*બ્લાસ્ટ*
પ્રકૃતિની લાતે, આડા કે સીધા હાથે સતત પછડાટ ખાવા છતાં !
પ્રકૃતિને પડકારતો માનવ ...
પ્રકૃતિના રહસ્ય ઉકેલવા મથતો માનવ .....
અંતે એક દિવસ મૂળ રહસ્ય ઉકેલ્યા વિનાજ
હારી થાકીને ઉકલી જાય છે...
અને પ્રકૃતિની ગોદમાજ દફન યા ભસમ થઈ જાય છે...
વર્ષો પહેલા અમારી ત્રણેયની રાત્રિ મહેફિલ દરમ્યાન
આ વાત અજ્ઞાની એ કહેલી ....
અને ત્યાર બાદ એણે એક રચનાનું પણ ! સર્જન કરેલું.....
જેમાં કુદરતના સર્જન વિષર્જન અને કોપ પ્રકોપનું પણ
રૌદ્ર વર્ણન કરેલું....
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
આમ તો એ માણસની સાવ નજીક હોય છે....
આમ તો એ માણસની સાવ નજીક હોય છે....
છતાં "અજ્ઞાની" કરોડો વાર પ્રકૃતિના કોરડા
વીંજાય છે છતાં ક્યાં કોઈને એની બીક હોય છે...?
વીંજાય છે છતાં ક્યાં કોઈને એની બીક હોય છે...?
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ ....
અનરાધાર વરસાદ,વાવઝોડા,હોનારત,ભૂકંપ સુનામી,ત્સુનામી...
આવા પ્રકૃતિના અનેકાનેક રૌદ્ર સ્વરૂપ
સૌએ પોતાના જીવન દરમ્યાન ક્યારેક ને ક્યારેક તો,
જોયા/ અનુભવ્યા જ હોય છે ...
પ્રકૃતિનું આવુજ કોઈ રૌદ્ર સ્વરૂપ જોયા પછી
અજ્ઞાનીએ આ રચનાનું સર્જન કર્યું હતું ..
આ તો કુદરત છે ભાઈ....
ભીની ભીની વિશાળ જમીનને વાઝણી રાખે....
ને ઊંચી ઊંચી દીવાલ ફાડી કૂંપણ ત્યાં ઉગાડી નાખે....
ને ઊંચી ઊંચી દીવાલ ફાડી કૂંપણ ત્યાં ઉગાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
ધારે ત્યારે ધારે ત્યાં તોતિંગ વૃક્ષ ઉગાડી નાખે ....
ધારે ત્યારે ધારે ત્યાથી મૂળ સોતા વૃક્ષ ઉખાડી નાખે....
ધારે ત્યારે ધારે ત્યાથી મૂળ સોતા વૃક્ષ ઉખાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
એક જગ્યાએ બરફ વર્ષાવે તો બીજી જગ્યાએ સુરજ તપાવે....
સૂકું જંગલ સુસવાટા મારે ને લીલા જંગલમાય આગ લગાડી નાખે...
સૂકું જંગલ સુસવાટા મારે ને લીલા જંગલમાય આગ લગાડી નાખે...
ભઈ આ તો કુદરત છે.....
તું વર્ષોના અંતે મોટા મોટા મકાનો ખડકી શકે....
પણ એ ધારે તો ક્ષણમાં ભાંગીને ભૂક્કા કાઢી નાખે....
પણ એ ધારે તો ક્ષણમાં ભાંગીને ભૂક્કા કાઢી નાખે....
( તોય તું પાછી હવા રાખે...!!! )
ઘરનો હલાળો 
ભઈ આ તો કુદરત છે.....
પામર માણસની શું વિસાત...!
કુદરત જ્યારે ધારે ત્યારે કુદરત જ્યાં સુધી ધારે ત્યાં સુધી...
સુરજ જેવા સૂરજને પણ વાદળની ચાદર પાછળ સંતાડી રાખે ....
સુરજ જેવા સૂરજને પણ વાદળની ચાદર પાછળ સંતાડી રાખે ....
ભઈ આ તો , કુદરત છે.....
એ ઝરણા બને ,એ ધોધ બને ...
એજ શાંત શીતળ કલકલ વહેતી નદી બને....
એજ શાંત શીતળ કલકલ વહેતી નદી બને....
એ ઊંચા ઊંચા મોઝા ઉછાળે ....
ને ગામો ના ગામ ડૂબાડે ....
ને ગામો ના ગામ ડૂબાડે ....
આગ ઝરતાં સૂરજને પણ એ નિત શાંત પાડે....
'ને શાંજ પડ્યે દરિયા પાર ક્ષિતિજમાં ડૂબાડી નાખે.....
'ને શાંજ પડ્યે દરિયા પાર ક્ષિતિજમાં ડૂબાડી નાખે.....
આગળ એને પ્રકૃતિના રહસ્યને જાણવા/ પામવા મથતા માનવી ને સંબોધીને ચેતવણી સ્વરૂપે કહ્યું હતું/ લખ્યું હતું ,કે,,,,
હે પામર માનવ આ બ્રહાંડની ઉત્પતિના રહસ્યને શોધવા કરતાં
તારી ઉત્પતિનું રહસ્ય શું છે...?
તું શા માટે ચો પગા પ્રાણી સ્વરૂપે ના જન્મ્યો...?
શા માટે તું માનવ થઈને અવતર્યો...?
તું ક્યાથી આવ્યો....?
તારે ક્યા જવાનું છે..?
આવીને શું કરવાનું હતું...?
શા માટે જવાનું છે...?
આ બધુ તું ઉકેલ...!
આટલું ઉકેલતા ઉકેલતા પણ તું થાકી જવાનો ઉકલી જવાનો છે...
....................................
....................................
કુદરતના રહસ્યોને શોધવા તું અંત સુધી મથતો રહેશે....
નિત નવી શોધ કરી અઢળક પુસ્તક પછી લખતો રહેશે...
નિત નવી શોધ કરી અઢળક પુસ્તક પછી લખતો રહેશે...
કિન્તુ..!
આખરે તારી શોધ જ્યારે જ્યાં પૂર્ણ થશે ...
ત્યારે ત્યાં કુદરત નવુજ કઈક રહસ્ય સર્જશે....
કુદરતના રહસ્યને પામ્યાનો તને ભ્રમ થશે....
પણ સમજીલે "અજ્ઞાની" એ કેવળ ભ્રમ જ હશે...
અને જેવો/જેટલો તું કુદરતની સાવ નિકટ પહોંચવા જશે......
"અનંત.... યુગો "અજ્ઞાની" તું પાછળ ઠેલાઈ જશે...
કારણ કે....
"અજ્ઞાની" એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ...........
"અજ્ઞાની"
બસ....
તે બીજું શું હોય અમારે ....
પછી તો અમે ચાય પીને છૂટા પડી જતાં.....
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
પ્રલય થશેજ.! અગર થાય તો.?
નદી ડેમ દરીયા આખા ઊલેચી નાખશે કુદરત.
ઝાડ પહાડ મુળ સોતા ઊખેડી નાખશે કુદરત.
અગર વીફરશે તો તમામને વીખેરી નાખશે કુદરત.
"અનંત" પૃથ્વી આખે આખી ખદેડી નાખશે કુદરત.
"અનંત"






No comments:
Post a Comment