શબ્દ નો પ્રભાવ શબ્દની તાકાત.....
*****************************
બસ બહુ થયું હવે..!
દસમાની પરીક્ષામાં બબ્બે
વાર નાપાસ... !
મને કદિ સફળતા નહીં જ મળે
.
નાહકનો પરિવાર પર બોજ બની
રહ્યો છું હું.
એક મારા ના હોવાથી શું ફર્ક
પાડવાનો છે,
આ દુનિયાને કે પરિવાર ને .
કમસે કમ મારા એકના ભણવાના
ખર્ચમાથી તો પરિવાર મુક્ત થશે.
આમ વિચારી , જીવનથી કંટાળી હારેલો થાકેલો યુવાન અંતે ,
અંતિમ નિર્ણય કરી નાખે છે.
જોકે આ વિચાર તો એને કેટલાય
સમય થી આવતો જ હતો.
અને કાતિલ ઝેર ની પડીકી પણ
લઈ રાખી હતી.
પણ હિમ્મત નો’તી થતી .એમ કાઇ મરવું સહેલું છે ?
પણ આજે તો એ યુવાને મન મક્કમ કરી લીધું હતું.
બસ હવે બહુ થયું ..!
આ નિષ્ફળતા
, ગરીબી, લાચારી...
હવે મારાથી
નહીં સહેવાય....
આજે ઘરમાં કોઈ જ ના હતું
પોતે એકલો જ હતો .
"આવા નબળા સમયમાં કદિ એકાંતમાં
ના રહેવું જોઇયે ....
કેમકે નબળા નિર્ણયો એકલતામાં
પ્રબળ બને છે ."
અને આ યુવાન આજે ઘરમાં સાવ
એકલો જ હતો.
તેથી જ અંતિમ નિર્ણય અમલમાં મૂકવા પ્રેરાયો .
પોતાની મરણ નોંધ પણ એણે લખી
રાખી હતી .
મરણ નોંધમાં લખ્યું હતું ,
હું સતત નિષ્ફળ રહ્યો છું.
પરિવારની મારા પરની આશા પર મે પાણી ફેરવ્યું છે.
બે પૈસા કદિ કમાઈને તો હું આપી નથી શક્યો , ઉપરથી મારા ભણવાના ખર્ચનો બોજ પરિવાર ઉઠાવે .
અને હું એનું વળતર પણ નાપાસ થઈને ચૂકવું,
એ સ્થિતિ મારા માટે અસહ્ય હોય હું .
મારૂ જીવન ટૂંકાવી રહ્યો છું .
અને એ બદલ હું ખુદ જવાબ દાર છું .
અન્ય કોઈ જ નહીં.
યુવાને આ મરણ નોંધ લખેલી
ચબરખી પાકીટમાથી કાઠી તકીયા નીચે મૂકી દીધી.
ભણતર, નોકરી. લગ્ન જીવન આમ
આવી અનેક પ્રકારની સમસ્યા ઓછે વતે અંશે
સૌ કોઈના જીવનમાં આવેજ છે.
જ્યારે સમસ્યા વધે છે ત્યારે....
તેની સામે હીંમતથી બમણા જોરે લડવાને બદલે
માણસ હારી થાકીને
ઝેર પીવું, ઉપરથી પડતું મુકવુ, ગળા ફાંસો ખાવો
આમ અધવચ્ચે જીવન ટુંકાવવાનો પ્રયાસ....
આ જગતમાં અનેક ટુંકી બુધ્ધીના લોકો કરે છે..!
આત્મ હત્યા કરી રોજ રોજ અઢળક લોકો મરે છે.
એ જાણતા નથી કે પ્રક્રુતી નો નીયમ છે.
એક દાણો વાવો તો એક હજાર ઉગે.
કર્મનો પણ કૈક આવોજ સીધ્ધાંત છે.
જે આપશો તે અનેક ગણું પરત મળશે..!
પછી ચાહે સુખ આપો કે દુ:ખ..!
"અનંત" આનંદ આપો યા પીડા.!
હવે તમારે શું પામવુ છે ..!
એ વીચારીને આપવાનું રહે છે.
હું જાણુ છું કે કોઈને પણ દુ:ખ કે પીડા નથી જોઈતી.
તો ભલા આપો છો શા માટે..?
ખૈર....
લોકોને એમ છે કે મરી જશે તો,
તે તમામ દુઃખ થી અને પીડા થી મુક્ત થઈ જશે..!
તો એ તેમનો મહા ભ્રમ છે.!
આવન જાવન નો કોઈ અંત નથી..!
આજે જેનાથી હારી થાકી ને
જીવન ત્યાગો છો મૌત તરફ ભાગો છો.!
તે આવતી વખતે બમણા ત્રણ ગણા અરે અનેક ગણા
જોરે તમારી સામે આવશે..!
એ દુઃખ અને પીડા જેનાથી જે વ્યક્તિ
કે સમસ્યા થી
હારી થાકી કંટાળી ને તમે ભાગ્યા છો એ
કે પછી એનાથી પણ વધારે ખતરનાક
વ્યક્તિ કે સમસ્યા આવતી વખતે
આવતા વેંત તમને ચારેકોર થી ઘેરી લેશે..!
અને એવુ થશેજ ચોક્કસ થશે.!
ફરી ફરીથી દાખલો ગણવો પડશે.!
હીશાબ બરોબર કરવો પડશે..!
માટે આ વખતે તમામ
જુના હીશાબ પુરા કરી ચુકતે કરી નાખ..!
લેન દેન પુરી કરી નાખ..!
સારા કર્મો કરો યા ખરાબ કર્મ ન કરો..
અને જે આ વખતે યા ગયા વખતે કરેલા કર્મો છે.!
જેના ફળ રૂપે તમે દુ:ખી છો પીડા ભોગવી રહ્યા છો
તે પ્રેમથી ભોગવી લો..!
એમ કરતાં ખરાબ કર્મો ભુંસાતા જશે
આમ ભોગવી ને ભુંસી નાખ..!
અને પાટી સાવ કોરી કરી નાખ...!
તોજ આવતી વખતે મન ચાહ્યું
નવુ કાં'ક લખી શકશે..!
માટે હે મુર્ખાત્મા ચેતી જા.!
અને ઈશ્વરે જેટલુ આયુષ્ય આપ્યું છે,
તેટલુ જીવી જા.!
ખૈર....
નાસીપાસ થયેલા છોકરાએ
પેન્ટના ગજવામથી રાખેલી
ખાખી
કાગળમાં વીંટાળેલી ઝહેર ની પડીકી કાઢી
ગ્લાસમાં નાખી .
ગ્લાસમાં ઝહેર નાખતા,
અચાનક તેનું
ધ્યાન ખાખી કાગળમાં
લખેલા લખાણ પર ગયું .
અને તેને એ લખાણ વાંચવાનું મન
થયું .
લખાણ વાંચવા કાગળ બરાબર ખંખેરી નાખ્યો
જેથી લખાણ સ્પસ્ટ વંચાય.
ઝહેર વીંટેલ કાગળનું લખાણ
અમ્રુત સાબિત થયું .
એ કાગળમાં જે લખ્યું હતું તે વાંચી
તેનો ચહેરો ચમકી ઉઠ્યો ,
જાણે અચકાનક કાગળમાના શ્બ્દોએ તેનામાં પ્રાણ ફૂંકયા.
થોડી જ ક્ષણ પહેલા ગટગટાવી
જવા માટે ગ્લાસમાં ભરેલું ઝહેર ફટાફટ ગટરમાં વહાવી દીધું .
આખરે એ કાગળમાં એવું તે શું
લખ્યું હતું ?
તો એ કાગળમાં ફક્ત ચાર પંક્તિ
લખી હતી.
(1)
અનેક નિષ્ફળતા પણ...!
જીવનનો
અંત નથી . તું હારી ના જા. ઉદાસ ના થા.
“અનંત” જીવનની હર એક પરીક્ષામાં
છો નાપાસ થા..!
કિન્તુ નાસીપાસ ના થા.
(2)
ના તો નિષ્ફળતા , ના તો હાર....
આ બે નબળાઈને કદિ ના સ્વીકાર...
(3)
ખુમારી થી જીવવું એ જ ખરી
જીવવાની રીત છે.
“અનંત” ખુદ હારે તો હાર બાકી
જીત જ જીત છે.
(4)
“અજ્ઞાની” કોઈ ગુનાહ માફ
નહીં થાય .
હિસાબ છે. હિસાબમાં બાદ નહીં
થાય.
**********અર્થાત...*********
હે માનવ....
જો તું એમ સમજતો હોય કે.....!
કોઈ પણ દૂ:ખ થી હારી થાકી
જીવન ટૂંકાવી દેવાથી તું મુક્ત થઈ જશે....
તો એ તારી ભૂલ છે , ભ્રમ છે. કેમકે તું સુખ કે દુ:ખ જે કઈ પણ ભોગવે
છે.
એ તારા હિસાબ મુજબ જ ભોગવે
છે. અગર તું દૂ:ખ થી હારી જીવન ટૂંકાવશે,
તો ફરી નવેસરથી દાખલો ગણવો
પડશે .....
મતલબ કે તે જેટલો સમય દૂ:ખ
ભોગવ્યું ફરી એટલા સમય માટે તારે દૂ:ખ ભોગવવું પડશે.
હાં પ્રયાસ જરૂર થઈ શકે, દૂ:ખ ઓછું કરવાના ....
પણ મરીને તો હરગીઝ નહીં જ ....!
અને મરીને તો એ શક્ય પણ નથી જ ....!
પણ હાં સદેહે એ પ્રાયસ જરૂર થઈ શકે ...
બસ પ્રયાસો કરવા ....
શું તું જાણે છે ..?
કે હવે તારા દૂ:ખનાં દિવસો પૂર્ણ થવાને આરે
છે ...
આ નબળી ક્ષણ બસ થોડીજ ક્ષણમા
વીતી જવાની છે...
બસ થોડી જ ક્ષણ પછી સુખ
તારી તરફ આવવાનું છે..
પણ ના તને એ ખબર નથી તું આવનારી એ ક્ષણ થી
અજાણ છે .
પણ હાં જો હવે તો તે પણ જાણી લીધું છે તો....
તો પછી શા માટે આ ઉતાવળ ...?
થંભી જા બસ થોડી ધીરજ ધર ....
અને હાં આ વાત કાયમ યાદ રાખજે.
તું જ્યારે કઈ પણ મનથી શ્વીકારે છે ,
ત્યારે તે થઈને જ રહે છે ...!
જ્યાં સુધી તું ના શ્વિકારે
કાઇજ થતું નથી.
કઈ જ મળતું નથી ....
ના તો નિષ્ફળતા ના તો હાર....
આ બે નબળાઈને કદિ ના સ્વીકાર...
અને નવેસરથી પ્રયાસ કરવા થૈ જા તૈયાર...
ખુમારી થી જીવવું એ જ ખરી
જીવવાની રીત છે.
“અનંત” ખુદ હારે તો હાર બાકી
જીત જ જીત છે.
અને એ ઝહેર વીંટાળેલ કાગળે અણમોલ જ્ઞાન આપ્યું એમનું લખાણ અમ્રુત થયું ,
જીવન દાન આપનારું સાબિત થયું ....
અને તે યુવાને મન મક્કમ કરી લીધું ....
આત્મ હત્યા માટે નહીં ...
કિન્તુ આત્મ બળ માટે ....
હાં એ યુવાને મન મક્કમ કરી લીધું .
દૂ:ખ સામે જજુમવા, સંઘર્ષ કરવા,
હિમ્મ્ત્ત થી જીવવા અને જીતવા ...
%20(6).jpeg)
%20(5).jpeg)
.jpg)




.jpg)
