Friday, 29 September 2023

આજેય મન તો થાય જ છે.!

 બે, મતલબ કી, બાતે...

પેલ્લી વાર..પેલ્લીજ વાર....

ઘોઘાના ઘેર આવી ઘોઘીએ,

આવુ અલગ દ્રશ્ય પેલવેલી વાર જોયુ.

ઘોઘાનુ માથુ આજે સોફાના ટેકે અઢેલુ નથી.

પગ પણ, ટીપોય પર લંબાવેલા નથી.

પગ જમીન સાથે જડેલા છે..!

કોણી ગોઠણ પર ગોઠવેલ છે...!

અને હડપચી હથેળી પર...

આમ કાયમ કરતા અલગજ અંદાજમાં બેઠેલા 

અને પાછુ વીચાર મગ્ન...!

થઈને બેઠેલા ઘોઘાને જોઈને. 

ઘોઘીને આંખો ચોળવી પડી.

જો કે આંખો ચોળ્યા પછી પણ ઘોઘાના અંદાજમાં

કૈ ફર્ક ના પડ્યો. એ તો અલગજ હતો અને રહ્યો.

ખાલી પડેલી ટીપોય પર બેસતા ઘોઘીએ ઘોઘાને પુછ્યું.

" કોઈ દિ' નૈ ને આજે..!!! તુ શું વીચારે છે ઘોઘા..?"

હથેળી પર ટેકવેલ હડપચી એમનેમ રાખી,

ખાલી આંખ ઊચીં કરી,

ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું. કે,,,

"ઘોઘી આજેય મનેય એવુ મન થાય છે કે,

ક્રમશ :-

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0KaawqW8dGWd8aDHB3qbUrPTzd1gvuf4tMmouB5Be3hSbv2tZG4dMCtW7AM5r6Rcgl&id=100002991311961&mibextid=Nif5oz




ગાંડપણ

 અનંત બ્લાસ્ટ :- 

કહેવાની ઈચ્છા જ..! સાંભળવા મજબુર કરે છે..! 

"અનંત" અગર કહેવાની ઈચ્છા જ, ના, રાખીએ તો...! 

તો પછી, સાંભળવાની જરૂરત પણ..! રહેતી, નથી...! 

આગમાં તપી, રાખ ફાકી, ઠોકરોનો સ્વાદ ચાખીને..! 

વર્ષો પહેલા આવુ ભાઈબંધ અનંતે... 

ઊંડા અનુભવના અંતે મને સમજાવવા, 

સમજાવતા  કહ્યુ /લખ્યુ હતું.. 

જો કે હુ સમજી સમજી ને સમજના અંતે પણ..! 

આજ તલક એની વાત માન્યો સમજ્યો નથી...! 

એ વાત જરા નોખી છે...! 

સમજોને ખરા અર્થમાં એ મારી મૂર્ખામી છે...! 

ક,તિરા, નુ કબુલાત નામુ...-

-નખાય ગયા પછી નુ ગાંડપણ અકલે કે.. 

ડહોળયેલુ ડહાપણ....

અકલે કે, 

મામુ બની ગયા પછી..! 

અને નામુ નખાય ગયા બાદ.. 

ડહોળાઈ ડહોળાઈ ને ભીતરથી.. 

અકલે કે, 

છેક તળીયેથી...! 

ઊપર આવેલુ.. 

ગાંડપણ અકલે કે, ડહાપણ એમ..! 😇












https://m.facebook.com/story.php?story_fbid=pfbid0yz32xMM28cyopkWuJ98gc83zHfjKWv63ErDegpF3xPT7WZRxBKJLpxJHTwNdYWu4l&id=100002991311961&mibextid=Nif5oz

કોઈ જે કૈ કરે છે તે ખુદ માટે જ કરે છે.

 વર્ષો પહેલાં ની વાત છે.! 

કોઈ જે કૈ પણ કરે છે, તે ખુદ માટે જ કરે છે.!

"અજ્ઞાની" મગર બીજા માટે કર્યુ એમ કહે છે.!

વર્ષો પહેલાં ઉપરોકત ગુઢ વાત ચાય ના એક ઘુંટ બાદ,

ભાઈબંધ અજ્ઞાની એ દાઢી પર હાથ ફરાવતા કરી હતી. 

અર્થાત્.? મે સવાલ કર્યો. 

મારા સવાલના જવાબમાં અજ્ઞાની એ મને 

ઊંડાણથી વીસ્તાર પુર્વક સમજાવતા કહ્યું હતું કે, 

ક્રમશઃ

અજ્ઞાની સમજાવે એ પહેલાં સુર્રરરર... 

કરતાક ચાય નો ઘુંટ ભરી અનંતે પણ આવી કૈક

અટપટી વાત કરતા કહ્યું કે, 

એ વાત ખરી છે કે હું જે કરૂ છું તે આખરે

તારા માટે જ કરૂ છું. 

મગર એ પણ હકીકત છે "અનંત" કે, 

હું જે કૈ પણ કરૂ છું આખરે 

મારા માટે જ કરૂ છું.!

પછી તે પ્રાર્થના હોય તોય શું.! 

"અનંત"

અજ્ઞાની ની વાત હજુ મને પુરી સમજાઇ નહોતી 

ત્યાં અનંતે બ્લાસ્ટ કર્યો... 

હવે એને ઉકેલવા મે અનંત ને પણ પુછ્યું 

અર્થાત્.? 

અનંતે આંખ ચોરતા ચોરતા કહ્યું,

યાર્ર પરીયાઆઆઅ... 

અતારે મને ખૂબજ ઊંઘ આવે છે.! 

હવે કાલે વાત.! 

ક્રમશઃ 

"અજ્ઞાની" કહેવા ને તો હું તારૂ ભલુ કરૂ છું..! 

મગર હકીકત એ છે કે હું મારૂ ભલુ કરૂ છું.! 

"અજ્ઞાની" 

હું તારૂ ભલુ કરૂ છું ત્યારે ખરેખર તો 

હુ મારૂજ ભલુ કરૂ છું..! 

એજ રીતે "અનંત" તું મારૂ ભલુ કરે છે, 

ત્યારે તારૂજ ભલુ કરે છે.! 

બુરાઈ બાબતે પણ આજ હકીકત છે.! 

"અનંત" 


અર્થાત્ વર્ષો થી આમજ ચાલે છે દુનિયા...

અર્થાત્ વર્ષો થી આમજ ચાલે છે દુનિયા... 
કૈ સુધારો નથી થયો કે થતો, બગાડ વધતો જાય છે.! 

Haal Chal Theek Thak Hai (Mere Apne 1971 Gulzar; Salil Chowdhury

हाल-चाल ठीक-ठाक हैसब कुछ ठीक-ठाक हैबीए किया हैएमए कियालगता है वो भीएँवे किया
काम नहीं है, वरना यहाँ (काम नहीं है, वरना यहाँ)आपकी दुआ से सब ठीक-ठाक है (आपकी दुआ से सब ठीक-ठाक है)हाल-चाल ठीक-ठाक है (हाल-चाल ठीक-ठाक है)सब कुछ ठीक-ठाक है है है है (सब कुछ ठीक-ठाक है है है है )
आबो-हवा वा वा वा वा वा वाआबो-हवा देश की बहुत साफ़ हैकायदा है, क़ानून है, इंसाफ़ हैअल्लाह-मियाँ जाने कोई जिए या मरेआदमी को ख़ून-वून सब माफ़ हैआबो-हवा देश की बहुत साफ़ हैकायदा है, क़ानून है, इंसाफ़ हैअल्लाह-मियाँ जाने कोई जिए या मरेआदमी को ख़ून-वून सब माफ़ हैऔर क्या कहूँ छोटी-मोटी चोरी रिश्वतखोरी
देती है अपना गुज़ारा यहाँ (देती है अपना गुज़ारा यहाँ)आपकी दुआ से बाक़ी ठीक-ठाक है (बाक़ी ठीक-ठाक है)हाल-चाल ठीक-ठाक है (हाल-चाल ठीक-ठाक है)सब कुछ ठीक-ठाक है है है है (सब कुछ ठीक-ठाक है है है है )
ब्ड़ी ब्ड़ी उ उ ब्ड़ी ब्ड़ी उ उब्ड़ी ब्ड़ी उ उ हुर्र ब्ड़ी ब्ड़ी उ उ ब्ड़ी ब्ड़ी उ उ
गोल-मोल रोटी का पहिया चला
गोल-मोल रोटी का पहिया चलापीछे-पीछे चाँदी का रुपैया चलारोटी को बेचारी को चील ले गईचाँदी ले के मुँह, काला कौवा चलागोल-मोल रोटी का पहिया चलापीछे-पीछे चाँदी का रुपैया चलारोटी को बेचारी को चील ले गई (ओ तेरी)चाँदी ले के मुँह, काला कौवा चलाऔर क्या कहूँ मौत का तमाशाचला है बेतहाशाजीने की फ़ुरसत नहीं है यहाँआपकी दुआ से बाक़ी ठीक-ठाक हैVery goodहाल-चाल ठीक-ठाक है (हाल-चाल ठीक-ठाक है)सब कुछ ठीक-ठाक है (सब कुछ ठीक-ठाक है)बीए किया हैएमए कियालगता है वो भीएँवे कियाकाम नहीं है, वरना यहाँआपकी दुआ से बाक़ी ठीक-ठाक है (आपकी दुआ से बाक़ी ठीक-ठाक है)


Song Name : Yeh Public Hai
Album / Movie : Roti 1974
Star Cast : Rajesh Khanna, Mumtaz
Singer : Kishore Kumar
Music Director : Laxmikant Shantaram Kudalkar (Laxmikant Pyarelal)
Lyrics by : Anand Bakshi
Music Label : Polydor

ऐ बाबू ये पब्लिक है पब्लिक

ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
अजी अंदर क्या है बाहर क्या है
अंदर क्या है बाहर क्या है
ये सब कुछ पहचानती है
ये जो पब्लिक
ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
अजी अंदर क्या है बाहर क्या है
अंदर क्या है बाहर क्या है
ये सब कुछ पहचानती है
पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है

हीरे-मोती तुमने छुपाये कुछ हम लोग न बोले
हीरे-मोती तुमने छुपाये कुछ हम लोग न बोले
अब आता-चावल भी छुपा तो भूखों ने मुंह खोले
अरे भीख न मांगे क़र्ज़ न मांगे
भीख न मांगे क़र्ज़ न मांगे
ये अपना हक मांगती है
ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
ये जो पब्लिक है सब जानती है
ये जो पब्लिक है
 


Friday, 22 September 2023

અપ્રિય પરીવર્તન...



*ભડાકો*

*અપ્રિય રીવર્તન*

પહેલાં રડતાં બાળકને માં મમતા થી છાનો રાખતી. 
અને હવે મોબાઈલ થી છાનો રાખે છે માં બાળકને. 

"કતીરા" 


 

ઈશ્વર ઉવાચ.!

*બ્લાસ્ટ* 

"અનંત" અટવાઈ ના રહે તું કો'એક માં. 

હું પણ છું અનેક માં તું પણ રે' અનેક માં.

"અનંત" 

તમે સાચા છો સત્ય ભાઈ



તમે સાવ કરતાં સાવ સાચા છો સત્ય ભાઈ.! 
જો કે હું પણ ગલત નથી કહેતો..! 
તમે કહ્યું એ બીલકુલ સાચુ છે..! અર્થાત્ સત્ય છે.!
મગર સાવ એવુય નથી.... 
અહીં એફ બી પર વાણી વિલાસ અર્થાત્
વાણી વિચાર વ્યક્ત કરવાની પૂરે પૂરી સ્વતંત્રતા  છેજ ..!  
અરે યાર હદથી પણ વધારે સ્વતંત્રતા છે ...! 
આ પણ એક સત્ય જ છે ..!
જો કે અહીં માત્ર ઓવર લાગણી અને પ્રેમ છલકાઈ છે.!
જે વાસ્તવમાં નથી.! 
એજ રીતે આવેગના આવેશમાં ક્રાંતિકારી વિચારો પણ.!
વ્યક્ત થાય છે ... 
મગર નક્કર કશું જ થતું નથી...! 
અહીં આજે વ્યક્ત કરેલી લાગણી પ્રેમ અને ક્રાંતિકારી વિચાર....
આવતી કાલે બાષ્પીભવન થઈ જાય છે..! 
આ મફતમાં સ્વતંત્રતા નો સૌ પોત પોતાની બુધ્ધિ
અને સમજ પૂર્વક ,અથવા સમજ્યા વિચાર્યા વગર  ઠોકંઠોક ઉપયોગ કરે છે...:)
જો કે મફત છે એ માત્ર ભરમ છે.! 
આ જુવો !  તમે અને મે પણ એજ કર્યું .. :)
* સ્વતંત્ર વીચાર *



 

Tuesday, 19 September 2023

એક સવાલ.

 

વર્ષો પહેલાં ભાઈબંધો કહેતા હતા કે, 

જો કે ત્યારે સાવ ટુંકમાં કહેલું એવુ નથી.! 

મગર ત્યારે મને જે કાગળ મળ્યો એમાં 

આટલુજ લખ્યું હતું કે, 

હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે.!

પછી વર્ષો બાદ આગળ ના કાગળો

 ઊથલપાથલ કરતાં આગળ ની વાત જાણવા મળી., 

એ કાગળ માં લખ્યું હતું કે, 

હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે.!

અને, 

એકજ સવાલ ના "અનંત" હજારો જવાબ હોય છે.!

ફરી હર એક જવાબ માંથી સેંકડો સવાલ પેદા થાય છે.! 

ફરી એના જવાબ જન્મે છે.! 

સવાલોનો અંત નથી હોતો, 

જવાબ પણ "અનંત" હોય છે.! 

માનવ માત્રના મનમાં એવં જીવનમાં 

સતત અવીરત ચાલતી આ પ્રક્રિયા... 

સવાલ જવાબ ની આ યાત્રા... 

અસ્સલ આપણાં આવા ગમન જેવીજ હોય છે.! 

જે "અનંત" કાળથી અવીરત ચાલ્યા કરે છે.! 

અને, ચાલતી જ રહેશે અનંત યુગો સુધી.! 

યાત્રા સવાલ જવાબ ની... 

"અનંત"

*બ્લાસ્ટ*

જવાબ ન આપવો જવાબ આપવા બરોબર. 

અર્થાત્ :-

"અનંત * કોઈ વખતે કોઈએ પુછેલા સવાલ નો

જવાબ ન આપવો, 

એ જ એના સવાલ નો જવાબ હોય છે.!

" અનંત "

Sunday, 17 September 2023

કાલીઘેલી અર્થાત્.?


કાલીઘેલી, 
અર્થાત્.? 
કાલીદાસ ઘેલી, 
અકેલી અકેલી, 
કરે કેલી..! 
* બ્લાસ્ટ * 
કાલીદાસ નું વર્ણન
સર્વોત્તમ સ્ત્રી નુ ઉતમ લક્ષણ 
એ પણ ઉતમ સ્ત્રી 
જે ઉકેલી શકે કાલીદાસ ની વર્ણન. 
*એજ હું*
*એજ તું *
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Rx38LbogM8FsgDgjazrJNw5UMt6pC5omYyuu88J7r4eUPwMD7vcZekK4rriq3LxDl&id=100002991311961&mibextid=Nif5oz

આમ તો જો કે, 
આમ કરવુ ઠીક ન કહેવાય, 
તને ગુસ્સો પણ આવે મારા પર તો, 
કરવોજ જોઈએ.! 
અને પ્રેમથી મને વઢવુજ જોઈએ.! 
હું પ્રેમથી તને, મને પ્રેમથી વઢવાની છુટ દૌ છું.! 
આમ કયવુ ગલત છે એ હું જાણું છું.! 
મગર શું કરૂ.? 
મજબુર છું.! 
ત્યાં હું જાહેરમાં જતો નથી.! 
અને અહીં ખુણામાં કોઈ આવતુ નથી.! 
માટે તારે બૌ ચીંતા ન કરવી.! 
🙏 

 







 

Wednesday, 13 September 2023

સ્વર્ગ નર્ક ની સાચી વ્યાખ્યા.!

 બ્લાસ્ટ:- ફોર ભાઈબંધ .. 

"અજ્ઞાની" સ્વર્ગ નરકની હોય, બસ આટલીજ વ્યાખ્યા.!

"જે ક્ષણ આનંદ તે ક્ષણ સ્વર્ગ."

"જે ક્ષણ આક્રંદ તે ક્ષણ નર્ક ." 

"અજ્ઞાની"



ચોમાસાની ઢળતી સાંજે.!

 


"फिर वही बारीस की शाम" 

અસ્સલ આજના જેવુજ મસ્ત મસ્ત, 

ભીનુ ભીનુ માદક સુગંધી વરસાદી વાતાવરણ હતુ. 

આંખ સામે કેસરી આકાશ... 

'ને નાકના રસ્તેથી ભીની સુવાસ.... 

શ્વાસમાં પ્રવેશતાજ મારા ચીતમા.. 

અતીતની એક ઘટના ઊપસી આવી... 

થાય..! ઘણી વખત આવુ થાય...! 

ત્યારે યાદ આવે... 

વર્ષો જુની ભુલાઈ ગયેલી ઘટના... 

અમુક સમયે અમુક સંજોગોમાં વીતેલા સમયની, 

ભુલાય ગયેલી વાત યાદ આવે.... 

અગર યાદ આવે છે તો પછી એ ભુલાઈ ગયુ છે, 

એમ કૈ રીતે કહેવાય? 

આવો એક સવાલ ઊપસ્થીત થાય..પણ..! 

જેવો સવાલ ઊભો થાય એવો જવાબ બેસી જાય.. 

કે, જીવનમાં કોઈ પણ કાળે ઘટેલી., 

સારી કે માઠી ઘટના ક્યારેય ભુલાતીજ નથી હોતી.. 

બલ્કે..! 

ભીતર દબાઈ જતી હોય છે..! 

કારણ કે જીવન પર્યત ક્ષણે ક્ષણે, 

એક નવી ઘટના ઘટતી હોય છે. 

એમ કરતા કરતા ઘટનાઓની થપ્પી લાગતી જાય છે., 

જેમ કાગળ પર કાગળ... 

આગળ જતા જીવનમાં હ્રદયના તાર ઝણઝણાવી નાખે.... 

યા તો ભીતરથી ખળભળાવી નાખે તેવી જીવનમા 

બનેલી પહેલ વેલી ઘટના... 

થપ્પીમા છેક છેલ્લે દબાય જાય છે... 

અને પછી ક્યારેક અચાનકજ..! 

એ ઘટના સંબંધીત કોઈ ઘટના ઘટે કે,તુરંત, 

એ સમય મુજબનુ પાનુ, 

જે ઊપર તો નાજ હોય પણ, 

વચ્ચે, અધ વચ્ચે કે પછી, 

છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હોય તે, 

આપો આપ સપાટી ઊપર આવી જતુ હોય છે. 

ખળભળાવી નાખે એવી ઘટના પણ યાદ આવે, પણ.... 

એ પીડા, યાતના, વેદના અને આંસુથી લથબથ ઘટનાને, 

યાદ કરી ફરી એજ સ્થિતિ ની અનુભૂતિ થાય, 

એના કરતા તો બહેતર છે એ ઘટનાને તુરંત.... 

દિમાગવટો દૈ દેવો. અકલે કે દેશ વટો એમ..! 

એ આંસુથી લથબથ ઘટના યાદ કરવા કરતા તો.... 

પ્રેમી સાથે પ્રેમથી થયેલી ચુમીઓ ને બથંબથા યાદ કરી કરી 

અલૌકિક મજા છે "અનંત" એ યાદમાં ઝણઝણવામા ફરી ફરી. 

ખૈર.... 

આવુજ એક પ્રેમથી લથબથ પાનુ, 

વર્ષો પહેલા જે છેક.... 

અધવચ્ચે દબાઈ દટાઈ ગયેલું.... 

તે પાનુ..! 

આજે અચાનક જ્યારે વરસાદ બાદ, 

કેસરી સંધ્યા ખીલી ત્યારે........ 

ભીની ભીની માટીની મહેક જ્યારે...

નાક વાટે, શ્વાસમાં પ્રવેશી ત્યારે.... 

છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હતુ તે..! 

અનંતના જીવનનું એક પાનુ સીધ્ધુજ ઊપર આવી ગ્યુ. 

જેમા મારો કૈ વાંક નથી... ☺

બલ્કે.., વરસાદી કેસરી સંધ્યા સાથે જોડાયેલી... 

એ ઘટનાનો વાંક છે...! 

ઘટના કોઈ વ્યકતી કે વસ્તુ સાથે પણ જોડાયેલી હોય શકે છે...!

ઘટના પહેલા સ્પર્શ કે પછી, 

આલિંગન સાથે પણ જોડાયેલી હોય શકે છે..! 

પહેલવેલા ચુંબન સાથે પણ જોડાયેલી હોય શકે છે...! 

લિપસ્ટિક કે પછી અતરની સુગંધ સાથે પણ.! 

જોડાયેલી હોય શકે છે...! 

ગીત, સંગીત, શબ્દો કે સુમન સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે...! 

નદી નાળા કે પર્વત ઝરણા સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે...! 

અરે એતો ધુળ ને ઢેફા સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે..! 

જોકે આલીંગન તો આલીંગનજ હોય છે... 

પહેલીવારનુ હોય બીજીવારનુ હોય કે પછી, ત્રીજીવારનુ...

પણ એ યાદગાર ત્યારે બને છે... 

જ્યારે પેલીએ તે વખતે અકલે કે આલીંગતી વખતે, 

કોઇ સુગંધી અતર લગાવ્યુ હોય... 

બસ.. પછી તો, વર્ષો વીતી જાય...

તોય પેલી વૈ જાય પણ ! પેલી, અંતરની ખુશ્બુ ના જાય..☺

પહેલુ ચુંબન કે છેલ્લુ ચુંબન એવુ કૈ ના હોય... 

અકલે કદાચ ભુલાય જાય.. પણ.! 

ચુંબન સાથેજ શ્વાસમાં ભળી ગયેલી લાલી.! અકલે કે, 

લીપસ્ટીકની સુગંધ નાજ ભુલાય... 

હાં સમય જતા એ પપ્પી થપ્પીમા દબાય જાય.... 

એવુ બને, પણ.! 

જ્યારે પણ ક્યારેય એ સુગંધ, 

ફરી ક્યાક દુરથી પણ આવીને, 

નાક સાથે અથડાય ને શ્વાસમાં પ્રવેશી જાય.... 

કે તુરંત એ ખુશ્બુ સાથેજ...! 

પહેલુ આલીંગન કે પછી ચુંબન..... 

તુરંત સપાટી પર આવી જાય.... 

લાલીની પણ એક અલગજ સુગંધ હોય છે.! 

પહેલા પહેલા ચસચસતા ચુંબન સાથે, 

નાકના રસ્તેથી શ્વાસમાં ભળેલી લાલીની એ સુગંધ.... 

ઊમ્ર ભર નાકનો પીછો નથી છોડતી...

અનંત જ્યારે પેલીના પહેલા ચુંબનનો શિકાર થયો હતો... 

પેલી અકલે કોણ..? 

અને છેલ્લી કોણ..? 

એ પુછવુજ નૈ.... 

મને એવી બધી ખબર ના હોય હુ શું કૌ... 

ખૈર... 

ગમે ત્યારે એ લાલી ગાલ પરથી કે હોઠ પરથી, 

તો આખરે ભુસાઈ જ જવાની છે, 

પણ હાં હ્રદયમાં છુપાઈને કાયમ રહી જતી હોય છે...! 

એ વાત નોખી છે...! 

અકલે એ પહેલા પહેલા ચસચસતા ચુંબનની છાપ..! 

ભુસાય /ભુલાય જાય એ પહેલા.... 

અનંતે એક કાગળ પર ઉપસાવી લીધેલી... 

જોકે એતો એ મોકે એને એવુ સુજ્યુ, 

બાકી, એ ચુંબન કૈ પહેલુ ન હતુ. 

અનંત ખોટાળો હતો. 

પણ મને જે ખબર હતી એને એ ખબર ન'તી... 

અકલે એ જે અડધી પડધી વાત કહે એ હુ માની જતો. 

જોકે પેલીએ અનંતને ખુણામાં ખેંચીને, 

ચસચસતુ ચુંબન ચોડી દીધુ પછી, 

આ અક્કલ વગરનો થોડીજ વારમાં ભુલી ગયો... 

અને એજ પેલીના લાલીના નિશાન વાળા ગાલે, 

બહાર ફળીયામા નીકળી પડ્યો... 

ત્યારે પેલીની મોટી બહેને જોયુ અને ગુસ્સે થૈ, 

અનંતને કહ્યુ.. તૂ તો સાવ બુધ્ધુ જ છે... 

કાં પણ લે મે શું કર્યુ.? મારા પર શું કરવાને ખીજાય છે..? 

મોટીએ ગુસ્સે થૈ કહ્યુ. 

પહેલા ગાલ સાફ કર... પછી બહાર નીકર... 

તુ મને પણ મરાવીશ ક્યાક... 

મોટીને ગુસ્સો એટલે આવ્યો કે, 

નાનીને અકલે કે પેલીને, 

અનંત પાસે એકાંતમા મળવાને સાથ તેણેજ આપેલો.... 

અકલે..... 

અકલે પછી અનંત ને વિચાર આવ્યો કે, 

આવી કીંમતી કીસ એમ નેમ ધોઈ કેમ નખાય... 

અને એણે પેલીના ચુંબનની છાપ..! 

ગાલ પર કાગળ દબાવી કાગળ પર ઉપસાવી લીધી... 

આમ ઘટનાઓ સજતી સવરતી હોય છે.... 

પહેલા આલિંગન વખતે, 

પેલીએ લગાવેલા અતરની સુગંધ.... 

પહેલુ ચુંબન લેતી વખતે, 

શ્વાસમાં ભળી ચૂકેલી લાલીની સુગંધ.... 

કોઈ શબ્દો, ગીત, સંગીત, અતર કે અગરબત્તી સુગંધ... 

અમુક ગલી, અમુક રસ્તા, અમુક પ્રકારના જુનવાણી ઘર... 

એ ઘરમાં થયેલ ગારમાટીના લીંપણની સુગંધ... 

જ્યારે જ્યારે ભીતરથી ઝણઝણાવે.... 

કે પછી ,છાનુ છાનુ રડાવે.....

ત્યારે એવુ બધુ અચાનક કેમ થયુ...? 

એ ના સમજાય તો પણ સમજવુ કે..., 

એ ગલી, એ રસ્તો, એ શબ્દો, એ સુગંધ, 

એવુ એવુ બધુ જે ઝણઝણાવે યા તો છાનુ છાનુ રડાવે..... 

તો ના સમજાય છતા સમજવુ કે,,,

એ વ્યકતી કે વસ્તુ કે એ માહોલ સાથે...,

આજનો નહી તો પુર્વનો કોઈ તો સંબંધ છેજ..! 

જ્યારે પણ વર્ષો પહેલા અનુભવેલી એ, 

વ્યક્તિ વ્સ્તુ કે પછી ગીત. સંગીત, શબ્દો, વાતાવરણ... 

કે એવુ કૈ પણ ફરી વખત અચાનકજ અનુભવાય ત્યારે... 

નજર સામે એ વીતેલા સમયની આખે આખી ઘટના..... 

એકદમજ ઉપસી આવે છે... 

નજર સમક્ષ, આંખ ખુલ્લી હોય કે બંધ.... 

નેત્ર પટેલ પર એ ઘટના ચલચીત્રની માફક ચાલવા લાગે..... 

ત્યારે.....

હ્રદયમાં કૈક અલૌકિક ભાવ ઊભરી આવે છે... 

યા તો ખુશી થાય યાતો અચાનક આંખ ઊભરી આવે છે.... 

આવુજ કૈક મારી સાથે બન્યુ જ્યારે.... 

અચાનક વરસાદ પડ્યો અને થંભી પણ ગયો.. 

ત્યાર બાદ આકાશ એકદમ કેસરી થઈ ગયુ... 

અને અચાનક જ્યારે એ આકાશી લાલી તરફ, 

મારૂ ધ્યાન ગયુ ત્યારે, હુ વર્તમાનનુ ભાન ભુલી....

ભુતકાળમાં સરી ગયો... 

તે દિવસે પણ.! 

અસ્સલ આજના જેવુજ મસ્ત મસ્ત, 

ભીનુ ભીનુ માદક સુગંધી વરસાદી વાતાવરણ હતુ. 

'ને આંખ સામે કેસરી આકાશ... 

'ને નાકના રસ્તેથી ભીની સુવાસ.... 

શ્વાસમાં પ્રવેશતાજ મારા ચીતમા.. 

અતીતની એક ઘટના ઊપસી આવી... 

સાંકડી ગલીની ભીતર આવેલા, 

એ ખંડેર જેવા મહોલ્લામા, 

છેક ખુણે આવેલા ઘરમાં અનંત સાવ એકલો હતો. 

એ જ્યારે પણ અટુલો હોય ત્યારે...

એકાંત એકલો એકલો  પ્રકૃતિ સાથે, વાત કર્યા કરતો... 

તે દિવસે અનંત બારી પાસે બેસીને... 

બારી બહાર અનંત કેસરી આકાશ તરફ મીટ માંડીને 

અનંત આકાશ સાથે વાતો કરી રહ્યો હતો. 

હુ અચાનક ત્યા મહોલ્લામા જૈ ચડ્યો... 

અને મે જોયુ કે બારી પાસે બેસી અનંત આકાશ સાથે, 

વાતો કરે છે, અકલે એને ખબર ના પડે એમ, 

હુ ચુપ ચાપ દુર ખુણામાં બેસી ગયો. 

અનંત આકાશ સામે મીટ માંડી આકાશને કહી રહ્યો હતો, 

ઐ આકાશી તેજ.!

હુ જાણું છું કે તે બધુજ જાણે છે..!

ક્રમશ :-

* બ્લાસ્ટ* 

આંખમાં પ્રેમની વીજળી ચમકે, 

ઊર માં યાદો ના વાદળ ગાજે..! 

ચોમાસાની આ ઢળતી સાંજે..! 

ફરી તું "અનંત" યાદ આવી આજે.!

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02ZiXTmCzMF19tvnpYAWJpu9xxAaCbVC8ssGtm21xhf84E4Qhbzmy5u6emc7oPy4YTl&id=100002991311961&mibextid=Nif5oz






અકલે એકેય કાગળ ઉકલશે નૈ...

 


બૌ અકલે બૌ અકલે બવજ ઊંઘ આવે છે ...

!

!

!

!

!

!

!

અકલે.......

*બ્લાસ્ટ* 

જોનાર ને હંમેશા બસ હું સુતેલોજ લાગું છું.! 

મગર હકીકત એ છે કે, 

જાગતાં સુતો હું "અનંત" ઉંઘમાં જાગુ છું.! 

"અનંત" 



મળશે કૈજ નહીં મારી આંખ સામે તાકી તાકીને....



મારી આંખ સામે તાકી તાકીને.... 

અગર તમે એમ ધારતા હો કે...., 

જોકે તમે એવુ ધારશો એવુ મે ધાર્યું છે... (મનઘડત) 

બાકી કોઇ કૈ એવુ બધુ ધારતુ નથી હોતુ... 

સાચી યા ખોટી મગર, 

ધારણા પર જ જગત ચાલે છે એ હકીકત છે...! 

એવુ વળી ભાઈબંધ અનંત કહેતો.... 

ખૈર... હુ એમ કૌછુ કે..! 

મારી આંખ સામે તાકી તાકીને.... 

અગર તમે એમ ધારતા હો કે....,

જમણી આંખ સફેદ છે અકલે.... 

જમણી આંખમાં પ્રેમ ને કરૂણા છે તો એવુ કશુ નથી...! 

અને ડાબી આંખ લાલ ઘુમ છે અકલે... 

ડાબી આંખમાં ગુસ્સો કે નશો છે તો એવુય કશુજ નથી...! 

તો આખરે તારી આંખમાં છે શુ...? 

એવુય નથી તેવુય તો કેવુ છે...? 

સહજ ગુસ્સામા આવો સવાલ થાય... 

તો, કૌ છુ પણ જરા શાંતી રાખોઓઓઓઅ.....

ભાઈઓ....

અને સ્ત્રીઓ... 😇

તો હુ એમ કૌછુ કે.., 

અગર મારી આંખમાં કૈ છે તો, એ, 

મોરબીના જાણીતા કવી મનુ ભાઈ અકલે કે, 

"બિપીન મધુર" ની કવિતા જેવુ કૈક છે...

બિપીન મધુરે લખ્યુ છે કે... 

"મધુર" થોડામાં ઘણુ કહેવાય... 

વીષ્ફોટ કરે એને અણુ કહેવાય..!? 

એ તો પડે તેનેજ ખબર પડે - 

આંખમાં. કે કોને કણુ કહેવાય.... 

"બીપીન મધુર"

બસ મારી આંખમા કણુ છે....! 

હવે સમજાઈ ગ્યુ ને...! 

કાલે રાત્રે દોઢ કારીગરી કરતા, અકલે કે... 

ગ્રાઇન્ડર થી લોખંડ કાપતા મારી ડાબી આંખમાં... 

લોખંડનુ જીણકુક અમથુ કણુ પડી ગયુ... 

( જમણી આંખ એમનેમ છે હેમખેમ છે.!) 

... 'ને રાતના એવી કાળી બળતરા ઉપડી કે.., 

સીધી બીપીન મધુર ની કવિતા યાદ અવાડી દીધી.... 

ચેતવણી:- માર્રી જમણી આંખમાં ઝાંકી ઝાંકી ને જોવામાય... 

જોખમ તો ખરૂજ..! 

પણ ભૂલથીયે મ્માર્રી ડાબી આંખમાં તાકી તાકીને તો હરગીઝ જોવુ નૈ... 

નૈ તો મારી ડાબી લાલઘૂમ આંખની બળતરા... 

સાચુ કૌછુ તમેય અનુભવશો.... 

તેમ છતા અગર જુવો અને પછી, 

આંખમાં તમારી ઝળઝળિયાં આવી જાય તો, 

મારો વાંક્ક નૈ..... 😇😇😇

બ્લાસ્ટ :- ધારણા પરથી યાદ આવ્યુ કે, 

વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહીતી ને કહ્યુ હતુ કે.... 

"અનંત "તુ મારા વીષે ક્ઈ પણ ધારે .. 

એની સામે મને લગીરે વાંધો નથી..! 

પણ પ્રીયે તુ મારા વીષે ધારી ધારીને,

કે, પછી, 

વિચારી વિચારીને હારે ત્યારે..,

કૈ પણ કહ્યા પુછ્યા વીના ચુપ થૈ જાય છે ત્યારે... 

મને ખૂબ પીડા થાય છે,

"અનંત "તકલીફ થાય છે...! 

" અનંત "

અંતમાં વર્ષો પહેલાં ભાઈબંધ અનંત લીખીત... 

*બ્લાસ્ટ* 

કૈ જ તાગ નહીં મળે મારી આંખો સામે જોવાથી તાકી ને.! 

જોતા જોતા જુગ વીતી જશે પછી બેઠા રેજો થાકી ને.! 

"અનંત" અગર જાણવું જ હોય તારે મારા વીષે તો આવ.! 

સાવ નજીક આવ અને જો જરા મારા હ્રદય મહીં ઝાંકી ને.! 

"અનંત" 

" गुलाब" आंखो मे क्या झांकते हो ।

आंखे फरेबी हो शकती हे ।

झांकना है तो दिल में झांको। 

जहां से प्यार की लहेरे उठती हे ।

" श्री गुलाब दास की रचना" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0kMTLhJPP344NT7gopaoeqcizwzhpwEuWRQWXgcB8dTpXxHJUXNBeqMBpsZ4rHKEAl&id=100002991311961&mibextid=Nif5oz






અનંત ક્યારેય એકલો ના સુતો. 

એ બાબતે અનંતે વર્ષો પહેલાં લખ્યું હતું કે, 

"અનંત" હું સાવ એકલો સુઈજ નથી શકતો. 

હું ગોદળાની ગોદમાં સુવા ટેવાયેલા છું. 

મધરાતે ફેરવુ હું જે બાજુ પાસુ. 

એ બાજુ, 

એક બાંહમા એક આંખમાં હોય છે મારી પ્રીય ચહીતી. 

અને મારી બીજી આંખમાં હોય છે ઉજાગરા ને આંસુ. 

"અનંત"

"અનંત" મળશે કૈજ નહીં મારી આંખ સામે તાકી તાકીને.

છેક હ્રદયમા ઝાંકી ને જુઓ તો ખબર પડે માલીપા શું છે .!

"અનંત"

કૈજ પામશો નહીં આંખોમાં મારી તાકી તાકીને થાકી જશો.!

"અનંત" તાગ પામશો એક ક્ષણ જો હ્રદયમાં ઝાંકી જોશો.! 

"અનંત" 


Wednesday, 6 September 2023

કાળ ચક્ર ફરી ગયુ.

જા જા જોજો કરના નૈ..!
નૈ તે,,,
!
!
!
!
!
!
!
😍प्यार हो जायेगा हां प्यार हो जायेगा ।😍
પછી માર્રો વાંક્ક કાઠજે નૈ કૈ દૌ છું.!
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,
અનંત ને લપાઈ છુપાઈ ને જોતી એની કોઈક ચહીતી જે પોતાને લપાઈ છુપાઈને જુવે છે એ જોઈ ગયા પછી અનંતે એ ચહીતી ને કહ્યું હતું કે,
જે ઉપર લખ્યું એ.. 😘
અકલે કૌ છું..!
બૌ જો,જો ના કરવું.... 🙂
પછી નજર લાગી જાય તો, મારો વાંક નૈ..
તમને હવે,
ભૈ.. મને નૈ...
🙂
લાગે બાગે લોહીની ધાર..
મારા ઉપર વાંક નૈ... 🙂
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતીને ....
આ વાત પહેલા પ્રેમથી વખાણી લાડ લડાવી,
'ને પછી અંતમાં ખખડાવી ને કહીતી ...
કેમકે એ જરા ઘમંડી હતી ....
અને ભાઈબંધ સાવ થોળો ભોળો ભટાક હતો ...
બાકી તો......
પછી ભાઈબંધે કઈક આવું પેલીને,
એક સામટા બે ત્રણ અર્થમાં કહ્યું ...
"ચહેરો "
કરે, કરાવે, કૈ કેટલી માણસ કને ચાલાકી ચહેરો...
જીવનમાં ક્યારેક કરે, કરાવે છે બૌ હાલાકી ચહેરો ...
"અનંત" પછી મન બે કાબુ થૈ જા એના કરતાં તો, હુંજ
આંખ બંધ કરી દૌ જેથી દેખાય નહીં તને આ પાપી ચહેરો.!
એમ થાય જોયા કરૂ, બસ જોયા કરૂ તને ....
અને બસ આંખોથી ચૂમ્યા કરૂ ઝૂમ્યા કરૂ...
ખોટાળો હતો અનંત સાવ ખોટાળો...
જે વ્યક્તિ દૂર દૂર રહીને પણ કૈક ને,
શબ્દો વડે અડપલા કરી હેરાન પરેશાન કરતો હોય,
એ શુ સામે હોય એને માત્ર જોયાજ કરે..!!!
અને માત્ર આંખોથીજ ચૂમે કે....,
નર્યું જુઠ...!
ખૈર....
એ જે હોય તે, હુ વર્ષો પહેલા અનંતે લખેલા...
એ કાગળની વાત આગળ વધારૂ....
આગળ એણે લખ્યુ છે કે,
તું જો ખન ખન હસે તો, લાગે જાણે શરાબી ચહેરો.
જોવો ગમે મને ગુસ્સામાં થતો તારો ગુલાબી ચહેરો.
રાત્રે જુવો તો પુનમ નો ચંદ્રમા જાણે,અને જો દિવસે -
જુવો તો આંજે આંખોને એમ જાણે આફતાબી ચહેરો.
દિવસ આખો સુધરી જાય મારો ! સાચુ કહુ છુ સાચ્ચે.!
જો તુ પાઇદે આંખોને સવારે સવારે એક રકાબી ચહેરો.
અને પછી આટલા લાડ લડાવી, પ્રેમ વરસાવી અંતે અનંતે...
પેલી ઘમંડીને સ્પષ્ટ ભાષામાં કૈયજ દીધુ કે...
મને ખબર છે ઓ પગલી તુ રૂપાળી છે, હસીન છે..!
તો, હુ પણ નમકીન છુ..,નશીલો છુ, મીજાજે રંગીન છુ..!
માટે, કહુ છુ કે, એ હસીન, તું છે હસીન.......
પણ, તો પણ તુ હસીન હોવાનો કદી પણ ઘમંડ ના કરજે..!
કેમકે, "અનંત" ઈશ્વરે આપ્યો છે, મને પણ નવાબી ચહેરો .!
"અનંત"
જો કે પછી પેલી સુધરી સમજી કે નૈ એ મન નથ ખબર....
કેમકે આકલા બધા ઢગલા બંધ કાગળ ઊકેલ્યા પણ...!
આજ સુધી એ બાબતે કોઈ ઉલ્લેખ કર્યો હોય,
એવો કોઇ કાગળ મને મળ્યો નથ...!
આગળ જતા મળે તો કૈ કેવાય નૈ....
બ્લાસ્ટ:- એ દોસ્ત ...!
તારી આ રચનાનો આજે હુ પહેલી વાર દુરૂપિયોગ કરું છું !
મને જ્યાં હોય ત્યા થી ક્ષમા કરજે ...!
No photo description available.
No insights to show
All reactions:
Radhaa Avtaar Kishan, Pravin Miyaatra and 38 others
61 comments
15 shares
Like
Comment
અરવિંદ પટેલ
મેઇક અપ ઓછો કરો. 😉
3
નિર્દોષ ગુનેહગાર
એમાં તમારો વાંક નથી અરવિંદ ભાઈ ...
બધાને એમજ થાય છે,
વહેમ જાય છે... 🙂
મેકઅપ નોતો તોય ઉતારવા ગયો એમાં તો ગાલ લાલ ગુલાબી થઈ ગ્યો ...
ખબર જ હતી વહેમ જશે જ...
લાલ તો થયા હવે બૌ ઘસું તો છોલાય જવાની બીક લાગે છે ... સાચે..! 🙂
મારાથી કેમ ઓછો થાય આ મેઈક કપ,
કેમકે આ મેકઅપ તો ઈશ્વરે જ મને લગાડીને મોકલ્યો છે આ અવનિ પર .. 🙂
હવે ઇ ચાહે તોજ ઓછો થાય અથવા ઇ મેકઅપ સોત લઈ જાય... 🙂
તો પછી મેકઅપ પણ ના રહે ને હું પણ ના રહું.... બોલો હવે હું શું કરું ... ? 🙂
5
Pravin Miyaatra
ભાભીજી ને કહી
બે ત્રણ
ટીલા કરાવી લેવા
સુપ્રભાત!
4
Ajay Mahendra
ડાઢી સરસ લાગતી હતી તમને...
4
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra એને કાય નો કેવાય નૈ તો ઇ ટપકાને બદલે મારુ આખું મો કાળું મસ કરી નાખે.!અને પવલા આમેય હું માલિપા મોટું કાળું ધબ્બ ધાબું લઈ બેઠો છું.! હવે બહારના કાળા ટીલા ટપકા શું કરવા...🙂
4
નિર્દોષ ગુનેહગાર
Ajay Mahendra સાચી વાત છે ...
મનેય એમાજ મજા આવતી 'તી ....
આમાં તો મનેય એવું લાગે છે જાણે મારા કપડાં ઉતરી કેમ ના ગયા હોય... 🙂
ખૈર થોડા મહિના ની તો વાત છે ...
આ તો ભાય ખાતર વગરની ખેતી ... 🙂
5
Pravin Miyaatra
મારેય હમણાં એવુ થયેલુ!!
સવાર ના પાંચ વાગે ઉઠી ને ચા પીવા ની મને ટેવ,
શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા, મારા તો તારા ઉપર બેડા જેવુ!!… 
See more
  • Like
  • Hide
  • Edited
4
નિર્દોષ ગુનેહગાર
પ્રવીણ મિયાત્રા, મને તારા જેવુ જ્ઞાન ના થયું . 'ને હું,'ને, કાય નૈ હવે..!બસ , હું સંભાળી ના શક્યો શું કરું યાર હું સંભાળી ના શક્યો.... 🙂
3
Pravin Miyaatra
મે તો તપેલીનેય કહી દિધુ! !!
સોરી
સોરી. .
સોઓઓઓઓરી...
ભુલ થૈ ગૈ બાબા...ચાલ કાળાશ
હટાવ ને હુંફાળી ચા બનાવ!!
3
નિર્દોષ ગુનેહગાર
અલ્યા એ પવલા.. એવું કાય ના હોય હવે, શાને અંગ્રેજીમાં શરમાવે મને... 🙂
પણ, લોકો કહે છે કે, ચાય પીવાથી કાળા પડી જવાય.. શું એ સાચું છે... ?
3
Pravin Miyaatra
મને કાળુ રહૈવુ જ ગમે...
કોઇ ધબ્બા તો ન પડે..
એટલે જ ચા પીઉ છુ!
3
નિર્દોષ ગુનેહગાર
સાલું. મરાઈ ગ્યાં...
ઇ હન્ધુય ખોટું .........
હાં કનૈયા ઇ હન્ધુય હાવ ખોટું....
હું તઇન વાર પીઉ છું.... 🙂
3
Pravin Miyaatra
અમને માંડ એક વાર ને તુ ત્રણ ત્રણ વાર...કયારેક બારે પણ પી લેતો હોઇશ..એની જલન મને મારા જેવા કાળીયાઓ ને થતી હોય..પછી કાળીય જ રહીયે ને..,
4
નિર્દોષ ગુનેહગાર
ના.....હવે...,! એવું કાય ના હોય ભા...ય.. એવું કાય ના હોય,,,, !
तुमि काला है तो क्या हुवा दिल वाला है.... (२)
हम तेरा...तेरा...तेरा....चाहने वाला है....
तुमि काला है तो क्या हुवा दिल वाला है..🙂
दिलको देखो चहेरा ना देखो....
चहेरे ने लाखो को लूंटा..... हाय....
दिल सचा और चहेरा जूठा.... (२)
4
Pravin Miyaatra
દિલ નૂ કાઇ નો આવે ભાઇ...
કેડબરી જેવો ચહેરો જોઇ...
  • Like
  • Hide
  • Edited
3
નિર્દોષ ગુનેહગાર
કેડબરી તો ...
ખૈર....
કેટલાય કેડબરી જેવા ચહેરા વાળા આંટા મારે છે ...!
કોઈ ભાવય નથી પૂછતું ભાય... કોઈ ભાવય નથી પૂછતું ...
જેમકે હું .... 🙂
સાવ મફતમાં વેંચાઉં છું.... 🙂
3
નિર્દોષ ગુનેહગાર
પ્રવીણ મિયાત્રા :- શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા,
" મારા તો તારા ઉપર બેડા જેવુ!!" <<< અહી છેક અત્યારે ધ્યાન પડ્યું ...
થાળી બાત મે દમ હે...." મારો બેડો પાર થઈ ગ્યો... 🙂
3
Pravin Miyaatra
કોઠી ધોઇ ને નીકળેલો કાદવ કેવાય આ તો..😐󾌸󾌸󾌸
3
નિર્દોષ ગુનેહગાર
કોઠી વિષે કોણ વીચારે ભલા આદમી ....
મને તો કાદવ દેખાય ને પાછું એમાં મસ્ત કમળ દેખાય ...
હરામ બરાબર બુજુ કાય દેખાવું... 🙂
3
Pravin Miyaatra
પરેશ નુ મન પોયણીયે...
3
3
Shree Joshi
Katira Paresh મને એમ થાય છે કે, કોઈ પણ સ્ત્રીને ઈર્ષા થાય એવા રૂપાળા લાગો છો,,,ને એમ થાય છે તમે આવા રૂપાળા તો તમારા ઘરવાળા કેવા રૂપાળા હશે? ?
ને મને એમ થાય કે ભગવાને કોઈક પદ્મણી ઘડતાં ઘડતાં ઝોકુ ખાઈ ગયા હશે તે દિ તમારો જનમ થીયો હશે. કાં કાંઈ ખોટું કહું છું Pravin Mayatra ???
4
Shree Joshi
ને હા હું એમ કહેતી'તી કે એમ કહેતી'તી કે તમારા બે ય ની કૉમેન્ટસ વાંચવાની બહુ મઝા આવી હોં.
3
Pravin Miyaatra
જયશ્રી જી..
પરેશ ચહેરા ની સાથે રુપાળુ દિલ પણ ધરાવે છે..અને તમારી ધારણા એકદમ સાચી છે..એમના શ્રીમતી પણ ખુબસુરતીમા એની સાથે હરીફાય કરે છે.
4
નિર્દોષ ગુનેહગાર
Jayshree Joshi ... જી...
મારા પ્રિય,ટીચરજી જે.જો.જી....🙂
હાલ તો મારી બોલતી બંધ થઈ ગઈ છે..
મારા ભાઈબંધ ના શબ્દોમાં ....
બસ એટલું બોલી શકું એમ છું કે ....
હે ઈશ્વર આ ભવમાં આટલું ઓછું ના કહેવાય.... 🙂
4
Shri Kkparmar
તે…હે… Paresh Katira તમે ખરેખર રૂપ રૂપ નો અંબાર છો ! મનેતો એમ લાગે છે તમને ઘડતી વખતે ઉપરવાળાએ ઓવર ટાઈમ કર્યો હશે ! ને કામધેનુ ગાય નુ દુધ પી ને કલર કામ કર્યુ હશે …તે…આમ ધોળો કલર વધારે વપરાઈ ગયો છે !!
  • Like
  • Hide
  • Edited
3
Shree Joshi
મને થાય છે કે, તમારી વૉલ જોવાની હું કેમ ચૂકી ગઈ હોઈશ,,,કે પછી મારી હૉમ વૉલ પર તમારી પૉસ્ટ કોઈ કારણસર નથી દેખાતી??? તમે સરસ લખો છો ને મઝાનું લખો છો, ,,હવે મારે ફૂરસદે અહીં લટાર મારવી પડશે.
2
Pravin Miyaatra
પરમાર ભાઇ
લાગવગ...
બધેય લાગવગ...
આપણ ને તો કોઇ ઓરખે નૈ કે પારખે..
3
નિર્દોષ ગુનેહગાર
પ્રવીણ મિયાત્રા & Jayshree Joshi ...🙂
જે.જો જી મારો પવલો કહે એ સાચું...
બાકી બધુ તો ...
વધુ તો તમે અમારી વાતોમાં વાંચી જ ચૂક્યા છો ..!
એ પણ એટલું સત્ય છે... 🙂
3
Shree Joshi
ને બીજી એક વાત કહું પેલો તમારો દાઢીવાળો ફોટો નહતો જોયો ત્યાં સુધી હું તમારી કાલીઘેલી કૉમેન્ટસને કારણે એવા ભ્રમમાં હતી આ કોક નાનો અમથો છોકરો છે,,,,,જો કે તો ય તમે મારાથી તો નાના જ હશો,,,
3
Shri Kkparmar
પ્રવીણ મિયાત્રા મિત્ર ! પરેશભાઇ વિષે જે લખ્યુ છે એ બીલકુલ સાચુ છે ! પણ આટલુ તો માંડ માંડ લખાણુ ! શુ છે કે મને ભાયડા નાં રુપના વખાણ કરવા ફાવતા નથી ! મારાય નહી…!!
  • Like
  • Hide
  • Edited
3
નિર્દોષ ગુનેહગાર
પ્રવીણ મિયાત્રા પરમાર ભાઇ
લાગવગ...
બધેય લાગવગ...
આપણ ને તો કોઇ ઓરખે નૈ કે પારખે.. હું તારી આ વાત નૈ ગમાડું ..!
યાર તું આવું ના બોલ નૈ તો હવે ખરેખર હું રડી પડીશ... 😢
યાર તારા થકી બધાજ મારા પ્યારા થકી જ ! મારી જે કઈ ઓળખ છે તે ઓળખ છે....!
અસસ્લ ઈશ્વર જેવુજ આપણે છીયે તો એ છે , 'ને એ છે તો આપણે છીયે...!
તો તમારા વિના હું પૂરો ના હોય શકું ને ... ! 😢
4
નિર્દોષ ગુનેહગાર
Jayshree Joshi જે.જો જી... મારામાં હજુ એક બાળક જીવે છે ... !
આ સત્ય આજે માત્ર હું તમને કહું છું ...
કે એક બાળક જે મજબૂરીવશ , સંજોગોનો માર્યો બાળપણ જીવી નથી શક્યો... !
એજે મજબૂરીમાં મોટો થઈ ગયેલો બાળપણમાં...
એ હજુ આજે પણ મોટો નથી થયો ... અને એને મોટું થવુય નથી...
પણ ક્યારેક સંજોગે જ મોટું થવાય જતું હોય છે.!
5
Shri Kkparmar
Paresh Katira મિત્ર ! વાત થોડી આડે પાટે ચડી ગઈ ! મુળ વાત એ છે કે હુ રહ્યો જન્મ થી જ્ઞાન તરસ્યો ! ને જરીયા મહાદેવ જેમ તમારી વોલ પર જે તમારુ શબ્દો અને વચ્ચે આવતા મૌન માંથી જે સમજણ નુ ઝરણુ ઝરે છે તે ને સબડકા લઈને પીવા થી તરસ સરસ રીતે તૃપ્ત થાય છે ને આનંદ ના ઓડકાર આવે છે !
3
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar હે ઈશ્વર.... મારા પ્યારાઓને આ ભ્રમમાથી બહાર નિકાળ...
જે મારુ નથી એ લોકો મારુ સમજે છે ...!
હે ઈશ્વર એમની સાથે મને પણ ઉગાર....
4
નિર્દોષ ગુનેહગાર
Jayshree Joshi શું મોડુ , શું વહેલું ,, ! કાઇજ મોડુ નથી થયું ...
બધુ સમય સમય પર સમયસર પર થતું હોય છે ..
કદાચ મારી વોલ પર તમારી અમી દ્રષ્ટિ પડવાનો સમય આજે નિશ્ચિત થયો હોય... !
હું ખુશ છું, બેહદ ખુશ છું, ..🙂
આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય ને... 🙂
2
Shri Kkparmar
એમતો આપણેય કંયા આપણા મા બાપનાં છોકરોઓ છીએ ! છતા છીએ ! કોઈ ભ્રમ નથી ! ત્રિપુરા રહસ્ય એ ભાંગી નાંખ્યો ! ને મે એ ભાંગેલા ભ્રમ ને કે ' દુ નો ભંગારમાં આપી દીધો ! હવે જે છે એ ચોખ્ખુ ચણાક છે ! બીલકુલ ચોખ્ખા પાણી નાં તળાવનાં તળીયે પડેલા હીરા જેવુ !!
  • Like
  • Hide
  • Edited
2
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparma જી તમારી તરસ સરસ છે.... આનંદ અરસ પરસ છે ....🙂
મારી વોલ પર આવીને તમારી તરસ છિપાય છે ...
આ જાણી આનંદના ઓડકાર તો મનેય આવે છે ..!
આ ભવમાં ................ 🙂 🙂 🙂
  • Like
  • Edited
3
નિર્દોષ ગુનેહગાર
.......
देखलो ..... आज हमको जी भरके...
प्यारे rafik कल किसने देखा है... 🙂
  • Like
  • Edited
નિર્દોષ ગુનેહગાર
होता है .. होता है... 🙂
अच्छा है.... 🙂
वैसे... rafik...
मै शायर तो नहीं..... 🙂
2
નિર્દોષ ગુનેહગાર
अबे रफु Rafik Kazi तु कीथे रफुचक्कर हो गया !
सादी के चक्कर मे पडते ही जैसे तु खो गया ...󾌵
Radhaa Avtaar Kishan
Shree Joshi... Rafik Kazi....
Mne pa tmara bdhani vato vanchvani mja aavi ho.. ☺
  • Like
  • Hide
2
Radhaa Avtaar Kishan
Aap saune malum thay ke..
Aa Katira Paresh.. Vrat vagrni prasadi che...
Ne
Mathe pdeli musibat che.... ☺
  • Love
  • Hide
2
નિર્દોષ ગુનેહગાર
હુશિયારી તો એમ મારે છે ..!
જાણે કેમ તું પહેલી હોય અને કશું નવું કહ્યું હોય ..!
છૂટી શકે તો છૂટી જા ..! જા .! છૂટવાની છૂટ જ છે ..!
પણ છૂટી નહીં શકે...! Radha Avtaar Kishan ...
નકટું ઇ મૌજી
  • Like
  • Edited
Pravin Miyaatra
ક્યાં બાત
ક્યા બાત
ક્યા બાત
  • Like
  • Hide
નિર્દોષ ગુનેહગાર
યે બાત, વો બાત ઔર.
વો હી.! બાત..!
ઝજબાત..!
ઔર વરસાદી પરસાદી...
ચપટી ચપટી બધીય ખાય...
ખાય ઈ પાવન થાય... અકલે કે.!
એક આંખ ખૂલ્લી હોય એવુ
અકલે કે બીજી આંખ બંધ
કરી હોય એવુ ઈ મૌજી
  • Like
  • Edited
Radhaa Avtaar Kishan
Chapti su khase koi.?? Vechva mukiyo toy koi kharidar na mali.
Atle mara bhai hushiyari na kar am mabham ma kahetu emoji.
Yaad chhe ne am puchhtu vaidu emoji.
  • Like
  • Hide
Shree Nasib
Aamne koi na sachve sachi vat tmari radha ji....😂😂
  • Like
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હ્અ એ પણ કંટાળી છે,
ઓલી પણ કંટાળી ગૈ છે મારાથી
ચાલ shree હવે તૂ પણ કંટાળી જા...
જો કે કદાચ એવુજ થ્યુ છે.!
થાય એ તો...
એમ તો એક વાર અતી કંટાળીને
એને મને વેંચવાય કાઢેલો પણ..,
કોઈએ ભાવય ન પૂછ્યો..
અકલે હજુય સહન કરે છે Radha...
અને હુયે વેંચાયા વગરનો પડ્યો છુ
એક અગોચર ખૂણામાં...! 😉
Shree Nasib
મને કંટાળો આવે જ નય....વેચવા મુક્યા ને ભાવ પણ ન પૂછાના... બોવ કેવાય.....નય
  • Like
  • Hide
  • Edited
નિર્દોષ ગુનેહગાર
બૌ શું કેવાય એમાં !
ભાવ પૂછ્યા પછી મોંઘો લાગે તો !?
ખરીદવાની તેવડ પણ જોઈએ ને !
અતારે ભલે હુશિયારી મારે તું , પણ એક દિ' તુંય કંટાળી જશે !
  • Like
  • Edited
Shree Nasib
ને ભાવ નીચો નીકળે તૌ....તો શું....!
  • Like
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તો,
!
!
!
ગરીબ લઇ જાય ગરીબને બીજું શું !
  • Like
  • Edited
Shree Nasib
હમમમમમ તો લઇ ગ્યા નય તમને કોઈ એટલે કે તમને ગરીબ કે અમીર કોઇ લેતું જ નય હવે એ કેમા આવો તમે એ નક્કી કરવાનું રહેશે....
  • Like
  • Hide
  • Edited
નિર્દોષ ગુનેહગાર
એમ કેમા
તમે કેમાં આવો..
નક્કી પેલ્લેથીજ થૈ ગ્યુ છે.!
!
!
!
ભૈ હું રહ્યો સંસારી બાવો...અકલે મને કોઈ સંસારી સાધ્વી સીવાય કોઈ સંધરે નૈ
  • Like
  • Edited
Mahendra Kariya
Bhai. Bhai


https://m.facebook.com/story.php?story_fbid=491188793047572&substory_index=491188793047572&id=100002991311961&mibextid=Nif5oz