https://youtu.be/BpwioPevpSY?si=sDKY8V4eYiDvaTq6
Wednesday, 27 November 2024
હાં તો બરોબરજ છેને
https://youtu.be/BpwioPevpSY?si=sDKY8V4eYiDvaTq6
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો..
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો તો કે,
*બ્લાસ્ટ*
ફરિયાદ કર્યા પહેલા...
"અજ્ઞાની" જરા ખુદની ભીતર ઝાંકો..!
બની શકે કદાચ પછી
ફરીયાદ કરવાની પ્રબળ ઇચ્છા..!
નબળી પડી જાય...
અથવા તો ફરીયાદ કરવાની
ઈચ્છાજ ન થાય...
એવુય બને.!
"અજ્ઞાની"
આવુ બધુ ઈ દાઢીવાળો કે'તો
હાચુખોટુ હૌ હૌની રીતે જાણે..!
😋
Friday, 22 November 2024
હું માત્ર ને માત્ર પ્રયાસ કરી શકુ..!
[21/11, 9:15 pm] Prakash Kavaiya: Same to you bhai bandh... તને પણ ઈશ્વર માફ્ કરે એવી મારી પ્રાર્થના...
બાકી બંગલા...તો મુંગી ઠોકી મન મા જાણતા હોય..તારી જેમ નગદ થી નથી લીધુ
[22/11, 12:50 pm] Paresh Katira:
હાં એ ફર્ક ચોક્કસ છે દોસ્ત કે તે બાકીમા બંગલો લીધો ને મે નગદમાં ઘર લીધુ છે. એ ખરૂ છે મગર નગદ નુ ઝાડ તો હતું નહીં ને..? મે નગદ કૈ રીતે પ્રાપ્ત કરી એ બાબતથી તું ભલીભાતી વાકેફ છેજ. તેમ છતાં તને જરા ઊંડાણથી વિચાર કરવા અર્થે કહું તો,
આપણા બંને વચ્ચે
આ પણ સૌથી બડો ફર્ક છેજ..!
મારા સંઘર્ષમય જીવનથી તું લગીરે અજાણ તો નહીંજ હોય ને.?
નગદ એમજ નથી પ્રાપ્ત થઈ દોસ્ત.!
બે ભઠ્ઠી ની આગ વચ્ચે સતત તપ્યો છું, આંસુ અને પરસેવા સાથે લથબથ ત્રણ માણસનુ કામ વહેલી સવારથી મોડી રાત સુધી એકલાએ કર્યુ છે.
તનતોડ મહેનત સાથે ત્રીસ ત્રીસ વર્ષ તપસ્યા કરી છે.!
એક હદ સુધી અન્યાય પણ સહન કર્યો છે, ત્યારબાદ હક્ક માટે લડ્યો છું.
હાં ગુસ્સામાં ચોક્કસ બેફામ બોલ્યો છું.!
મગર અંતરથી તમામ સાથે સદભાવ રાખ્યો છે.!
સૌથી પહેલા બધાના ઘર બનાવ્યા છે.
બસ્સ આજ કારણે નગદ નારાયણ મારી પર ખૂબજ પ્રસન્ન થયા.
અને સૌથી છેલ્લે મે નગદ નારાયણની ક્રૃપાથી ખુદનુ ઘર બનાવ્યું છે દોસ્ત.!
હંમેશા *માત્ર* વાણી દ્વારા સૌને સહકાર આપ્યો છે.!
જેટલુ સમજ્યો છું જીવવને એટલુ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
*હ્રદય વીશાળ તો દુનિયા નીશાળ*
ભાઈબંધ અજ્ઞાનીએ લખેલી આ ઉક્તિ મુજબ
જે નથી સમજ્યો એ સમજવા ની હંમેશા કોશિશ કરી છે.
હું જે જેટલુ સમજ્યો છું એટલુ જરૂર પડ્યે કોઈ સમજવા માંગશે તેને પ્રેમથી સમજાવીશ માર્ગદર્શન આપીશ.!
મગર વરવા અનુભવ ના કારણે,
*નાણાંકીય* મદદ ક્યારેય કોઈને ન કરવાનો દ્રઢ નીર્ણય કરી લીધો હોય *નહીજ કરૂ.!*
સંપૂર્ણ ઈમાનદારી સાથે હંમેશા કોષીશ કરી છે કે કોઈને પણ તકલીફ ન પડે.
સૌને સાચો મારગ બતાવ્યો છે.
*અગર યાદ હોય તો તને પણ.! મે અનેક વાર ઉતમ મારગજ બતાવ્યો છે.*
મગર આ પામર જીવ સૌ કોઈને પોતાના નીજી કર્મની પીડામાંથી બચાવી નથી શક્યો.!
*ખુદને પણ નહીં.!*
*મગર આ અંદરની હકીકત કોઈ સમજે નહીં એમ્મા માર્રો તો કૈં વાંક્ક નજ કહેવાય ને...😜*
ખૈર...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી પ્રાર્થના વાંચો..!
*હે મારી પ્રીય ઈશ્વર*
*તું મારી પ્રાર્થના કબુલ નૈ કરે તો પણ ચાલશે*
*મગર મારી બદદુઆ તો ક્યારેય ભુલથી પણ કબુલ નજ કરજે..!*
*કેમકે હું* *"અનંત"*
*લગીરે નથી ઈચ્છતો કે,*
*મારા પોતાના ક્યારેય પણ દુ:ખી થાય*
*"અનંત"*
*બ્લાસ્ટ*
*"અજ્ઞાની" અપેક્ષા વધે તો દુ:ખ વધે.*
*અગર જો અપેક્ષા ઘટે તો સુખ વધે.*
*"અજ્ઞાની"*
ઉપરોકત તમામ હકીકત કહેવા પાછળ પણ મારો શુભ આશય છે.
*જો તને દેખાય સમજાય તો.*
*બાકી તું અને તારી સોચ તારો સ્વભાવ હંમેશાથી નબળી અને નકામી બાબત નોંધવા, જોવા, દેખાડવા ટેવાયેલા હોય,અગર આજે આમાં પણ તને એવુજ કૈ નબળુ દેખાશે, સમજાશે અને તું નબળુજ જોશે, નોંધશે સમજશે તો પણ મને લગીરે નવાઈ આશ્ચર્ય કે આઘાત નહીંજ લાગે.!*
*કારણ કે તારાજ કહેવા મુજબ હું તારી રગેરગથી વાકેફ છું 🙌*
[22/11, 4:46 pm] Paresh Katira:
અને હાં સૌથી મહત્ત્વની વાત કૌ તને.
*હું ક્યારેય કોઈની ઈર્ષા નથી કરતો*
એમ કહીશ તો વળી તને ગેર સમજ થશે અને તું તારા સ્વભાવ મુજબ ભળતુજ વીચારશે.!
માટે હું એમ કહીશ કે,
મારી સાથે કોઈપણ રીતે કોઈપણ સંબંધે જોડાયેલ વ્યક્તિ, મારાથી વધુ ખુશ હોય, સુખી હોય, હોંશિયાર હોય, એનો મને હંમેશા આનંદ રહ્યો છે.! એના પ્રત્યે મને માન થયું છે ગર્વ થયો છે.! કારણ કે એ કોઈ પણ સબંધૈ મારી સાથે જોડાયેલા છે.!
કોઈની લીટી નાની કરીને મે ક્યારેય મારી લીટી મોટી નથી કરી બલ્કે આપ બળે એવં મારી પ્રીય ઈશ્વરની દયા કૃપાથી આપોઆપ મારી લીટી મોટી થતી રહી છે.!
*ઈશ્વર સૌનું કલ્યાણ કરો*
[22/11, 6:13 pm] Paresh Katira: અને અંતમાં વર્ષો પહેલા સાંકડી ગલીના છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી સાથે બંને ભાઈબંધોએ સ્પે. મારા માટે લખેલી બે રચના. જેમાં એક અલૌકિક છે અને બીજી લૌકિક. અજ્ઞાનીએ લખેલી રચના વીશે હું ખાસ કૈ નહીં કહું, મગર અનંતે જે રચના મારા માટે લખી છે એમાં એણે એવા તમામ લોકોને જવાબ આપ્યો છે જે મારા વીશે હકીકત જાણ્યા સમજ્યા વગર પોતાની મનમરજી મુજબ ગમે તે ધારે છે, ગમે તે વીચારે છે, એ તમામને અર્પણ કરી ને હું વીરામ લઈશ..!
પછે તારીજ ઈચ્છા મુજબ અમુ અને અતુલની હાજરીમાં જ્યારે પણ તું કહેશે, જ્યાં પણ કહેશે ત્યાં તારા સહિત બે ભાઈબંધ સામે હું, તારી મને જે ઘઘલાવવાની ઈચ્છા છે અથવા તારી જે કૈ પણ મને કહેવા સંભળાવવાની ઈચ્છા છે એના માટે હું મને હાજર કરી દઈશ...
તારી હરેક શંકા, તરા હરેક સવાલનો જવાબ શાંતી પુર્વક આપીશ અને તને આજ સુધી થયેલી તમામ ગેરસમજ દૂર કરવાનો ઈમાનદારી પુર્વક નમ્ર પ્રયાસ કરીશ મૌજથી...
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ સાથે..!
બસ ત્યાં સુધી તું વર્ષો પહેલા બંને ભાઈબંધોએ મારા માટે લખેલી આ બે રચના મમળાવ.!
બંને હાલના સંજોગોમાં અર્થ સભર, અર્થપૂર્ણ છે એવુ મારૂ નમ્ર પણે માનવું છે.! 😘💃😘
"અનંત હું માત્ર ને માત્ર પ્રયાસ કરી શકુ..!
બદલાઈ શકું મગર બદલાવી ન શકું
"અનંત" મારી ઈચ્છા થી હું બદલી શકું મને.!
મગર તારી ઈચ્છા વગર હું બદલી ન શકું તને .!
" અનંત "
Thursday, 21 November 2024
અગમ અગોચર
વર્ષો પહેલા....
દાઢીધારી ભાઈબંધે આવું કાં'ક કહ્યું હતું.
*બ્લાસ્ટ*
છે નથી.
નથી છે.
નથી છે.
છે નથી.
જે છે તે છે જે નથી તે નથી.
જે નથી તે છે જે છે તે નથી.
"અજ્ઞાની"
હું "અજ્ઞાની" છું હું કશુંજ જાણતો નથી.
એ પરમ સત્ય છે, એજ જ્ઞાન છે.
મગર....
હું જ્ઞાની છું તું કશું જાણતો નથી.
એ કેવળ ભ્રમ છે, અજ્ઞાન છે.
મથ્યા અભીમાન છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
ઈચ્છા હોય તો,
બદલાઈ શકો મગર બદલી ન શકો.
ઈચ્છા હોય તો પણ..!
અર્થાત્
"અજ્ઞાની" બદલો મગર બદલો નહીં.
અર્થાત્
બદલવાની કોશિશ કરો
મગર
બદલવાની કોશિશ ન કરો.
"અજ્ઞાની"
વર્ષો પહેલા આવુ બધુ અટપટું
ભાઈબંધ અજ્ઞાનીએ ઊંઘમાં કહેલું.
જે મે જાગીને જોયું તો,,,
અનંતે કહ્યું હતું કે,
आज चली जाए।
कल कभी ना आए।
वीते हुए हर पल "अनंत "
ख्वाब बन के रह जाये।
"अनंत"
ઈશ્વર ની શાક્ષીએ સત્ય ના રસ્તે ચાલી ન્યાય માટે પ્રયાસ કરવો.
"અજ્ઞાની" કોઈ પણ નિર્ણય આવેશ કે ગુસ્સામાં ન લેવો.
"અજ્ઞાની"
"અજ્ઞાની" કોઈ પણ પ્રકારના લોભ લાલચે કે નીજ સ્વાર્થે જૂઠનો આશરો ક્યારેય ન લેવો. કારણ કે જુઠ હોય યા સત્ય ગમે ત્યારે ઉજાગર થઈજ જતુ હોય છે.
એક જુઠ છુપાવવા આગળ જતાં
જેમ તમે જુઠ બોલશો તેમ તેમ વધુને વધુ સત્ય ઉજાગર થતુ જશે અને આખરે તમે ફસાઈ જશો.!
" અજ્ઞાની "
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા ભાઈબંધે અજ્ઞાનીએ
સાવ ટુંકમાં અતી ગુઢાર્થમા કહ્યુ હતું કે,
મારૂ મારૂ મારે છે.!
તારૂ તારૂ તારે છે..!
"અજ્ઞાની"
मंदिर मस्जिद भटकी मुरख
नाहक पैर घीसे।
"अज्ञानी" अपने भीतर झांक के
देख कभी ईश्वर वहीं दिसे।
"अज्ञानी "
संतोष मे सुख भरा पडा है।
असंतोष बडा दुख दाई रे।
रे मुरख तेरी जरूरत थोडी,
करे क्युं ज्यादा हाय हाय रे।
"अज्ञानी"
હોય થોડામાં જાજી મજા.
વધુમાં મજા હોય ઓછી.
પચે એટલુ જમીએ તો જીવને
સ્વાદ એવં તૃપ્તિ મળે.
ઠાંસી ઠાંસીને ખાય એ જીવ
ખાયને અકળાય...
સ્વાદ પણ રહે ન યાદ
પડ્યો પડ્યો ઓહવાય...
Tuesday, 19 November 2024
Monday, 18 November 2024
લીંબુ લો
હાં, તો....
ધ્યાનમા આવ્યુ છે કે,,,
આયાં કણે
આ લાઈતું ( લાઈકુ) અને કમેંતું વિના,
ઘણાને માનસિક તકલીફ થઈ જાય સે ... ( લાઈગુ?)
આજના આધુનિક સસમયની....
આ સૌથી મોતી સમસ્યા છે, તકલીફ છે, બીમારી છે!
સાલી કેવી અજબ બિચારાઓની લાચારી...
મને તો આ L.K માંગે તે ભીખુ લાગે 'ને,
આપે તે દાની ...
અને, આને કહેવાય ના, દાની... બે અર્થે મા....
તો નક્કર પ્રવૃતિના ભાગ રૂપે મે નક્કી કર્યું છે કે.....
કોઈ પણ જાતનો આડો ઊભો ચાર્જ લીધા વિના....
સાવ કરતાં સાવ મફતમાં આ મારાજ બનાવેલા....
સખત L.k નજરબંધી લીંબુ મરચાં... :)
આજે જ હું જાહેરમાં મૂકી દઉં છું વેંચવા ...
તો, આ ભયંકર બીમારીમાં, તરફડિયાં મારતા,
બિચારા લાચારો બીમારોને....
અને L.K વી વિના માંદા પડી જતાં હોય અને,
L.K માટે મુજરો કરતા મજૂરો , મજબૂરોને....
કાંક રાહત થાય એ વાસ્તે....
જાહેરમાં આ L.K પેસિયલ લીંબુ મરચાં ....
હું સાવ કરતાં સાવ મફત મૂકું છું .... :)
આ પેસિયલ લીંબુ મરચાં....
માત્ર શ્રધ્ધાળું કે અંધ શ્રદ્ધાળુજ લટકાવી શકે...!
એવો કોઈ નિયમ નથી... :)
આસ્તિક , નાસ્તિક, મારા જેવા લોફર કે,
તમારા જેવા ખીલોસોફર... :)
અંધ શ્રધ્ધામાં ના માનતા હોય....
એને પણ મફતમાં લઇ જવાની છૂટ છે ... :)
નોંધ:-
***આ મફત ઓફર સ્ત્રીઓ માટે હરગિઝ નથી**
પૈસા આપે તોય નૈ....
કેમકે,
લેડીસોને સ્ત્રી હોવાના નાતે....
આવી કોઈ બીમારી લાચારી તકલીફ નથી....
એવુ માનવુ નરી મૂર્ખતા હશે,
નાદાનોની નાદાની હશે...!
કેમકે, આ બીમારી તો બધાય ને છેજ !
અપવાદ બાદ કરતા. અકલે કે "મને બાદ કરતાં"....:)
કિન્તુ, પરંતુ, હુ એમ કેવા માંગુ છુ કે,
લેડીસોને સ્ત્રી હોવાના નાતે....
આ L.K પેસિયલ લીંબુ "મરચાં" લેવાની જરૂર નથી...! પડતી...
જો કે અંદરો અંદર એ લેતીજ હોય છે.
પુરૂષ ના વાંકે.
ભૈ આકર્ષણ તો આકર્ષણ જ હોય છે ને..!
છતાં પડતી હોય એ લૈ શકે છે મરચા,અને, લીંબુ....
પડતી અકલે કુંડલીમા જે ચડતી પડતી હોય એ સમજવુ...
મને આની, અકલે કે, L.K પેસિયલ લીંબુ મરચાંની ....
જરૂર ઓછી પડે છે કેમકે, હુ જર્રાક અમથો દંભી છું..!
અકલે કે મનમૌજી છુ.
માંગુ નૈ મૌજ પડે તો આપી દૌ....
મારે એવુ કૈ નૈ કે આપે તોજ.! આપે એને આપવુ...
હુ તો "ગમે" એને /તેને, ગમે ત્યારે આપુ.... 😇
ખાસ સુચના.., ચેતવણી...
મહેરબાની કરી મફત મળે છે તો,
નિચોવીને સરબત બનાઈ ને પી લઈશું ...
એમ વિચારી કોઈએ લીંબુ લેવા નૈ....:)
અને મરચાં તો કોઈએ લેવાજ નૈ... :)
મરચાં લેવાની તો સખત મનાઈ છે... :) :) :)
તેમ છતાં અગર કોઈ મરચાં લેશે તો,,,,
લીધા પછી કાય પણ થશે, થાય તો,
ક,તિરા કંપની જવાબદાર નૈ હોય ... :)
માટે જેને લેવા હોય તે લીંબુ મરચાં સાથે જ લેશે...
અને તોજ ફાયદામાં રેશે... :)
( મોટા ભાગે મફત મળતી ઉપલબ્ધ થતી વ્યક્તી કે વસ્તુને લોકો નીચોવી લેતા હોય છે..! )
ક્યાં લટકાવવા ,ક્યારે લટકાવવા કેમ લટકાવવા...?
એ સૌએ જાતે નક્કી કરવાનુ રહેશે....! 😇😇😇
આ બાબતે કોઈ ફરિયાદ હોય યા, આ લીંબુ મરચાં લટકાવ્યા પછીય કાય ફેર નો પરે તો ....
લખાણ ને લખ્ણ પર વધુ ધ્યાન આપવુ અકલે કે,
સુધારવા /સુધરી જવુ...
મરચા લેવા ને લીંબુ નીચોવી પી જવુ....
જો કાય ફેર નો પડે તો......
બ્લાસ્ટ :-
"અજ્ઞાની "
જે વસ્તુ કે વ્યક્તિનો કોઈ વિકલ્પ ના હોય....
ત્યારે તેજ વિકલ્પ હોય છે..!
અકલે ત્યા સુધી તેનાથીજ ચલાવવુ......
" અજ્ઞાની "
L. K અર્થાત્ જે વાસ્તે લીંબુ મરચા લટકાયા એ
લાઇક & કમેંટ.. 😂😛🤣
https://www.facebook.com/share/14maRgztveC/
મારામાં શોધતી હતી તું તને.
વર્ષો પહેલા ....
શોધખોળના અંતે, એકબીજાને મળી ગયા પછી,
ભાઈબંધે એની એ ચહિતીને આ વાત કહી 'તી ...
મારામાં શોધતી હતી તું તને.
તારામાં શોધતો હતો હું મને.
"અનંત" એમ શોધતા શોધતા ,
અંતે મળી ગયા આપણે બંને..!
અને,,,
બસ અહીથી આગળ કાગળમાં કશું લખેલ નથી....
અકલે "અને" પછી એ શું કહેવા ચાહતો હતો એ મને ખબર નથી ...
https://www.facebook.com/share/1Aq8GX4ESv/
હમણાં હમણાં
લમણે લાગ્યા પછી ઘોઘી કે છે હમણાં હમણાં..
કે ઘોઘા મારે તારી હારે હવે લેવા નથી લમણા...
https://www.facebook.com/share/p/15YCneicu8/
છલકે તારી આંખોમાથી દારૂ હજુ વધારે ....
છલકે તારી, આંખોમાથી, દારૂ હજુ વધારે ....
છઅલ.. કે,એ એ એ... તારી આંખોમાથી,
દાઆઆઆરૂ હજુ વધારે ....
ઊગતા રહે તારા હોઠો પર ગુલાબ હજુ વધારે ....
ઘોઘો પાણીનો ગ્લાસ હાથમાં લઈ ,
પોતાની મૌજમાં વિચિત્ર ગાયન ગાય છે...
અને, ઘોઘી આવી જાય છે .
અકલે બબાલ થાય છે .
સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ઘોઘી કહે છે.
Areeeee...
"ઘોઘા આ શું ગાય છે તું ...?"
Areeeee... Areeeee... શું કરે છે એમાં
"ગીત ગાઉં છું કેમ?"
પણ ક્યુ..?
"હિન્દી"
"પણ તું તો ગુજરાતીમાં ગાય છે."
"હાં તો , મને ગુજરાતીય આવડે છે..!"
"પણ તો ગુજરાતી ગા ને "
"નથી આવડતું"
"લે ...! હમણાં તો કહેતો હતો કે,"
ઘોઘીની વાત પૂરી સાંભળ્યા વિના ઘોઘો બોલ્યો ...
" એ તો હજુ પણ કહું છું .."
અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ ....
" શું પથ્થારી ફેરવે છે ગીતની અને મગજની "
ઘોઘાએ પણ ગુસ્સે થઈ કહ્યું .
" તું પથ્થારી ફેરવે છે હું નૈ અક્કલ વગરની માંડ જામ્યું હતું."
મૂક મૂરખ મગજમારી તારે જે ગાવું હોય જેમ ગાવું હોય તેમ ગા ..!
હું તો આ ચાલી. એમ બોલી છણકો કરતી ઘોઘી ઘેર જવા સોફા પરથી ઊભી થવા જાય છે ત્યાં ઘોઘી નો હાથ પકડી ઘોઘો ગાય છે ....
અત્યારે ના જાને છોડી ને કે દિલ હજુ ભરાયું નથી ...
હજુ હમણાં તો આવી છો ....
હમણાં હમણાં તો...
હાથ મુક્ક ઘોઘા...
મારે લમણા નથી લેવા તારી સાથે સમજ્યો ...
તું તો નવરી બજાર છો મારે હજાર કામ છે
હુહ.!
એમ છણકો કરી ઘોઘાના હાથમાથી હાથ છોડાવી ઘોઘી સાચુકા વૈ ગૈ બોલો ...
https://www.facebook.com/share/p/1AqzmdcLVb/
નામ વગર ના સંબંધો.!
આ અદ્ભુત ગીત મારા કાન સાથે અથડાયુ અને હ્રદયમાં થયેલ અલૌકિક ઝણઝણાટી સાથે
વર્ષો પહેલા ભાઈબંધે કહેલું એ યાદ આવી ગયુ.
વર્ષો પહેલા ચાયની ચુસ્કી બાદ
અચાનક અનંત ને
આત્મામાં ઉજાગર થયેલ સહજ ઉર્મિ બાદ
અનંતે કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
"અનંત" એ સબંધ ક્યારેય આમ ન હોય.!
ખાસ હોય છે.! જે સબંધ ને નામ ન હોય.!
"અનંત"
https://youtu.be/ky85oO2h0To?si=l_rqSu-iaIv61_by
*બ્લાસ્ટ*
હોવાને તો છે બધુ મારી પાસે.
જરૂરથી પણ વધુ છે મારી પાસે.
ખોવાને તો છે ઘણું મારી પાસે.
ડર કોઈ વાતનો મને તેમ છતાં એટલે મને નથી "અજ્ઞાની" કે તેથી મારી પાસે ગુમાવવા જેવુ કશું
છેજ નહીં.!
કારણ કે, હું જાણું છું હે ઈશ્વર એક તું છે મારી. તેથી મારૂ બધુ તારૂ છે. તારા સિવાય મારૂ તો કશું છેજ નહીં.
"અજ્ઞાની"
Friday, 15 November 2024
ન હોય તે હોયજ
https://youtu.be/jDTvgX8bMuA?si=HV1gUoY7Id8wZ4cp
https://youtu.be/1rOknBj4ewg?si=bJ0a7ScAzkKvM067
Monday, 11 November 2024
યે ભી !
યે ભી ! આગેસે હી ચલી આ રહી હે....:)
ઘોઘો ઘોઘીના પ્રશ્નનો જવાબ આપવામાં ખૂબ વિલંબ કરતો હોય,ઘોઘીએ ઘોઘાને ચેતવ્યો પણ ખરો કે ...
અંતિમ સંવાદ >>>>
ઘોઘી પોતાને થયેલા અને ઘોઘાને કરેલા પ્રશ્નનો જબાબ સાંભળવા ખૂબ ઉત્સુક હતી...
ઘોઘી :- હા તો બોલ ઘોઘા તને યાદ આવ્યું....
ઘોઘો:- હ,,હા,,હા,,,યાદ આવ્યું ...
ઘોઘી :- હા તો જલ્દી બોલ ! નૈ તો હમણાં મારી માં હાકલ મારશે તો મારે ઘેર જવું પડશે ...
ઘોઘો :-હા તો ભાઈબંધ કહે તો કે...
હજુ ઘોઘો જવાબ આપવા જાય છે ત્યાં જ ઘોઘીની માં હાકલ મારે છે અને ઘોઘી ગુસ્સે થઈ
હું જાવ છું કહી છમ છમ કરતી ચાલતી પકડે છે....
આગળ....
હવે તો નક્કી અઠવાડીયા સુધી ઘોઘી નહીં જ દેખાય કોણ જાણે ક્યાથી આવા પ્રશ્નો એના નાનકડા ભેજામાં આવે છે સમજાતું નથી.
આમ બબડતો બબડતો ઘોઘો પાણી પીવા પાણીયારા તરફ જાય છે ..!
પાણી પી ને ઘોઘો ઘરમાં આમ તેમ આંટા મારતા મારતા વિચારે છે , હવે ઘોઘી તો આવવાની છે નહીં તો પછી મારે અહી ઘરમાં આંટા ફેરા કરવાનો કોઈજ અર્થ નથી,
એના કરતાં તો બહાર ખુલ્લી હવામાં ચક્કર મારતો આવું સાલું અમથે અમથું એના વગર ગુંગણામણમાં રહેવું એના કરતાં તો બહારજઈ એકાદ બાગમાં લાકડાના બાંકડા પર બેસી,
એ...યને ખુલ્લી હવામાં ઊંડા સ્વાસ લઉં તો સ્વસ્થ્ય સારું રહેશે...
આમ વિચાર કરી ખીટી પરથી શર્ટ ઉતારી પહેરી આમ તેમ આંટા મારતા મારતા બટન બિડતા
બિડતા બબડવા લાગ્યો આજ નહીં તો અઠવાડીયા પછી ઘોઘી જવાબ માંગવા તો આવશે જ ...!
ખૈર ત્યારની વાત ત્યારે ઘરની બહાર નીકળ અત્યારે....
મનો મન પોતાને જ કહ્યું .
મનોમન આમ બબડતો ઘોઘો સ્લીપર પહેરી બહાર નીકળવા જાય છે,
ત્યાં જ ઘોઘી પ્રગટ થાય છે ...
ઘોઘા આમ છટકીને જાય છે ક્યાં ...?
ઘોઘીએ સીધોજ પ્રહાર કર્યો ને ઘોઘો ઠાર.....
ઘોઘાની ધારણા ફરીવાર ખોટી ઠરી ....
આશ્ચર્ય સહ ઘોઘો બોલ્યો લે તું આવી..!
મને એમ કે...
એક હાથ કમર પર ટેકવી બીજા હાથની આંગળી ઘોઘાની ચિબુક પર અડાડી,
રુઆબભેર ઘોઘી બોલી ..
તને એમ કે હવે હું નૈ આવું હે..! એમ..હે !
એમ હું તને છટકવા દઉં એમ તું માને છે ? તો તારી ભૂલ છે અંત સુધી પીછો નૈ છોડું તારો સમજી લેજે ઘોઘા.!
હજુ ઘણા અધૂરા હિસાબ સરભર કરવાના બાકી છે સમજ્યો...
છૂટકો જ નથી ને એ તો સમજ્યા વિના,
ઘોઘો મનોમન બોલ્યો....
મોમાંથી માત્ર હં , હં...હા એ તો છેજ ને એટલું જ બોલી શક્યો ...
તું જતો ક્યાં હતો એ તો કે' ...
બહાર ફરવા ખુલ્લી હવા શ્વાસમાં ભરવા....
ઘોઘીએ નાઈટ ડ્રેસમાં સજ્જ છે. ગુલાબી ગાઉન પહેર્યું છે ઢીલો ઢીલો અંબોડો વાળ્યો છે,
મસ્ત લાગે છે હો ઘોઘી તું રાતના,
ઘોઘાએ ઘોઘીના વખાણ કરવામાં બાફયુ ઘોઘીએ એ માપ્યું અને ઘોઘાને પૂછ્યું.
તો શું દિવસે હું ભૂંડી લાગુ છું ...?
ના,,ના,,ના રે .. મ, મ,,મે એવું ક્યાં કહ્યું ઘોઘી
તું,,તું તુંતો દિવસે પણ રાત જેવી જ લાગે છે...
શું ક્યારનો બાફે છે , મારા વખાણ કરવાનું રેવાદે...
તને સરખા વખાણ કરતા નૈ આવડે , તું તારા અફાલ જો...!
કેમ મારામાં શું વાંધો છે ?
શું વાંધો નથી તારામાં એ પૂછ !
માલામાં શી વાંધો છે વારી ..
ઘોઘીએ ઘોઘાના ચારા પાડ્યા ...
અચ્છા..! તો શું વાંધો નથી મારામાં એ કે',
તો મનેય ખબર પડે ને હું રાજી થાઉં..
બાકી મને તો કાયમ મારમાં વાંધાજ છે એવું લાગ્યા કરે છે...
અક્કલ વગરના મને લાગતું નથી પણ,
દેખાય પણ છે ....
શું દેખાય છે ..?
વાંધા...! બીજું શું .!
એજ તો હું કહું છું ...
એજ તો કહું છું શું આમ જો ! કહેતા,
ઘોઘીએ ઘોઘાને કાંડેથી પકડી ઘરમાં ખેંચ્યો ને કહ્યું.
આ જો તારા શર્ટના બટન જો ...!
ઘોઘો સાચે પોતાના શર્ટના બટન જોવા લાગ્યો.
પછી ઘોઘી સામે જોઈને કહે મને ખબર છે એમાં તે
નવું શું કહ્યું !
બટન અલગ અલગ કલરના છે એજ ને ! બીજું શું ! ,
છે તો છે ! એમાં હું શું કરું..!
મારી પાસે જે કલરના હોય એજ ટાંકું ને... !
ઘોઘાના લમણે ચાર આંગળી વડે ધક્કી મારતા ઘોઘી બોલી ,
ઘોઘા...ઘોઘા...! સાવ ઘોઘોજ છે તું...!
તને બીજું કશું નથી દેખાતું .!?
આ જો..જો આ તારા શર્ટના બટન જો !
તે કેમ બિડ્યા છે ઊંચા નીચા ....
એના કારણે તારો શર્ટ પણ આડો અવળો લાગે છે અને તું સાવ લઘરો લાગે છે લઘરો ....
બટન બિડતાય આવડતા નથી ને, સાહેબ શ્વાસમાં હવા ભરવા બહાર ફરવા ચાલ્યા બોલો... !
ઘોઘાનો શર્ટ ખેંચીને બતાડતા ઘોઘીએ ઘોઘાને ઊંચા નીચા બિડેલા બટન બતાવ્યા....
ઘોઘો ખેંચાતો ખેંચાતો ઘોઘી પર ઢળતા ઢળતા રહી ગ્યો...ઘોઘએ જાતને સંભાળી લીધી...
એ,,એ..એ તો ક્યારેક એવું થાય ઘોઘી એમાં શું આટલી રાડો પાડે છે...
બોલતા તો ઘણું આવડે છે,
બટન બિડતા નથી આવડતું ...! ?
ના..! તું શીખવ ને..!
ઘોઘાએ મીઠી મજાક કરી લહેરતા સ્વરે કહ્યું ...
ઘોઘાને શર્ટ વડેજ પકડીને નજીક ખેંચી ને, લાવ શીખવાડું,
એમ કહી ઘોઘો ઘોઘાના શર્ટના બટન ખોલવા લાગી ...
ઘોઘીના હાથમાથી પોતાનો શર્ટ છોડાવવા,
આઘો ખસતા ઘોઘો કહે ,
અરે ..અરે...પણ ,,પણ આ શુ કરે છે ઘોઘી તું...?
ઘોઘાને ફરી કોલર પાસેથી પકડી નજીક ખેંચતા,
ઘોઘાને વઢ્તા ઘોઘી કહે,
બટન બિડતા શીખવું છું બીજું કાય નથી કરતી સમજ્યો...
શાંતિથી સીધો ઊભો રે....
પણ ,,પણ.. તું તો બટન ખોલી રહી છે ઘોઘી.
બટન બિડતા શીખવે છે કે ખોલતા ...?
અક્કલ વગરના ખોલ્યા વિના બંધ કેવી રીતે થાય,,,!
આ, તે બટન ઊંચા નીચા બિડ્યા છે, તો,
ખોલવા તો પડશે કે નૈ...!
હા હવે ભૈ ,,! ખોલ બંધ તારે જે કરવું હોય એ કર...
પણ જલ્દી કર મારે બહાર જવું છે ....
શર્ટના બટન ખોલી ને ફરી સરખા બિડતા બિડતા ઘોઘી એ કહ્યું હવે બહાર જવાનું કેન્સલ હોં...
કેમ કેન્સલ ...?
કાલે જજે ..!
પણ કાલે કેમ ? આજે, અત્યારે કેમ નહીં...?
કેમ ભૂલી ગયો ? મે તને એક સવાલ પૂછ્યો હતો .! તારે એનો જવાબ આપવાનો હજુ બાકી છે ...!
ક્યો સવાલ ?
બસ.... ભૂલી ગ્યો ચોવીસ કલાકમાં ..!
ઓહ...! ચોવીસ કલાક થઈ ગ્યાં ..!! લે બોલ ! તો તો પછી ભૂલાય જ જાય ને ઘોઘી ...
આમ કહી ઘોઘો હસતાં હસતાં કહે ચોવીસ મિનિટ પણ મને કશું યાદ નથી રહેતું...
જાણું છું હું બરાબર જાણું છું પણ તુ ચિંતા ના કર...
હું નથી ભૂલી હોં !
હું તને ફરી એજ સવાલ પૂછીશ....
એટલે તને યાદ આવી જશે હોં...!
બૌ ચિંતા ના કર અને ચૂપચાપ સોફા પર બેસી જા..!
બટન સીધા બિડાઈ ગ્યાં છે હોં...!
આમ લહેકા થી કહી ઘોઘી ઘોઘાને બે ખંભા પકડી અવળા પગેજ સોફા સુધી લઈ ગઈ...
ને હળવેકથી ધક્કો મારી સોફા પર બેસાડી દીધો,
અને પોતે પણ ઘોઘની બાજુમાં ધબ્બ દઈને બેસી ગઈ...
ઘોઘી બેઠી તો ઘોઘો ઊભો થવા લાગ્યો યાર મને જવાદે ને ...!
ના..! ઘોઘીએ ભાર પૂર્વક ના કહી દીધી.
અને હાથ ખેંચી ઘોઘાને પાછો સોફા પર બેસાડતા બોલી.
નૈ જવા દઉં પહેલા મારા પ્રશ્ન નો જવાબ દે..!
પછી તુ તારે, તારે જ્યાં જવું હોય ત્યાં જજે...!
ઘોઘો સરખો સલવાણો.
પણ નક્કી કર્યું એટલે પત્યુ હવે જવું તો પડે જ !
પણ ઘોઘી સોફા પરથી ઉઠવા નથી દેતી કરવું શું ?
આમ વિચારતો હતો ત્યાં ઘોઘાને ઝબકારો થયો અને તે આરામથી સોફા પર બેસી ગયો.
હજુ તો ઘોઘી ગઈ કાલ વારો પ્રશ્ન યાદ કરાવવા જાય છે ત્યાં ઘોઘો કહે.
એ બધુ પછી કહેજે પહેલા તું મને એક ગ્લાસ પાણી પીવડાવ...
તારી સાથે લપ કરીને મારુ ગળું સુકાઈ ગયું છે ...
ઘોઘી આંખ મિચકારી બોલી, હે.! લપ તે કરી કે મે..?
ગળું તો મારુ સુકાઈ જવું જોઇયે તારું નૈ...
ઘોઘાએ વળતો વાર કર્યો .. હું પણ એજ કૌ છું લપરી..!
તને કોણ પાણી પીવાની ના પાડે છે જા ઊભીથા તું પણ પાણી પી ને મને પણ પીવડાવ....
ભવ ભવનો તરસ્યો તેમાં હુહ..!
આમ છણકા સહ બબડતા ઘોઘી,
પાણી ભરવા પાણીયારા તરફ ગઈ ...
મોકો જોઈ ઘોઘો ઊભો થઈને ભાગ્યો ઘરની બહાર....
ઘોઘી તિણા સ્વરે ચિલ્લાતી રહી ,
ઘોઘા.. એ.. ઘોઘા... રહી ઊભો રેતો .. ઘોઘા....
પાછો વળ ઘોઘા તને કૌ છું...
પણ હવે પાછો વળે ઇ ઘોઘો નૈ...
પાણિયારે ઊભા ઊભા જ ઘોઘી ગુસ્સાની મારી એક શ્વાશે પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ ...
ખબર જ હતી નૈ રોકાય કોઈના બાપથી નૈ રોકાય..
જે નક્કી કર્યું એ કરવું એ એનો સ્વભાવ છે....
એ ઘોઘી ભલીભાતી જાણતી હતી.
સાવ પાગલ, ધૂની તેમાં ..!
આમ મનો મન બબડતી ઘોઘી રવેશમાં જઈ લાકડાના પગથિયાં પર બેસી ઘોઘાના આવવાની
રાહ જોવા લાગી ....
ક્રમશ:-
બ્લાસ્ટ:-
"અનંત" સાચું કહું છું તું અર્થ શોધવા જશે તો આ ક્ષણનો આનંદ પણ ઓછો થશે.
બહેતર એજ છે, કે, જે સામે છે તેને જો ! બની શકે પછી એ પણ જોવા ના મળે.
"અનંત"
ક્રમશ...:)
https://www.facebook.com/share/p/1B8yrZif79/
Friday, 8 November 2024
गलत फैमी दोनों तरफ है।
https://youtu.be/xBy-Mo2R4hA?si=n08XJHHQtngHG-AB
https://youtu.be/kOd75w27RMI?si=5IdEU63_S_pDhGZX
परम चरम अखंड अनंत संतोष
*ब्लास्ट*
संतोष मे सुख भरा पडा है।
असंतोष बडा दुख दाई रे।
रे मुरख तेरी जरूरत थोडी,
करे क्युं ज्यादा हाय हाय रे।
"अज्ञानी"
*Blast*
Consentment is full of happiness.
Discontentment is very painful.
O fool, I don't need you much,
Why do you cry so much?
"Ignorant"
Monday, 4 November 2024
છોડે તે છુટે
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આવું કાંક કહેલું.
ના સમજાય તો અઘરૂ.
સમજાય તો સાવ સહેલું.
આ તમને સહેલું લાગે છે ?
કંઈજ ન બોલીને બોલવાનું.
બંધ હોઠે હ્રદયને ખોલવાનું.
તરસ વધવા દેવી સતત...
જાંજવા પાછળ નહીં દોડવાનુ.
પામવું હો' જો કંઇ જીવનમાં,
તો,પકડવાનું નહીં છોડવાનું.
જ્યારે સહ્ય થાય બધુ જ !
બસ ત્યારે જ મૌન તોડવાનુ.
એ ખુદ ખખડાવસે "અજ્ઞાની"
તારે બસ દ્વાર હ્રદયનું ખોલવાનું.
{ પછી બધુ સહેલું લાગશે.}
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
*છોડે તે છુટે*
"અજ્ઞાની"
છુટવુ હોય તો છોડો.
પકડે તે બંધાય.
છોડે તે છુટે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/Vh9d9QPHcx5qfbHs/
અંધારાનું મહત્વ
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" અંધારાનું મહત્વ 'અનંત' અજવાળાથી લગીરે ઓછું ના સમજવું.
કારણ કે આ અંધારા થકી જ જગતભરમાં અજવાળા ઓળખાય છે...!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/LQZ5ufwhzXT8KS4L/
પ્રેમમાં શું અરજ ‘ને શું ગરજ.
"અનંત" છોડી ગયો છે ...
જે શબ્દોનો ખજાનો...
બસ એ હું અહી લાવું છું ...
"અનંત" કહેતો ઈશ્વરે મને સૌથી મોટી, મહામૂલી, અગર જો કોઈ ભેટ આપી હોય તો, એ છે શબ્દો.!
શબ્દો મારા માટે ઈશ્વરના આશીર્વાદ છે.!
અને શ્બ્દોજ ઈશ્વરનો પ્રસાદ...
એ નિજાનંદી , ધૂની , પાગલ હતો ..
એ આવું આવું કહેતો બોલતો રહેતો ...!
એકાંતમાં નીજ મસ્તીમાં...
https://www.facebook.com/share/p/XACiegXVhDQxQg1h/
પ્રેમ સૌથી સરસ ત્યારે હોય જ્યારે અરસ પરસ હોય
આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધ કહેતો એની હું સાંભળતો ચુપચાપ
કશું જ વ્યર્થ નથી....!
~~~~~~~~~~~~~~~
જેટલું પણ હોય અરસ પરસ.
એટલુ જ .! હોય સરસ સરસ.
પ્રેમમાં શું અરજ ‘ને શું ગરજ.
બસ મન મૂકીને પ્રેમથી વરસ.
તો જ છીપે. હો’ અગર બેઉની,
ભીતર છેક. સરખે સરખી તરસ.
ભળી શકાય તો ભળીજા રે મન...
કે,રહે ના કોઈ ભેદ કોઈજ ફરક.
“અનંત” ના કશું જ વ્યર્થ ક્યહી.
છુપો છે બધે જ કઈક તો અરથ.
~~~~~~~~~~~~~~~
“અનંત”
https://www.facebook.com/share/jSb5UUerbH9bceFm/
કળવાણી
પહેલા ના સમયમાં કોઇ ને વ્યક્ત થવુ હોય યા પોતાની નીજી લાગણી વ્યક્ત કરવી હોય તો એમ કરવુ આજે જેટલુ સરળ છે તેટલું ક્યારેય ન હતું.
અને હું તો એવુ માનુજ છું કે તમારી ભીતર પનપનતી લાગણી પછી તે ચાહે પ્રેમની હોય, નફરત કે ગુસ્સો હોય...
વેદના કે સંવેદના જે કૈ હોય જેના પણ પ્રત્યે હોય...
વીના વીવાદે શાંત ચીતે વ્યક્ત કરવીજ જોઈએ અને સૌથી પહેલા...
પ્રેમ નફરત ગુસ્સો કે વેદના
કોઈ પણ પ્રકારની લાગણી હોય
તે જે વ્યક્તિ પ્રત્યે હોય તેની સાથે તેની પાસેજ શાંતિથી વીના વીવાદે સંવાદ કરીને વ્યક્ત કરવી જોઈએ...
અગર એ વ્યક્તિ આ બાબત સમજવામાં સમર્થ નથી તો,
આજ કાલ ઘણા સોશ્યલ માધ્યમ હાથ વગા છે, આંગળી વગા છે. તેનો પણ સદુપયોગ કરીને જેતે વ્યક્તિ સામે તમારી લાગણી વીના સંકોચે વ્યક્ત કરવીજ જોઈએ.! પણ.!
એવુ કદમ સાચી દિશામાં ઉઠવુ જોઈએ.
અંગતમા વ્યક્ત થતી લાગણીઓની વાત જુદી છે.!
પણ જાહેર માધ્યમ દ્વારા જ્યારે તમે સીધી કે આડકતરી રીતે જે તે વ્યક્તિ માટે કૈ પણ વ્યક્ત કરતા હો ત્યારે એવુ કરવાનો વિચાર કરતા પહેલા સો વાર વિચારવુ અનિવાર્ય છે.!
એમ કહેવુ મને વધારે પડતું લાગે પણ એવુ કરતા પહેલા જરા સમજદાર અને ખબરદાર તો રહેવુજ જોઈએ.!
કોઈ પણ પ્રકારની લાગણી વ્યક્ત કરવા ઉપયોગમા લેવાયેલા શબ્દો...
સુવીચારો ઉપદેશો તમારા પોતાના સ્વલીખીત હોય કે પછી તમે કોઈના ઉછી ઉધારાના શબ્દો નો ઉપયોગ કરો...
એ શબ્દો ઉપદેશો વિચારો જે કૈ પણ હોય તેનાથી તમારૂ વ્યક્તિત્વ
સમગ્ર જગત સામે આવે છે.
યાદ રાખો કે જાહેર માધ્યમથી વ્યક્ત થતી લાગણી એવો આયનો છે જે તમારી સામે નથી બીજાની સામે છે.!
જેમાં તમારી છબી આખુય જગત
જોઈ શકે છે.!
તમે તમારી કોઈ પણ જાતની લાગણી વ્યક્ત કરવા ઉપયોગમા લીધેલા શબ્દો, ચીત્રો ચરીત્રો, સુવીચારો કે ઉપદેશો તમારા ખુદના હોય કે ઉછીના.
એ જ્યારે તમારા દ્વારા જાહેર માધ્યમથી રજુ કરો છો ત્યારે તેમા તમારા ભીતરથી લાગણી જોડાયેલી હોય છે.
તેથી તમારા વિષે અને તમારા વ્યક્તિત્વ વીષે લોકોના મનમાં એક ધારણા એક છબી ઊપસે છે.!
લોકો તમે વ્યક્ત કરેલી લાગણી મુજબ તમને જુવે સમજે છે.!
લોકોની ફિકર છોડો.!
જાહેરમાં કૈ પણ વ્યક્ત કર્યો પહેલા તમે તમારી જાતને તમારા આત્માને પુછો.!
કે શું તમે જે કૈ વિચાર વ્યક્ત કરો છો.!
એ મુજબનું જીવન તમે જીવો છો.!
પોતાના શબ્દો હોય ત્યારે તો ચોક્કસ વીચારવુજ જોઈએ પણ અગર બીજાના ઉપદેશાત્મક વિચારો રજુ કરો ત્યારે તો ખરેખર ખુબજ વિચારવુ જોઈએ...
લખનાર ગમે તે હોય એનો લખવાનો આશય પણ કૈ અલગ હોય શકે.!
જેનો ઉપયોગ તમે
તમારા આશય મુજબ કરો છો ત્યારે...
વીચાર અને વ્યક્તિત્વ તો
લોકો સામે તમારૂજ ઊપસે છે.!
તમે પોતાના શબ્દો દ્વારા કે પછી કોઈ લેખકો સંતોના સુંદર ઊતમ ઉપદેશો...
જાહેરમાં આપો છો ત્યારે લોકો એવુ વિચારે છે કે આટલા સુંદર ઉપદેશ આપનાર વ્યક્તિ કેટલી સુંદર અને સમજદાર હશે.!
(પછી ભલેને ઉપદેશ પ્રમાણે તમારા મા એક ટકો પણ ના હોય)
તો આમ કરવુ પણ એક પ્રકારે જાત સાથે અને જગત સાથે છેતરપિંડી જ કરી ગણાય...
હું એમ કૌ છું આખે આખા નહીં પણ..!
થોડાક તો તમે
અસ્સલ મા જેવા હો તેવા સામે આવો..!
અગર એમ તમે સામે નહીં આવો તો જ્યારે તમારા ઉપદેશો સાંભળનાર વાંચનાર ક્યારેક તો તમારી સામે આવશેજ..!
અને ત્યારે એ પરમ સત્ય જોશે જાણશે..!
હવે જો ત્યારે તમે જાહેરમાં કહેલા મુકેલા ઉપદેશો મુજબ એક ટકો પણ જીવતા નહીં હોવ, એવા ઉપદેશો જેનો અર્થ પણ તમે જાણતા નહીં હોવ.!
અને જાણતા હશો તો એવો એક પણ ઉપદેશ તમે જીવનમાં ઉતારીને એ મુજબનું જીવન જીવવાને બદલે સાવ વિરોધાભાસી જીવન જીવો છો
એવુ આખુ જગત તો નહીં પણ
એકાદ જણ પણ જ્યારે જાણશે ત્યારે... તમેજ શરમીંદગી અનુભવશો...
અગર તમે ઉપદેશ મુજબ જીવોજ છો તો
કોઈ પ્રશ્નજ નથી.!
મગર સુંદર શબ્દોથી વિચારોથી કે ઉપદેશોથી
લોકોને પ્રભાવિત કરો છો તો આ રીતે તમે લાંબો સમય એકાદ વ્યક્તિ કે આખી દુનિયાને છેતરી નહીં શકો.!
અંતમાં એક સુંદર ઉદાહરણ આપીને સૌને સમજાવુ જેથી મારા કહેવાનો મર્મ, અર્થાત્ ગુઢાર્થ સમજવામાં સૌને સરળતા પડે..!
એક માં જાહેરમાં મમતા વીષે વાર્તા પોસ્ટ કરે છે.! જેનુ શીર્ષક છે.
" કલેજા નો ટુકડો "
જેમાં વાત કૈ એવી છે કે,
દિકરો પૈસા માટે માંનું કલેજુ કાઢીને પેટીમાં નાખી લઇ જતો હોય છે.
ચાલતા ચાલતા તેને ઠોકર લાગે છે.
ત્યારે બંધ પેટીમાંથી માં નો અવાજ આવે છે.!
માં કહે છે.
"બેટા તને ચોટ તો નથી લાગી ને "
આ છે માં ની ખરી મમતા
વાર્તા પુરી
હવે આવી વાર્તા જાહેરમાં મૂકનાર માં
સમય જતા પોતાના પતી સાથે વિશ્વાસઘાત કરે છે..!
અને ભયંકર ભુલ કર્યો પછી જ્યારે ભુલ પકડાઈ જાય છે ત્યારે...
લાજવાને બદલે ગાજે છે..!
અને પતી ને છોડી દેવા તૈયાર થઈ જાય છે.!
અને એ માં જેણે
" કલેજાનો કટકો"
એવી વાર્તા જાહેરમાં મુકેલી
તે પોતાના સ્વાર્થ માં બાળકોનો પણ વીચાર કરતી નથી.!
અને અંતે પોતાના
સ્વાર્થમા એ "માં"
ઘર અને પતીને છોડવા તૈયાર થઈ જાય છે પતી અને ઘર છોડે ત્યાં સુધી સમજાય પણ મમતા વીષે વાત કરતી મા જ્યારે
પોતાના કલેજા ના ટુકડા એવા બાળકોને પણ છોડી તરછોડી જાય ત્યારે...
તે સ્ત્રી ની વાસ્તવિકતા સામે આવી જાય છે.
આખરે એ પતિ અને બાળકો ને છોડી તરછોડીને ચાલી જાય છે.!
તો આ બધા જાહેર માધ્યમો એ એક એવુ દર્પણ છે જેના થકી તમારો અસલી નકલી ચહેરો છુપાવી તો શકાય છે પણ..!
આવા માધ્યમથીજ તમે બે નકાબ પણ થઈ શકો છો.!
ક્યારેક ને ક્યારેક તો દુનિયા જાણી જાય છે કે તમે જે વિચારો ઉપદેશો દુનિયા સામે મુકો છો ખરેખર તમે એવુજ જીવતાજ નથી.!
તમે માત્ર ને માત્ર દુનિયામાં ખુદનુ આકર્ષણ વધારવાનો તમારો વામણો પ્રયાસ કરો છો.!
તમે ખુદ ખુબ સમજદાર છો પ્રેમાળ છો એવી છાપ તમે ઉપસાવી રહ્યા છો..!
પણ આ ઉપરછલ્લી છાપને ભુંસાતા વાર નથી લાગતી..!
ક્રમશઃ
હે.. નિરખને ગગનમાં...
હે.. નિરખને ગગનમાં...
કોણ આ ઘૂમી રહ્યું.....
એજ હું... એજ હું.. એજ હું......
એજ તું.... એજ તું.... તેજ તું.....
જેના પણ આ શબ્દો છે
એને
અને એના આ શબ્દોને પ્રણામ...🙏
અજ્ઞાની અને અર્ધનજ્ઞાનીમાં
કહેવાય છે કે યા અજ્ઞાની સારા યાતો સાવ અજ્ઞાની !
પન આ અર્ધજ્ઞાની તો ..! ભા...ઇ ...સાબ...! :)
મે એક વાર ઈવડા ઇ મારા ભાઈબંધને આ બાબતે પૂછ્યું તો ઇ ક્યે કે,
'અધૂરી જાણકારી ને આધારે કાય પન બોલવું બાફવા બરાબર છે... !"
એટલે કે અક્કલનું પ્રદર્શન કરવા બરાબર છે .! બોલો..! :)
મે કીધું હૈશે ....:)
હાં પન ..! :)
પછે એકવાર મે એને પૂછ્યું ...
તારે ધરમ બાબતે કેમનું.....?
તો ઇ ક્યે કે તારે શું...??
હું મુંજાય ગ્યો ...:)
પછે મે કીધું , કે તો ખરો ભલા માણસ મનેય કાંક હમજાય....
ઇ ચૂપ ર્યો કાય નો બોયલો ... "મૌન"...
જોકે મારી કસોતી થઈ ગઈ....
આપરને બકબક કઇરા વિના એક સેકંડેય નો હાલે... :)
જરાક ચૂપ રૈ તાં તો થોરિક વારમાં લવારિયો તાવ આવી જાય બોલો ... ! :)
પછે મે બૌ પૂછ પૂછ કઇરી ઍટલે ઇ મને ક્યે કે...
તું બકબક બૌ કરે છે, મરી જવાનો આમને આમ... :)
હવે એમાં તો ના નોજ પરાય ને !
કે, હું કોયદિ' મરવાનો નથી , ઈએ હાચું કીધું ઍટલે હું કાય બોયલો નૈ ..:)
પછે મે કીધું ભઈ મુર વાત ઉપર આવ ને..!
અટલે પછે ઈએ કીધું કે....
"રાત ઉજાગરા કઇરા વિના મુરમાં ઊંડા ઉઇતરા વિના કાય પન બોલવું મને નૈ ફાવે ...! "
( "રાત ઉજાગરા કર્યા વિના મૂળમાં ઊંડા ઉતાર્યા વિના કઇ પણ બાફવું નરી મૂર્ખતા છે..")
બાકી ઇ બાબતે ઘણાય લખી બોલી ને મરી ગ્યાં તોય માણસ માણસજ ર્યા "ઘેંટા"નો થ્યા. બોલો...! :)
ચોઇખવટ :- તે આ હું વારે ઘડીએ વાતના અંતે આદતવશ જ બોલો , બોલો , કહું છું હો ! હાં....::)
બાકી બોલવાની સખત મનાઈ છે કૈ દઉં છું ...! :) :) :)
પછે એને એમય કહ્યું કે ઇ લોકો ધરમ બાબતે લખી બોલી મરી તો ગ્યાં,
પન તોય આજેય ઇ લોકો લોક હ્રદયમાં જીવે છે..!
એ જીવે છે આજેય, એના શબ્દોમાં, એની વાણીમાં ...
જેમકે અખા ભઈ,કબીર ભઈ ઇ સિવાય બીજા હઇશે જ પન ,,, માલા માહીત નાય ..:)
તો ઈવરા ઇ સાવ કરતાં સાવ ઉઘારું ને સોસરવું ઉતરી જાય એવું લખતા બોલતા ...:)
એમ તો ઈવડા ઇ મારા ભાઈબંધોય સાવ નાગું લખતા બોલતા ...
અટલે તો ઘણાને કણાની માફક ખતક્તા.... ! :)
પન આપરે એવું કાય નૈ..હોં હાચેકા ...:)
આપરે તો કોઈના હ્રદયમાં ઘર કરતાં ને આંખોમાં જઈ વસતા ભલા માનસ... :)
બ્લાસ્ટ :- આવતા અંકે ...:)
આ ચિતરમા રહેલા ચીતર કે લખાન ને પરકમાં હારે કાય કરતાં કાય લેવા દેવા નથ ...!
કેમકે ઇ હંધાય થોડા ઈશ્વર ને મરવા જાય છે ...
"ઈવડા ઇ તો બચારા સાવ કરતાં સાવ નિર્દોષ છે .... "
ઇ તો, તાં' કણે ખાલી પિકનિક કરવા જાય છે...
કુદરતી સૌંદર્યમાં પહાડ અને ઝરણા વચ્ચે ,
પ્રકૃતિની પાસે હરવા, ફરવા, ને પ્રકૃતિને મરવા જાય છે,
પ્રકૃતિ પ્રેમી માનસ પ્રકૃતિમાં ભરવા જાય છે ...! :)
જો કે પછે અંતેય એમાં જ (પ્રકૃતિમાંજ) હૌ ને.ભરવાનું હોય છે , હાચું કે નૈ...હે ભૈ હાચું કે નૈ...?:) :) :)
*બ્લાસ્ટ*
અજ્ઞાની અને અર્ધનજ્ઞાનીમાં બડો તફાવત હોય છે.
અજ્ઞાની ચોખ્ખે ચોખ્ખુજ કહી દે છે કે,
હું કશુંજ જાણતો નથી જ્યારે,
અર્ધજ્ઞાની કહે છે હું બધુજ જાણું છું.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/jTRcjwdvZMkGRCSd/














