેન્દ્ર શુક્લ... આપણી ભાષાના આધુનિક કવિ/ગઝલકાર. ગુજરાતી સાહિત્યનો ભાગ્યે જ કોઈ એવો પુરસ્કાર હશે જે 'ઋષિકવિ'નું બિરુદ પામેલા આ અનન્ય કવિને અર્પણ નહીં થયો હોય.
ભાવને પ્રગટ કરવાની, ભાષાનું આભિજાત્ય ઉપસાવવાની અને નવાં નવાં કલ્પનો, ઉન્મેષો પ્રગટાવવાની બાબતે તેમનો જોટો જડવો મુશ્કેલ છે. ગુજરાતી સાહિત્યને તેમનું પ્રદાન એક નવું જ પરિમાણ બક્ષે છે. કવિવરે કેટલાંક ઉત્તમ રતિકાવ્યો લખ્યાં છે.
પ્રસ્તુત કાવ્યાંશમાં, કવિવરે, અત્યંત સૂક્ષ્મ અભિવ્યક્તિ દ્વારા એકદમ સહજ રીતે રતિક્રીડાને વર્ણવી છે!
https://www.facebook.com/photo.php?fbid=189326894570748&set=a.105599722943466.13333.100004803154933&type=1&permPage=1




Thursday, 29 January 2015

પીળા પડી ચૂકેલા કાગળિયા ઉકેલતા...

 

વર્ષો પહેલાની વાત છે....

ભઈ, મારી પાસે જે છે તે બધુ વર્ષો પહેલાનું જ છે... !

અને જે છે, એ છે, એનુજ છે ! એમાં મારુ કાય નથી...!

હશે તે દિ' હું હામેથી કૈ દઇશ હોં, ..

તોવર્ષો પહેલા વાતના અંતે એણે કહ્યું હતું કે....

કાયમ જે સવાલ પર સવાલ પૂછે એને સવાલી કહેવાય.
હર સવાલના જવાબ આપે એને હાજર જવાબી કહેવાય.

એતો ભૈ કોની બે હથેળી ટકરાય છે એના પર નિર્ભર છે.
જો કિન્નરની ટકરાય તો તબોટા નહીં તો તાલી કહેવાય.

નશીલિ આંખોથી પાઈને પીવાની મનેય ખૂબ ફાવટ છે.
કોણે કહ્યું બોતલથી પાય કે પીવે એનેજ શરાબી કહેવાય.


ખભે ભાર ઊચકતો મજૂર પણ મનથી હળવો હોય છે સાંજે,
આખો દિમન પર ભાર લઈને જીવે એ પણ હમાલી કહેવાય.

એ ખરો ભરેલો જેવુ મન ભરેલું હોય નિજ આનંદથી. માત્ર–
પૈસાથી છલોછલ હોય એને પણ આમ તો ખાલી કહેવાય.     

અંતસ્ફુરણા થાય ને લખાય બોલાય તો વાત જુદી જ છે.
બોલે છે ઘણાય પણ વાંચેલુ બોલે એને કિતાબી કહેવાય.

ખરી મજા એમાં છે. કે ખરાબ વાતો ભૂલી જઇયે તો સારું.
પણ જો સારી વાતો ભૂલી જઇયે તો એ ખરાબી કહેવાય.

જો આટલી વાત સમજાય તો ઠીક છે, “અનંતબાકી જે-
સારી ખરાબ બંને વાત યાદ રાખે એને હિશાબી કહેવાય.

અનંત

*બ્લાસ્ટ*1
અજ્ઞાનીઅનુભવે તું પામ.
ઉછીનું જ્ઞાન આવે નહીં કામ.


"અજ્ઞાની"

*બ્લાસ્ટ*2
પછી તારિયે વાહિયાત વાતોની વાહ વાહ થશે..!
અનંત” ...પ્રથમ તું  હસ્તી મહાન થઈ જા..!
"અનંત"

જોકે એને એવું કાય હતું જ નૈ...!

ભૈ એનું તો હતું એવું...
કે, નિજ મસ્તીમાં રહેવું ...
કોઈને કાયજ ના કહેવું...



લો,આ મે કહ્યું... રાજી...?  :)

Sunday, 25 January 2015

અજ્ઞાની ની કડવી વાણી માથી...


ઈશ્વર ત્યારેજ આવીને મને કહે છે કાનમાં. 
હું "અજ્ઞાની" જ્યારે હોતો નથી ભાનમાં. 
"અજ્ઞાની" 
મે ક્યાં કશું વધારે કહ્યું છે ?
એક સત્ય સવારે સવારે કહ્યું છે .!  
“અજ્ઞાની” ઈશ્વરે મને અતારે કહ્યું છે.!
મે જે પણ કીધું “ઈશ્વર”ના ઇશારે કહ્યું છે .! 
"અજ્ઞાની" 
@@@@@@@@@@@@@@@@@ 

યુગોથી જગાડવા વાળા જગાડવાનો પ્રયાસ કરે છે કેટલા જાગે છે.?
જરાક અમથું દૂ:ખ આવે કે કોઈ મંદિર કોઈ મસ્જિદ તરફ ભાગે છે..!  
એ ખરા છે ખોટા છે કે છે પાખંડી એની ખબર કે, સમજ નથી..!  
કેસરી,સફેદ, લીલા, ભગવા પરખ વિના બધા વસ્ત્રોને પગે લાગે છે..!   
ફળ,ફૂલ હવા. પાણી, સ્વાસ , સુગંધ, આંખ ,નાક, કાન, હાથ ,પગ..  
આ બધુ તો લગભગ તારા ને મારા  હિસાબ મુજબ બધાની પાસે છે.    
ઈશ્વર.! આ માનવને તું વિના માગ્યે વિના શરતે કેટ કેટલું ! આપે છે. 
છતાં અસંતોષી માનવી વાતે વાતે તારી પાસે ભીખ ભીખારી જેમ માંગે છે. 
તું વગર માંગ્યે કેટ કેટલુ આપે છે 
તો પણ મુર્ખાઓ તારી પાસે કેટલી શરત રાખે છે. 
સોનું ,ચાંદી, શ્રીફળ, સાકર,બાલ ચુંદડી,ચાદર ઇતર, આ તમામ ચીજોની હેઈશ્વર તને ક્યાં રૂર છે? 
 તોયે નિજ લાલચે, લાલચુઓ તને લાલચો આપે છે..!
શ્રધ્ધાનો વિષય છે અંધ શ્રદ્ધાનો છે કે શોખ.? સમજાતું નથી ! કોઈ ઉલ્ટા ચાલીને, કોઈ ગોઠણ ભેર તો કોઈ આળોટીને તારી પાસે આવે છે.! 

હોય જો શ્રધ્ધા તો ઈશ્વર મનમાં છે 
હોય જો શ્રધ્ધા તો ઈશ્વર ઘરમાં છે. 
હોય જો શ્રધ્ધા તો ઈશ્વર મનમાં છે. 
ઝાંકો જરા ઈશ્વર ભીતર હ્રદયમાંજ છે.! 
જે લોકો આ હકીકત નથી જાણતા એ પણ  એના હિસાબનો જ એક ભાગ છે મને એમ લાગે છે.!   

આપો તો અને આપો તેજ જ મળે છે. 
માંગો તો નહીં એ નિયમ સનાતન છે. 
તોયે સતત દે હજુ, ને હજુ દે વધુ જોને માણસ કેવા માગણ માફક માંગે છે.
જે જે આપો જેટલું,  તે તે મળે તેટલુ કે પછી બમણું પણ મળે છે 
તોયે સુખ આપવાને બદલે માનવી એક બીજાને ખૂબ પીડે છે ! દૂ:ખ આપે છે.! 
 જે આપીએ તેજ અગર જો પરત મળતુ હોય. 
અને એ પણ વિના શરત મળતું હોય. 
તો કોઈને પીડા યા દૂ:ખ શાને ?    
એ ના ભૂલો ઓ “અજ્ઞાની” આખરે એજ ફળ રૂપે ઊગશે જેવા બીજ તું વાવે છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
”અજ્ઞાની”

*બ્લાસ્ટ* 
વધુ ને વધુ સારું પામવું સૌને ગમતું જ હોય છે..! 
મગર આપવું કદાચ ઓછાને ગમતું હોય છે.! 
પણ મને આપવું પણ ગમે છે અને ને પામવુ પણ ગમે છે..!   
સારું સારું આપવાની ઈચ્છા અને પામવાની ઝંખનામાં દુનિયા આખી બદલાઈ ગઈ... 
કાલે જે હતું તે આજે ઇતિહાસ બની ગયું ... 
અને આજે જે છે તે પણ આવતી કાલે ઇતિહાસ બનીને રહી જશે... 
સતત શક્ય તેટલું બદલવું શક્ય તેટલું નવું નવું  જાણવું... 
અને  વધુ ને વધુ સમજવું ... 
જોકે સમજાય નૈ એ વાત જુદી છે ... 
પણ આ મારો સ્વભાવ છે આજ મારો મિજાજ છે.
માટે ભાઈબંધોના વર્ષો પહેલા લખેલા શબ્દોમાં પણ મને જ્યાં જરૂર પડે અને મહેસુસ થાય કે આ બરોબર નથી તો ત્યાં ત્યાં સુધારો વધારો કરવો... 
અને ભાઈબંધ ના આછા પડેલા અને અસ્પષ્ટ શબ્દો માં સુધારો વધારો કરીને 
અને વધુમાં વધુ સારું, સાચું, અને સચોટ સમજદારને લોકોને આપવું એ મારુ કર્તવ્ય છે. 
એજ મારો પરમ ધરમ છે... !
એમ્માં જ મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. 
આજ મારો નિજાનંદ છે, આજ મારી મસ્તી છે.!
બે અર્થમાં... 
આજ વર્તમાન... 
આ જ અર્થાત્ જે કરૂ છું એ.! 
તો.., 
તમે બદલાવ સ્વીકારો કે ના સ્વીકારો બદલવાનું બદલીને જ રહે છે...! 
અગર સ્વીકારશો તો આનંદ પ્રાપ્ત થશે.! 
અન્યથા અકળામણ થશે ... :)  
*બ્લાસ્ટ* 
"અજ્ઞાની" જ્યાં સુધી મંદિરોમાં લાંબી કતારો અને ભીડ છે. 
સમજો ત્યાં સુધી દેશમાં એટલા લોકો દુ:ખી છે યા ભીખારી છે. 
"અજ્ઞાની" 

   

અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી....


પ્રિયે જ્યારે જ્યારે કોઈ આઘાતે છેક ભીતર પડઘા પડે છે.
    ત્યારે ત્યારે મારે પીળા પડી ગયેલા કાગળ ઊથલાવવા પડે છે.    

હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?

બહારથી જે સાવ શાંત દેખાતો હોય, ભીતર એ પણ ખળભળે છે.
એ સૌથી વધુ ભાગ્યશાળી છે. જેની પથારીમાં રોજ સળ પળે છે.!      

કારણ વિના તો કશું જ થતું નથી જીવનમાં, હશે કોઇ તો કારણ-
ક્યારેક, પર ભવના હિસાબ મુજબ સુખ કે દૂ:ખ આ ભવે મળે છે. 

છે સાવ કરતાં સાવ મફત, સપના સુખના તું  જોયા કર સતત-  
આ ભવમાં જોયેલા સ્વપ્ન ક્યારેક, તો છેક આવતા ભવે ફળે છે.

હ્રદય અગર ભારે ભારે લાગતું હોય તો આંખો જરીક નિતારી લે,
હાં, એજ ખુલ્લા મનથી હસી શકે છે ! છાને ખૂણે પણ ! જે રળે છે.!

કોઈ ભીડથી કંટાળે કોઈ ઝંખે ભીડ, અજીબ આ વિરોધાભાષ છે.   
કોઈ અટુલો એકાંતથી કંટાળે છે તો, કોઈ એકાંત માટે ટળવળે છે.   

“અનંત” હિસાબથી ના ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.!
હું પહેલેથી જાણું છું! હિસાબ મુજબજ અહી બધાને બધુ મળે છે.!

“અનંત”

*બ્લાસ્ટ* 1 
"અનંત"એ જરૂરી નથી કે હરેક સ્વપ્ના આ ભવમાં જ ફળી જાય. 
આ ભવમાં જોયેલા સ્વપ્ના ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે ! 
"અનંત"
*બ્લાસ્ટ* 2 

અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.

"અનંત"

Friday, 16 January 2015

હું કશું જ કરતો નથી....

આંખો જોવાનું.
કાન સાંભળવાનું.
નાક સૂંઘવાનું ને સ્વાસ લેવાનું.
હ્રદય ધબકવાનું ...
મન વિચારવાનું ...
આત્મા પ્રાર્થના કરવાનું ...
હાથ વજન ઊંચકવાનું ...
ને પગ ચાલવાનું ...
આમ આ બધા પોત પોતાનું કામ કરે છે ..
હું ક્યાં કશું જ કરું છું ...
હું તો બસ ખૂણામાં બેસીને આ બધાને કામ કરતાં જોયા કરું છું ....
બસ જોયા જ કરું છું...
આંખને રડવાનું .
હ્રદયને ઝૂરવાનું.
હોઠને બબડવાનું અને...
મનને મંથન કરવાનું કામ સોંપી ને હું તો,
એ....ય ને , રોજ નિરાંતે રોજ રાત્રે સૂઈ જાવ છું.
“અનંત”
બ્લાસ્ટ :-
સ્ત્રીના પ્રેમ અને પીડા બન્ને થકી નવું સર્જન થાય છે.
અહી શબ્દકાર બે અર્થમાં વાત કરે છે..
પહેલો અર્થ એ કે સ્ત્રી જ્યારે પુરુષને પ્રેમ કરે છે ત્યારે શરીર સોંપે છે,
અને મિલનની એ ક્ષણ થકી સ્ત્રી ગર્ભવતી બને છે ...
અને પ્રેમ પછી પ્રસૂતિની પીડા સહી સ્ત્રી બાળકને જન્મ આપે છે.
મતલબ કે સ્ત્રી થકી એક નવું સર્જન થાય છે.
કોઈ ભાગ્યશાળી પછીથી મહાન સર્જક થાય છે.
બીજા અર્થમાં શબ્દકાર કહે છે .
કે સ્ત્રી જ્યારે કોઈ સીધા સાદા કલાકાર ના હોય,
 એવા પુરુષને પણ જ્યારે પ્રેમ કરે છે, આપે છે,
ત્યારે એ સીધોસાદો યુવાન પણ !  
પ્રેમની લાગણી ને વ્યક્ત કરવા કલાકાર બની જતો હોય છે.
અને એજ સ્ત્રી જ્યારે એને પીડા આપે છે ત્યારે પણ.....
 એ પીડાને લઈ કોઈ ઉતમ સર્જક બની જતો હોય છે.
આમ શબ્દકારના બન્ને અર્થ સાર્થક લાગે છે. કે,,,     
  સ્ત્રીના પ્રેમ અને પીડા બન્ને થકી નવું સર્જન થાય છે.
"અનંત"


  

Wednesday, 14 January 2015

અનંત ના સંભારણામાથી.....



નામ વગરના એ સંબંધીઓ ખૂબ વાતો કરતાં, ક્યારેક પ્રેમની 

ક્યારેક ધર્મની તો ક્યારેક સંસારની પીડાની…!

ક્યારેક ધ્યાનની, ક્યારેક જ્ઞાનની આમ અન ગિનત અલૌકિક 

વાતો કરતાં....  

તો, ક્યારેક વાતવાતમાં જગડી પણ પડતાં... 

ક્યારેક સંવાદ વિવાદમાં પલટાઈ જતાં અને પછી અબોલા... 

અને પછી એક દિવસ એવા અબોલા થયા કે... 

જાણે અબોલા ને "ઇબોલા" લાગુ પડી ગયો હોય.... 
  
જોકે આ વાતને વર્ષો વીતી ગયા ...

આજે તો એ બન્નેમાથી એકેયનો આતો પતો નથી ....

પણ એ સમયનો હું મૂક શાક્ષી એટલે મને યાદ છે કે ...

“કીધા વગર તો કોઈને ચાલતું જ નથી ને...!”

એ ન્યાયે એ પોતાના જીવનમાં બનતી બધીજ ઘટનાની વાતો....

અમે જ્યારે અધ રાતે મધરાતે ખંડેર મધ્યે મળીએ ત્યારે ચાયની 

ચુસ્કી ભરતા ભરતા એ મને કહે....

એટલે મને ખબર, કે, એમનાં વચ્ચે વાદ વિવાદ સંવાદ બડા 

દિલચસ્પ થતાં...

જોકે એ બન્ને વચ્ચે આવું બનવું કઈ પ્રથમ ઘટના નહોતી ...

એ તો વાતે વાતે લડી પડતાં, લડીને છૂટા પડતાં, ફરી મળતા...

એક વાર એવું બન્યું બન્ને વચેના સંવાદે વિવાદનું રૂપ ધારણ કરી લીધું ...  

અને બન્ને છૂટા પડ્યા ...

હર વખતે વધીને બે ચાર દિવસનો વિરામ હોય, પણ આ વખતે મહિનો થઈ ગયો... 

પછી આ ભાઈ તેને મળ્યા ..

અને પૂછ્યું કેમ આ વખતે આમ બન્યું ..?

વિવાદ તો પહેલા પણ થતાં અબોલા પણ થતાં અને છૂટા પણ પડતાં,

તેમ છતાં બે ચાર દિવસમાં ફરી આપણે મળતા જ ને...!

પેલી :- હા પણ,  હવે હું એ બધુ જ ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધ:- એ શક્ય તો નથી જ !  છતાં , બધુ જ મતલબ...?

પેલી :- બધુ મતલબ બધુજ ! તારી વાતે વાતે મજાક કરવાની 

આદત, તારી મસ્તી ભરી વાતો, તને મે પૂછેલા પ્રશ્નો અને મારા પ્રશ્નોનાં તે આપેલા ઉલ્ટા-

સીધા જવાબો, તારા સંવાદોને, તારા વિવાદોને , અને, તને સુધ્ધાં હું ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધ :- અચ્છા.... ખરેખર..? માનવું જ પડે હોં કે, તું... 

મારા શીખે મને અને મારી બધી જ હરકતોને ભૂલી ચૂકી છે..! 

આ જાણીને મને આનંદ થયો.... 

તારી ભૂલી જવાની ક્ષમતા પર ગર્વ થયો .... 

પણ હવે જરા ફરી એક વાર,, તું જે જે બોલી એ ફરી યાદ કરશે ...?

અને પેલી ખનખન હસી પડી....   

એ સમજી ગઈ કે એણે તેને ભૂલી ચૂકી છે એમ કહ્યું તો ખરું પણ ..!

ભૂલવા ભૂલવામાં કેટલું બધુ યાદ છે એનું વર્ણન કરી બેઠી..  

ત્યાર પછી  ભાઈબંધે એને હસીને કહેલું ... 

બુધ્ધું, જ્યારે બધુજ ભૂલી ગયા એમ કહીયે ત્યારે, એજ ક્ષણે-

એક ક્ષણમા એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!

ફરી નામ વગરના સંબંધનો સિલસિલો આગળ વધ્યો ...

ફરી એજ આનંદ, ઉલ્લાસ, ખારાશ, મીઠાસ, પ્રેમની ધર્મની 

સંસારની, વૈરાગની, આનંદની, પીડાની, વેદનાની,વ્યથાની 

સુખની દૂ:ખની વાતો થવા લાગી ...   

ખૂબ મજેથી સમય પસાર થતો હતો ... 

પણ  ફરી એક દિવસ કોણ જાણે શું થયું કે બન્ને વચ્ચેના સંવાદે- 

વિવાદનું રૂપ ધારણ કર્યું.... 

અને એ પણ કાયમ કરતાં વધુ ઉગ્ર ...!  

બન્ને માથી એક પણ મચક ના આપે... 

પેલી સરખી છેડાઈ ગઈ ..

જોકે ભાઈબંધે જાણી જોઈને છંછેડી હતી .. 

અને તે દિવસે એ ગૂસામાં બોલી ગઈ....

મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે ...

હવે પછી હું તને નહીં મળું, તું મને નહીં મળે.... 

ભાઈબંધે પત્ર વાંચ્યો, અને ભીની આંખનો ખૂણો લૂછતા હસ્યો ...

કેમેકે કઈજ ફર્ક નહીં પડે એવું લખેલો અંતિમ પત્ર ભીનો હતો.... 

પછી ભાઈબંધે એના અંતિમ પત્રના અંતિમ જવાબમાં લખ્યું ...

અરે પગલી  જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! .

કેટલો બધો ફર્ક પડી જતો હોય છે.!  

નૈ ..!

થોડા આંસુ અને માત્ર આટલુજ લખીને .....

અરે પગલી  જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! .

કેટલો બધો ફર્ક પડી જતો હોય છે.!  

નૈ ..!

ભાઈબંધે તે પત્રને પેલીના ભીંજાયેલા અંતિમ પત્ર સાથે સંકેલીને 

હંમેશને માટે....

પોતાના અન્ય અઢળક ઝર્ઝરિત કાગળિયા વચ્ચે મૂકી ધીધો... 


*બ્લાસ્ટ*“ 


“અનંત” જ્યારે બધુજ ભુલાઈ ગયું  છે એમ કહીયે ત્યારે ...

એજ ક્ષણે એક ક્ષણમા, એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!   

એજ રીતે જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ..! 

કેટલો બધો ફર્ક પડી જતો હોય  છે ..! 

નૈ...! 

“અનંત”
જોકે એ પછી એ પોતાની વાતથી જ ખૂબ મુંજાઈ રહ્યો હતો કે શું ખરેખર એવું શક્ય છે ખરું ?

કે  ભૂલી પણ શકાય અને ફર્ક પણ ના પડે...


એની મુંજવણ દૂર કરવા અજ્ઞાનીએ આ વાત ખૂબ વિસ્તારથી સમજાવેલી...