Thursday, 27 February 2025

અગર તું ગુસ્સો કરી શકે છે તો

 વર્ષો પહેલા એક ઘટના ઘટેલી...

આ રચના અનંતે ત્યારે લખેલી...

વાત એમ બની કે, 

પેલી અને અનંત વચ્ચે રોજ ચીઠ્ઠી ની આપ લે થતી. 

આજુ બાજુ કોઈ જોતું તો નથી ને... 

એ જોઈને. 

પણ એક દિ' અધીરા અનંતે આસપાસ જોયા વીના, છુપાઈને કોઈ જોતું નથી એમ ધારી, પેલીના રવેશમા ચીઠ્ઠી ફેંકી નાકકડા પથ્થરમા વીંટીને. 

અને, ચીઠ્ઠી જાહેર થૈ ગૈ. 

કેમકે પેલીની મા જોઇ ગૈ અકલે. 

અકલે કે ચીઠ્ઠી પકડાઈ ગૈ એમ.! 

જોકે ચીઠ્ઠી સમેત એ બંને પણ પકડાઈ ગયા. ત્યાર બાદ અક્કલ વગરના અનંતના લીધે અકલે કે, અનંતની ભૂલના કારણે પેલીને, એની મા એ રીતસરની ઘઘલાવી નાખી હતી. અકલે પછી પેલીએ રિસાઈ ખીજાઈને, અનંત સાથે વાત કરવાનું છોડી દીધુ. જો કે અનંત ક્યારેય જાણી જોઈને ભૂલ ન કરતો. પણ ભૂલ સામે ચાલીને અનંતના ગળે વળગતી અને અનંત પાસે ભૂલ કરાવતી હતી અને અનંતથી ભુલ ભુલમા ભુલથી ભુલ થઈ જતી હંમેશા.. અકલે, વાંક અનંતનો નૈ બલ્કે ભૂલનો હતો. રૂઠેલીને માનવાનું કદી અનંતને આવડ્યુ નહીં. કદાચ.... 

અકલેજ પ્રેમમાં કદી અનંતને પ્રેમ કરતા ફાવ્યુ નહીં. ક્યારેય.... 

હાં એને વેદના થતીજ અને, ગુસ્સો પણ તુરંત આવી જતો. એ ઘટના પછી અનંતે પેલી સાથે વાત કરવા, વારંવાર પ્રયાસ કર્યો પણ, પેલી એકજ વાત કહેતી 

પહેલાં તો તુ તે કરેલી ભૂલની માફી માંગ..!

પછી વાત..!

અનંત કહેતો હું માફી માંગુ નૈ માંગુ જા.! 

કેમકે મે ભૂલ નથી કરી 

બલ્કે, ભૂલે મારી પાસે ભૂલ કરાવી છે.!

તેથી મારાથી ભુલ ભુલમા ભુલથી ભુલ થઈ ગઈ છે. 

શુ ને શુ લોચા મારે છે કૈ ખબર નથી પડતી..! પેલી અનંત પર ગુસ્સે થઈ ગૈ. 

આવો સાવ નહોતો ધાર્યો મે તને !

કદિ' બોલાવજે નૈ હવે પછી મને ..! 

હુ તારા બધા કાગળીયા ફાડી નાખીશ એક દિ' જોજે..! 

પેલીએ ગુસ્સે થૈ અનંતને આમ કહેલુ તેદિ'

અને પછી એ મો મચકોડી ભાગી ગૈ. 

એ ગૈ અકલે અનંતે પણ ગુસ્સે થૈ પેલી ને કૈ દિધું. જા બે જા હવે તું મને ના બોલાવે તો કઈ નૈ જા..! તારી પણ કિટ્ટા..! 

(ખબર નૈ કેકલી સાથે પહેલા પણ કિટ્ટા કરી હશે) 

એ ઘટના પછી, હ્રદયે અનુભવેલી વેદના અને, મગજમા ભરેલ ગૂસ્સામાં અનંતે આ રચના લખેલી. 

હવે તું કઈ ધારે તોય શું ના ધારે તોય શું..! 

મરેલાને તું મારે તોય શું ના મારે તોય શું..! 

હું તો લખતો રહીશ સતત અનંત વેદનાઓ 

હ્રદયમાં તારા હવે તું ઉતારે તોય શું..!? 

ના ઉતારે તોય શું..!? 

મને રડવું આવે છે તો હું રોતલ છું બસ.!

તને રડવું આવે તોય શું.? ના આવે તોય શું..!?    

મે વિચારવાનું છોડી દીધું તારા વિષે. 

મારા વિષે તું વિચારે તોય શું ના વિચારે તોય શું..!? 

વાંચી લીધા છે તે કાગળ જે બધા.એ કાગળ, હવે તું સાચવે તોય શું ફાળી નાખે તોય શું..!

દૂધનો દાઝેલો નહીં.!હું ખુદ દૂધ છું દાઝેલું.  

હવે તું ઉકાળે તોય શું..!? ના ઉકાળે તોય શું..!? 

ઉપર ઉપર રાખ બાજી છે..!

તેથી લાગુ ઠરેલ. 

અંગારાને બાળે તોય શું ના બાળે તોય શું..!? 

હું લખતો રહીશ નીજ મસ્તીમાં પીડા વ્યથા આનંદ અનંત કથા તું વાંચે તોય શું.!? 

ના વાંચે તોય શું..!?   

લે હું ખુદ જ દૂર જાઉં છું તારાથી ખુશ્શ.! 

મારાથી હવે તું નજીક રહે તોય શું.! ના રહે તોય શું.!? 

"અનંત" કંટાળો આવે છે મને એક માત્ર સુંવાળા પ્રેમ વીના તને પ્રેમથી કંટાળો આવે તોય શું.? યા પ્રેમ તને કાંટાળો લાગે તોય શું.!? 

“અનંત” 

આમ અનંત પ્રેમમાં અનંત પ્રેમના પાવર થકી,પાવર કરી, પછી પારાવાર પીડાતો અને, સતત ,સખત લખતો રહેતો...

https://www.facebook.com/share/1PE44np2YA/




"અનંત" બંધ આંખો ના સંબંધ...

 " અનંત "

@@@@@@@@@

*બંધ આંખો ના સંબંધ*

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે, 

આ વાત, 

એની કોઈ ચહીતીને કહેલી. 

જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે.., 

તેણે પુછેલુ

"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..? 

શું હજુ પણ તુ મને ચાહે છે. ? 

ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે, 

અરે હાં ગાંડી હાં .! 

તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..! 

અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..! 

છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..! 

પણ હુ તો મારા જીવનમાં જે જે આવી, 

તેને, તને, તને,અને તને...!

ભૂલ્યો નથી... આજે પણ..! 

મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..! 

મને ચાહવા..... 

પ્રેમ આપવા.... 

અને, અનંત... 

પ્રેમ પામવા.... 

તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...! 

અનંતના મુખે આ વાત સાંભળી 

પેલીની આંખો તગતગેલી... 

( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા) 

અને પછી તો બંનેની તગતગતી આંખોમાં.... રતાશ....ઊભરી આવેલી ...! 

જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે, 

ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..! 

બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!

આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી..... 

અને પછી, 

મેલાઘેલા વસ્રમા પુરાયેલા..... 

અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને

એ ચાલી ગઈ....

એ પણ ચાલી ગઈ.... 

એ પણ ચાલીજ ગઈ.... 

અનંત ચાહવુ ... 

અકલે..!? 

અનહદ ચાહવુ ... 

ખૂબજ ચાહવુ.... 

એમ....! 

આમ અનંત પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી.... 

પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો.... 

અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....! 

તુ પણ એમજ "અનંત" ચાહ મને..! 

જેમ હુ ચાહું છુ તને તને અને તને....! 

આકલી વાત કરી તે રાતે થાકેલો અનંત સૂઈ ગયો..... 

'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..! 

અનંતના અઢળક કાગળીયા....

ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!

બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....! 

એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...! 

ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..! 

ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...! 

માત્ર એક કે એકાદ બે શબ્દ થકી... 

એ વાતનો પુરાવો પણ...! 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..! 

તું, તું, અને ,તું પણ જોઈ લે....! 

કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....! 

ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..! 

બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!

" અનંત "


*બ્લાસ્ટ* 

"અનંત" આપણાં બંધ આંખોના સબંધ.!

છે આજે પણ.! મારા હ્રદયમાં અકબંધ.!

"અનંત"

બંધ આંખોના પ્રેમ સબંધ આપણાં.! 

આજે પણ છે અકબંધ આ આંખમાં.! 

"અનંત" પ્રેમ નો ગુનો આપણે બંને કરતાં.! 

છતાં કાયમ હું એકલોજ આવતો વાંક્કમાં! 

"અનંત"

" અનંત" બંધ આંખોના સબંધ. 

રહેતા હોય છે ઉમ્ર ભર અકબંધ.!

"અનંત" 

https://www.facebook.com/share/p/16ASyGef3J/




https://www.facebook.com/share/p/16MvWn58bv/

छु गई

લુઉઅ....

આમ તો જો કે પેલ્લા આળસ થૈ ગૈ તી મને...

અને હું જર્રાય મથવા માંગતો નોતો.. 

અકલે,

મથવા નો વીચાર માંડી વાળીને

ભાઈબંધના જુના ઝર્રઝર્રીત કાગળીયા

ઉકેલી લખવા ની ઈચ્છા સવારથી હતી..

અને પછી એજ કરવા માંડ્યો... 

ત્યાં અચાનક જ મન્ને અગાઉ ઉકેલાય ચુકેલો...

ભાઈબંધે વર્ષો પહેલાં લખેલો કાગળ હાથ લાગ્યો..

******

"અનંત" શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.!

હર એક દીશા માંથી "અનંત" નવા વીચાર મળે છે..!

"અનંત" 

અન્ને પછી મન્ને ચાનક ચડી... 

અકલે તરત મે કાઢી હડી..

અને શોધી લાવ્યો....

ગીતની એકોએક કડી...

શબ્દો શ્વર અને સંગીત સમેત...

દે દે, દે દે દ્દે ત્તાલ્લી... 

Movie/Album: लिबास (1988)

Music By: आर.डी.बर्मन

Lyrics By: गुलज़ार

Performed By: लता मंगेशकर

सिली हवा छू गयी, सिला बदन छिल गया

गीली नदी के परे, गीला सा चाँद खिल गया

सिली हवा छू गयी...

तुमसे मिली जो ज़िन्दगी, हमने अभी बोयी नहीं

तेरे सिवा कोई ना था, तेरे सिवा कोई नहीं

सिली हवा छू गयी...

जाने कहाँ कैसे शहर, ले के चला ये दिल मुझे

तेरे बगैर दिन ना जला, तेरे बगैर शब न बुझे

सिली हवा छू गयी...

जितने भी तय करते गए, बढ़ते गए ये फासले

मीलों से दिन छोड़ आये, सालों से रात ले के चले

सिली हवा छू गयी...

હવે આમાય કાંય લૌચા થાય તો માર્રો વાંક્ક નૈ..

સાંભળી ને કેજે આખે આખુય સંભળાયુ કે નૈ..

https://www.facebook.com/share/v/1JLoFzq1bm/

https://youtu.be/CUz3spIxT7s?si=zkoB2CQTDcbowQul


https://youtu.be/XI2P7HgHK9M?si=k1IaXuh-g0rXXWO4



Wednesday, 26 February 2025

કામનો અનર્થ

સંબંધો જો સાચા હોય તો, 

પુરાવાની ક્યાં જરૂર છે. 

છતાય, આ ગીત સાંભળ ને પરીયા.... 

આજે હગ ડે છે...! 

તું શા માટે બગડે છે.. 😜🙅☺

https://www.facebook.com/share/p/12LgGZfHvZW/


https://youtu.be/ndFruvW688U?si=9b6gy6AzHOPOQg_o








ઘટના ઘટેલી

*બ્લાસ્ટ* 

જે ઘટી ગઈ તેની યા જે હજુ ઘટી નથી તેવી તમામ ઘટનાઓ વિશે ગંભીરતાથી વાતચીત કરવી યા તો એ વાતોને લઈ ગંભીર થઈ જવું  "અજ્ઞાની" એ ઘટનાજ સૌથી ગંભીર છે અને વર્તમાન નો વ્યય છે.

"અજ્ઞાની"

ચાહવા છતાં બીજુ તો ના કશું કરી શકીશું. 

"અનંત" મગર હાં હર હાલમાં આટલું કરીશું. 

અગર તમે દુ:ખી હશો તો અમે પ્રાર્થના કરીશું.

અગર તમે ખુશ હશો તો અમે આનંદમાં રહીશું.

કરવા ચાહો તો બસ આટલું કરી શકો છો .! 

" અનંત" કર્મ કોઈનું ના તમે બદલી શકો છો.! 

"અનંત"

"અનંત" આ તે કેવી રમત. 

હોય એની સાથે કૈ ન મમત. 

ન હોય એની સાથે મમત હોય સખત.! 

" અનંત" 

એક ઉતમ સૂત્ર

વૈદ વકીલ ને વેશ્યા

જટા પટા ને દટા

આ છએ થી રહેવું 

હંમેશા છેટા..🙌




Monday, 24 February 2025

કસકસતુ ચુંબન

આ Katira Paresh ની માલિકી નો માલ છે ...!  

હું ક્યાં કૌ છું કે તમે પરાણે બોલો , કમાલ છે કમાલ છે...!

જન્મ કુંડળી મુજબ, મારા દાદા એ આપેલા અસ્સલ નામ સાથે... 

નામ માં શું બળ્યું છે ..! 

એતો એને જઈને પૂછો તો ખબર પડે જેને નામ બોળ્યું છે... :! 

કોઈ સાધુડો બાફી મારે કે પછી કોઈ ગ્રંથમાં લખી નાખે ... 

એટલે એજ પકડીને ચાલવું મને નૈ ફાવે...! 

 "નામ છે એનો નાશ છે..! " 

આ વળી જૂનું ને જાણીતું બીજું તિકડમ. :)

 એ સાચું હોય તોય મને ફિટ ના બેઠું... 

 યાર નાશ તો માત્ર શરીરનો થાય છે ... 

 નામ તો યુગો સુધી જીવે છે ...! 

 માત્ર હુજ નહીં ! 

 ઇતિહાસ ગવાહ છે...!  

 શું ગાંધીજી જીવે છે ...? 

 ક્રુષ્ણ અને પયગંબર પણ શું હયાત છે...? 

તમે ના કહેશો, તો હું હા કહીશ...!

સાવ અમસ્તું જ ફેકમ્ફેક નહીં આધાર સાથે... 

ઘણા બધા ગાયકો , સંગીત કારો , ચિત્રકારો કલાકારો શું આજે જીવે છે ... ?  

નહીં ને..! તો પણ એને સૌ નામથી યાદ કરીયે છીયે કે નૈ...? 

શું આ ફેકમ્ફેક લાગે છે ???

તો પછી શું ભલા માણસ... ભલી માણસી .. :) 

આ તો માત્ર ઉદાહરણ આપ્યું આવા તો અઢળક... 

નામ જાતે યાદ કરી લેવાના .. મારી પાસે ટેમ નથી..! 

પણ, ! મર્યા પછી પણ જીવવા માટે એવું કઈક કામ કરવું પડે... ! 

મર્યા પછી પણ દુનિયા યાદ કરે એના માટે સાર્થક પોતાનું નામ કરવું પડે..! 

બાકી તો રોજ સેંકડો ગાય,ભેસ , બકરા ,કુતરા,ભૂંડળા બિચારા... ગુજરી જાય છે.. ! 

તમને એ કોઈના નામ યાદ છે...? હોય તો, યાદ, હોય ને! હે કે નૈ...! ?

ટોમી/રોમિ/પોમી/પપી /જીમી/ સિમી/ કાળી/ ધોળી/ .....

આવા અપવાદ નામ ધારી કુતરા કુતરી બિલ્લિને માત્ર એના માલિકો યાદ કરે છે !તમે કે હું નહીં ..!  

હવે તો હૌ ક્યો ...!

મફતમાં કૈ આટલું ઓછું ના કહેવાય... 

જોકે મફત આપ્યું છે તો પણ મને તો ઘણું બધુ મળ્યું છે.! 

શું મળ્યું છે ?

એ હું કોઈને નૈ કૌ..! 

થોડી વાર પહેલા હાથ લાગેલો Katira Paresh ની માલિકી નો માલ ... 

ભાગ્યની વાત છે .! કે કોઈને આપ્યા વિના મળી જાય એમનેમ ...  

બાકી કોઈ જીવનભર આપ્યા કરે તોય મળે નહીં ચપટીકય પ્રેમ....  

પુરુષોતમૂ.... 

શબ્દો "અનંત"ના હોય "અજ્ઞાની"ના હોય કે મારા ...

( જોકે મારા ક્યારેક્જ હોય છે... ) 

ક, તીરા. સતત એમાં કરતો રહે છે સુધારા વધારા...  

ત્યાં સુધી ! કે જ્યાં સુધી શબ્દો જીવંત ના થાય.... 

તો, જ્યાં સુધી કે શબ્દો જીવંત ના થાય અને 

રચનાને અનુરૂપ જોઈતા ભાવ ના આવે , ત્યાં સુધી મને મૌજ ના આવે...! 

અને એના માટે હું ચોરેલા ચિત્રોનો પણ ઉપિયોગ કરું છું !   

જ્યાં સુધી આત્માને ના થાય હાશ.... 

ત્યાં સુધી હું કરતો રહું છું પ્રયાસ... 

કલ્પના માં જ્યાં સુધી કંપન ઉત્પન ના થાય ... 

ત્યાં સુધી આ કતિરાને મજા નથી આવતી ચૈન નથી પડતું ... :) 

આ પ્રવૃતિ કરવામાં મને ખૂબ મજા આવે છે અલૌકિક આનંદ આવે છે ...

આ મારો પોતિકો આનંદ છે, નીંદા વગરનો નિજાનંદ છે એટલે કરું છું...! 

કેમકે હું મને પ્રેમ કરું છું...! 

તો થોડા દિવસ પહેલા રચાયેલા ચુંબનમાં મને કશુક ખૂટતું હોય એવું લાગતું હતું...  

શબ્દોમાં અને ચિત્રમાં બંનેમાં મને મજા ના આવી. 

આ ત્રીજો પ્રયાસ... 

હવે થઈ મને હાશ.... :) 

મે ફૂલ માંગ્યું તો મળ્યું ચુંબન ,'ને ચુંબન માંગ્યું તો...???

ચુંબન .... ચુંબન .... ચુંબન ...

તું મને ચુંબનનો ઢગલો આપ..... 

બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,

કારણ કે,

તે દિવસે મે માંગ્યું હતું ફૂલ ... ! 

‘ને એણે મને આપ્યું 'તું ચસ ચસતું ચુંબન.  

એટલે પછી તો ... 

મેય શરમ મૂકી દીધી.... 

‘ને, કહ્યું તું મને કસકસતુ ચુંબન આપ .!

તો, એણે પથારી પર ફૂલોની પાંદડી પાથરી દીધી.! 

*બ્લાસ્ટ* 

તે પથારી પર પાથરી ફુલોની પાંદડી. 

એ ક્ષણ મને યાદ આવે છે ઘડી ઘડી. 

પુરૂષોત્તમ... 


પુરુષોતમ...  

*બ્લાસ્ટ* કતીરા કૃત... 

ફૂલોની પાંદડી છોકરી ક્યારે પાથરે..? 

શું એ કહેવાની જરૂર ખરી...? 

બસ તો પછી.... :)  

ત્રીજા વિશ્વની આ દુનિયા .... 

જે નિવૃત છે , જેની પાસે સમય બચે છે, તેના માટે ખૂબ સારું છે, આશીર્વાદ છે..! 

પણ જે પ્રવૃત છે જેની પાસે અન્ય કામ છે તેના માટે અતી નઠારું છે શ્રાપ છે...! 

આ તો મારુ માનવું છે ...! 

હું તો નવ પછી નવરો છું...! 

લે, તમારી મને થોડી ના ખબર હોય.. :)  

પુરુષોતમૂ .... 

મે ફૂલ માંગ્યું તો એણે આપ્યું ચુંબન-

'ને ચુંબન માંગ્યું તો.., 

એ પાથરી પથારી પર ફુલોની પાંખડી, ફુલ સમી એ નાજુક છોકરી ખુદ પણ પથરાઈ ગઈ પથારી પર... 

'ને  પછી બંને એ સમર્પણ સાથે કર્યું પ્રેમનું નું, આલિંગન નું અને ચુંબનનુ આચમન...

( અસ્સ્લ ભૂખની માફક બીજે દિવસે પાછી લાગે.:)

પુરુષોતમૂ ....



Friday, 21 February 2025

અનંત મૌન અકળ મૌન...

 મૌન....

~~~~~~~~~~

હવે મારા શબ્દોમાં તારું મૌન પડઘાશે.

અને તારા શબ્દોમાં મારુ મૌન પડઘાશે.

જ્યારે હું ચૂપ થઈ જઈશ ત્યારે "અનંત" 

શબ્દોમાં મારૂજ એકધારુ મૌન પડઘાશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જેમ વહેલી પરોઢનું અજવાળું મૌન. 

તેમ મોડી રાતનું અંધારું મૌન.

કોઈની કડવી કોઇની મીઠી બોલી.

‘ને કોઈનું શાંત નિર્મળ પ્યારું મૌન.  


અગર હું કદી ચૂપ થઈ જઈશ. 

તો પણ માંરા શબ્દોમાં પડઘાશે મારૂ મૌન... 

અને જો તું ચૂપ થઈશ તો તારા શબ્દોમાં પણ.! 

પડઘાશે મારૂ મૌન.... 


મારે હવે કહેવા બોલવા સમું ક્યાં રહ્યું કશું. 

તારે પણ કશું બોલવાની જરૂર ક્યાં..! 

જ્યારે કે, તારા શબ્દોમાં મારુ 'ને 

મારા શ્બ્દોમાં પડઘાઈ રહ્યું હોય તારું મૌન... 


અતી પ્રિય કોઈ પોતીકું બોલકુ જે સતત બકબક કરતી વ્યક્તિ જ્યારે તે અચાનકજ બોલવું બંધ કરે અને એકદમ અચાનક જો ચૂપ થઈ જાય, મૌન થઈ જાય ત્યારે એનુ મૌન સૌથી અકળાવનારું હોય છે. 

કોઈ સ્વજનના દેહ વિલયથી કંપી ઊઠે છે આખોય ઘર પરિવાર અને પછી મહીનાઓ કે વર્ષો સુધી ભૂલી ના શકાય એવુ ગોઝારૂ મૌન સર્જાય છે..


બને એવું પણ ક્યારેક કે ક્યાં શું, કેટલું બોલવું સમજ ના પડે કાંઇજ ત્યારે કશું જ ના બોલવું ઊચીત હોય છે. આવા સમયે મૌન રહેવુંજ બહેતર હોય છે. 

મૌનમાં મસ્તી, મૌનમાં આનંદ, મારા મૌનમાં પણ પીડા હોય છે કદીક.બોલીને જે કહી શકતો નથી તે બધુ જ ક્યારેક મારૂ મૌન કહી જતુ હોય છે. 

“અનત” મૌન પણ બોલે છે.! 

મૌનની પણ અલગ અલૌકિક ભાષા હોય છે.

"અનંત" ઈચ્છા મૌનીની પણ અંતિમ હોય છે એવી કે આવે જીવનમાં એવુ કોઈ જે ખરા અર્થમાં મૌનની ભાષ સમજી શકે.!     

"અનંત"હ્રદયની સૌથી નજીક જે હોય છે.     

એનું મૌન સૌથી વધુ અકળાવનારું હોય છે. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

ભેદ ભરમ મૌનના ખોલવા, જોઈએ છે સૌને બોલવા. 

"અજ્ઞાની"  આ જ્ઞાનીઓ  મૌન વીષે કેટકેટલું 

બોલે છે.! 

"અજ્ઞાની" 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"અનંત" 21/2/1999

Thursday, 20 February 2025

આ ખંડેરમા આવે એની હાલત આવી થાય..

આ ખંડેરમા આવે એની હાલત આવી પણ થાય..!

"અનંત" ખરા અર્થમાં આનેજ પાગલપન કહેવાય..!

ખૈર...

વારંવાર મનાઈ કરવા છતાં, આ ખંડેરમાં સતત આવન જાવન કરતી એક યુવતીને, અનેક ને થાય છે એવો ભયંકર ભરમ થયો... 

(જો કે એમાં મારો જર્રાય વાંક્ક નથી.) 

ઐ ય મારી પ્રીય ચહીતીઓ... 

તમને આંયાકણે આવવાની 

હું અકલેજ ના પાડતો હૌ છું. 

ખૈર... 

પછી પણ કોઈ આંયા કણે આવીને દીલ ખોલીને મનની વાત કરી શકે અને એમ કરતાં તેનુ હર્દય હળવું થાય તો ભાઈબંધનુ આવવુ જવુ માત્ર નહીં બલ્કે આ ભવ સાર્થક થયો ગણાય... 

અને પછી ભાઈબંધ કે'તો એજ કે આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...

અને હું કૌ છું કે, 

આ ભવમાં આટલું તો બૌ કહેવાય... 

Shabd 22 December 2013 at 04:29

Ek ahilya thi.. Pathar ban ke beech raah padi thiek shabri thi.. Ber main pyar ikattha karti rehti thiEk main thi..rab ke intezaar main Har dard sehti thiAb ek aas dikhi is khandar main.. Raam an to khola darwaza kelog ye na kaheek pagli thi jo yahan bhatakti thi....

pkatira22 December 2013 at 04:37

वो तो आपको यहां देखते ही पता चल गया की आप भी पागल है। 

और आपने यहाँ आते ही आपने पागल होने का सबूत दे दिया ...

पगली कही की...:)

पगली नहीं तो और क्या ...? 

दूनिया से बहोत दूर यहाँ ईस घने जंगल के बीच खंडर पर पागलो क से सिवा और कोई आता है क्या..!

खैर वर्षो पहले अनंत का लिखा ये शेर 

*ब्लास्ट *

"अनंत" जो पागल होते है, वो ही यहां आते है। 

या फिर यहां जो आते है, वो पागल हो जाते है।

अर्थात 

जो पागल होते हैं वो यहां आते हैं 

या आके यहां, पागल हो ही जाये है। 

"अनंत" 


जी..

आप से मै क्या कहु ?

आज मै कई सालो बाद बोल रही हुँ ..

कोइ गलती हो जाये तो माफी चाहती हुँ..

जो कुछ इन दिनों हो गया...इतनि सारी गलत फेह्मयाँ, सब उसके उतावले स्वभाव के कारण हैं. आप कतई बुरा ना मानियेगा.

और फिर उसके दिल में कुछ भी गलत नही..

उसका स्वभाव कुछ ऐस है कि..

झख्मों से भरा सिना है मेरा , हस्ती है मगर ये मस्त नझर..

इसकि वजह से सब उसे अपने अपने नझरिये से देख्ते है.

हाँ वह खुद आप के पास चल के आई...आपने नहि बुलाया..

आप ने तो आगाह भी किया, पर वोह सिर्फ मेरे लिये आई...

मैं सदियों से तन्हा यहाँ बैठी हुँ....और उसे अनन्त आप मैं, मेरी झलक दिखाई दी..

सच भी है...आशा अनन्त हैं....

और अनन्त आशा हैं..

अनन्त आकाश में अनन्त आशा है..

पर उसने ऐसा नही करना चहिये था...हम दोनो को मिलाने मे, उसकी और आपके दोस्त परिया की तु तु मैं मैं हो गयी...और होती चली गयी..

अब सब सुनिये ः-

और हम दोनो क सच सुनिये

हम दोनो कभी एक हुअ करती थी...एक जिस्म तो एक जान

वोह शरीर मेरा तो मै रुह उसकी..

उसकी हरकतो कि वजह से मुझे बडी तक्लिफ होने लगि...वह बहुत अजीब थी

ab suniye uski zubani.....

"मेरे पास सब कुछ है...हमेशां से रहा है...कोई झरुरत नही....फिर भि एक अधुरप...रुहानी अधुरप.....जो कई बार...बार बार...हर बार

पुरी करने की कोशिश में...मैं उलझ्ती गयी....कोई आता सुलझाने कि कोशिश करती...और उलझ जाती..

ये सिलसिला लम्बा चला...हर बार ठोकर से सिखने के बदले मैं और बडी गलतियाँ करने लगी..

मुर्ख ..मुर्ख होते है कुछ लोग...महा मुर्ख...

आशा ने बडा समजाया...

मैं मुर्खता करती चली...वह मुझे छोड गई...

जब तुम से..अनन्त तुम से मैं मिली मुजे आशा बहुत याद आई, उसकी बाते जैसे तुम्हारी झबां से दुबरा सुन रही थी मैं..

मुझे लगा मैं तुमको और आशा को मिला दु. शायद मेरे हाथों एक तो अछा काम हो !!

और इसके लिये...

आप तक पहूचने के लिये मैने परिया को सताया

मैने सोचा बस एक बार...तुम दोनो मिलो फिर मैं परिया को कभी तन्ग नही करुन्गी..

पर फिर मेरे साये...मेरे और परिया के बिच आये....

शायद मैं उसे दोस्त भी ना बनती...मुझे नही चहिये था कि मेरे साये अब मुझ पर या किसि पर भी आये...जैसे आशा ने कहा...मैं महा मुर्ख हुँ...

कोइ सफाई नहीं दुँगी..बहुत मैले है मेरे हाथ...

पर अफ्सोस परिया मुझे समज नही पाया..

मेरा उतावलापन...मेरा बावलापन...उसे मैं अजीब लगती..

वह सोचने लगा सब कुछ होते हुए मैं क्युं भटक रही हुं..

परिया दिल क सोना है सोना...पर मुझे समझ्ना शायद मुम्किन नहीं..

पर मुझे अपेक्षा भी नही थी...मुझे सिर्फ तुम दोनो को मिलाना था..

मैं अन्धेरा हुँ, आशा उजाला है..

पर मेरी वजह से अब वोह भी मुझ्से रुठी है..

मैं आप सब की अनन्त, अज्ञानीजी, परेशजी...सब की माफी चाहती हुँ..


मैं अपनी गलतियों के साथ युंही भटकती रहूंगी...

आशा को रब की तलाश है...पर अब उसे कोई दुसरा शरीर ढुंढंना होगा शायद >>

मैं आप से येही मदद चाहती थी...

शरिर की गलतियो की सझा रुह को ना मिले..

मैं कतई उस पिंजरे के करीब भी नही आउंगी...मुझे पता है वहाँ सिर्फ रुह को प्रवेश है...

मुझे मेरे हाल पे रेह्ना होगा...

पर ये आशा...ये रुह कुछ ढुढं रही थी मेरे झरिये...

पर अब उसे कोई दुसरा शरीर ढुंढंना होगा शायद >>

khandar dekh kar muje laga ki yehi aasha ki sahi khoj ka ant hoga.."

main maha murkh !!




खैर मेरा क्या है।

फीर अचानक यहां आ गया तो ऐसा लगा 

ये वही भ्रमण है और वही हे भ्रम।

आज यहां आये कीतने साल गुजर गये।

गुजरते गुजरते "अनंत" काल गुजर गेये।

मैने महेसुस कीया आज यहां आके की,

औरो की तरहा अब आप भी बदल गये।

"अनंत"

ने बर्षो पहेले ऎसा अपनी कीसी बदली बदली सी चहीती से कहा था।

खैर मेरा क्या है। मै भी तो नही।

Wednesday, 19 February 2025

ઘણું નહોતું મળ્યું તેમ છતાં..!

હું પણ જાણું છું કે, 

અનંત ને ઘણું બધુ નહોતુ મળ્યું તેમ છતાં. 

અનંત એ તમામ ની બાદબાકી કરતાં. 

જે મળ્યું એનો સરવાળો કરતો વતા. 

વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે, 

સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરતા ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું કે, 

અને પછી, જે જે મળેલું તેના પર તેના ધ્યાન ગયુ તો થયુ અર્રે..! 

મને તો "અનંત" અઢળક મળ્યું છે.! 

આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...

મે કહ્યું હાં યાર્ર આ ભવમાં આટલું તો બૌ કહેવાય....

*બ્લાસ્ટ*

તુંઉઅ આવે છે જાય છે દેખાય છે.!

દેખાય છે મને, તું જાય છે આવે છે.!

"અનંત" મગર ચુપચાપ..!

"અનંત" 



Tuesday, 18 February 2025

આ ગીત અનંતને અનહદ પસંદ હતું.



આ ગીત અનંતને અનહદ પસંદ હતું..! 
મનેય છે હોં.! 
સાંભળી જો..! 
કદાચ તને પણ ગમી જાય.! 


https://youtu.be/Mqy2V0qsWtQ?si=4yk4PZvOqKZvlTgG


https://youtu.be/bBVOjfG6eAQ?si=TY0_6_9bslrH-GNm


https://youtu.be/msQTYGF5y10?si=_dxHmAOcDHnnHjn6

Monday, 17 February 2025

નથ હમજાતુ

માનવાથી અગર કોઈ નુકસાન નથી, 

તો, ન માનવાને કોઈ કારણ નથી.

અગર ન માનવામાં નુકસાન હોય, 

તો "અનંત" માની જવુ બહેતર છે.

"અનંત"

"અનંત" જોવાનું બંધ કરી દો 

દેખાડવાનુ આપોઆપ બંધ થઈ જશે. 

મગર દેખાડવાનુ બંધ કરી દેશો તો પણ 

જોવાનું બંધ થઈ નહી થાય,

મગર શોધવાનું શરૂ થશે.! 

અપુર્ણ 

"અનંત" 



Saturday, 15 February 2025

મે માત્ર ગેરસમજ દૂર કરવા પ્રયત્ન કર્યો છે.

પ્રેમ ની અભિવ્યક્તિ નો ફક્ત એક જ દિવસ હોય????? મારા મતે તો નહિ જ........વેલેન્ટાઈન ડે ભલે આવે. પણ વર્ષ આખા ના ૩૬૫ દિવસો પ્રેમ ના દિવસો હોવા જોઈએ... વેલેન્ટાઈન ડે ભલે ઉજવામાં આવે પણ LOVE અને LUST નો ભેદ સમજી ને ઉજવાય તે જરૂરી છે. LOVE ની અભિવ્યક્તિ માં LUSTનું પ્રદર્શન ના થાય તે સમજવું અગત્ય નું છે..... બાકી પ્રેમ ની અભિવ્યક્તિ ગમે ત્યાર થાય.... ..આજના સમયમાં બધા પ્રેમમાં I LOVE YOU બોલેછે......પણ ખરેખર જ્યાં LOVE હોય ત્યાં I અને YOU ન હોવાજોઈએ....

પ્રેમ અદ્વૈત હોય છે....જેમાં એકત્વ છે તે જ પ્રેમ છે...

વિશેષ નોઘ :- મારા વિચાર ને અનુલક્ષી કોઈ એ મને વેલેન્ટાઈન ડે નો વિરોધી કે તરફી સમજી લેવો નહિ...હા એક વાત જરૂર છે કે હું ઉત્સવપ્રેમી (ઉત્સવપ્રિય) છું.... પણ ઉત્સવપ્રાણી (ઉત્સવનુકરણી) નથી....🙏😃💘

➡ દેવેન રબારી દ્વારા જનહિત માં જારી......

Deven Rabari Katira Paresh ભાઈ અહિયાં ૩૬૫ દિવસ એટલે વર્ષ ને અનુલક્ષી ને છે એટલે વિવેક થી વિચારવાની અને સહજતા થી સમજવાના પ્રયત્નો કરવા વિનતી છે..

બાકી નાના માણસો લખતા હોય ત્યારે મોટા માણસો એ મોટું મન રાખવું....

23 hrs · Unlike · 5

************************************************************************

શ્રી દેવેન ભાઈ તમારે મને વિવેકથી વિચારવા અને સહજતાથી સમજવા માટે વિનંતી કરવી પડી બૌ કેવાય... :)

તમારે વિનંતી કરવી પડી એનો અર્થ એજ કે, મારાથી ક્યાક અવિવેક થયો છે અને હું કઈક સમજી શક્યો નથી તેથી મે કદાચ બાફયુ છે ! તો,

વ્હાલા મને એ ના સમજાયું તમને શું અવિવેકી લાગ્યું.?

અને એવું તે શું જે મે સમજ્યા વિના બાફયુ... ?

આખરે ગેર સમજ ક્યાં થઈ... ? 

તમે ખરેખર શું સમજ્યા છો ? 

તમને શું ગેર સમજ થઈ.?

એ તો તમે સ્પષ્ટતા કરો તોજ સમજાય...

ખૈર...

મારે મારા તરફથી તમને થયેલ ગેર સમજ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ મારે ખુલાસો આપવો જોઇયે એવું મને લાગે છે તેથી આપું છું . 

તમારા જેવીજ ગેર સમજ આ પહેલા પણ એક દોસ્ત થઈ હતી ! 

એને પણ મે નિખાલસ ખુલાસો આપેલો ....

https://www.facebook.com/katira.paresh/posts/578551482254557

તમને પણ માત્ર નિખાલસ ખુલાસો આપું છું ..! 

જેથી તમને થયેલી ગલત ફેમિ દૂર થાય ..

તો શ્રી દેવેન ભાઈ

મે પણ 365 દિવસ વર્ષના સંદર્ભમાં જ લખ્યું અને ... 

પ્રથમ લાઇન તો તમારીજ છે જે મે પેસ્ટ કોપી કરી છે...

ફરી નજર કરો તો સમજાશે...

Katira Paresh

Katira Paresh પણ 365 દિવસ પ્રેમના દિવસ હોવા જોઈએ... :) 

મારે એવું જ છે... :)365 દિવસ પ્રેમના...:)

February 14, 2015 at 2:56pm · Edited · Like · 2

Deven Rabari

Deven Rabari Katira Paresh :) ભાઈ અહિયાં ૩૬૫ દિવસ એટલે વર્ષ ને અનુલક્ષી ને છે એટલે વિવેક થી વિચારવાની અને સહજતા થી સમજવાના પ્રયત્નો કરવા વિનતી છે..🙏🙏

બાકી નાના માણસો લખતા હોય ત્યારે મોટા માણસો એ મોટું મન રાખવું....🎀🎀

February 14, 2015 at 2:26am · Unlike · 5


હવે આમાં મે એવું તે શું કહ્યું લખ્યું કે તમે ઉપર મુજબ કહ્યું એ મને બિલકુલ સમજાયું નથી..! 


હા ઉતાવળમાં એકાદ અક્ષર વધારાનો આવી ગયો છે,


જે સુધારવાની અહી સગવડતા હોય, સુધારી નાખ્યો છે,...


એડિટમાં જોઈ લેશો.. :) 


આમેય મને અગર મારી ભૂલ હોય તો માત્ર સુધારવાની જ નહીં બલ્કે સ્વીકારવાની પણ ફાવટ છે.:)


જોકે અહી એવું કશુજ થયું નથી .. મે તો ટૂંકમાં તમારી વાતને જ સમર્થન આપેલું હતું ...


થાય, દેવેનભાય , આવું થાય એમાં તમારો પણ વાંક નથી.


કેમેકે મારી કમેંટ કરવાની સૌથી અલગ રીત છે ... 


હું માત્ર વાહ , ખૂબ સુંદર , વેરી નાઇસ આવું લખવા બોલવા ટેવાયેલો નથીને એટલે ..:)


ક્યારેક હું થોડામાં ઘણું કહું તો ક્યારેક ઘણામાં થોડું...:) 

અને કાય ના કહું તો માત્ર હસું ... :) 

ક્યારે ક્યાં કેવી ને કેટલી લાંબી કે ટૂંકી કમેંટ આપવી,

એ મારા મુફલિસ મૂડ અને સામે આવતી પોસ્ટ પર આધાર રાખે છે...

( પણ હવે મારે બધા જેવી આદત નાખવી પડશે ! અથવા તો કમેંટ કરવાની ઇચ્છાજ ટાળવી પડશે..  

અથવા તો પૂછીને લખવું પડશે ! કેમેકે અહી લગભગ બધાને ઉપર કહ્યું એવું જ ગમે છે ) 

મારી તારીફ કરવાની અનોખી રીતના કારણે... 

આવી ગેર સમજ આ પહેલા પણ એક મિત્રને થઈ હતી...જે મારે દૂર કરવી પડેલી ...

અને તમે તો યાર જોત જોતામાં મને મોટો માણસ બનાવી દીધો બોલો..:)

અરે ભલા માણસ તમને કોણે કહ્યું કે તમે નાના છો...?

કદાચ ઉમરમાં હશો પણ હોદામાં વિચારમાં લખવામાં તમે મોટા જ છો ! 

છતાં તમે કહ્યું કે... 

નાના માણસો લખતા હોય ત્યારે મોટા માણસો એ મોટું મન રાખવું....

આવું તમે લખવાના સંદર્ભમાં કહ્યું...  

તો મારે ખુલાશો આપવોજ પડે કે....

મન તો મન હોય છે ને..? 

નાનું શું ને મોટું શું ...? 

કહો આમા સાચૂ શું ને ખોટુ શું.? 

પેલી દલપતરામની કદાચ યા તો નર્મદની એક કવીતા છે! 

તું નાનો હું મોટો 

એવો ખ્યાલ જગતનો ખોટો 

ખારા જળનો દરીયો ભરીયો 

મીઠા જળનો લોટો.. 😍

તમે મને પ્રેમથી લોટો કૈ શકો છો 😛

યાર્ર હું નાનો કે મોટા, 

લેબલ વાળો 

“લેખક હું છૂજ નહીં..!”

લેખક નથી હું યાર્ર... 

અને એવું મે કદિ કહ્યું પણ નથી... ! 

તો પછી .!? 

હવે વાત જ્યારે પ્રેમની આવે ત્યારે.... 

લગભગ ની નજર સમક્ષ એક યુવાન છોકરો અને એક છોકરી અથવા,એક પુરુષ અને એક સ્ત્રીનું ચિત્રજ ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે ....

એમાં કોઈનો દોષ નથી એ બાબતે સૌ નિર્દોષ છે .. કિન્તુ...

પણ વ્હાલા દેવેન ભાઈ દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ માત્ર !  

સ્ત્રી પુરુષ કે છોકરા છોકરી વાળો પ્રેમ એવો અર્થ તો નાજ થાય ને...! 

પોતાનો પરિવાર , દૂર કે નજીકના દોસ્ત,પોતાનાજ નહીં બલ્કે.. 

અનાથ આશ્રમના બાળકો,વૃધ્ધા શ્રમના ઘરડાઓ. આ બધાને પ્રેમ કરીજ શકાય છે ને...? 

અને અંતમાં ખુદને યાને પોતાની જાતને પણ પ્રેમ કરવાની અહી વાત છે... 

જોકે હું તો મનેજ સૌથી વધુ પ્રેમ કરું છું...:)

અને એટલેજ મે કહ્યું કે

*>> મારે એવું જ છે... :) 365 દિવસ પ્રેમના...<<*

હાં આ બધામાં સ્ત્રી અને પુરુષ કે છોકરા અને છોકરી વચ્ચેનો પ્રેમ.! 

સૌથી વધુ અદભૂત અને અલૌકિક હોય છે આ પણ નકારી ના શકાય એવું સત્ય છે...

એટલે એના માટે કોઈ એક દિવસ મહત્વનો નાજ હોય શકે...

( આમ મે તમારી વાતનેજ સમર્થન આપ્યું છે ... )

અનંત યુગોથી ... 

એટલે કે આ જગત જન્મયું ત્યારથી .... 

માનવ સિખે પ્રાણી માત્ર એક બીજાની લાગણી.પ્રેમ અને હુંફ ઝખે છે..! કેમેકે.... 

પ્રેમ અનંત છે.. અનંત યુગોથી છે...અને રહેશે ... પ્રેમ થકીજ આપણે બધા છીયે...:) 

હવે છેલ્લી વાતનો ફરીવાર ખુલાસો... 

તમે કહ્યું કે...

નાના માણસો લખતા હોય ત્યારે મોટા માણસો એ મોટું મન રાખવું...

હવે જ્યારે હું નાનો કે મોટો લેખક્જ નથી તો નાના કે મોટા હોવાનો ભેદ જ નથી રહેતો ...

હાં ઉમરમાં ફેર હોય શકે અંતરમાં નહીં આપણે સૌ અહી અદ્રશ્ય લાગણીથી જોડાયેલા છીયે...

છતાં આ નાના મોટાની તમે વાત કરી જ છે તો મારે મારા તરફથી ખુલાસો તો આપવો જ રહ્યો...

અને એ ખુલાસા માટે મારે કશું લખવા બોલવાનું નથી રહેતું, કેમકે ....

એના માટે વર્ષોથી હ્રદયસ્થ કરેલી મહાન કવિ પ્રેમ શંકર ભટ્ટની આ રચના જ કાફી છે...! 

તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો ....

ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો...

મને આટલુજ યાદ રહ્યું છે... :)

મારો સાવ કરતાં સાવ ટૂંકો ખુલાસો અહી સમાપ્ત થાય છે.... :) :) :) 

હવે જો આમાં પણ આપને વિવેક ના દેખાય તો , હું કશું જ ના કરી શકુ ભૈ ... :) 

આમ ને આમ બધા ભેગા મળીને મને લેખક કરી મેલશો... :) 

પણ. ભૈ મને નૈ ફાવે... :) :) :) 

અંતમાં પ્રેમ શંકર ભટ્ટની આખી કવિતા .... 

તું નાનો, હું મોટો -

એવો ખ્યાલ જગતનો ખોટો ;

આ નાનો, આ મોટો -

એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,

મીઠા જળનો લોટો ;

તરસ્યાને તો દરિયાથીયે

લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે

કેવો ગુલાબગોટો !

ઊંચા ઊંચા ઝાડે તમને

જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,

જેનું મન મોટું તે મોટો.

પ્રેમશંકર ન. ભટ્ટ

https://bhajanamrutwani.wordpress.com/2009/05/10/tu_nano_hu_moto/

છેલ્લે છેલ્લે જરા અહી નજર ફેરવશો તો સમજાઈ જશે ... 

અને નાના કે મોટા હોવાની વાત વિષે આપ મારા વિચાર જાણી શકશો... 

https://www.facebook.com/photo.php?fbid=277099772399731&set=a.119481608161549.20378.100002991311961&type=1&permPage=1

Deven Rabari ધ્ન્યાતાની લાગણી , અનુભતી સહ .... 

તમે સૌથી અલગ છો,તમારામાં ઉતમ એવં શુધ્ધ આત્માનો વાસ છે. 

દિવ્ય પ્રકાશ છે..:)  

પણ આપે જે જે વિશેષણો મારા માટે વાપર્યા એ મુજબ કદાચ હું હજુ નથી ... 


તેમ છતાં હું મારી જાતને નાનો ગણી ઈશ્વરનું અપમાન નહીં કરું... 

અને તમે મારા માટે ભરપૂર લાગણી સહિત વાપરેલાં (લેખક) જેવા વિશેષણો મુજબ હું છું... 

એવું કબૂલવું પણ મારા માટે અઘરું છે..!  

કારણ કે એ મુજબ હું બીલકુલ નથી જ .! 

જુવો ,તો પણ તમે મને કેટલા બધા મોટા મોટા વિશેષણોથી નવાજ્યો...:) 

ખૈર આખરે આવો પ્રેમ અને લાગણી જ સૌ ઝંખતા હોય છે ... 

હું ધન્ય ધન્ય થઈ ગયો... :)

વિચારોમાં જ્યાં થોડું ઘણું પણ સામ્ય હોય, 

ત્યાં સંબંધ આગળ વધવાની શક્યતા વધી જતી હોય છે ... :) 

પછી તે સંબંધ ચાહે કોઈ પણ હોય ... :) 

તો આપણે, તું નાનો હું મોટો ભૂલી ને આગળ વધીએ...:)   

દેવેન વ્હાલા ... આવો ગલે લગ જાવો....:) 

બગલમાં છુપાયો એ હું .. :)

https://www.facebook.com/share/p/19ws6mdjEf/

https://www.facebook.com/share/p/1DWe4yQDqS/


https://www.facebook.com/share/p/18fAySEPfL/

Friday, 14 February 2025

ભાઈબંધ અનંતે કદાચ એટલે જ કહ્યું હતું.

વર્ષો પહેલા ભાઈબંધ કે'તો તો કે, 

એ જે બૌ પુછ પુછ કરતી હતી. 

એના હવે દર્શન પણ નથી થતાં. 

વર્ષો પહેલા... 

ભાઈબંધ અનંતે કદાચ એટલે જ કહ્યું હતું. 

"અનંત" એટલેજ હું હંમેશા દૂર રહું છું તારાથી. કે, હું દૂર જઈજ ના શકુ એટલી તું નજીકજ નથી આવતી. 

એક કારણ એ પણ છે "અનંત" કે હું તારી પાસે નથી આવતો અગર હું સાવ તારી નજીક આવશ તો પછી હું ક્યારેય તારાથી દૂર નહીં જઈ શકુ. 

"અનંત"

સામે પક્ષે પેલીના મનની વ્યથા જાણી ગયો હોય એમ અનંતે એના વતી એનો ડર વ્યક્ત કરતી વાત કરતા લખ્યું હતું કે, 

પછી થી દૂર ન જઈ શકુ એથી તો બહેતર છે, 

"અનંત" કે હું એટલી તારી નજીકજ ન આવું.

"અનંત" 

પછી થી અનંત આપોઆપ સમજી ગયો પેલીનો ડર અને શરમ સ્ત્રી સહજ છે અકલે એના વતી લખ્યું કે, 

"અનંત" તું કહે એટલી હું તારી નજીક આવું. 

મગર તારે પણ આવવુ પડશે.! 

 મારી નજીક. શાને એકલી હું તારી નજીક આવુ.

"અનંત" 

પછી અંતમાં ભાઈબંધ અનંતે પોતાનો ડર અટપટી રીતે વ્યક્ત કરતા કહ્યું હતું કે, 

"અનંત" દૂર જવાનું જે કારણ હતુ એજ! 

એજ નજીક ન આવવાનુ કારણ પણ હતું. 

"અનંત"

અંતમાં ભાઈબંધ અનંતે પેલીને 

ચેતવણી આપી હતી કે,

"અનંત" તું મારી એટલી નજીક કદિ ન આવજે. 

 કે પછી દૂર જવુ અશક્ય યા અસહ્ય થઇ જાય.

"અનંત" 

Wednesday, 12 February 2025

दूर जाने से पहेले।

વર્ષો પહેલા...

અનંતે લખેલા... 

કાગળીયા ઉકેલતા...

મળી આવી આ રચના.. 

दूर जाने से पहेले। 

दूर जाने के बाद। 

क्या क्या हुआ था? 

अब जब करता हुं याद।

तो बहोत कुछ याद आता है। 

तुने रोका नहीं तो मे रुका नहीं।

गर तुं रोकती तो मे जाता नहीं। 

एक तुहीं वझा नहीं दूर जाने की 

और भी है वझा इसके सीवा कई। 

मे खुद से तो वफा कर न शका। 

और तुने भी तो मुजसे वफा न की। 

"अनंत" प्यार होता ही है कुछ ऐसा। 

जो कभी कीसी को पुरा मीला नहीं। 

"अनंत" 



https://youtu.be/zPh20WG0TCQ?si=zbjIPYAqp8gjh7kW

*ब्लास्ट*

હતો સામે ત્યારે તો તું ઓળખી ન શકી.

હવે શોધે છે તું જ્યારે કે હું સામે નથી. 

"અનંત" 




Tuesday, 11 February 2025

આવ ભીંજાઈ જઈએ...

વર્ષો પહેલા... 
જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે... 
ફળીયામાં આવી પેલી ઉપર રવેશ આવેલી એની ચહીતી ને કહ્યું હતું કે, 

ચાલ તું નીચે આવ ભીંજાઈ જઈએ. 
આપણે પણ આમ ભીંજાઈ જઈએ. 
"અનંત" પ્રેમના પીયાલામા ભરીને, આ 
માદક મૌસમનો જામ ભીંજાઈ જઈએ. 
"અનંત" 



 https://youtu.be/F6FkVPOMtvM?si=jXtuQWljKEybb8yZ

આ વરસાદી મદમસ્ત મૌસમમા ડાયુ થવાનો
અર્થાત્ ડાયુ થૈ રહેવનો કોઈ મતલબ નથી...
ગાંડુ પણ થવાય નૈ...
કારણ કે,
ભાઇબંધે ચોખવટ કરીને, 
ચોખ્ખી મનાઈ ફરમાવેલી.. 
તો પણ મે અનંતને પુછ્યું કે,
અનંત તું કે છે કે આ વરસાદી મૌસમમા ડાયુ થઈ ને રહેવાનો કોઈ મતલબ નથી અને પાછો તું એમ પણ કહે છે કે,ગાંડુ પણ થવાય નહીં.!
તો ભલા કોઈએ કરવા થવાનું શું.? 
આગમાં તપીને લાલ ચટક થઈ ગયેલા અનંતે સ્પષ્ટ અને ચોખ્ખુજ કહ્યું. 
પાગલ થૈ જવાય...
પરીયાઆઅ પાગલ.. 😜
અને પછી વરસાદ માં ન્હાતા નહાતા મારી આંખ સામે વર્ષો પહેલા વરસાદમાં ન્હાતા અનંતના જીવનની ઘટના તરવરવા લાગી અને મને ખબર પણ ન રહી કે ક્યારે મારી આંખો નીતરવા લાગી.
ખૈર...
વર્ષો પહેલાં અનંતના જીવનમાં ઘટેલી અનંત ઘટનાનો એક નાનકડો હીસ્સો
ભર ચોમાસે જે રચાણો એ કિસ્સો 

આ કાળુ ડીબાંગ આકાશ... 
કાળુ થયા પહેલાં જે હતુ
એજ નીલૂઉઅ આકાશ છે..!
પણ પહેલાં અને પછી મા અલૌકિક ભેદ છે. 
ઘર નળીયા મોભીયા છત અછત 
દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 
બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 
ઝાડપાન સમેત ભીની ભીની ધરતી છે..!
વાતાવરણ અલૌકિક છે સુગંધી છે.! 
"અનંત" તનમન સમેત બધુ અર્થાત્ બધુજ 
અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી માથાના વાળ...
લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 
બસ્સ એક તારી કમી છે..!
હાલ ને હવે બૌ હુશીયારી મારતી...
ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...
વરસાદ આવતાજ અંદર બે ભઠ્ઠી ની આગમાં ભીતર તપતો પરસેવે નીતરતો અનંત બહાર ફળીયામાં અનારાધાર વરસતા વરસાદમાં ન્હાવા નીકળી પડ્યો... 
ફળીયાની વચ્ચો વચ્ચ ન્હાતા ન્હાતા 
આકાશ તરફ હાથ યાની બાહ ફેલાવી ફરતા અનંતનુ ફરતાં ફરતાં અચાનક ઉપલા મજલે રહેતી રવેશમાં ઉભેલી પેલી પર ધ્યાન ગયુ.
જે કાયમ પરસેવાથી લથબથ અનંત ને જોતી હતી. 
એ આજે પણ રવેશમા આવી ક્યારની ઉભી ઉભી અનરાધાર વરસાદમાં ભીંજાતા અનંતને ધ્યાનથી એકધારૂ જોઈ રહી હતી. 
આમ તો શીયાળો હોય કે ઉનાળો... 
લઘર વઘર અનંત... 
બે ભઢ્ઢીની આગ અને કોયલાની રાખ વચ્ચે સતત તપતો રહેતો....
ચોમાસે પણ એજ આગ વચ્ચે જીવતા અનંતનો પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો જોવા મળતો...
જો કે પેલીને એ પણ ગમતો અને આ પણ ગમ્યો.. 
અર્થાત્ ...
લઘર વઘર હાલમાં પરસેવે નીતરતો અનંત પણ પેલી નેજ નહીં બીજી ત્રીજી ચોથીને પાંચમીને પણ ગમતો. ખબર નૈ કેમ.! 
ખૈર પેલી તો મોકો મળ્યે ઘણીવાર અનંતના પરસેવે નીતરતા લાલધુમ ચહેરાને પોતાની ઓઢણીથી લુછી પણ આપતી. 
આમ વરસતા વરસાદમાં ન્હાવાનો અવસર
એ અભાગીયાને ભાગ્યેજ પ્રાપ્ત થતો... 
અનંતને જેમ વરસાદમાં ન્હાવાનો અવસર મળ્યો તેમ પેલી ને પણ વરસાદમા ભીંજાતા અનંતને જોવાનો પહેલીવાર મોકો મળ્યો હતો. 
અકલે એ તો બસ અનંતને ન્હાતો જોવામાંજ લીન તલ્લીન થઈ ગયેલી... 
ગોરા ગોરા અનંતના બદનને પલળીને ચીપકેલા ભીના ભીના ગંજીની આરપાર અનંતની છાતી સ્પષ્ટ દેખાતી હતી...
આજે પહેલી વાર વરસતા વરસાદમાં અનંતને પાગલ થઈ ન્હાતો જોવાનો લ્હાવો પેલીને મળ્યો હતો...
તેથી એ અનંતને જોવામાં લીન તલ્લીન થઈ ગયેલી...
જો કે અનંત પણ વરસાદમા ન્હાતા ન્હાતા 
આકાશમાં થી અનરાધાર વરસતા વરસાદને જોવામાં ને ન્હાવામા તલ્લીન હતો. 
ફળીયા વચ્ચે ફરતા ફરતા આકશ ને તાકતા અનંતનુ પેલી રવેશમા ઉભેલી તેના પર ધ્યાન પડી ગયુ... 
જેવું અનંતે જોયું કે પેલી તેને જુવે છે, 
તેવુજ બે, શરમ અનંતે પલળીને આંખ કપાળ પર ઢળેલા પોતાના વાળ બે હાથે ઉપર લઈ હથેળી અને આંગળીઓ વડે આંખ મોઢા પરથી પાણી નીતારી...પેલી સામે જોઈને કહ્યું.... 
ઊપર રવેશમા ઉભી ઉભી જો જો શું કરે છે.! 
અક્કલ વગરની...
આમ કહી અનંતે પેલીને કહ્યું.
આ કાળુ ડીબાંગ આકાશ... 
કાળુ થયા પહેલાં જે હતુ, 
એજ નીલૂઉઅ આકાશ છે..!
મગર પહેલાં અને પછી માં અલૌકિક ભેદ છે. 
ઘર નળીયા મોભીયા છત અછત 
દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 
બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 
ઝાડપાન સમેત આખીયે ધરતી ભીની ભીની છે..!
વાતાવરણ અલૌકિક છે સુગંધી છે.! 
"અનંત" તનમન સમેત બધુ બધુ ને બધ્ધુજ 
અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી હાથ પગ કાન આંખ માથાના વાળ સમેત લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 
બસ્સ એક તારી કમી છે..!
હાલ ને હવે બૌ હુશીયારી મારતી...
ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...

*બ્લાસ્ટ*

પ્રેમની આગમાં સળગીને પછી ધોધમાર વરસાદમાં પલળીને અંદર બહારની અગન ઠારવા ઠરવાની આ મૌસમ છે. 
ચાલ પ્રેમની આગમાં સળગતા આપણે આ વરસાદમાં જરા વધુ સળગી જૈએ...
તનમનથી પલળી જૈએ ઓગળી જૈએ. 
એક બીજાની આગૌશમા તનમનને ઠારીને ઠરી જૈએ.
પલળવાની મૌસમ છે ચાલ બંને સાથે પલળી જઈએ.
પાણીમાં સળગાવાની મૌસમ છે ચાલ સળગી જઈએ.
જેમ વરસાદમાં ઓગળ્યા બાદ પછી ભીની માટી નવી સુગંધ નવો આકાર ધારણ કરી છે તેમ આવ "અનંત" આપણે પણ આપણા પ્રેમને અલૌકિક સુગંધથી ભરી દઈએ.
પછીની વાત અનંતે બે અર્થમાં કહી કે,
તારા ઉપર મારા નીચે હોવાથી એકેયની પ્યાસ નહીં બુઝાય..
અગર તું નીચે આવશે તોજ અરસપરસ તરસ છીપાશે...
આવ પ્રીયે આપણા પ્રેમને આકાર આપવા આ અનરાધાર ધોધમાર વરસાદમાં આપણો પ્રેમ પણ નવો આકાર ધારણ કરે એજ "અનંત" ઝંખના સાથે આપણે પીગળી જઈએ ઓગળી જઈએ.
"અનંત"
https://www.facebook.com/share/v/1AtLJD6jCf/


https://youtu.be/-mKSeBJ_okY?si=SUCqL5ml-KACFuwj

https://www.facebook.com/share/v/18b735MFRq/


https://youtu.be/Hw3Cy3wVg0I?si=08YVtxLrjJ9T5GxO