જે બદલવા ચાહે છે તે સતત બદલાય છે.!
"અજ્ઞાની" જે બદલે તેનુ જગત બદલાય છે.!
"અજ્ઞાની"
હું એમ નથી કહેતો કે તરત બદલાય જશે.
અગર તું પ્રયાસ કરશે સતત, બદલાય જશે.
"અજ્ઞાની" દુનિયા ને બદલવાની જરૂર નથી.
તું ખુદ તારી જાતને બદલ જગત બદલાય જશે.
"અજ્ઞાની"
અર્થાત્
તું ખુદ તારી જાતે બદલ તારૂ જગત આપોઆપ બદલાય જશે.
હે અજ્ઞાની અગર તું બદલવા ચાહશે તો પણ એકાદ વ્યક્તિને કે તેના જીવનને પણ તું નહીં બદલી શકે.! તો પછી જગત બદલવાનો ખયાલ તો સાવ નકામો અને નીરર્થક છે.!
માટે હે વત્સ તું ખુદ તારી જાતને બદલવાનો અંતકરણ પુર્વક પ્રયાસ કર..!
પછી કદાચ આ જગત તો નહીંજ બદલાય અને બદલવાની જરૂર પણ નહીં રહે. બસ્સ તું ખુદ તારી જાતને બદલશે તો તારૂ નીજી જીવન તારૂ પોતાનુ જગત આપોઆપ બદલાય જશે.
"અજ્ઞાની"
આમ તો જોકે આ જગથ ના લોકો યા આખાય જગત ને યાની દુનિયાને બદલવા કરતાં ઘણુ સરળ છે. ઘણુ સહેલું છે જાતને બદલવું એમાં આપણે ખુદનેજ સમજવાવાનુ કે સમજાવવાનુ હોય છે.
છતાં કહેવા, લખવા, બોલવા,વાંચવા જેટલુ સરળ પણ નથીજ.!
લખવા, બોલવા, કહેવા કે વાંચવા માં જેટલુ સરળ લાગે છે તેટલું જ અમલમાં મુકવાનુ ખૂબ અઘરૂ છે.
ઈશ્વર ત્યારેજ આવીને મને કહે છે કાનમાં.
હું "અજ્ઞાની" જ્યારે હોતો નથી ભાનમાં.
"અજ્ઞાની"
મે ક્યાં કશું વધારે કહ્યું છે ?
એક સત્ય સવારે સવારે કહ્યું છે .!
“અજ્ઞાની” ઈશ્વરે મને અતારે કહ્યું છે.!
મે જે પણ કીધું “ઈશ્વર”ના ઇશારે કહ્યું છે .!
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@
યુગોથી જગાડવા વાળા જગાડવાનો પ્રયાસ કરે છે કેટલા જાગે છે.?
જરાક અમથું દૂ:ખ આવે કે કોઈ મંદિર કોઈ મસ્જિદ તરફ ભાગે છે..!
એ ખરા છે ખોટા છે કે છે પાખંડી એની ખબર કે, સમજ નથી..!
કેસરી,સફેદ, લીલા, ભગવા પરખ વિના બધા વસ્ત્રોને પગે લાગે છે..!
ફળ,ફૂલ હવા. પાણી, સ્વાસ , સુગંધ, આંખ ,નાક, કાન, હાથ ,પગ..
આ બધુ તો લગભગ તારા ને મારા હિસાબ મુજબ બધાની પાસે છે.
ઈશ્વર.! આ માનવને તું વિના માગ્યે વિના શરતે કેટ કેટલું ! આપે છે.
છતાં અસંતોષી માનવી વાતે વાતે તારી પાસે ભીખ ભીખારી જેમ માંગે છે.
તું વગર માંગ્યે કેટ કેટલુ આપે છે
તો પણ મુર્ખાઓ તારી પાસે કેટલી શરત રાખે છે.
સોનું ,ચાંદી, શ્રીફળ, સાકર,બાલ ચુંદડી,ચાદર ઇતર, આ તમામ ચીજોની હેઈશ્વર તને ક્યાં રૂર છે?
તોયે નિજ લાલચે, લાલચુઓ તને લાલચો આપે છે..!
શ્રધ્ધાનો વિષય છે અંધ શ્રદ્ધાનો છે કે શોખ.? સમજાતું નથી ! કોઈ ઉલ્ટા ચાલીને, કોઈ ગોઠણ ભેર તો કોઈ આળોટીને તારી પાસે આવે છે.!
હોય જો શ્રધ્ધા તો ઈશ્વર મનમાં છે
હોય જો શ્રધ્ધા તો ઈશ્વર ઘરમાં છે.
હોય જો શ્રધ્ધા તો ઈશ્વર મનમાં છે.
ઝાંકો જરા ઈશ્વર ભીતર હ્રદયમાંજ છે.!
જે લોકો આ હકીકત નથી જાણતા એ પણ એના હિસાબનો જ એક ભાગ છે મને એમ લાગે છે.!
આપો તો અને આપો તેજ જ મળે છે.
માંગો તો નહીં એ નિયમ સનાતન છે.
તોયે સતત દે હજુ, ને હજુ દે વધુ જોને માણસ કેવા માગણ માફક માંગે છે.
જે જે આપો જેટલું, તે તે મળે તેટલુ કે પછી બમણું પણ મળે છે
તોયે સુખ આપવાને બદલે માનવી એક બીજાને ખૂબ પીડે છે ! દૂ:ખ આપે છે.!
જે આપીએ તેજ અગર જો પરત મળતુ હોય.
અને એ પણ વિના શરત મળતું હોય.
તો કોઈને પીડા યા દૂ:ખ શાને ?
એ ના ભૂલો ઓ “અજ્ઞાની” આખરે એજ ફળ રૂપે ઊગશે જેવા બીજ તું વાવે છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
”અજ્ઞાની”
*બ્લાસ્ટ*
વધુ ને વધુ સારું પામવું સૌને ગમતું જ હોય છે..!
મગર આપવું કદાચ ઓછાને ગમતું હોય છે.!
પણ મને આપવું પણ ગમે છે અને ને પામવુ પણ ગમે છે..!
સારું સારું આપવાની ઈચ્છા અને પામવાની ઝંખનામાં દુનિયા આખી બદલાઈ ગઈ...
કાલે જે હતું તે આજે ઇતિહાસ બની ગયું ...
અને આજે જે છે તે પણ આવતી કાલે ઇતિહાસ બનીને રહી જશે...
સતત શક્ય તેટલું બદલવું શક્ય તેટલું નવું નવું જાણવું...
અને વધુ ને વધુ સમજવું ...
જોકે સમજાય નૈ એ વાત જુદી છે ...
અને વધુ ને વધુ સમજવું ...
જોકે સમજાય નૈ એ વાત જુદી છે ...
પણ આ મારો સ્વભાવ છે આજ મારો મિજાજ છે.
માટે ભાઈબંધોના વર્ષો પહેલા લખેલા શબ્દોમાં પણ મને જ્યાં જરૂર પડે અને મહેસુસ થાય કે આ બરોબર નથી તો ત્યાં ત્યાં સુધારો વધારો કરવો...
અને ભાઈબંધ ના આછા પડેલા અને અસ્પષ્ટ શબ્દો માં સુધારો વધારો કરીને
અને વધુમાં વધુ સારું, સાચું, અને સચોટ સમજદારને લોકોને આપવું એ મારુ કર્તવ્ય છે.
એજ મારો પરમ ધરમ છે... !
એમ્માં જ મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.
આજ મારો નિજાનંદ છે, આજ મારી મસ્તી છે.!
બે અર્થમાં...
આજ વર્તમાન...
આ જ અર્થાત્ જે કરૂ છું એ.!
તો..,
તમે બદલાવ સ્વીકારો કે ના સ્વીકારો બદલવાનું બદલીને જ રહે છે...!
અગર સ્વીકારશો તો આનંદ પ્રાપ્ત થશે.!
અન્યથા અકળામણ થશે ... :)
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" જ્યાં સુધી મંદિરોમાં લાંબી કતારો અને ભીડ છે.
સમજો ત્યાં સુધી દેશમાં એટલા લોકો દુ:ખી છે યા ભીખારી છે.
"અજ્ઞાની"

2 comments:
મંદિર ની બહાર ભિખારી માંગે મંદિર ની અંદર શેઠ માંગે બન્ને ભિખારી જ છે એક બહાર ભીખ માંગે છે અને એક અંદર ભીખ માગે છે,,,
"અનંત" ખંડર અંદર તારા પગલા પડ્યા છે દોસ્ત.!
એમ સમજ મંદિર અંદર પગલા પડ્યા છે દોસ્ત..!
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું એના ભાઈબંધ ને.. 🙏
Post a Comment