Sunday, 26 February 2023

પ્રાણ છે ત્યાં સુધી શરીર...

 

પ્રાણ છે ત્યાં સુધી શરીર... 

પછી સૌ કોઈ માટી... 

આમ તો જોકે માણસ નામે માટી... 

માણસ માત્ર નહીં બલ્કે પ્રાણી માત્ર માટી..

મગર... 

પ્રાણ છુટયા પહેલા યા પ્રાણ છુટયા પછી...

જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હોય છે, 

હાડ માંસ અને ચામડાનુ શરીર... 

પરંતુ આ હાડ માંસ ચામડાના શરીરની ભીતર... 

લાગણી, પ્રેમ, સુખ, દુ:ખ, આક્રોશ આનંદ 

આ તમામ જે સુક્ષ્મ રૂપે હોય છે, 

તે તમામ માટી જેવા હોય છે.! 

તેથીજ તો ક્યારેક તેમા તીરાડ પડે છે, 

ક્યારેક તેમા લાગણી થકી ભીનાશ રહે છે, 

ક્યારેક ક્રોધ થકી કઠોર બને છે.! 

તો ક્યારેક દગા થકી તુટી ને ચુર ચુર થઈ જાય છે.! 


એ તમામ સુક્ષ્મ ભીતરી માટી થકી 

ઉપર ઉપરથી હાંડ માંસ અને ચામડાથી 

ઢંકાયેલ માનવીના 

ભાંગી ને ભુક્કે ભુક્કા થઈ જાય છે.!

ત્યાર બાદ પણ માણસ કે માણસી 

અર્થાત્ 

નર કે નારી 

અર્થાત્ 

છોકરો કે છોકરી 

અર્થાત્ સ્ત્રી કે પુરૂષ 

ઉપરથી દેખાય છે આખે આખા અખંડ.! 

મગર ભીતર તીતર બીતર.... 

ખૈર.... 

તુટેલુ જોડવુ તો પડેજ યેનકેન પ્રકારે... 

ત્યારે... 

ભઢ્ઢી ની આગ વચ્ચે પરસેવ લથબથ... 

એ જે ભીતર તુટ્યુ હોય તેને જોડવા... 

શબ્દો, ગીત, સંગીત વગેરે ખૂબ મદદ કરે છે.! 

હું કાયમ તુટ્યા પછી મારી જાતને 

આવા બધા ગીતો સાંભળી સાંધુ છું..! 

આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

લખીને રાખ્યું હતું જે હાથ લાગતા 

મે અહીં બાફી માર્યું 

અર્થાત્ 

છાપી માર્યું... 

લખ્યા પછી અનંતે પોતે જે જે 

ગીત સાંભળી સાંભળીને પોતાને સાંંધતો હતો 

તે ગીતોની એક એક લાઈન પણ લખી હતી... 

એ મુજબના તમામ ગીતો

આજે હું અહીં મુકી રહ્યો છું.! 

લે તું પણ સાંભળ... 













ये दर्द बे दर्द


 

आदमी क्या सोचता है और क्या होता है। 
"अनंत" ये दर्द भी ना बड़ा बे दर्द होता है। 
"अनंत" 

Friday, 24 February 2023

પ્રાર્થના

*પ્રાર્થના*

મનને અનંત મસ્તી દે

તનને સખત તંદુરસ્તી દે 

આત્માને અખંડ ભક્તિ દે

વીપરીત સંજોગો સામે 

લડવા અનંત શક્તિ દે 

"અનંત"

*બ્લાસ્ટ* 

દુંટી મે હોતે હુએ ભી હીરન ઢુંઢે જૈસે, 

કસ્તુરી ઐસૈ માનવ બહાર હે ઢુંઢે સુખ. 

"અનંત" અપને અંદર ઝાંકો ખુદમે ખુદ. 

બહાર કુછ નહીં હૈ ભીતર હી સબ કુછ.

"અનંત" 



Tuesday, 21 February 2023

સોર્રીઈઈઈ ચોરી કહો તો ચોરી

હું માનું, મે કર્યું પુણ્યનુ કામ. 

છતાં આપ પાપ ગણો તો પાપ. 

ગુસ્તાખી માફ 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0bJuvRBN1kpmxNXsVYnEfXBh7fKpJxrZZcqEuSHcmEkdqQkgUN6BZzZ7tLdAVFCLRl&id=100002991311961&mibextid=Nif5oz

હાં ચોક્કસ ઈરોટીક લાગે જ..! 

પણ.! તો પણ શું.!

આસપાસ ચોપાસ.... 

પ્રેમ અને પ્રક્રુતી ને આત્મા ના અનંત..... 

ઉંડાણેથી જુઓ... 

તમામ ઈરોટીક છે... 

"હું આપીશ "

તમે આવુ સ્પષ્ટ લખ્યું હોત તો,,? 

જેમ કે,

હૂં આપીશ મીઠો ખટમધુરો સહવાસ

                    તું ઠલવાઈશ ને...?


જો કે એમ લખવાની તમારી અનંત ઈચ્છાને

તમે દબાવી હોય, હ્રદયમાં ધરબી દીધી હોય, 

સંકોચ ના કારણે એવુ સ્પષ્ટ જણાય છે. 

ખૈર....

હવે તમામ પંક્તિમાં  " હું આપીશ"

એમ લખીને વાંચો....

તમને ખુદને...

અલૌકિક અહેસાસની

પરમ ચરમ અખંડ અનંત અનુભુતી થશે.... 

હું આપીશ પ્રેમનો મીઠો સ્પર્શ

                   તું માણીશ ને...?

હું આપીશ શ્વાસનો સુંવાળો સંગાથ

                   તું મહેકીશ ને...?

હું આપીશ હૈયાની હૂંફાળી હળવાશ

                   તું ધરાઈશ ને...?

હું આપીશ આંખોથી નીતરતી ખારાશ

                    તું ચાખીશ ને...?

હું આપીશ મીઠો ખટમધુરો સહવાસ

                    તું ઠલવાઈશ ને...?

હું આપીશ લાગણીભર્યો ધોધમાર વરસાદ

                    તું ભીંજાઈશ ને...?

હું આપીશ વ્હાલથી અમીભર્યું આલિંગન

                   તું ઓઢીશ ને...?

ખૈર.... 

હવે ભાઈબંધની વાત કરૂ તો, 

એ કહેતો કે, 

હરેક પ્રાકૃતિક નર એવુ ઈચ્છતો હોય છે કે, 

પુર્ણ પ્રાકૃતિક નારી... 

તેને પ્રેમ પુર્વક ઉપરોક્ત કાવ્ય મુજબ કહે પુછે.! 

પ્રેમાળ નર ઈન્કાર નહીંજ કરે,.! 

નર સતત એવુ પણ ઝંખે છે કે, 

એક નાર હરપલ હરક્ષણ એની સાથે 

સાવ નીકટ અને લગોલગ રહે, 

અને જ્યારે તે દુઃખી હોય ઉદાસ હોય 

ત્યારે એ નાર નરને પ્રેમથી કહે , 


અને, 
और, 


ખૈર...

તમારી કવીતા અને તમે,,, 

ઔર 

ભાઈબંધ અનંત એમ પણ કહેતો કે, 

હરેક નારીની પણ ઝંખના હોય છે કે, 

કોઈ સુંદર નર તેને કહે કે, 


અને, 


और भी बहोत कुछ चाहिए 

औरत को मर्द से और मर्द को औरत से। 

जैसे ये गीत। 




આવુ કાં'ક કાં'ક કાયમ ભાઈબંધ અનંત કહેતો... 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0oDEHh1QL98tmQsySNu94wGZQi6K7WjfD4HPfuKdPRXJa17zu282uXf3zgqS62GrJl&id=100020816564497&mibextid=Nif5oz

એ આપશે પ્રેમનો મીઠો સ્પર્શ

                   તું માણીશ ને...?

એ આપશે શ્વાસનો સુંવાળો સંગાથ

                   તું મહેકીશ ને...?

એ આપશે હૈયાની હૂંફાળી હળવાશ

                   તું ધરાઈશ ને...?

એ આપશે આંખોથી નીતરતી ખારાશ

                    તું ચાખીશ ને...?

એ આપશે મીઠો ખટમધુરો સહવાસ

                    તું ઠલવાઈશ ને...?

એ આપશે લાગણીભર્યો ધોધમાર વરસાદ

                    તું ભીંજાઈશ ને...?

એ આપશે વ્હાલથી અમીભર્યું આલિંગન

                   તું ઓઢીશ ને...?

-© જાનકી પટેલ

આ લખવાની મથામણ ચાલી રહી હતી એ વેળાનો જ આ ફોટો....

-© જાનકી પટેલ

આ લખવાની મથામણ ચાલી રહી હતી એ વેળાનો જ આ ફોટો....

સોર્રીઈઈ... 

ચોરી કહો તો ચોરી 

વર્ના... 😘😍😜😘🙏

*બ્લાસ્ટ*

હું આપીશ મીઠો ખટમધુરો સહવાસ

 તું ઠલવાઈશ ને...?😊

"જાનકી"

તમારી કવીતા સમ ભાવ રજુ કરતુ ગીત... 



*બ્લાસ્ટ*

એક નર અને નારીની 

અરસપરસ "અનંત *ઝંખના હોય છે કે, 

બંને ને સતત સખત

પ્રેમ નીતરતી  લાગણી....

હુંફાળો સ્પર્શ... 

ગાઢ આલીંગ... 

ચસોચસ ચુંબનથી લથબથ સહવાસ... 

તા ઉમ્ર મળે... 

તો પરમ ચરમ અખંડ અનંત આનંદની..

અલૌકિક અનુભુતી થાય... 

તા ઉમ્ર 

પરંતુ 

આવો પરમ ચરમ અખંડ" અનંત".....

આનંદ નો અલૌકિક અહેસાસ કરવા,

બંને માટે જરૂરી છે સહવાસ..! 

"અનંત" 







Monday, 20 February 2023

અનંત આત્મા ને આહ્વાન

"

​👻 અતૃપ્ત આત્માને આહ્વાન 👻

​વર્ષો પહેલાં....

​ખંડેર મધ્યે....

​રાતના એકાંતમાં....

​ભાઈબંધ....

​અનંત અતૃપ્ત આત્માને આહ્વાન કરતાં કહેતો કે,

​હે અકસ્માતે અકાળે મરણે જ-નારી 

​સૂક્ષ્મ દેહધારી...

​હું અતૃપ્ત નર છું, તું છે અતૃપ્ત નારી...

​છે એકસરખી આપણી લાચારી...

​તો આવ મન-હૃદયથી,

​હું તને આપું છું આહ્વાન...

​તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.

​મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.

​હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.

​હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.

​"અનંત" અધૂરી-મધૂરી ઈચ્છાઓ સાથે,

​અકસ્માતે અકાળે દેહ છોડ-નાર ...

​હું તને હૃદયપૂર્વક આહ્વાન આપું છું.

​આવ સૂક્ષ્મ દેહ ધારી, મુજ અતૃપ્ત નર પાસે આવ...

​તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.

​મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.

​હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.

​હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.

​"અનંત"

કડવુજ સત્ય

 કડવુજ સત્ય 

શરાબ કડવીજ હોય છે. 

તૈણ પેગ માર્યા પછી સ્વર્ગ ધરતી પર ઉતરી આવે છે.. 

😝😘😝

અને જો પેગ વધારે મરાય જાય તો 

*મરાય જાય* બીજા અર્થમાં

 હાં તો આગલા પાછલા અનુભવના આધારે 

કહેવાનુ કે, 

જે પીણા થકી ધરતી પર સ્વર્ગ નો અનુભવ થાય... 

એજ પીણા થકી નર્કની અનુભુતી પણ થાય ધરતી પર...

*સાર* 

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સબંધો કે બંધનનો કે પછી મૂક્તી યાની સ્વતંત્રતા નો અતીરેક થાય ત્યારે... 

સ્વર્ગ ની અનુભુતી કરાવનાર વ્યક્તિ કે વસ્તુ

યા કોઈ પણ સંબંધ 

ચાહે તે પતિ પત્ની નો સંબંધ પણ કેમ ન હોય...

સ્વર્ગ નો અનુભવ કરાવનાર... 

નર્ક નો અનુભવ પણ કરાવી શકે છે..!

*બ્લાસ્ટનુસાર*

*માયટે માપમાં રેવુ*

🙏😝🤫😜😉😩🤗🤔👏🏻

Friday, 17 February 2023

મારો એ અડધો હિસ્સો તું...

"અનંત" હું અડધો છું અહીં.

છે અડધો હિસ્સો મારો ઔર ક્યહીં.

આ એજ વાર્તા નો અડધો હિસ્સો છે.

જેનો બીજો કીસ્સો છે ઔર ક્યહીં. 

"અનંત"

મારો અધુરો હિસ્સો તું.!

તારો અધુરો કિસ્સો હું.! 

"અનંત" 

Sunday, 12 February 2023

ચેતવણી

 દોસ્ત હવે તારે ચેતીને ચાલવુ પડશે..!

દુશ્મનોથી ખૂબ બચીને ચાલવુ પડશે..! 

કેમ.? 

મે ખોટા ને ખોટો કહ્યો છે. 

ચોરી કરનાર ને ચોર કહ્યો છે, 

અને જુઠુ બોલનાર નુ સત્ય ઉજાગર કર્યું છે. 

અને હું સતત સત્ય ના રસ્તે ચાલુ છું.! 

એટલે જ કૌ છું દોસ્ત એટલેજ કૌ છું.. 

"અનંત" 

સત્યની રાહ પર ચાલનાર સતત તું ચેતજે.! 

જુઠના રસ્તે ચાલનાર દુનિયામાં અનેક છે.! 

અનુભવ છે તેથી કહુ છું દોસ્ત મનમાં ખેદ છે. 

જુઠાઓ અઢળક છે"અનંત" સાચો તું એક છે.! 

"અનંત" 



Thursday, 9 February 2023

अद्भुत

"

વર્ષો પહેલાં.... 

ખંડેર મધ્યે જતાં વેંત જ્યારે 

મે બંને ભાઈબંધો ને 

એક સાથે પુછ્યું

કેમ છો દોસ્તો..? 

ત્યારે પ્રથમ અનંતે કહ્યું

दु:ख भरी खुशी हे "अनंत" सुख भरे आंसु।

અને અજ્ઞાની એ કહ્યું, 

"અજ્ઞાની " અમારા જીવનનું આ છે જમા પાસુ.

પછી મે એ બંનેનું ભેગુ કર્યું તો થયો... 

 *બ્લાસ્ટ* 

दु:ख भरी खुशी हे "अनंत" सुख भरे आंसु।

"અજ્ઞાની " મારા જીવનમુ આ છે જમા પાસુ.

"અનંત" 

અને પછી, બીજે દિવસે રાતે જ્યારે હું ચાય લૈને 

ખંડેર પર ગયો ત્યારે... 

દિવાલની ખીંટી પર લટકતા પેડમાં દબાવેલા... 

હવાની લહેરખી થી ફરફરતા કાગળને

 સ્થીર કરી વાંચ્યું... 

જેમાં બંને ભાઈબંધોએ લખ્યું હતું કે, 

दु:ख से सुखी हुं "अनंत" खुशी रोता हुं। 

युही मे अकसर अपनी मस्ती मे होता हुं। 

सोते हुए जागता हुं, जागते हुए सोता हुं। 

"अनंत" युही मे अपनी मस्ती मे होता हुं। 

"अनंत" 

"अज्ञानी" सब कुछ अलौकीक होता हे महसुस। 

दु:ख मे भी खुश "अज्ञानी" सुख मे भी खुश।

"अज्ञानी" 

Saturday, 4 February 2023

જીવાયેલુ જીવન

कालेज मरी जवानु छे एम जाणी लीघु !

हा रे..आज जीवन मे भरपुर माणी लीघु !

अन्न साथे एकरुप थै आज लीघु भोजन,

"अज्ञानी" पाणीमा जीव रेडी पाणी पीघु !

हा रे ..आज जवन मे भरपुर माणी लीघु !

"अज्ञानी"

आजे सवारे सवारे ....

एज जुना झरर्झरीत पीला पडी चुकेला ....

अनंत, अज्ञानी ना अस्थी पींजर समा ,

कागलीया.. उथलावता ...

एमाथी प्राप्त थयेला मात्र थोडा अंश ....

शोघता ,कदाच ,

हजु छेल्ला दीवस पहेला ,

जीवायेली दीन चर्यानु वर्णन मले तो मले !

नै तो हरी हरी...☺


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0whMuwp1aEFDL3Xn9XnHF8ZNpZPtrzpXbpGu6UV6jE2RpHAAyZMaid7JSXyTMXi7Ql&id=100002991311961&mibextid=Nif5oz

અંદર બહાર

 એક જમવામાં ને બીજી વાંચવામાં કદી  ઉતાવળ ના કરવી !

બન્નેમાં નહિ તો  સ્વાદ નહીં આવે પેટ અને મગજનું હમેશા ધ્યાન રાખવું !


   બહાર એક 

બીજું અંદર ત્રીજું 

    વિશ્વ ઈ.નેટ 


જી હા ! આ નેટને થોડાજ સમય પછી પહેલી દુનિયાના માનવી ત્રીજા વિશ્વ તરીકે સ્વીકારશે !


કદાચ સ્વીકારી લીધું હોય એવું પણ બને !

અને આ ત્રીજું વિશ્વ બિલકુલ બીજા વિશ્વ જેવુ જ છે. 


જે આપણાં સૌની અંદર છે’ એવુજ એક શૂક્ષ્મ જગત  છે આ ત્રીજું વિશ્વ.   

અને આ ત્રીજા  વિશ્વમાં એક અદભૂત અને અલૌકિક નગર આવેલું છે ! એ નગરનું નામ છે !“ફેસબુક”


બીજા જુદા જુદા નામે પણ ઘણા ગામ છે અહી !પણ મે એ જોયા નથી શું કરું ?   જે જોયું એની વાત થાય  બરાબરને ? મે બસ એક “ફેસબુક” નગર જોયું છે એટલે જ વાત કરું “ફેસબુક”નગરની.  અહી ઘણી બધી વસ્તી છે. અને હજુ એ  વસ્તી વધતી જ જાય છે હું આ મસ્ત મસ્ત; નગરમાં   હજુ થોડા સમય થયા જ રહેવા આવ્યો છું. 


મને આ મસ્ત નગરમાં ઘર એટલે કે પ્રોફાઇલ  બનાવી આપી છે.મારા નાનકડા ભાઈ રૂપારેલ; ચિરાગે. જેની પોતાની પણ;એક અલગ જ ઓળખ છે. તે પોતે;  ફિલ્મ ડિરેક્ટર;છે.જે ત્રણ પિક્ચર બનાવી ચૂક્યા છે. અનુ ક્રમે(1)ઘ સિક્રેટ(2)સિટી ધ ઘોસ્ટ(3)નાઇન મિરેકલ્સ.”એમનું પણ અહી એક ઘર છે”  હવે હું અહી રહેવા તોઆવી ગયો પણ મુશ્કેલી એ હતી કે હું અહી રહીને  કરીશ શું?

હા મારી પાસે કામ હતું મારા બે આત્મ સખા મિત્ર “અનંત”અને”અજ્ઞાની”નું વર્ષો પહેલા લખેલું અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલું સાહિત્ય.જે મારે સુધારી મઠારીને તેને  બહાર લાવવાનું! ચિરાગની પણ ઈચ્છા હતી કે વર્ષો પહેલા લખાયેલું આ બન્નેનું સાહિત્ય.બહાર આવે અને એ માટે આ“ફેસબુક”વધુ અનુકૂળ છે. 


એવું વિચારી ચિરાગે મને અહી ગોઠવી દીધો. 

પણ મારી વધારાની એક સમસ્યા એ હતી કે ! 


સદીયો પહેલા ભારત પર અંગ્રેજો રાજ કરી ગયા;

અહી એની અસર વર્તાઇ કેમકે અહી અગ્રેજી ભાષાનુ

વર્ચસ્વ વધુ હતું અને હું એ ભાષા સમજવામાં સાવ;

કાચો કારણ “આઠ ચોપડી પરાણે પાસ “હવે શું કરવું ?


પણ મારી એ સમસ્યાનું નિરાકરણ કર્યું મારા વડીલ 

મિત્ર શ્રી જગદીશ ભાઈ ભટ્ટે જે જી.ઇ.બી.માં સર્વિસ કરે છે. “એમનું પણ અહી જ  એક ઘર છે”  એમણે મને ગુજરાતી ભાષા માટે “ગૂગલ ઈન્ડિક”     

નામના સૉફ્ટવેર વિષે માહિતી આપી પણ જેમ આદુનીયા મારા માટે નવી એમ અહી પ્રવેસવાનો રસ્તો એટલે કે કોમ્પ્યુટર પણ મારા માટે નવું; એને કેમ વાપરવું એનું પ્રાથમિક જ્ઞાન પણ નહીં જેવુ એટલે મને બીજું કશું ના આવડે! એટલે એ કામ; પણ ચિરાગે કરી આપ્યું’ 


અને હું અહી રહેવા આવી ગયો આપ સૌની સાથે;

હવે હું મારી એ લાગણી વ્યક્ત કરવા પ્રેરયો કે આ ;

ત્રીજા વિશ્વમાં આવેલા આ “ફેસબુક”નગરમાં મને કેવો અનુભવ થઈ રહ્યો છે મને કેવી કેવી લાગણી થાય છે.  એ હું વ્યક્ત કરું આપના સાનિધ્યમાં!  


હવે હું ફેસ બુક ને કેવળ એક નગરના નામે જ સંબોધીશ; તો !આ નગર આપણામાં આવેલ બીજા વિશ્વ જેવુ જ છે ! હા’ થોડો ફેર ખરો અહી સૌ એક બીજાની આકૃતિ જોઈ શકે છે બાકી તો આ નગર;પણ એક શૂક્ષ્મ નગર છે. અહી શરીર નથી હા ! બધાના ચહેરાની આકૃતિ ખરી! ફક્ત આકૃતિ જ !  કોઈની  અસલ તો કોઈએ વળી અન્યની આકૃતિનો ઉપિયોગ કર્યો છે. અને એમાં કશું ખોટું ક્યાં હે ?


પણ અહી ખરી મજા એ છે કે અહી કોઈજ શરીર નથી. કેવળ આત્મા જ આત્મા છે અને  આમેય મને' આત્માઓ સાથે રહેવું ,આત્માઓ સાથે વાતો કરવી ગમે !

"અહી આત્મા બોલે છે ને આત્મા જ સાંભળે છે" અહી બધાએ  પોતાના ઘરો એટલે કે; પ્રોફાઇલ  “વોલ”એટલે અહી ગુજરાતીમાં દીવાલ ‘હા તો અહી બધાએ પોત પોતાના ઘરની દીવાલોને મસ્ત મસ્ત;સુંદર ચિત્રો,ફોટાઓ,સુંદર,હસ્ત લિખિત કે પછી કોઈ અન્ય રચનાકારની રચનાઓથી એ રીતેસજાવી છે;જાણે કોઈ આર્ટ ગેલેરી ! ભઈ વાહ !!!


વાત આટલેથી નથી અટકતી !પણ એથીયે મજાની વાત એ છે કે અહી જે કોઈ તમારા પડોસી મિત્ર હોય !

તમે એમના ઘરમાં એમની રાજા લીધા વિના

પણ જઈ શકો છો’ના આવકાર ની અપેક્ષા ના જાકારાની ચિંતા ! પણ એથી સાવ ઊલટું અહી; તમે કોઈ પણના ઘરમાં ચક્કર મારો એ જ મહત્વનુ;

ગમે ત્યારે ગમે તેના ઘરે જવાની ખુલ્લી પરવાનગી;


અને પછી એયને ચિત્રો,ફોટાઓ. લેખો, કવિતાઓ,

જેવી અલગ અલગ રીતે એમણે વ્યક્ત કરેલી નિજી;

લાગણીઓ માણવાની એને સમજવાની !આ પણ એક અલગજ મજા! હેને? 


અને જો તમને તમારા એ પ્યારા મિત્રની કોઈ અભિવ્યક્તિ ગમી જાય તો ;

પોતાનો અભિપ્રાય આપવાની પણ છુટ ! 


હા હું પણ ક્યારેક સમયની અનુકૂળતા હોય ત્યારે   ચૂપ ચાપ કોઈના ઘરમાં ઘૂસી જાવ છું.અહી એવું કરવામાં ગુનો લાગુ ના પડે ઊલટું એ જ બધાને ગમે ! એયને મજેથી ચક્કર મારુ છું મને ગમે તો  

એમની જ દીવાલ પર કશુક સારું લખી આવું છું

સારું જ લખવાનું !બધાયે એમજ કરવાનું હોને ! 


પણ મને  અહી મારી અભણતા આડી આવે છે! “અગ્રેજો ગયા પણ ભાષા છોડતા ગયા” અને હું મુંજાઈ જાવ  મને આ વિદેશી ભાષા ના ફાવે !સાવ ના આવડે એવુય નહીં પણ પાકકું તમારા બધા જેટલું તો ના જ ફાવે! અને મને ના આવડે એટલે શું હે ? 

મને ના ફાવે એ મારી ખામી !અને ‘શીખવું તો બધુ જરૂરી જેટલુ પણ શિખાય હે ને’?

પણ મને ના સમજાય એમાં કોઈ શું કરે હે !કોઈએ વિદેશી ભાષામાં  ના લખવું   એવુય નથી કહેતો ! અને જે એ ભાષાનો ઉપિયોગ કરે છે એની સામે પણ મારો વિરોધ નથી! પણ મને એમ થાય કે કાશ.... 

હું સમજી શક્યો હોત તો થોડું શીખી શક્યો હોત એમાથીયે હે ને ?

ખેર...  પ્રયત્ન કરીશ કદાચ કોક દી’આવડી પણ જાય હે ને ? 

પણ આતો આપણી ભાષામાં હોય તો જરા વધુ સમજાય અને મજા આવે   શું ક્યો છો ?

આ રીતે તમે કોઈના પણ ઘરમાં એમની રજા વગર જઇ  શકો આ શું જેવી તેવી વાત છે હે?


એમના ઘરમાં જઇ એમની સજાવેલી દીવાલો જોઈ   એમની જ દીવાલ પર તમારા અભિપ્રાય આપી શકો પણ હા !કોઈ ગંદી હરકત નહીં કરવાની નહિતો પછી સીધા ગામની બહાર ! આ તો એક વાત થાય છે !કોઈ સમજુ આત્મા એવું કરે જ નહીં ! હે ને ?


તેમ છતાં ભઈ ગામ હોય ત્યાં ઉકેળો તો હોય......! એ તો આપણાં હાથની વાત કે આપણે  આપણી; દીવાલ કોઈને ગંદી કરવા દેવી કે નહીં! અગર એવું કશું થાય તો ડિલીટ વિકલ્પ  આપણાં જ હાથના; આગળમાં ! છે ને ? એટલે આમ તો વિકલ્પ આ ઘરની વ્યવસ્થમાં જ છે !બસ એવું કશું થાય તો કરી નાખવાનું ડિલીટ!

ઘણા એવું પણ વિચારે છે કે આવી ડિલીટની;વ્યવસ્થા અસલ જીવનમાં હોત તો !!!!!

અરે !ભાઈ કાઇ જ જરૂર નથી અસલ જીવનમાં ડિલીટ ફિલિટની એદુનિયામાં બધુ આપો આપ જ ડિલીટ થતું જશે એના સમયે હે ને ? 


અહી ઘણાને વિકસવાનો પણ એક મજાનો અવસર;

મળે !અહી ના કોઈ નાનું ના કોઈ મોટું બધા બધા; ને બધાજ સરખા બધાને પોતાની લાગણી ખુલ્લા  દિલથી વ્યક્ત કરવાની છૂટ ! અહી પણ પહેલા 

વિશ્વની માફક બધા પોત પોતાના વર્તુળ રચી લ્યે ;


ને પછી સૌ સૌના મિજાજ મુજબ ચર્ચાઓ કરે એમાં  ખોટું શું હે?                

આમ તો જગતમાં કોઈ નાનું છે જ નહીં અને એનાથી તો મોટું કોઈ હોય જ ના શકે!

“ જે સૌથી નાનું સમજોને શૂક્ષ્મ એ જ સૌથી મોટું”


તો અહી કોઈ નાનો જેને લોકો નાનો ગણે છે !

એવો માણસ પણ ક્યારેક એ કહેવાતા મોટાને પણ !

પણ મોટી વાત કહી જાય છે !

અને એ કારણે જ તો આપણી  સરકારમાં બેઠેલા ડરપોકો ડરી ગયા કે કોઈ એમને  આ માધ્યમ દ્વારા ઉઘાડા પાડી દેશેતો?

પણ એ નાદાનો એ નથી જાણતા કે ઉઘાડા; પળવાના ડરને કારણે ! આ નગર ઉજાડવાના; વિચાર માત્રથી તે સામે ચાલીને ઉઘાડા પડી જ; ગયા છે. એમને કદાચ એ ખબર નથી કે તેઓ

"એક;  રસ્તો બંધ કરશે તો બીજા હજાર રસ્તા ખૂલી જશે"! કદાચ જો એવું બનશે તો ત્યારે એક નવા પ્રલયનું નિર્માણ થશે ! પણ  આખી દુનિયા ક્યારેય ખતમ  થઈ નથી અને થવાની પણ નથી જ !!!

આપણે બધા આજે અહી છીયે ! શું એ !એ વાતનો પુરાવો નથી !કે દુનિયા આખી ક્યારેય ખતમ થઈ નથી !                 


પ્રલયની વાત નિકળીજ છે તો હવે “અજ્ઞાની”ની 

પ્રલય વિષેની વિચાર ધારામાં થોડું વહી લઈએ ;

************************************************************************************

પ્રલય...........  

હા ! આ પ્રલયની આગાહી !

હમણાં હમણાં ઘણી થાય છે !

તો શું ડરી જવાનું ?

અને કદાચ પ્રલય થાય તોય શું ?

એ કોઈ પહેલીજ વાર બનતી ઘટના નથી; 

અને છેલ્લી વારની  પણ નહીં જ હોય !

સદીઓથી આ ઘટના ઘટતી આવે છે !

એમાં કશું જ નવું નથી !

તો શું આ દુનિયા પૂરે પૂરી ખતમ થઈ ?

આપણું  આ દુનિયાનમાં હોવું !

શું એ વાતની સાબિતી નથી કે !

આ દુનિયા ક્યારેય પુરે  પુરી ખતમ નથી જ થઈ !                

અને થવાની પણ નથી !!!!! 

બની શકે એવું પણ કે !

ઘરના પાયાનું ખોદાણ કરતા !

અસ્થિ આપણને આપણા  જ મળે.....!!!   

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

વાત ક્યાંય ક્યાં નીકળી ગઈ !શું કરું ?

ખેર ચાલો ફરી આ રળિયામણા નગરની વાતો કરું હે ને ? તો આ નગરમાં રહેવાના બીજા કેટલાક મસ્ત મજાનાં ફાયદા જોઇયે ! 


આ શરીર વગરની આત્માઓની દુનિયામાં ઘણાના મન મળી જાય છે !ને પછી પહેલા વિશ્વમાં એટલે કે;


શરીરની દુનિયા જેમાં શરીરો ભટકે છે ત્યાં જઈ એમના શરીર  શરીરથી મળી જાય છે. 


હું એવા આ આત્માની દુનિયામાં મળેલાઓને વિનંતી

કરું છું કે ! અહી જેમ તમારા આત્મા મળી ગયા અને તમે એક બીજામાં ભળી ગયા  એજ રીતે શરીરની દુનિયામાં રહીને પણ આત્માથી જોડાયેલા રહેજો !  કેમકે એ જ કાયમ રહે છે શરીર નહીં !     


બીજી એક ઘટના અહી એ બને છે કે બહારની દુનિયામાં વર્ષોથી વિખૂટા પડેલાને અહી  શોધવાથી; એટલે કે !

આ ત્રીજા વિશ્વમાં શોધવાથી  મળી જાયછે. 


અને એમ કરતાં કરતાં રોજ રોજ નવા નવા સબંધો;

વિકસતા જાય છે. પછી તો જાણે એક મોટો પરિવાર .........બની જાય છે ; અહી પણ બધા તહેવારો આનંદથી 

ઉજવાય છે. અહી જન્મ દિવસની શુભ કામનાઓનો;

વરસાદ વર્ષે છે. અહી જોડાય છે એમ કદાચ કઈક  તૂટતું પણ હશે તો પણ એનો અવાજ નહીં સંભળાય;


કેમકે અહી નીરવ શાંતિ છે. અહી જે વાતો થાય છે એનો અવાજ એટલો ધીમો હોય છે કદાચ આપણને પણ નહીં સાંભળતો હોય કેમકે !

“અહી આત્મા બોલે છે ને આત્મા જ સાંભળે છે “ બહાર થતાં જગડા નો અવાજ કદાચ અહી સંભળાય છે પણ અહી થતાં !હા ક્યારેક થાય એ તો એમાં શું !તો

હુ એમ કહેતો હતો કે અહી થતાં જગડા નો અવાજ ક્યારેય બહારના લોકોને નથી સંભળાતો !જરૂરેય નથી. હે ને ?  

અને હા હજુ એક વાત રહી ગઈ કેટલાય નિવૃત લોકોને આ  દુનિયામાં; સુંદર રીતે સમય પસાર કરવાની પ્રવૃતિ મળી ગઈ જેમને બહાર એક પણ મિત્ર નથી એમણે અહી હજારો મળી ગયા છે!

હજુ એક મુદાની વાત રહી ગઈ ! 

“અહી  સબંધ છે પણ કોઈજ બંધન નથી”

હવે તો હાઉ ક્યો મને નીંદર આવે છે! કેટલા વાગ્યા ખબર છે ?

આ પૂરું નહીં કરુ ને તો હમણાં કુકડા બોલશે ! આમેય મને આટલું જ આવડે બસ સાવ ટૂંકું ને ટચ મને લાંબુ લાંબુ લખતા ના આવડે 

સાચું કહું છું ખોટું નથી બોલતો કાઇ.....  

ઠીક લ્યો ત્યારે બધા બધા ને બધાજ આત્માઓને કહું છું ....


શુભ...રાત્રિ........!!!!

*બ્લાસ્ટ* 

"અનંત "

અંદર બહાર 

બહાર અંદર 

અનેક અર્થમાં.... 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02aJaqXKitGEbkSgycFeDmhCNiBhCrxVvJCUgv5wX6V6nzmC2hFhk58m8qJyS6dTAAl&id=100002991311961&mibextid=Nif5oz

Friday, 3 February 2023

હીશાબ સરભર થાય છે.

 વર્ષો પહેલા ભાઈબંધે લખ્યું / કહ્યું હતું કે,,, 


કહી કહીને કશુંજ થતું નથી જે થાય છે, કહ્યા વગર થાય છે. 

જેટલું દેખાય છે એટલું જ નથી ! જ્યાં તમારી નજર જાય છે.


એથીય ઘણું વધુ છે જીવન પણ ક્યાં તમારી નજર જાય છે.?   

સમજણ આટલી ટૂંકી કેમ ? કોઈ કહે ત્યારેજ ખબર થાય છે . 


કૈક, જીવતાને આજીવન ઝોંપડામાંયે જગા નથી મળતી.તો-   

કોઈ મુફલિસની મર્યા બાદ આરસના મહેલમાં કબર થાય છે. 


પાક્કા ગણતરી બાજોનું ગણિત પણ ક્યારેક ખોટું પડે છે અહી-       

ઘણા બધા જીવતા મરે છે ! થોડા ઘણા મરીને અમર થાય છે. 


ક્ષણભર ય થંભતી નથી વણઝાર. ક્ષણ ક્ષણ અહી અનેક આવે-  

જાય છે. આ આવ જા માં રોજ લાખોની અવર જવર થાય છે.


કોઈ પોતાની અણઆવડત ના કારણે નીચે ઉતરે છે સતત,તો-  

કોઈ વિરલો નિજ આવડતથી સતત ઉપર ને ઉપર જાય છે.


“અનંત” આ જીવન સફર ના કદિયે પૂર્ણ થઈ છે ના થશે, જ્યાં       

પૂરી થયાનો ભરમ થાય છે ત્યાંજ શરૂ ફરી નવી સફર થાય છે.   


બધુજ ગમતું ના બને, ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે ! 

ત્યારે હું દુખી થયા વિના સમજુ છું, કે, હિશાબ સરભર થાય છે.!


"અજ્ઞાની"  


*બ્લાસ્ટ*


ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે.! 

હું સમજુ છું કે, હિશાબ સરભર થાય છે.! 


"અજ્ઞાની"


બ્લાસ્ટ :- અનંત" 


એ જીવી જાય છે ખરું જીવતે જીવ "અનંત"

જે અનંત પ્રેમમાં સતત તરબતર થાય છે..!  


"અનંત"


https://m.facebook.com/story.php?story_fbid=516781069792549&substory_index=516781069792549&id=100002991311961&mibextid=Nif5oz

तुम्हारे लिए सीर्फ तुम्हारे...

तुम्हारे लिए सीर्फ तुम्हारे... 

"अनंत" मेरा क्या है, 

मेरा तो मै भी नहीं।

"अनंत"



Thursday, 2 February 2023